Patel Shubh

Inspirational

4.0  

Patel Shubh

Inspirational

સન્માન

સન્માન

8 mins
377


મિત્રો આજે હમણાં થોડા દિવસ પહેલા જ વુમન્સ ડે ગયો.જે આપણા દેશ માં અને વિશ્વ માં રહેનાર સ્ત્રીઓ નાં સન્માન નો દિવસ હતો. તેમને કરેલા સારા કાર્યો ને આપણે આપણા જીવન માં ઉપયોગી બનાવાનો દિવસ હતો અને તેમના પ્રત્યે આપણા જીવન માં સન્માન વ્યક્ત કરવાનો દિવસ હતો. આપણે બધા એ જ આ દિવસે સ્ત્રીઓમાં રહેલી અદભૂત શકિતઓ અને તેમણે કરેલા જીવન નાં સારા કાર્યો ની પ્રેરણા મેળવી. પરંતુ પ્રશ્ન એ થાય છે કે શું આપણે આપણા દેશમાં સ્ત્રીઓ ને ખરેખર સન્માન આપીએ છીએ ખરા ?. આપણા ઘર માં જ્યારે દીકરી જન્મે છે ત્યારે એમ કહીએ છીએ કે માં લક્ષ્મી નો જન્મ થયો. તે દીકરી જ્યારે વિવાહ કરીને સામેના ઘરે જાય છે એટલે એમ કહેવાય છે માં લક્ષ્મી ઘરમાં આવી અને આજે ગણા બધાં સમાજો માં દીકરી ની પૂજા થાય છે તેમને માં પાર્વતી નું સ્વરૂપ માનવામાં આવે છે. આજે આપણે જોઈએ છીએ કે આપણા દેશ માં દીકરીઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે, તેમની ઉપર બળાત્કાર જેવી નિર્દયી ઘટના બની રહી છે. જે દેશમાં દીકરીઓ ને માં લક્ષ્મી અને માં પાર્વતી નું સ્વરૂપ માનવામાં આવતી હોય તેમની ઉપર દિવસે ને દિવસે બળાત્કાર અને અત્યાચાર થઈ રહ્યો છે તે આપણા દેશ માટે ખુબજ શરમજનક બાબત હોય છે.

 આપણા દેશ માં લોકો એ વિચારવું પડશે કે આપણા દેશ માં મહારાણી લક્ષ્મીબાઈ, મીરાબાઈ, પાનબાઈ, સંત શકુંબાઈ જેવી અનેક મહાન સ્ત્રીઓ નો જન્મ થઇ ગયો. જેમની વીરતા અને ભક્તિ થી આપણા દેશ માં અંગ્રેજો પણ કાંપતા હતા અને ભગવાન ને પણ સ્વયમ ધરતી ઉપર આવવું પડતું હતું. આપણા દેશ માં જે લોકો સ્ત્રીઓ ઉપર અત્યાચાર અને બળાત્કાર કરે છે તે લોકો એવું કેમ નથી વિચારતા કે આપણો જન્મ પણ આપણી માતા એ જ આપ્યો છે અને તે પણ એક સ્ત્રી છે. આપણા ઘરે આપણી બહેન છે જે આપણા સારા માટે દરેક રક્ષાબંધન માં ભાઈ ની રક્ષા માટે રાંખડી બાંધે છે. આપણે જીવન માં જ્યારે આપણી માતા અને આપણી બહેનનું જ ના સન્માન કરી શકીએ તો બીજા નું કઈ રીતે કરી શકીએ. જે લોકો જીવન માં માતા નું સન્માન કરે છે, પોતાની બહેન નું સન્માન કરે છે તે ખરેખર જીવન માં ધન્ય છે. કેમકે જે લોકો જીવનમાં પોતાની માં અને બહેન નું સન્માન કરે છે તેમને જ ખબર હોય છે કે સન્માન નો સાચો અર્થ શું થાય છે. અને આવા જ લોકો નાં લીધે આપણા દેશ માં દીકરીઓ નિર્ભય રીતે પોતાનું જીવન જીવી શકે છે.

