Bharti Dave

Thriller

4  

Bharti Dave

Thriller

સંદૂકનું રહસ્ય

સંદૂકનું રહસ્ય

4 mins
384


ગામની સીમમાં અંધારિયા રસ્તા પર રાત્રે દોઢ વાગ્યે એક લાશ પડી હતી. દૂર દૂર કૂતરાઓ ભસી રહ્યાં હતાં. એક વ્યક્તિ જાણ્યે અજાણ્યે લાશ તરફનાં રસ્તા પર ચાલી રહ્યો હતો. ત્યાં કેમ હતી લાશ હતી ? કોણ હતો આ વ્યક્તિ ? ત્યાં જ અચાનક આકાશમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાવા લાગ્યાં. વીજળીના ચમકારા અને વાદળોનો ગડગડાટ શરુ થયો ! સૂસવાટાભેર પવન સાથે બારેમેઘ ખાંગા થયાં અને સાંબેલાધાર વરસાદ શરુ થયો !

રસ્તા પર એકલદોકલ વ્યક્તિઓ જે દેખાતી હતી તે પણ બીકની મારી આશ્રય ગોતવા લાગી. પરંતું આ શું ? પેલો વ્યક્તિ જે રસ્તા પર ચાલી રહ્યો હતો. તેમાં કોઈ પરિવર્તન ન આવ્યું. તે તો તેની એજ અદાથી આગળ વધી રહ્યો હતો.

ઇન્સ્પેક્ટર રાકેશ પણ પોતાની પૂરપાટ ઝડપે ગાડી ચલાવી અને જઈ રહ્યા હતા. ભલભલા તીસમારખા પણ મોસમે બદલેલી કરવટથી ત્રસ્ત હતા.

ગામની સીમ સોસરવા પાણી ઉતરી રહ્યા હતા. ત્યાં જ ઇન્સ્પેક્ટર રાકેશની ગાડીના આગલા વ્હીલ સાથે કોઈ ભારેખમ વસ્તુ અથડાઈ. અને... પૂરપાટ વેગે દોડતી ગાડી અટકી ને ઊભી રહી ગઈ. ઇન્સ્પેક્ટર રાકેશ કારમાંથી બહાર નીકળ્યા અને જોવા લાગ્યા કે આગલા વ્હીલ સાથે શું અથડાયું છે ? પણ આ શું ?

કોઈ જૂની સંદુક ? અને તે પણ આમ રસ્તાની વચ્ચોવચ ? તેમણે મોબાઇલની ટોર્ચ ચાલુ કરી અને અજવાળામાં સંદૂકનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું.

આ સંદૂક પર મોટું ખંભાતી તાળું લટકતું હતું તેમણે સંદૂકને ખસેડવાનો પ્રયત્ન કર્યો.પણ...તે તસુભાર હરી નહીં. એક બાજુ મુશળધાર વરસાદ ગાડી બંધ અને ભારેખમ સંદૂક ! ઇન્સ્પેક્ટર રાકેશ મદદ માટે બાજુના પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. કોઈ આવે નહિ ત્યાં સુધી શું કરવું ? રસ્તો સૂમસામ થઈ ગયો હતો. તેમનું મન વિચારે ચડ્યું. એવું તો શું હશે આ પેટીમાં ? સિગારેટના ઊંડા ઊંડા કશ લેતાં તેમને વિચાર આવ્યો સંદૂકનુ તાળું તોડવાનો ! તેમણે એક વજનદાર પથ્થર ઉઠાવ્યો....આને તાળા પર ઠોકયો. એકવાર....બેવાર..

પણ આ શું ? તેમને પેટીમાંથી નાનાં બાળકના રડવાનો અવાજ સંભળાયો. ઇન્સ્પેક્ટરનું કૂતુહલ વધી રહ્યું હતું. બસ....હવે તો ગમે તેમ કરીને ફેંકીને ખોલવી જ રહી. તેઓ કારમાં રાખેલો તીક્ષ્ણ સળિયો લઈને બહાર આવ્યાં કે તરત જ તેમને નજીકનાં પોલીસ થાણાનો એક જમાદાર અને એક ચપરાસી જીપ લઈને આવતો દેખાયો. આવેલા જમાદારે લોખંડનો સળિયો લીધો અને એક બે ઘાએ સંદૂકનો નકુચો તોડી નાંખ્યો. 

જ્યાં...પેટી ખોલી ત્યાં તો આ શું ચમત્કાર થયો ? પેટી માં તો માત્ર અને માત્ર લોખંડની પ્લેટો હતી ! શું સંદુકમાંથી મને નાનાં બાળકનાં રડવાનો અવાજ સંભળાયો તે શું માત્ર ભ્રમણા હતી ? માત્ર લોખંડની પ્લેટો ભરેલી સંદુકને આવડું મોટું ખંભાતી તાળું કોઈ શા માટે મારે ? કંઈક તો રહસ્ય હોવું જ જોઈએ આ સંદુકનું ? એકસાથે આવા અનેક પ્રશ્નો ઇન્સ્પેકટર રાકેશના તેજ દિમાગમાં ઊઠી રહ્યાં હતાં ! ઇન્સ્પેકટર રાકેશે લોખંડની આ સંડુકને જીપમાં મૂકવાનો આદેશ આપ્યો. 

