સંબંધ: એક સપનું-3
સંબંધ: એક સપનું-3
પોતાની જાતને બધાની વચ્ચે ઓતપ્રોત રાખતી નિલમ વારેવારે બધાની નજર ખેંચે. લગભગ બધા જ છોકરાની નજરમાં એ રહે. પણ ક્યારેય કોઈને પણ સામેથી ન બોલાવતી. નિલમ એકમાત્ર વિહાન જોડે સામેથી બોલે. એ વિહાન અને તેના દોસ્તો જોડે રહેને બોલે.
બધા એક જ સાથે એક ગ્રુપમાં જ રહે. બધા જ કલાસ C માં.
કરણ ક્યારેક સારીકાની મસ્તી કરે તો ક્યારેક નિશા તો ક્યારેક યાત્રી.
આ બધામાં સૌથી ગોરી સ્વીટી. કરણના દિલને એ પણ આકર્ષિત કરે. . . સતત ફેશનમાંને પોતાના જ કાર્યમાં રચીપચી રહેતી સ્વીટીને ફ્લર્ટ કરવા છોકરાઓ તૈયાર જ હોય. . . પણ સ્વીટી સ્માર્ટ એન્ડ ઇન્ટેલિજન્સ. એ કોઈને દાવ આપે જ નહીં આડકતરી રીતે એ છોકરાને તેની મા-બેન વિશે સંભળાવી દે ને કહે પણ ખરી ગોરીને તૈયાર થઈને આવતી છોકરી કે ફેશનમાં જીવતી છોકરી ખરાબ કે ચાલુ હોય એવુ બિલકુલ ન સમજવું.
તેની સુંદરતા પર મરતો કરણ સ્વીટીને ઘણી બધી હેલ્પ કરે. નાસ્તો લઈ આપે. પોતાની વસ્તુ આપે. "ટીશોપ" કોલેજની સામે છે ત્યાં બંને ચા પીવા જાય. હવે એક મહિનો થઈ ગયો એટલે દોસ્તો વચ્ચે આવું ચાલ્યા કરતું. લગભગ ગ્રુપની બધી છોકરીઓ કોઈને કોઈ કામથી કે નાસ્તા માટે છોકરા જોડે બહાર એકલી જાય. પણ નિલમ એકવાર પણ વિહાન સિવાય કોઈ જોડે સંપર્કમાં નહી.
યાત્રી-વિહાન
સારીકા-સુમિત
નિલમ-કરણ
નિશા-નૈતિક
કરણ સતત સ્વીટીની ફિલ્ડિંગ ભરતો નજર આવે. વિહાન જ્યારે બધા ભેગા થાય ત્યારે કરણની ઉડાવે. . કરણ તું સ્વીટીને સારી સર્વન્ટ સર્વિસ આપે છે. . . એ આપણા ગ્રુપમાં નથી નહીંતર અમને પણ મજા આવેત.
બધા હસેને વાતાવરણ એકદમ હળવું બની જાય.
એક વખત સ્વીટીના મમ્મીની તબિયત ખરાબ થઈ, કોલેજમાં રીસેસ ટાઈમ છે,સ્વીટીના મમ્મીનો કોલ આવ્યોને બેબાકળી બની ગયેલી ને ચિંતા કરતી સ્વીટી બોલી "મમ્મીની તબિયત ખરાબ થઈ છે. મારે જલ્દી જવું પડશે,હું કેમ જઈશ? હું શુ કરીશ?"
ત્યાં જ સ્વીટીની સહાનુભૂતિ દર્શાવતા કરણે કહ્યું"હું તને મૂકી જાવ છું"
એ ફટાફટ કરણની બાઇક પાછળ ગોઠવાયને બન્ને જતા રહ્યા. થોડો સમય ગ્રુપમાં શાંતિ જળવાઈ રહી પછી બધાં નાસ્તો કરવા લાગ્યા. .
નૈતિક નાસ્તો કરતા એટલું તો બબડયો "કરણ એ છોકરી તારા લાયક નથી. તું ખોટો દોડે છે . "
2-3 જણા એ વાત સાંભળી પણ તે અનસુની કરી દીધી.
આ ઘટના પછી કરણે સ્વીટીને વિહાન જોડે પણ ખૂબ જ સરળતાથી બાઇક પાછળ ગોઠવાઈ જતા જોઈને નૈતિક જોડે પણ. તેમ જ બીજા ગ્રુપમાંથી હેમાંગ ને ગૌરવ પાછળ પણ જોઈ.
તેને 15 દિવસમાં આવું થતું જોયું સ્વીટીની દોસ્તી તરફ વળેલો કરણ ત્યાંથી પાછો ફરી ગયો.
તેને મજા ન આવી,સ્વીટીને આમ ગૃપ સિવાય બીજા છોકરાની જોડે જાતીને હેલ્પ લેતી જોઈ ફરી ક્યારેય સામે ચાલીને સ્વીટીની આગળ પાછળ કે ફિલ્ડિંગ ન ભરે.