 આપણા દેશ માં ૧૮૫૭ નાં સંગ્રામ નાં મહાન વીરાંગના રાણી લક્ષ્મીબાઈ ને યાદ કરીએ તે સમયે આપણો દેશ ગર્વ કરે છે કે આપણા દેશ માં રાણી લક્ષ્મીબાઈ જેવા મહાન લોકો હતા જેમણે પોતાનું જીવન દેશ માટે સમર્પિત કરી દીધું અને આપણા દેશમાં અંગ્રેજના પગ ઢીલા કરી દીધા હતા. પણ જ્યારે આપણા સમાજ માં બહેનો ઉપર અત્યાચાર થઈ રહ્યો હોય છે ત્યાં આપણો દેશ આજે પણ ખૂબ જ શરમજનક સ્થિતિ માં મુકાય છે. આપણાં દેશ માં આપણી બહેનો ની સુરક્ષા એક મોટો પ્રશ્ન બની ગયો છે અને આપણી સરકાર પણ આના માટે સતત પગલાં ઉઠાવે છે કે આપણી માં બહેનો ની સુરક્ષા કરી શકાય.આપણી બહેનો કોઈ પણ જગ્યાએ નિર્ભર રહે. આપણે જોઈએ છીએ કે આપણા દેશ માં આપણી બહેનો ને હમેશા પોતાની સુરક્ષા ને લઈને ભયભીત રહેવું પડે છે અને તેઓ માટે જીવન એક કેદ જેવું બંને છે કે જ્યાં તેઓ આઝાદી થી પોતાનું જીવન પણ નથી જીવી શકતા. આપણા દેશ માં લોકો માં અંબાજી, માં લક્ષ્મી અને માં પાર્વતી નાં મંદિર માં જઈને પોતાનું માથું નમાવે છે કે હે માં અમારું કલ્યાણ કરો અને જીવન માં સારો માર્ગ બતાવો. આપણા દેશ માં નવરાત્રી માં માતા ની આરાધના કરવા માં આવે છે અને માની ભક્તિ કરવામાં આવે છે અને આપણા જીવન માં આપણે કલ્યાણ માટે ઉપાસના કરીએ છીએ.

 આપણા દેશ માં આપણે અનેક પ્રકારે માતા ની ભક્તિ કરીને આપણા જીવન ને સુખી બનાવીએ છીએ. પણ જયારે આપણા દેશ માં આપણી બહેનો ઉપર અત્યાચાર થાય છે.અને આપણા દેશ માં બહેનો ઉપર બળાત્કાર થાય છે. જ્યાં આપણી બહેનો નાં આત્મસન્માન નો મોટો પ્રશ્ન બને છે ત્યારે શું ખરેખર આપણી માતા શું આપણને માફ કરે ખરી ? ત્યારે શું માતા આપણને જીવન માં સુખ અને શાંતિ આપે ખરી ? આપણા દેશ માં જ્યારે આવી ઘટના બને છે ત્યારે નાં તો આપણા દેશ ની બહેનો જીવન માં નિર્ભય બની ને પોતાનું જીવન જીવી શકે અને નાતો આપણા દેશ માં આપણા મંદિર ની માતા આપણને માફ કરે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે લોકો સ્ત્રીઓ ઉપર અત્યાચાર થાય અને મૌન રહેશે તેમને બાણો ની શૈયા ઉપર સૂવું પડશે અને જે લોકો ની આંખો આ બધું જોવા છતાં બંધ રહેશે તેમને પોતાનું માથું કપાવું પડશે અને જે લોકો જૂઠા વચન માં રહીને આ બધું જોશે તેમને સત્ય નાં ચક્ર માં ધસવું પડશે. આપણા દેશ માં જે લોકો સ્ત્રીઓ ઉપર બળાત્કાર કરે છે અને અત્યાચાર આપે છે તે લોકો પહેલા પોતાની માતા અને બહેન નું સન્માન નથી કરી શકતા અને જે લોકો પોતાની માતા અને બહેન નું સન્માન નથી કરતા તે લોકો ને ભગવાન પણ કોઈ દિવસ માફ નથી કરતા અને એમનું જીવન નર્ક બને છે.

