Parin Dave

Drama

4.3  

Parin Dave

Drama

સપનાંની હકીકત - ૧

સપનાંની હકીકત - ૧

3 mins
182


વાત એ રાતની છે જ્યારે મનન અને મીતા પહેલીવાર મળ્યા હતાં. મનન અને મીતા બંને જણ મેટ્રો સિટીમાં મુંબઈના એક પરા મીરાં રોડમાં રહેતા હતાં. મીતા મીડલ કલાસ ફેમિલીમાંથી આવતી હતી. જ્યારે મનનનો ફેમિલી બિઝનેસ હતો. મીતાના પિતા શામજીભાઈ એક પ્રાઈવેટ કંપનીમાં એકાઉન્ટ લખવાનું કામ કરતા હતાં. જ્યારે મીતા કોલેજમાં કોમર્સમાં અભ્યાસ કરતી હતી સાથે સાથે એની આર્થિક હાલત સારીનાં હોવાથી એ માટુંગામાં આવેલી એક ડાન્સ એકેડમીમાં નોકરી કરતી હતી.

આ બાજુ મનન પોતાનું ભણવાનું પુરુ કરીને પોતાના પિતા શેખર મહેતાનો કપડાં ભાડે આપવાનો બિઝનેસ જેમાં એ લોકો નાની- મોટી દરેક ફિલ્મમાં એમની જરુરિયાત પ્રમાણે ડ્રેસ ભાડે આપતા હતાં એમાં એના પિતા ને મદદ કરતો હતો. મનનનું કામ જે તે ફિલ્મના સેટ ઉપર આપેલા કપડા બરાબર છે કે નહીં એ ચેક કરવાનું હતું. મનનને આ કામમાં મજા આવતી કારણ કે લગભગ દરેક ફિલ્મના સેટ ઉપર એને જવા મળતું સાથે સાથે દરેક ફિલ્મ સ્ટાર જોડે પણ મળવાનું થતું હતું.

એક વખત મનન ને આર કે સ્ટુડિયોના સેટ ઉપર એના બિઝનેસનાં કામ માટે જવાનુ થયું ત્યાં આગળ એ વખતે ટોચના ડિરેક્ટર શ્રી પવનકુમારની ફિલ્મનો સેટ લાગેલો હતો અને એક ગીતનું શુટિંગ કરતાં હતાંં. ગીતની માંગ પ્રમાણે હિરો - હિરોઈનનાં ડ્રેસ લઈને મનન આવ્યો હતો. વરસાદમાં ગીતનું શુટિંગ કરવાનું હતું. એ માટેની બધી જ તૈયારીઓ થઈ ગઈ હતી. શોટ રેડી હતો. યુનિટનાં બધા હિરો-હિરોઈનની રાહ જોતા બેઠા હતાં. ડાન્સ ડિરેક્ટર તરીકે મીતા જ્યાં કામ કરતી હતી એ વિષ્ણુ સર હતાં. આજે એમની જે રેગ્યુલર આસિસ્ટન્ટ હતી એ નહોતી આવી પણ એની જગ્યાએ મીતા આવી હતી. મીતા અને વિષ્ણુ સર ડાન્સરનાં ગૃપ સાથે સ્ટેપ્સ કરતાં હતાંં એટલે જ્યારે હિરો - રમણ કુમાર અને હિરોઈન - સ્વાતિ આવે એટલે બધા સાથે એક વખત સ્ટેપ્સ જોઈલે એટલે કોઈ ભૂલ ન થાય.

 રમણ કુમારને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમા બધા આર કેનાં નામથી ઓળખતા હતાં. છેલ્લા એક દસકામાં એની જેટલી પણ ફિલ્મ આવી હતી બધીજ બ્લોક બસ્ટર હતી. આખી દુનિયામાં એના ચાહકો હતાં. જ્યારે સ્વાતિ હજુ નવી નવી જ ઈન્ડસ્ટ્રીઝમાં આવી હતી. એને હજુ 2/3 વર્ષ જ થયા હતાં ઈન્ડસ્ટ્રીઝમાં.

શૉટ રેડી થઈ ગયો હતો આર. કે અને સ્વાતિ સેટ ઉપર આવી ગયા હતાં. એ લોકો એ ડાન્સરો સાથે પ્રેક્ટિસ ચાલુ કરી. બધું બરાબર થઈ રહ્યું હતું. અચાનક જ ડાન્સનો એક સ્ટેપ કરવા જતાં સ્વાતિ એ પહેરેલી હિલ્સનાં કારણે એનો પગ ત્રાંસો થઈ ગયો અને એણે જોરથી ચીસ પાડી " ઓ મમ્મી " . . . બધા જ ભેગા થઈ ગયા અને શું થયું એમ પૂછવા લાગ્યા. સ્વાતિની ચીસો ધીરી થઈ હતી પણ એનાથી એ પગ ઉપર ઊભા રહેવાતું નહોતું. ડિરેકટરે તાત્કાલિક શુટિંગ પેકઅપ કરાવ્યું અને સ્વાતિને દવાખાને લઈ ગયા. ત્યાં પહોંચીને ડૉક્ટરને બતાવ્યું એક્સરે પડાવ્યો ત્યારે ખબર પડી કે એને પગમાં ફ્રેકચર થયું છે અને 3 મહિના માટેનો બેડરેસ્ટ કીધો. આ સાંભળીને ડિરેક્ટર અને પ્રોડ્યુસર બંને ટેન્શનમાં આવી ગયા. કારણ કે આર. કેની તારીખો બહુ પ્રયત્નો કર્યા પછી મળી હતી. એ તારીખો જતી રહે તો બહુ મોટું નુકશાન થાય એમ હતું. આથી બંને જણા એ ભેગા થઈને આ બાબતની ચર્ચા કરી અને નકકી કર્યું કે હાલ જે ગીતનું શુટિંગ કરવાન છે એમાં સ્વાતિની કોઈ બોડી ડબલ ને એટલે કે હાઈટ બોડીમા સ્વાતિ જેવી કોઈ દેખાતી હોય એની જોડે લોંગ શૉર્ટનું શુટિંગ કરીએ. આમ નકકી થતાં બધા સ્વાતિની બોડી ડબલ શોધવા લાગ્યા.

આમ શોધખોળ ચાલતી હતી ને ડિરેક્ટરની નજર ડાન્સરોનાં ગૃપ ઉપર પડી તો એમને રીયલાઈઝ થયું કે સ્વાતિ જેવી જ દેખાતી મીતા ઉપર એમનું ધ્યાન ગયું એમણે મીતાને બોલાવીને બધી વાત કરી. આ સાંભળીને મીતા તો અવાચક થઈ ગઈ. શું કહેવું એ એને ખબર ન પડી. આખરે ડિરેક્ટર-પ્રોડ્યુસર અને આર. કેની સમજાવટથી મીતા એ રીતે કામ કરવા તૈયાર થઈ. એટલે ડિરેક્ટરે એને સ્વાતિવાળો ડ્રેસ પહેરવા કહ્યું. મનન આ બધું સાંભળતો હતો અને ત્યાં જ મીતાને લઈને આસિસ્ટન્ટ આવ્યો અને મનનને સ્વાતિવાળો ડ્રેસ મીતાને આપવા કહ્યું. આ બંને જણાની પહેલી મુલાકાત આ રીતે થઈ.

હવે આગળ શું થશે ?

મીતા અને મનનની મુલાકાત કેવી રહી ?

મીતાની કેરિયર કઈ તરફ આગળ વધે છે ?

મનન શું કરશે ?

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Drama