"Komal" Deriya

Abstract Romance

4  

"Komal" Deriya

Abstract Romance

સફર પ્રેમની - ૧

સફર પ્રેમની - ૧

2 mins
223


એક ખુબ જ ભીડ ભરેલી જગ્યાએ એક છોકરીએ એક માણસ ને જોઈને એકદમ ઊંચા અવાજે અને આશ્ચર્યના ભાવથી પૂછ્યું."અરે, સાગર તું અહીં ? "  

અચાનક આ અવાજ સાંભળી તે ચોંક્યો અને એની તરફ જોઈને "ઓહોહો આરતી, તમે પણ અહીં છો ? " સાગર મશ્કરી કરતો હોય એમ બોલ્યો.  

આરતી એ પૂછ્યું,"સાગર, આજે તને જોઈને ખુબ ખુશી થઈ અને સાથે સાથે મને તો આશ્ચર્ય પણ થયું. તું અહીં કેવી રીતે આવી ગયો ? "

સાગર અણગમો વ્યક્ત કરી બોલ્યો, "બસ અમે તો પારેવડાં જેવા એ ભૂમિ સાથે અમને ના ફાવે !

તું કહે અહીં જ રહે છે ? મજામા તો છે ને ? "

આરતી તરત જ ખીજાઈને બોલી, "એમાં ભૂમિનો શું વાંક એ તો આમેય હંમેશા તારાથી દૂર જ રહેવા માંગતી હતી, ભૂલી ગયો ? "

સાગર હસ્યો, " હા, પણ એ મને એનાથી જોડવા માટે દાણા ય રાખતી હતી. પારેવડાં તો એ ચણ જોઈને પાસે આવે જ ને આભલે ક્યાંય વિસામો ય ના મળે ને !"

એટલે તરત આરતી બોલી, "પણ તમે તો વિસામાને તમારું ઘર માની બેઠાં હતાં એટલે કદાચ આમ દુઃખ થયું લાગે છે ! "

સાગર મુંઝાયો અને કહ્યું, " એ વિસામો મારું ઘર હતો કે હું એકમાત્ર એનો મહેમાન હજુય ખબર નથી પડી !! "

આરતી ગંભીર બની ગઈ એના ચહેરા પરના ભાવ બદલાઈ ગયા. પછી એણે કહ્યું, "ચાલ સાગર, મારી સાથે મારા ઘરે. આપણે ત્યાં આરામથી બેસીને વાત કરીશું અને એમ પણ તારી સાથે ચા પીધાને ય વર્ષો વિત્યા. "

સાગર નકારમાં માથું હલાવતાં, " નહીં આરતી આજે નહીં પણ આવતા રવિવારે સાંજે મળીયે. તું મને સરનામું આપતી જા હું સમયસર આવી પહોંચીશ."

આરતી એનું સરનામું અને મોબાઈલ નંબર કાગળમાં લખી ચિઠ્ઠી સાગરના હાથમાં આપી ત્યાંથી જતી રહી પણ સાગરના મનમાં તો ભરતી લાવી ગઈ. જુની યાદોના મોજાઓ હૃદયમાં ઉછાળો મારવા લાગ્યા. બધી વિખેરાયેલી લાગણીઓ વાળીઝુડીને એકઠી કરી ને સાગર પોતાના કામમાં મન પરોવવાનો નિરર્થક પ્રયાસ કરવા લાગ્યો. પણ કહેવાય છે કે રણમાં ઊઠેલી ધૂળની ડમરીઓ તો એક વેળા એ ઠરીને ઢગલો થઈ જાય પણ આ મનમાં ઊઠેલી લાગણીઓનું વંટોળતો કોણ જાણે ક્યારે શાંત થાય.

કેટલીય જુની વાતો, અવાજો, ચહેરાઓ, વાયદાઓ, ખુશીઓ, આંસુઓ, સફળતાઓ બધું જ માનસપટ પર તાજું થઈ ગયું. એક જુના ઘરની બારીમાંથી જાણે કોઈ ડોકિયું કરે ને પછી અંદર આવવાનો મારગ શોધે તેવી રીતે ભૂતકાળ જાણે સાગરના વર્તમાનમાં ઘૂસવાની કોશિશ કરી રહ્યો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Abstract