 મહાભારત માં ભગવાન કૃષ્ણ પણ જયારે દ્રોપદી નું અપમાન થતું હતું તે સમયે ભગવાન પણ દ્રોપદી નાં રક્ષણ માટે આવ્યા હતા અને મહાભારત માં કૌરવો નો અંત કર્યો હતો. જો ભગવાન પોતે સ્ત્રીઓ નું સન્માન કરતા હોય અને આપણે જીવન માં આપણી બહેનો ઉપર અત્યાચાર કરીએ તો શું ભગવાન આપણને માફ કરે ખરી ? ભગવાન તે લોકો ને કોઈ દિવસ માફ નથી કરતા અને જીવન માં જે લોકો સ્ત્રીઓ નું અપમાન કરે છે તેનું માન હરણ કરે છે તેમના ભગવાન પ્રાણ હરણ કરે છે અને તેમનું જીવન ખુબજ દુઃખદાયક અને મૃત્યુ પછી નર્ક ની અગ્નિ માં સળગવું પડે છે. જીવન માં આપણે એક વાત યાદ રાખવી જોઈએ કે આપણી પણ પોતાની બહેન અને માં છે તો શું આપણે પોતાની માં બહેન સાથે અત્યાચાર અને બળાત્કાર જેવી ઘટના બને તો શું આપણે જીવન માં શાંત રહી શકીએ ખરા ? તો શું સામેવાળી વ્યક્તિ પણ કોઈ ની માતા હોય છે કોઈ ની બહેન હોય છે અને કેટલાક કિસ્સા માં તો એક માતા પોતાના પુત્ર માટે જીવન હોય છે અને એક બહેન એના ભાઈ માટે એક માતા સમાન હોય છે. જ્યારે આપણા દેશ માં આવી ઘટના બને ત્યારે એ માતા નાં પુત્ર પર અને જે ભાઈ ની બહેન એના માટે માતા સમાન હોય છે તેની પર શું વીતતી હોય છે જ્યારે આવી ઘટના બને ત્યારે.

 આપણે જીવન માં જો એક બહેન નું મહત્વ જાણવું હોય તો એ ભાઈ ને પૂછો કે જે ભાઈ નાં બહેન ની લગ્ન માં વિદાય થાય છે અને એ બહેન નાં આંખ માંથી નીકળતા આંસુ ને પૂછો કે ભાઈ નું જીવન માં મહત્વ શું છે ?. અને જીવન માં એક માતા નું મહત્વ જાણવું હોય તો એ પુત્ર ને પૂછો કે જે પુત્ર ની માં નું એના બાળપણ થી જ મૃત્યુ થઈ ગયું હોય. આપણે અનેક જીવન આપણી બહાદુરી ની વાતો કરીએ છીએ પણ એ બહાદુરી શું કામની કે જે સમયે આપણી બહેનો ઉપર અત્યાચાર થાય અને આપણે કહી જ નાં કરી શકીએ. આપણે જીવન માં અનેક મહાન કાર્યો કરીએ છીએ પણ એ મહાન કાર્યો શું કામના ?જયારે આપણા દેશ માં માં બહેનો ઉપર અત્યાચાર અને બળાત્કાર થાય તે સમયે તેમના આત્મસન્માન માટે આપણે કશું નાં કરી શકીએ અને આપણે મહાન કાર્યો ની વાતો કરીએ. આપણે એક વાત જાણવી જોઈએ આપણે ગમે તેટલા સારા હોઇએ અને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય પણ જે સમયે આપણા માં બહેનો નાં આત્મસન્માન નો પ્રશ્ન આવે ને આપણે અનેક સિદ્ધિઓ મેળવી ને પણ કઈ નાં કરી શકીએ તો એ સિદ્ધિઓ આપણા જીવન માં કઈ કામની નથી.

 હવે પ્રશ્ન એ આવે છે કે આપણે દેશમાં સ્ત્રીઓના આત્મસન્માન માટે શું કરી શકીએ અને આપણે એવું તો શું કરીએ કે આપણા દેશ ની સ્ત્રીઓ ને સાચો ન્યાય મળે. આપણા દેશ માં આપણી સરકાર આના માટે હમેશા કટિબદ્ધ રહી છે અને આપણા દેશ માં અનેક નવા નિયમો લાવે છે. જેથી સ્ત્રીઓ આપણા દેશ માં નિર્ભય રહીને આપણા દેશ માં સાચા અર્થ માં પોતાનું જીવન જીવી શકે. આપણે પણ જીવન માં આપણી માં બહેનો નાં સન્માન માટે અને સ્વમાન માટે આગળ આવવું પડશે અને આપણે એક વાત સમજવી પડશે કે આપણા દેશ ની બીજી સ્ત્રીઓ પણ કોઈની માં બહેન છે એટલા માટે આપણે એ કાર્ય તો નાં જ કરવું જોઇએ કે જે આપણે આપણી માં અને બહેનો માટે યોગ્ય નાં હોય. આપણે આપણા સમાજ માં સ્ત્રીઓ નાં શિક્ષણ ને વધારવું પડશે અને આપણા સમાજ માં સ્ત્રીઓ ને જીવન માં આત્મનિર્ભર બનાવવી પડશે. આપણે પણ જીવન માં પોતાની જોડે રહેલી શકિતઓ અને સિદ્ધિઓ નો ઉપયોગ કરવો પડશે જેનાથી આપણા દેશ ની સ્ત્રીઓને પોતાનું જીવન મળે, પોતાના હક મળે અને તે પણ પૂરા આત્મસન્માન થી જીવન જીવવા પોતાના પગ ઉપર ઊભી થઈ શકે.

