Kaushik Dave

Romance

4  

Kaushik Dave

Romance

સફેદ કાગળનું રહસ્ય

સફેદ કાગળનું રહસ્ય

1 min
371


બહુ ફાંફાં માર્યા ઘરમાં પણ કોરો સફેદ કાગળ ના મળ્યો. પણ પછી માંડ માંડ એક સફેદ કાગળ મળ્યો. ખુશ થઈ ગયો.હાશ.. ઘરમાં એક સફેદ કાગળ તો છે. પણ પછી કાગળ કેમ શોધતો હતો એ યાદ રહ્યું નહિ. કાગળ આગળ પાછળ જોયો તો કોરો જ દેખાતો હતો. ના...ના..કોરો હોય એવું લાગતું હતું. પણ એ સફેદ કાગળ કોરો હોવા છતાં એના પર સુકાઈ ગયેલા આંસુના કાળા ટપકા દેખાયા. હું ચમકી ગયો. મને કંઈક યાદ આવી ગયું. મારી નજર દિવાલ ઘડિયાળ પર પડી. ઓહ્..નો... આજે પણ ઘડિયાળ બંધ થઈ ગઈ !

મને એ દિવસ યાદ આવી ગયો. એ દિવસે પણ ઘડિયાળ બંધ થઈ ગઈ હતી. ઝટપટ સફેદ કાગળને એક ડાયરીની વચ્ચે મુકી દીધો.અને રીટા પાસે આવીને બોલ્યો. જલ્દી તૈયાર થઈ જા.

રીટા બોલી.."પણ મનોજ આમ અચાનક ક્યાં જવું છે ?"

મેં કહ્યું કે "આપણે પહેલી ગાડીમાં જ તારા પપ્પા અને મમ્મીને મળવા જવાનું છે. બહુ દિવસથી એમની ખબર કાઢી નથી. તને તારા પિયર જવાનું મન થતું તો હશે. પણ તું મને કંઈ કહેતી નથી. ચાલ.. તૈયાર થાય.આપણે અડધો કલાકમાં જ નીકળી જઈએ.


Rate this content
Log in

Similar gujarati story from Romance