નજીકની પોલીસ ચોકીમાંથી આવેલાં જમાદારે ઇન્સ્પેક્ટર રાકેશને ગાડી રીપેરીંગમાંથી પરત ન ફરે ત્યાં સુધી રાત્રીના પોતાનાં ઘરે આરામ કરવા જણાવ્યું. ઇન્સ્પેક્ટર રાકેશ પાસે આ સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. તેમની ઊંઘ હરામ થઈ ગઈ હતી.

 વિચારમાં અને વિચારમાં ક્યારે સવાર થઈ ? તેનું પણ તેમને ભાન રહ્યું નહોતું. ફોજદાર ઉમેદસિહે તેમને ફ્રેશ થઈને ચા નાસ્તો કરવા બોલાવવા આવ્યાં. તેઓ જેવાં ચા નાસ્તો કરી તૈયાર થયાં ત્યાં તેમની કાર રીપેરીંગ થઈને આવી ગઈ હતી. ઇન્સ્પેક્ટર રાકેશે લોખંડની ભારેખમ સંદૂકને પોતાની કારમાં મૂકાવી દીધી. બધાંનો આભાર માન્યો અને....ગાડીને પોતાનાં શહેરની દિશામાં દોડાવી.

ઇન્સ્પેક્ટરે પોતાનાં ઘરનાં દરવાજે ગાડી ઊભી રાખી અને દરવાજો ખોલાવવા એકધારું હોર્ન વગાડવા લાગ્યાં. કારનું હોર્ન સાંભળીને ઇન્સ્પેક્ટર રાકેશની પત્ની સંધ્યાએ દરવાજો ખોલ્યો. કાલના વરસાદી માહોલમાં પોતાના પતિને સહી સલામત જઈને તેણે ભગવાનનો આભાર વ્યક્ત કર્યો. તેણે કારમાંથી રાકેશનુ ઓફિસબેગ બહાર કાઢ્યું અને પાછળની સીટ પર કંઈ રહી જતું નથી ને ? તેની ચકાસણી કરી ! ત્યાં તો....તેણે કારની પાછળની સીટ પર એક જુનું પુરાણું લોખંડનું સંદૂક જોયું. આ જૂની પુરાણી સંદૂક જોઈને તેને કંઈક ચિત્ર વિચિત્ર થવા લાગ્યું. આ જૂની પુરાણી સંદૂક જોઈને તે એકદમ જ પોતાના ભૂતકાળમાં સરી પડી. કંઈક કેટલીયે અતીતની વાતો સ્મૃતિ પટ પર અંકિત થવા લાગી. તે દોડતી ઘરમાં ગઈ અને... એકસામટા કેટલાંયે સવાલો રાકેશને પૂછવા લાગી.

રાકેશે પોતાની પત્ની સંધ્યાને સંદૂક ક્યારે અને કેવી સંજોગોમાં મળી આવી ? તેમાંથી બાળકનાં રડવાનો અવાજ સંભળાયો અને ખોલતા તેમાંથી લોખંડની પ્લેટોનું નીકળવું ....તે બધી વાત માંડીને કહી.

આ બધું પોતાનાં પતિના મુખેથી સાંભળીને સંધ્યાને વર્ષો પહેલાંની પોતાનાં ગામની સીમમાં ઘટેલી એ ખોફનાક ઘટના તાજી રહી હતી. પોતાનાં ગામના મુખી કાકાનો પાંચ વર્ષનો દીકરો સાંજ પડી તે છતાંય ઘરે પાછો ફર્યો ન હતો. એ દિવસે પણ અષાઢની મેઘલી રાત હતી. વરસાદ મુશળધાર વરસી રહ્યો હતો.ગામના લોકો ચારે દિશામાં મુખીના દીકરાને શોધીને લઈ આવવા માટે ઈનામ જાહેર કર્યું હતું. ત્યાં અચાનક જ પાણીનાં વહેણમાં તરતી એક સંદુક બહારની તરફ આવી રહી હતી. બધાંએ ખોલીને જોયું તો મુખીનો પાંચ વર્ષનો પુત્ર જેનું અપહરણ થયું હતું તેની લાશ આ પેટીમાં આવી હતી. મુખી કાકાનાં પત્નીએ પોતાનાં પુત્રના ખૂનનાં સમાચાર સાંભળીને હૈયાફાટ રૂદન કર્યું હતું જે સાંભળીને મારું ગામ આખું ડૂસકે ચડ્યું હતું.

 અને....તે દિવસે મુખીકાકાએ સોગંદ લીધા હતા કે જ્યાં સુધી હું મારાં દીકરાનાં હત્યારાને તેનાં પાનની સજા નહીં આપું ત્યાં સુધી હું આ ગામમાં પ્રવેશ નહીં કરૂં. આને..... ત્યારથી એ ગામની સીમમાં ભટકવા લાગ્યા હતા. તેમણે પોતાનાં દીકરાનાં હત્યારાને મારી નાંખીને પોલીસ સ્ટેશનમાં હાજર થઈ અને પોતે કરેલ ગુનાની કબૂલાત કરી હતી. ત્યાં જ તેમનું અવસાન થયું. લોકો કહે છેકે મુખિકાકા આજે પણ ભૂત બનીને ગામની સીમમાં ભટક્યા કરે છે.


Rate this content
Log in

Similar gujarati story from Thriller