 આપણે હવે આપણા દેશ માં સ્ત્રીઓ ને પોતાના જીવન માં આઝાદી મળે અને તેઓ કોઈ પણ સમયે પોતાના જીવન ને ખુશી થી જીવી શકે તે માટે જીવન માં આપણે પણ પોતાના બલિદાન આપવા પડશે. ત્યારે જ આપણા જીવન ની સાચી વિજય થશે અને આપણા મંદિર માં રહેલી માં આપણને સાચું સુખ અને કલ્યાણ નો માર્ગ બતાવશે. જીવન માં આપણે જોઈએ છીએ કે આજે આપણી બહેનો ખુલીને પોતાના અધિકાર પણ માંગી નથી શકતી અને જ્યારે તેઓ પોતાના આત્મ સન્માન અને અધિકારો ની વાત કરે તે સમયે આપણા દેશ માં બનતી ઘટના ને યાદ કરીને આપણે તેમને પોતાના અધિકારો થી વંચિત રાખીએ છીએ અને આપણા દેશ ની સ્ત્રીઓ બોલ્યા વગર બધું જ સહન કરી લે છે તો આપણે પણ એવા સમાજ ની સ્થાપના કરવી જોઇએ કે જ્યાં સ્ત્રીઓ પોતાના અધિકાર નો ઉપયોગ કરી શકે અને તેમને કોઈપણ વાત થી વંચિત નાં રહેવું પડે અને તેઓ પોતાનું જીવન સાચા અર્થ માં દેશ ને સમર્પિત કરી શકે અને જીવન માં ખુબજ આગળ વધીને આપણા દેશ નું નામ દુનિયા માં રોશન કરી શકે અને આપણા દેશ ને સાચા અર્થ માં સોને કી ચીડિયા બનાવી શકે.

 આપણા દેશ માં જ્યારે કોઈ પણ દીકરીનો જન્મ થાય તે સમયે તેમના સંસ્કાર માં આપણે એક વાત હમેશા કહેવી જોઈએ કે તારે સુનિતા વિલિયમ્સ બનવાનું છે, તારે રાણી લક્ષ્મીબાઈ બનવાનું છે અને તું રાણી લક્ષ્મીબાઈ અને સુનિતા વિલિયમ્સ છે જ અને એક દિવસ તું ૧૦૦% રાણી લક્ષ્મીબાઈ અને સુનિતા વિલિયમ્સ બનીશ. આપણા જીવન માં આપણે એક વાત હમેશા યાદ રાખીએ કે જે સ્ત્રી સમાજ નું નિર્માણ કરી શકે છે તે સ્ત્રી માં મહાકાળી બનીને સંહાર પણ કરી શકે છે. જે સ્ત્રી જન્મ આપે છે તે મૃત્યુ પણ આપી શકે છે અને જે સ્ત્રી જીવન માં પ્રાણ આપે છે તે સ્ત્રી પ્રાણ લઈ પણ શકે છે. અને કહેવાય છે ને કે એક માતા ૧૦૦ ગુરૂ બરાબર હોય છે અને ગુરૂ ને આપણે ત્રિદેવ સાથે સરખાવીએ છીએ એટલા માટે એક માતા ત્રી દેવ બરાબર હોય છે એટલા માટે આપણે પણ ત્રિદેવ સમાન આપણા દેશ ની સ્ત્રીઓ નું સન્માન કરીએ અને તેમના આત્મસન્માન માટે પોતાના જીવન નું જરૂર પડે ત્યાં બલિદાન આપીને પણ આપણા દેશ ની સ્ત્રીઓ નું રક્ષણ કરીએ અને તેમનું સાચા અર્થ માં સન્માન કરીને આપણા જીવન ને સાચા અર્થ માં સોનું બનાવીએ અને આપણા જીવન માં સાચા અર્થ માં મોક્ષ મેળવીએ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational