Dr.Riddhi Mehta

Drama

5.0  

Dr.Riddhi Mehta

Drama

સંગ રહે સાજનનો -૧

સંગ રહે સાજનનો -૧

3 mins
462


ગુલાબી સવાર ને, સુરજના સોનેરી કિરણો, એક અજબ પ્રકારની અનુભવાતી લાગણી, આજે પ્રેમલતા રવિવાર હોવાથી થોડું શાંતિથી ઉઠે છે. અને ઉઠીને અરીસા સામે જોઈ રહી છે. વિચારે છે જોતજોતામાં કેટલા વર્ષોના વહાણા વીતી ગયા અમારા બાળકો પણ આટલા મોટા થઈ ગયા.

એકબીજાનો સાથ, અપાર પ્રેમ, મીઠા ઝગડા, મનામણાનો એ રૂડો સીલસીલો બધું જોતજોતામાં અમારી ઉમરની સાથે વધુ  રોચક થઈ ગયું છે. એકબીજાની તો જાણે આદત પડી ગઈ છે.

ઉઠીને જ્યારે તે આ મીઠા સમણાઓ જોઈ રહી છે ત્યાં તો વહેલી સવારે ડોરબેલ વાગે છે. શેઠાણી વિચારે છે અત્યારમાં કોણ હશે વહેલા વહેલા ??

ત્યાં જ તેમની ઘરે કામ કરતાં બહેન નીરૂબેન કહે છે. શેઠાણી જલ્દી બહાર આવો. જુઓ તો ખરા કોણ આવ્યું છે ??

પ્રેમલતા : કોણ છે અત્યારે ??

નીરૂ : તમે જ આવીને જોઈ લો ને !! સાથે આરતીની થાળી પણ લઈ આવુ છું.

પ્રેમલતા ને કંઈ સમજાતુ નથી. તે ઉતાવળે બહાર આવે છે.અને આ શુ ??

તે ખુશ થવાને બદલે તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાય છે...અને તે કહે છે આ શુ છે નિવેશ ?? મારી જાણ બહાર આટલો મોટો ખેલ?? એમ કહીને જ તે ગુસ્સામાં અંદર તેના રૂમમાં ચાલી જાય છે...

નિવેશ : પ્રેમા ?? પ્રેમા?? મારી વાત તો સાભળ. હુ તને બધુ કહુ છુ...પણ કોણ સાભળે ??

અને નિવેશ શેઠ પોતે જે અબજોની સંપત્તિ ના માલિક છે પણ આ શુ ?? તે એક સાસુ બનીને એક નવપરણિત દંપતીની આરતી ઉતારી તે એક નવી નવેલી વહુ ના કંકુ પગલાં કરાવે છે. અને ઘરમાં તેનો પ્રથમ પ્રવેશ કરાવે છે.

આ નવપરણિત દંપતી એટલે જ વિરાટ અને વિશાખા. બંને જાણે એકમેક માટે જ સર્જાયા છે એવુ જ લાગી રહ્યું છે.

પણ આજે એક મા પોતાના દીકરા અને વહુને આવકારવા તૈયાર નથી. અને શા માટે આવી રીતે તેની જાણ બહાર લગ્ન કર્યા હશે ?? એવુ તો શુ કારણ છે....!!

 

***


વર્ષો પહેલાં એક નાનકડું ગામ ધનપુરા. તેમાં એક સામાન્ય સ્થિતિમાં જીવતા શાંતિલાલ શાહ અને તેમનુ કુટુંબ. ઘરમાં કમાનાર એક વ્યક્તિ અને મોટો એવો પરિવાર. તેમના ત્રણ પુત્રો. એમાનો સૌથી મોટો પુત્ર એટલે નિવેશ.

તે પહેલેથી ભણવામાં હોશિયાર હતો . અને બીજા બધી પ્રવૃત્તિ માં પણ અવ્વલ નંબરે હોય પણ ઘરની સ્થિતિ એવી હતી કે ભણવાનું તો વિચારવુ જ કેમ ?? અને વળી ઉજળિયાત કોમ એટલે કોઈ પાસે હાથ લંબાવવામાં પણ જાણે ખચકાટ અનુભવાય.


શાંતિલાલના એક પરમ મિત્ર હતા જગદીશભાઈ. તેમનુ કુટુંબ પહેલેથી જ સુખી હતુ. ઘરે જાહોજલાલી હતી. ધીકતો કાપડનો ધંધો હતો. તેમને નિવેશની ભણવાની લાગણી પ્રત્યે ખુબ માન હતુ. તે હંમેશા તેની ખુબ પ્રશંસા કરતાં. તેમના મનમાં નિવેશ ની એક આગવી છાપ હતી . તે હંમેશાં કહેતા આ છોકરો આગળ જઈને કુટુંબ નુ નામ રોશન કરશે.

તે દસમા સુધી બાજુ ના ગામમાં અપડાઉન કરીને ભણતો હતો. પણ પછી તેને દસમા માં સારા ટકા આવ્યા પછી આગળ ભણવાની ઈચ્છા હતી. પણ બીજા નાના ભાઈઓનુ ભણવાનું અને ઘરનુ ગુજરાન માડ નીકળતુ ત્યાં ભણવાનું તો ક્યાં વિચારે.

એટલે તેનુ દસમુ પતતા જ તેને તેમની નાનકડી કરિયાણાની દુકાન પર બેસાડી દેવા માટે કહ્યું. પણ તે આ ધંધો કરવો તેને જરા પણ પસંદ નહોતો. તે થોડી આનાકાની કરે છે પણ છેલ્લે તેને માનવુ પડે છે.


બીજા દિવસે જગદીશભાઈ શાતિભાઈના ઘરે મળવા આવે છે. તે નિવેશ ને મુડ વગર બેસેલો જોઈને પુછે છે કે શુ થયું ??

એટલે તેના પપ્પા તેમને બધી કરે છે. આ એક સાધો ત્યાં તેર તુટે તેવો ઘાટ છે ત્યાં તેની ભણવાની ઈચ્છા કેમ પુરી કરવી મારે !!

થોડી વાર વિચારી ને જગદીશભાઈ કહે છે જો તને ખરાબ ના લાગે તો એક વાત કહુ અને તે નિવેશ ને આગળ ભણાવવા માટે અને બધો ખર્ચો કરવા માટે કહે છે.

નિવેશ ખુશ થઈ જાય છે. પણ શાંતિભાઈ થોડા ખચકાય છે. હુ તારા પૈસે એને કેવી રીતે ભણાવુ ?? અને એ હુ તને કેવી રીતે ચુકવીશ ?? અને છેલ્લે નિવેશ કહે છે કે ભણીને તે બધો ખર્ચો તેમને ચુકવી દેશે એ શરતે હા કહે છે અને આખરે જગદીશભાઈ ની પ્રેમભરી જીદ સામે તે હા પાડી દે છે...


ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Drama