સોનુ નું અજાયબ જગત
સોનુ નું અજાયબ જગત
.
~~
સોનુ નું અજાયબ જગત.
લેખક ~કલ્પેશ પટેલ.
આખરે સોનુએ ઉનાળાની બે હિસાબ ગરમીના દોરમાં જાન ગુમાવી દીધો , સોનલ તેના પ્રિય પાલતુ પોપટ સોનુંને ખોયા પછી ખૂબ જ પરેશાન હતી.
સોનું તેના જીવન નું અંગ હતું , સવાર ના તેના ઊંઘમમાંથી જગાડવાનું કામ પણ સોનું તેના મીઠા અવાજથી અચૂક કરતો .આમ સોનલ સોનું વગર એકલતા અનુભવતી હતી અને તેને યાદ કરી ખૂબ રોઈ રહી હતી, આજે આખો દિવસ તે તેના રૂમમાં ભરાઈ રહી હતી તેમજ રાતના ભોજન માટે પણ તે તેના કુટુંબના સાથીઓ સાથે ના જોડાઈ અને ખાધા વિના સૂઈ ગઈ.
તે મધરાતે તેના રૂમમાં, કંઈક ખૂબ જ અવનવી બીના બની , સોનલ એક જાણીતો અવાજ સાંભળીને જાગી ગઈ. તે અવાજની દિશા તરફ ગઈ , અવાજ તેના કપડાના કબાટમાંથી આવતો હતો . “શુભ સવાર સોનલ બાબા , જલદી ઊઠો શાળાએ જવાનો સમય થઈ ગયો છે “. સોનલ તેના પોપટ સોનુંનો અવાજ સાંભળી ભાવવિભોર બની ગઈ.
તે ડરીને ધીમે ધીમે તેના કબાટ પાસે ગઈ પણ હવે અવાજ એકદમ બંધ થઈ ગયો . તે ડરતા ડરતા કપડાના કબાટ નો દરવાજો ખોલી ઉભી હતી અને તરત પેલો બંધ જાણીતો અવાજ ફરી ચાલૂ થઈ ગયો . ડરીશો નહીં ઑ સોનલ બાબા, હું તમારા સાથ વગર બેચેન છું “શુભ સવાર સોનલ બાબા , જલદી ઊઠો શાળાએ જવાનો સમય થઈ ગયો છે” મારે તારી સાથે બહુ વાતો કરવાની છે ,તું મહેરબાની કરી રૂમનો દરવાજો બંધ કરી દે, જેથી કોઈ બીજું આપણી વાતો સાંભળે નહીં . સોનલ આ સાંભળીને વધુ ડરી ગઈ અને તે ધીમા અવાજમાં બોલી;
"શું તું સોનુંનું ભૂત છે , મારો સોનું તો ભગવાન ને ઘેર ગયો છે તો હવે કેવી રીતે બોલી શકે ?".
"હું ખરેખર જાણતો નથી કે હું શું છું, પણ સોનલ બાબા તું ડર નહીં અને રૂમનો દરવાજો અંદરથી બંધ કર, પછી હું બાહર આવું પછી તું મને મને જોઈ શકીશ ", કબાટમાંથી અવાજ આવતો હતો .
સોનલે હિંમત કરીને દરવાજાની કડી વાસી દરવાજો બંધ કરી, ઝડપથી રૂમની લાઇટ ચાલુ કરી . આ શું , તેણે જોયું તો તેના રૂમમાં વાદળના ગોટે ગોટા હતા તે અલગ પરીઓના અજાયબ જગતમાં ઊભી હતી . અંહી બધું ખુબજ સુંદર અને અવનવા ચળકતા રંગોથી સુશોભિત હતું , આવું તેણે પોતાના રૂમમાં પહેલાં કદી જોયું ન હતું.
"શું હું ખરેખર પરીઓના અજાયબ જગતમાં છું !"તે જોવા, સોનલે પોતાની જાતને એક ચૂંટલી ભરી . "હા , તું સાચી છે , આ મારૂ અજાયબ જગત છે .
આપણે અજાયબ નગરમાં છીએ", તેની પાછળ ઉભેલા એક સોનેરી વાળવારા સુંદર છોકરાએ જવાબ આપ્યો.
“તેને જોતાં સોનલ બોલી , અરે તારો અવાજ મારા સોનું જેવો છે પણ કહે તો ખરો કે તું કોણ છે ? ”
"હું તારો સોનું છું, સોનલ બાબા", છોકરાએ જવાબ આપ્યો.
“તું મારો સોનું કેવી રીતે હોઈ શકે ? તે તે લીલી પાંખ અને લાલ ચાંચ વાળો પોપટ હતો ", સોનલે તે છોકરાને પૂછી લીધું .
"અરે સોનલ બાબા ,ખરેખર હું તારો સોનું છું, હું અજાયબ જગતમાં જઈને આવ્યો તેથી એક છોકરો બની ગયો છું . હું તારી સાથે વાત કરી આપણી ભાઈભાંધી પાકી કરવાનો છું . પોપટ તો પાંજરે પુરાયેલા હોય છે, તેઓ આમ છૂટથી હરતા ફરતા થોડા હોય", છોકરાએ હસીને સોનલને જવાબ આપ્યો. પણ સોનલને હજુ ખાતરી થઈ નહોતી. તે બોલી ,
"હું કેવી રીતે માનું કે તમે મારા સોનું છો , જો તમે મારા સોનું હો કહો , તો મને કહો કે મારા સોનુંને ખાવામાં શું ભાવતું હતું ?".
