Mahendra R. Amin

Romance

4.4  

Mahendra R. Amin

Romance

સ્નેહનો સથવારો 6

સ્નેહનો સથવારો 6

4 mins
273


સફળતા આરોહીના ચરણોમાં આળોટતી જોઈ સૌથી વધારે આનંદ આલેખના દિલમાં હતો. હવે તેઓ બન્ને બીજી સત્રાંત કસોટીની તૈયારમાં લાગી ગયા. તેઓ રોજ બે-ત્રણ કલાક સાથે બેસીને અભ્યાસ કરતાં. પરંતુ આ સમયે આરોહીનું દિલ મોટે ભાગે આલેખને જ આલેખતું રહેતું. તેના દિલમાં હવે સતત આલેખ જ રમતો રહેતો હતો. 

આલેખની કસાયેલી કાયા, તેનો રૂપાળો દેહ, તેના ભરાવદાર બાહુઓ, તેની વાણી અને તેના દ્વારા સામેની વ્યક્તિને પ્રભાવિત કરીને પોતાના કરવાની આવડત, તેની હોશિયારી તથા તેનામાં રહેલી પરાયાને મદદ કરવાની ભાવના. આ બધું તેને આલેખ તરફ દોરી જતી હતું. બાલ્યાવસ્થા તેણીની દ્વારા આલેખનો જે ઉપહાસ થયો હતો તે બદલ તેને પસ્તાવો પણ થતો હતો. બીજી તરફ આલેખના દિલમાં પણ ના કળી શકાય તેવી એક અદ્રશ્ય સંવેદનાનાં સ્પંદન પણ તેના દિલમાં વહેવા લાગ્યાં હતાં જે ધીમી ધીમે આરોહીના આકર્ષણનું કેન્દ્ર બનતાં હતાં.

 એવામાં ઉત્તરાયણપર્વ નજીકમાં જ હોવાથી આ પર્વનો આનંદ આરોહી સાથે કેમ મનાવાય તે બાબતે વિચારતો હતો. ત્યાં જ એક દિવસ સમાચાર આવ્યાં કે ... 'આરોહીના નાનાનું પાળજ ગામે અવસાન પામ્યા છે.' આ સાથે જ આલેખે વાવેલું સપનું રોળાઈ ગયું. ઘરમાં બધા શોકાતૂર ભાવે તેમાં જોડાયા. આ શોક તેર દિવસ સુધી ચાલ્યો. આમ જ આલેખની ઉત્તરાયણ પણ શોકપર્વમાં જ વિલિન થઈ ગઈ.

આમ જ વાર્ષિક પરીક્ષા આવી પહોંચી. બન્નેએ તેની પોતપોતાની તૈયારી કરી લીધી. સમય જતાં પરીક્ષા પૂરી થઈ ગઈ અને રિઝલ્ટ પણ આવી ગયું. આરોહી શાળાના ધોરણ આઠના બધા વર્ગમાં શ્રેષ્ઠ હતી. આલેખ બીજા નંબરે હતો. તે આરોહીથી સાત માર્ક પાછળ રહ્યો હતો. આલેખનું પરિણામ જોઈને તેના પપ્પા આશ્ચર્ય માં પડ્યા. આલેખ કેમ પાછળ પડ્યો તે તેમની સમજમાં આવતું ન હતું.

હવે બંને માધ્યમિક શાળાના ધોરણ નવમાં આવી ગયાં. આલેખથી તેના પપ્પાએ વ્યક્ત કરેલી રિઝલ્ટની જે નિરાશા તેની નજરથી છૂપી ના રહી શકી. એટલે તેણે પોતે આ સ્પર્ધા છોડીને મૂળ પરફોર્મ પાછું લાવવા માટે પ્રયત્ન શરૂ કર્યો. શરૂથી જ તે પોતે મહેનત કરવા લાગી ગયો. એક દિવસ આલેખ ત્રીજા માળ પર અગાશીમાં બેઠો હતો. એટલામાં થોડી વારે આરોહી પણ આવી. તેણી અભ્યાસ રૂમમાંથી ખુરશી લઈ આવી અને આલેખની સામે બેઠી.  આલેખ તેણીને એકટક નિહાળી રહ્યો હતો. હવે આરોહી વિકસી રહી હતી. તેનો અવાજમાં એક મૃદુલ રણકાર હતો. તેનો ગોરો વાન અતિ આકર્ષક અને માખણ જેવો લીસો થયો હતો. તેણીના નમણા નયનમાં કાજલ અને હોઠ પર આછી ગુલાબી લિપસ્ટિક કરી હતી. આથી તેની આંખો નયનરમ્ય તેમજ કોમળ હોઠ ગુલાબ પાંખડી જેમ શોભતા હતા. 

તેના હોઠ મરક મરક હસી રહ્યા હતા. આલેખ તેના રૂપ-રંગેથી નિતરતા અમીરસનું પાન કરી રહ્યો હતો. આરોહીએ તેને બોલાવ્યો પરંતુ તે તો આરોહીની મુગ્ધતામાં ડૂબી ગયો હતો.  આજે તેના દિલમાં પ્રેમજ્વર ઉમટ્યો હતો. ત્યાંજ આરોહી બોલી, "આલેખ, આજે તું કેમ મને આ રીતે જુએ છે. હું પહેલીવાર થોડી તને મળું છું. હું તો જન્મી ત્યારથી તારી સાથે જ છું. કેમ મને તું આ રીતે ભાળે છે ? ત્યારે તેના મુખેથી એક પંક્તિ સરી ...