નૈતિકને આ બધો અણસાર આવતા નિશાને કહ્યું મેં તો કહ્યું
તું કરણ જેની ફિલ્ડિંગ ભરે એ એને લાયક નથી પણ કોઈ શુ કરે?
કરણે સ્વીટીની બાજુમાં બેંચ પર બેસવાનું બંદ કરી દીધું. વિહાન કોલેજ ન'તો આવતો એટલે હવે કરણે નિલમની બાજુમાં બેસવાનું શરૂ કર્યું. 2/3 દિવસ એકદમ શાંતિપૂર્વક વીત્યા. ધીમે ધીમે વાતચીતનું વાતાવરણ ઉભું થયું.
પછી બન્ને એકબીજાને ઓળખતા થયા જાણતા થયા. વિહાનની જગ્યા ચેન્જ થઈ ગઈ. એ બીજે બેસવા લાગ્યો. નિલમને કરણ વચ્ચે દોસ્તીની એક શરૂઆત થઈ.
કોલેજ શરૂ થઈને ઓગસ્ટમાં આવતા "ફ્રેન્ડશીપ ડે" પર કરણે નિલમ તરફ દોસ્તીનો હાથ પણ લંબાવ્યોને સફળતાપૂર્વક સ્વીકાર પણ થયો.
એક તરફ વિહાન તો દરેક ફ્રેન્ડશીપ ડે પર નિલમને બેલ્ટ બાંધતો. જૂનો મિત્ર નિલમનો. બાજુબાજુમાં મતલબ એક જ શેરીમાં રહેતાને બન્નેના પપ્પા પણ વિચારોની ક્રાંતિવાળા. કોઈ વસ્તુ લેવા જવી હોય તો નિલમ બેફિકર બની વિહાન પાછળ જતી.
એક વખત વિહાનના પપ્પાની ગાડી સ્લીપ થઈ ગઈ. વિહાન એકલો જ ગ્રુપમાં શાંતથી બેસી રહેલો ત્યારે બાજુમાં બેસેલી નિલમે તેના હાથ પર પોતાનો હાથ મૂકી કહ્યું"વિહાન ચિંતા ન કર,"માસાને" બહુ વાગ્યું નથી. માત્ર ઘસડાયા"
બધા પૂછવા લાગ્યા ત્યારે નિલમે વાત કરી કે આ રીતે વિહાનના પપ્પાની બાઇક સ્લીપ થઈ ગઈ.
બધા એ વિહાનને આશ્વાસન આપ્યું.
નિલમને માસાને એકબીજા જોડે બને. નિલમથી આજ વિહાનના ઘેર ન જવાયું. રિસેસમાં કરણની બાજુમાં નિલમ બેસેલી ને વિહાન બોલ્યો"પપ્પા તને યાદ કરતા હતાં કે આજ નિલમ મળવા ન આવી"
હા,પણ આજ સમય જ ન રહયો. ચેતનને જવું છે તો હું ને મમ્મી નાસ્તો બનાવતા હતા.
સહજ ભાવે કરણ બોલ્યો "તું એના ઘેર રોજ જાય છે?"
"હા,એકવાર તો જવાનું બને જ. આ તો તેના પપ્પાનું એક્સિડન્ટ થયું ન થયું હોય તો પણ. "
ખૂબ નરમાશથી પગના અંગુઠાને ખોતરતી નિલમ બોલી,
કરણના દિલમાં કોઈ એ તલવાર મારી હોય એવી વેદનાને અંજાપો થયો. એ ઘૂંટડો એ નિલમને કોઈને ખબર ન પડે એમ પી ગયો.
થોડો અચેતન રહ્યો,કશું ન બોલ્યો. . .
નિલમ બોલી શુ થયું? કેમ ચૂપ થઈ ગયો?
કશું નહીં એમ જ બીજું બોલ
નાસ્તો કર બોલે શું?
મૂડ નથી
ઓકે
તો મને પણ મૂડ નથી. . .
ઓકે હું કરું છું તું ખા એમ કહી નિલમના મોમાં સમોસુ મૂકી પાછળનો વધેલો ટુકડો કરણે પોતાના મોમાં મુક્યો.
નિલમને શરૂ ક્લાસમાં હેરાન કરવી, તેની બુક્સ લઈ જવી. નિલમની જ પેન વાપરવી. પોતાની માટે બુક્સ કે પેન મંગાવવી કે લાવવી આ બધું જ કામ નિલમ સાંભળી લે.
પ્રોજેક્ટ કરણ બનાવે તો પ્રોજેક્ટમાં પેઇન્ટિંગ કામ કરવું સજાવવાનું કામ નિલમ કરે.
જૂની યાદોને એ ગેલેરીમાં ઉભા ઉભા વાગોળી રહી. કેમેય કરીને રોકી રાખેલા આંસુ ઝાકળ બિંદુ બનીને સરી પડ્યા. આજ એના આંસુને પોતાની મુઠ્ઠીમાં સમાવી લેનાર નથી. આંસુ જાણે બાઉન્ડ્રી બાર બાઉન્સ થઈ રહ્યા.