"Komal" Deriya

Romance

4  

"Komal" Deriya

Romance

સફર પ્રેમની - ૯

સફર પ્રેમની - ૯

3 mins
194


ભૂમિની આખી વાત સાંભળ્યા પછી તો સાગરના મોઢામાંથી એક શબ્દ ના નીકળ્યો અને એ ભૂમિને ભેટીને રડવા લાગ્યો. એની આંખમાં આંસુ કેમ હતા એની ખબર નહતી પણ એના ચહેરા પર એ વાતની ખુશી સ્પષ્ટ જણાતી હતી કે ભૂમિ સાગરને એ દિવસ કરતાં ય પહેલાંથી પ્રેમ કરે છે જે દિવસે એ પહેલીવાર મળ્યા હતા.

"તને નહીં સમજાય કે મેં ખુબ જોયા છે પ્રેમનાં વહેણ નિરસ રણમાં, 

મેં જાતે વાવી છે લાગણીઓ 'ને સિંચ્યા છે ભરપુર હેત એમાં,

એ છોડ ભલે મને ના આપે અનંત છાંયડો કે મીઠડાં ફળો

એને ખિલતો જોઈને જ મન મારું હોય છે સદાય ઉમંગમાં..."

એ મુલાકાત આમ દેખીતી રીતે પહેલી હતી પણ ભૂમિના મનમાં તો સાગર સાથે મુલાકાત ઘણા સમય પહેલાં થઈ ચૂકી હતી. બંને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા પણ જરીક અણસાર પણ આવવા દિધો નહીં. બંને હતા જ અલગ પ્રકૃતિના એટલે એમ થતું કે કદાચ ના કહ્યું તો દોસ્તી પણ છોડવી પડશે. બસ આ જ ડર ના લીધે બંને ચૂપ બેસી રહ્યાં અને કિસ્મત અજમાવી ગઈ એમને પણ બંને લડ્યા અને આજ સુધી લડતા રહ્યા એ પ્રેમને પામવા કે જે એમનો છે કે નહીં એ પણ ખબર નહતી. 

એમની પાસે એક જ હથિયાર હતું આ લડતમાં અને એ માત્ર સ્મિત... 

"જ્યારે આખી બાજી અવળી પડે ને જીંદગીની,  બસ ત્યારે  તારું 'સ્મિત' 

એની સામે ઝઝૂમવાં સમર્થ બનાવે છે મને.. 


થોડીવાર પછી બંને જણ ડૉક્ટર પાસે ગયા અને આશિષ ક્યારે હોશમાં આવશે ? ક્યારે ઘેર લઈ જઈ શકીશું એ બધું જ પુછી લીધું. સાગર અને ભૂમિએ સતત એક મહિનો આશિષની સેવા કરી. ખડેપગે ઉભા રહ્યા. તેની દવા, ખાવાનું અને હરવા ફરવા લઇ જવાનું બધું જ ધ્યાન રાખ્યું. પછી આશિષ સંપુર્ણ સ્વસ્થ થઈ ગયો. આ સમયમાં એને બધી વાત જાણી લીધી હતી. એટલે એને તરત જ એના પિતાને ફોન કરી સાગરના ઘરે બોલાવ્યા અને બધાની હાજરીમાં આખી ઘટના કહી સંભળાવી અને કહ્યું કે,

"ભૂમિ અને સાગર એકબીજાને પ્રેમ કરે છે અને હવે એમને અલગ રાખવા એ આપણી બધાની ભૂલ છે. આ બંનેનો સૌથી મોટો ગુનેગાર તો હું જ છું છતાંય બંને ભેગા મળીને મારો જીવ બચાવ્યો અને મહિનાઓ સુધી મારી પડખે ઉભા રહ્યા. બસ હું બધાને વિનંતી કરું છું કે ભૂમિ અને સાગરને લગ્ન કરવાની મંજૂરી આપે. સૌ એમને આશિર્વાદ આપે જેથી એમના આ પવિત્ર પ્રેમને એક નામ મળે. હ્દયથી બંધાયેલા બે જીવ લગ્નના બંધનમા બંધાય અને ખુશ રહે."

પહેલાં આ વાત સાંભળી આશિષના પિતા અને ભૂમિના પિતા તો ગુસ્સે થઈ ગયા પણ આશિષના ખુબ સમજાવવાથી આખરે માની ગયા. છેવટે એમને એ પણ ખબર પડી કે આશિષે ત્યાં વિદેશમાં લગ્ન કરી લીધાં છે હવે સમાજના ડરથી કે પછી સ્વાર્થી બનીને ભૂમિની જીંદગીમાં ખુશીઓ ના આવવા દઈએ તો એ તદ્દન ખોટું છે એટલે બધા લગ્ન માટે રાજીખુશીથી તૈયાર થઇ ગયા.  ભૂમિ અને સાગર તો ખુશીથી ભેટી પડ્યા.

"નીચા ઢાળ્યા છે નયન 

હસવાના અણસાર વર્તાય છે

શરમથી મ્હો છે લાલચોળ

પણ દિલમાં પ્રીત પરખાય છે.

અમે એવુ ખુબ અનુભવ્યુ 

જેવુ આજ તમને કળાય છે 

આ પ્રેમ વળગાળ જ એવો છે

કે નથી હસવૂ છતા હસાય છે

આવો દિલના દરવાજા છે ખુલ્લા

નથી ફસાવુ છતા ફસાય છે

સફળ થાય પ્રેમ તો સારુ છે

નહિ તો સહુ પસ્તાય છે..."

ભૂમી અને સાગરનો પ્રેમ સફળ થયો અને એમનાં લગ્ન થયાં. એકબીજાને સાત ફેરે સાત જનમ સાથે રહેવાના વચન આપ્યાં. બધાંના આશિર્વાદ સાથે, વધામણાં સાથે, ચહેરા પર નિતરતા હાસ્ય સાથે, ભૂમિના આંખોની પ્રેમભરી અદાઓ સાથે

લો, આ તો પ્રેમની સફર શરૂ થઈ ગઈ... 

સમાપ્ત.


Rate this content
Log in

Similar gujarati story from Romance