Dineshbhai Chauhan

Children Stories Inspirational

4.1  

Dineshbhai Chauhan

Children Stories Inspirational

સંકટ સમયે મિત્રની ઓળખ

સંકટ સમયે મિત્રની ઓળખ

2 mins
177


           કોઈ એક સુંદર મજાનું ગામ હતું. તે ગામમાં એક પરિવાર રહેતો હતો. પરિવારમાં એક દીકરો અને તેના માતા-પિતા હતા. દીકરાને અનેક મિત્રો સાથે રહેવાની ટેવ હતી. તે હંમેશા પોતાના મિત્રો સાથે સમય પસાર કરતો હતો. તે એના પિતાને પસંદ ન હોતું. કારણ કે તેના પિતાને ખબર હતી. કે અત્યારના સમયમાં દરેક મિત્ર સ્વાર્થી હોય છે. પિતાજી એ આ બાબતે દીકરાને વારંવાર સમજાવ્યો પણ હતો. પણ દીકરો પિતાની વાત માનવા તૈયાર ન હતો.

          એક દિવસ તેના પિતાએ પોતાના દીકરાને પૂછ્યું, દીકરા તારે આટલા બધા મિત્રો છે. તેમાંથી તારો સાચો મિત્ર કયો છે ? કે જે તને મુશ્કેલીના સમયમાં પણ તારો સાથ છોડે નહીં. દીકરાએ જવાબ આપ્યો. પિતાજી, મિત્રો તો મારા બધા આમ તો સાચા મિત્રો છે. પણ એમાંથી મારો સાચો અને સારો મિત્ર હોય તો તે દિલીપ છે. કે જેના ઉપર હું સૌથી વધારે વિશ્વાસ મૂકું છું, તેને બધી વાત કરું છું. 

           થોડા દિવસ પછી પિતાજીએ અડધી રાત્રે પોતાના દીકરાને જગાડ્યો અને સૌથી વિશ્વાસુ અને સાચા મિત્ર એવા દિલીપનાં ઘરે લઈ ગયા. તે તેના ઘરે જઈને બહાર ઊભા રહી અને પોતાના દીકરા જોડે બૂમ મારીને બોલાવવા કહ્યું.

          દીકરાએ પિતાએ કહ્યા પ્રમાણે બૂમો પાડી પણ દિલીપ બહાર ના આવ્યો. ત્યારબાદ વારંવાર બૂમ પાડવા છતાં પણ દિલીપ બહાર ના આવ્યો. ત્યારે પિતાએ તેના ઘરની બાજુમાં નાની બારી હતી. ત્યાં લઈ ગયા અને ઘરની અંદરનું દૃશ્ય તેને બતાવ્યું. દિલીપ ધીમા અવાજે તેની મમ્મીને કહેતો હતો કે મમ્મી સહેજ પણ અવાજ ના કરતી. બહાર પેલો બૂમો પાડે છે. જો હું બહાર જઈશ તો રાતનો સમય છે. મને ખબર છે કે કોઈ પણ માણસ રાતના સમયે કોઈના ઘરે ત્યારે જ જાય છે, જ્યારે તેને કોઈ તકલીફ હોય, કોઈ મુશ્કેલી હોય કે તેને રૂપિયાની જરૂર પડી હોય. જો હું બહાર જઈશ તો તેની મદદ કરવી પડશે. મારી ઊંઘ પણ બગડશે. માટે મમ્મી તું ચૂપચાપ સૂઈ જા. આ દૃશ્ય દીકરાને બતાવી ને ત્યાંથી બંને ચાલ્યા ગયા.

           ત્યારબાદ પોતાના દીકરાને પિતા તેમના મિત્રના ઘરે લઈ ગયા. દૂરથી બૂમ પાડી. એક જ બૂમે તેના પિતાના મિત્ર બહાર આવી ગયા. અને સાથે સાથે એક હાથમાં હથિયાર અને બીજા હાથમાં રૂપિયા ભરેલી બેગ લઈને આવ્યા.

           જ્યારે તેના પિતાનો મિત્ર બંને હાથમાં અલગ અલગ વસ્તુ લઈને આવ્યો. ત્યારે તેના પિતાએ દીકરાને કહ્યું કે જો બેટા મારો મિત્ર અડધી રાત્રે પણ તૈયાર છે. તેને ખબર છે કે મારો મિત્ર આવ્યો છે. તો તેને કઈક તકલીફ હશે. માટે જો કોઈ માણસના કારણે તકલીફ હોય તો હથિયાર લઈને આવ્યો અને જો આર્થિક પરિસ્થિતિ ખરાબ હશે તો પૈસા લઈને આવ્યો કે તેને મદદરૂપ થઈ શકું.

           પિતાએ કહ્યું, જો બેટા મિત્રો આવા હોવા જોઈએ. જે મુશ્કેલીના સમયમાં પણ અડધી રાત્રે આપણા માટે દોડતા આવે. આપણો અવાજ સાંભળતા જ પોતાની ગમે તેવી પરિસ્થિતી હોય તે પરિસ્થિતિ મૂકીને પણ મિત્રની સેવા કરવા હાજર થાય.

          આમ, પેલા દીકરાને પોતાના સ્વાર્થી મિત્રોને છોડી દીધા.


Rate this content
Log in