"ઑ સોનલ બાબા તમને ખબર છે કે મને લાલ મરચાં અને જામફળ ભાવે છે ", છોકરાના વેશમાં રહેલા સોનુએ જવાબ આપ્યો.
“હે ભગવાન! હું તારી આભારી છું , આતો , મારો સોનું”, સોનલે આનંદ સાથે બૂમ પાડી.
"હવે સોનું કહે છે સોનલ ચાલ આ કબાટમાં મારી સાથે , હું તને અજાયબ જગતમાં લઈ જાઉં ,ત્યાં ઢગલાં બંધ લાલ મરચાં અને ખૂટે નહીં એવા પાકેલાં જામફળ છે ,આપણે બે ફિકર થઈ ખાઈ પી અને મજા કરીશું . પણ તું મારી સાથે આવ".
સોનલે વિચાર વગર તેની પાછળ ચાલવાનું શરૂ કર્યું, પરંતુ ટૂંક સમયમાં તે રોકાઈ ગઈ, તે બોલી ...
"હું માનું છું કે તે તું જ મારો સોનું છે, પરંતુ મે તો મારો વહાલો પોપટ ગઈ કાલે ગુમાવી દીધો છે ",
સોનલે તે છોકરાને કીધું . મારો સોનું પોપટ હતો , છોકરો નહીં.
સોનુએ કીધું “ઓહ!, તો મારે તારે માટે ફરીથી પોપટ બનવું પડશે ? કોઈ વધો નહીં , તું ખુશ થાય તે મને ગમશે, ઠીક છે, પરંતુ તારે તારી આંખો પર હાથ રાખી કઈ જોવાનું નહીં ,અને કહું નહીં ત્યાં સુધી આંખ ખોલવાની નહીં , કારણ કે મને તારી સામે પોપટ બનવામાં શરમ આવે છે”,.
સોનલે તેના હાથ વડે , તેની આંખ બધ કરી થોડા સમય પછી તે બોલી “મેં મારી આંખો બંધ કરી છે, સોનું શું હું હવે તે ખોલી તને જોઈ શકું? ”.
"ના, થોડીક વધારે રાહ જો , હું પોપટ હજુ છોકરામાંથી પોપટ બનુ છું ", સોનુએ જવાબ આપ્યો .
"ઑ સોનું હું તો થાકી ગઈ, હું વધુ રાહ જોઈ નહીં શકું , શું હું હવે મારી આંખો ખોલી શકું છું", સોનલે તેના હાથ વડે તેની આંખો ઢાંકી હતી અને એક ધારું એકનું એક ,સતત બોલી રહી હતી.
“શુભ સવાર સોનલ બાબા , જલદી ઊઠો શાળાએ જવાનો સમય થઈ ગયો છે”
પરંતુ આ અવાજ તો તેની માતાનો હતો ! સોનલે તરતજ તેની આંખો ખોલી, અને તે તેના પલંગ પરથી ઊભી થઈ .
"શું હું કોઈ સમણું જોઈ રહી હતી ?", તેણે પોતાની જાતને પૂછ્યું.
સોનલ ઊભી થઈ કબાટ પાસે ગઈ , પરંતુ આ વખતે તેમાથી તેને કંઈ અવાજ ન સંભળાયો .
"સોનલ ઉદાસીમાં રૂમની બહાર આવી નાહીં ધોઈ શાળાની બેગ લઈ તૈયાર થઈ , અને દૂઘ અને પૌવા ખાતી હતી ત્યાં , રામુ શાક વાળો લાલ મરચાં અને જામફળની થેલી મૂકી ગયો .
સોનલ હસી પડી અને બોલી રમુકાકા હવે કાલથી આ લાલ મરચાં અને જામફળ લાવશો નહીં મારો સોનું તો હવે અજાયબ જગત માં લાલ મરચાં અને જમફળ ખાઈ લહેર કરે છે.
“સોનલ સમજી ગઈ કે સોનુ નો પ્રેમ હંમેશા જીવંત રહે છે ક્યારેક તે સપનામાં, ક્યારેક કોઈની યાદમાં, અને ક્યારેક લાલ મરચાં અને જામફળમાં પણ જીવંત રહે છે.”
~~~~~~~
બાળ સાહિત્ય બાળકના વિચારોને પાંખ આપવાનું કાર્ય કરે છે . અંગ્રેજી ભાષાના વાવાઝોડામાં ગુજરાતી ભાષામાં રચાયેલ કોઈ પણ સરળ રચના બાળકોમાટે માટે દીવાદાંડી બની વાંચન માટે રુચિ વધારતી હોય છે ... પ્રતિલિપિના નેજા હેઠળ બાળ કથાઓમાં ફાળો આપવા હેતું થી જોડણી વગરની રચના રજૂ કરતાં આનંદની લાગણી થાય છે