નથી કહેવા જેવું કશું, ઊપડી છે પ્રેમરોગ પીડા,

વૈદ બની તું પ્રેમરસ ધરે મને, દિલ પામશે લીલા.

નથી દિલમાં શાતા, ભાળી તને અપ્સરાના રૂપે,

રૂપ રંગનું ઝરણું વહે, શોભે રૂપસંગિની સમીપે.

આ શબ્દો સાંભળીને આરોહીના દિલમાં એક અનેરો ઉમંગ રેલાયો. તેણીએ પોતાનું ધબકતું દિલ આલેખમાં નિહાળ્યું. તેણીની કૃત્રિમ ગુસ્સો કરી આલેખને કહેવા લાગી, "પાગલ થયો છે, તું મને આ કેવી વાત કરે છે ? મને આમ તાકી રહેવાનો તારો ઇરાદો શું છે ? હું કંઈ એવી છોકરી નથી કદાચ જે તું સમજતો હોય."

તેણીની ઊભી થઈ અને નીચે જવા તૈયારી જ કરતી હતી ત્યાં નીચેથી આલેખના મમ્મીએ ચા ઉપર લઈ જવા માટે બૂમ પાડી. તેણીની ચા લઈને આવી, બંનેએ એકબીજા સામે sorry કહેતાં ચાના મીઠા ઘૂંટ ભર્યા. અંધકારનો ઓછાયો અવની પર ઊતરી ચૂક્યો હતો. આથી બન્નેએ ટી-ટેબલ અને ખુરસીઓ આલેખના સ્ટડી રૂમમાં લાવીને મૂકી. આ પછી આલેખ પોતાના પલંગમાં બેઠો.   આરોહીએ જવા પગ ઊપાડયો ત્યાં આલેખે ઊભા થઈને તેણીનો હાથ પકડ્યો જ હતો ત્યાં તો સામેની દિવાલ પર પકડદાવ રમતાં બે ગરોળી નીચે પડી. એટલે આરોહી એકાએક ગભરાઈ ગઈ અને આલેખને બાઝી પડી. 

આરોહીનો ધક્કો વાગતાં આલેખ છત્તાપાટ પલંગમાં પડ્યો અને તે સાથે જ આરોહી પણ હાથથી ખેંચાઈને આલેખની ઉપર પડી. આલેખે તેને પોતાના બાહુમાં તેને સમાવી લીધી. તેણીની કેટલીય વાર સુધી આલેખની આંખોમાં આંખ પરોવી તેના વાળમાં હાથ ફેરવતી પડી રહી. આ પછી આલેખના હોઠ પર હોઠ મૂકી એક દીર્ઘ ચુંબન લઈ ... "બદલો લઈ લીધો." એમ બોલતી દોડતી દાદર ઊતરી ચાલી ગઈ.

આલેખના કાનમાં "બદલો લઈ લીધો" વાક્યનો ગૂંજવા લાગ્યું. તેનું મન ચગડોળે ચઢ્યું. તેણે મનોમન વિચારી લીધું કે આરોહી રાત્રે વાંચવા આવશે ત્યારે જ વાત કરી લઈશ. પરંતુ રાત્રે આરોહીનાં માસી ગામડેથી આવ્યાં. તેમની સાથે તેમની દીકરી પણ આવેલી હતી. વરંડામાં મળેલી બેઠકમાં જાણવા મળ્યું કે માસી પોતાની જે દીકરીને લઈને આવ્યાં છે તેણીની પણ અહીંયાં જ રહીને ધોરણ નવમાં ભણવાની છે. હતી. આલેખ અવઢવમાં હતો. તેને મનમાં એવો આભાસ અનુભવતો હતો હવે કદાચ આરોહી મારાથી દૂર થતી જશે.

ત્યાં આરોહીનાં મમ્મીએ તેમની બહેનને જણાવ્યું કે, "આ આલેખ સાથે રહીને જ આરોહી ઘણી હોશિયાર બની છે."  ત્યાં જ આલેખની મમ્મીએ પણ સૂર પુરાવ્યો કે, "તમારી દીકરીની તમે જરાય ચિંતા ના કરશો, આ મારો આલેખ તેને સંભાળી લેશે અને આરોહી જેવી પરફેક્ટ બનાવશે." 

આલેખ ચૂપચાપ પોતાની ખુરશીમાં બેઠો બેઠો વિચારમાં પડ્યો. આરોહીનાં મમ્મી રસોડામાં ચા બનાવવા ગયાં. રાત્રે સૂતા પહેલાં ચા પીવાની પ્રથા આરોહીના દાદા રમણિકભાઈએ શરૂ કરી હતી. કેમ કે ગામડે પણ તે બાળપણથી ચા સાથે જ જોડાયેલા હતા.  એટલામાં ચા આવી. ત્યાં આરોહી દોડતી આવીને આલેખની પાસે ખુરશીમાં બેઠી અને કહેવા લાગી, "આ અવની આપણી સાથે જ શાળામાં ભણવાની છે. તારે તેને ઘણી મદદ કરવી પડશે. પણ એક શરત, મારી હાજરીમાં જ." આલેખ કાંઈપણ બોલ્યા વિના ચા પીતાં પીતાં જ મનોમન બંનેની તુલના કરવામાં પડ્યો.

આ સાથે "મારી હાજરીમાં જ" વાક્ય પર તેનું મન ફરી પાછું ચકરાવે ચડયું.

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Romance