સંભવામિ યુગે યુગે ભાગ ૮
સંભવામિ યુગે યુગે ભાગ ૮
સોમ ના ગયા પછી તે આંખ બંધ થઇ અને આશ્રમમાં બેઠેલા જટાશંકરે આંખો ખોલી અને તે ચિંતિત બન્યા, તેમના મગજમાં વિચારોનું વંટોળ ઉઠ્યું. ખુબ પ્રયત્નો પછી તેમને પ્રથમ વાર પુરાવો મળ્યો હતો કે સંગીતસોમ મેલીવિદ્યામાં રસ લઇ રહ્યો છે અને મહાગુરૂના પદ સુધી પહોંચી ગયો છે. આને રોકવો મુશ્કેલ થઇ જશે. અનંતકની વિધિનું પુસ્તક તો તેની પહોંચની બહાર છે પણ ક્યાં સુધી?
પાછળ ૫૦૦ વર્ષ માં પોતાના પછી પહેલો સાધક છે જેને આટલી નાની ઉંમરમાં મહાગુરુની પદવી મેળવી છે અને જો તે અનંતકના પદ સુધી પહોંચી ગયો તો તે મારા કૃતકના પદથી એક ક્રમ નીચે હશે. અત્યારસુધી તો મારી સાથે કોઈની સ્પર્ધા નહોતી પણ આ એક જબરદસ્ત સ્પર્ધક ઉભો થઇ ગયો છે. મારે શક્તિધર સાથે વાત કરવી પડશે.
જટાશંકર પોતાની ઝુપડીમાં ગયો અને તેમાં પડેલી પેટીમાંથી પોટલી કાઢી અને પાછળની તરફ જઈને બે કુંડાળા તૈયાર કાર્ય. પોટલીમાંથી ચપટી રાખ કાઢીને એક કુંડાળામાં નાખી અને તેમાં પોતે બેસી ગયા અને બીજા કુંડાળામાં બીજી પોટલીમાંથી માટીના રંગનો અજાણ્યો પદાર્થ કાઢ્યો અને નાખ્યો અને પછી મંત્ર બોલવા લાગ્યો. થોડીવાર પછી તે કુંડાળામાંથી અવાજ આવ્યો ઘણા સમય પછી બોલાવ્યો કૃતક જટાશંકર. જટાશંકરે કહ્યું મને તારી મદદની જરૂર છે. શક્તિધરે કહ્યું હમમમ ખબર છે મને તારી સામે એક ભયંકર સ્પર્ધક ઉભો થયો છે, તને મેં પહેલાજ ચેતવણી આપી હતી.
જટાશંકરે કહ્યું તને શું લાગે છે મેં પ્રયત્ન નહોતો કર્યો. તે બે વરસનો હતો ત્યારે પણ તેને મારવાનો પ્રયત્ન કર્યો હતો પણ કોઈ શક્તિ તેની રક્ષા કરી રહી હતી અને હવે તેના પર હાથ નાખવો મુશ્કેલ છે. શક્તિધરે કહ્યું તો પછી મને તસ્દી કેમ આપી બેઠા બેઠા તમાશો જોયા કર, કે તે કયા પદ સુધી પહોંચે છે. જટાશંકરે કહ્યું કે હું ફક્ત જોઈ રહીશ તો તે રાવણના પદ સુધી પહોંચી જશે અને હું ફક્ત કૃતક રહી જઈશ અને તનેય ખબર છે, રાવણ કોઈ ફક્ત એક જાણ બની શકે. શક્તિધરે કહ્યું કે વધારે શક્તિની મહેચ્છા ન રાખ તું કૃતકના પદથી આગળ નથી વધી શકવાનો અને તેવા સંયોગો હોત તો તું ક્યારનોય આગળ વધી ગયો હોત. જટાશંકરે કહ્યું કે હું રાવણના પદ સુધી નક્કી પહોંચીશ પણ તું અત્યારે સોમને રોકવાનો કોઈ માર્ગ બતાવ. શક્તિધરે કહ્યું તું પાછલા ૫૦ વર્ષ માં છઠ્ઠો ગુપ્ત માર્ગ શોધી શક્યો નથી તો કેવી રીતે પદ મેળવીશ. જટાશંકરે કહ્યું તે મારુ કામ છે, તું ફકત મારા પ્રશ્નનો જવાબ આપ. તો સંભાળ તારે આપણા વિરોધીઓની મદદ કરવી પડશે. તારે પ્રદ્યુમ્ન અને તેના માણસોને મદદ કરવી પડશે. જટાશંકરે કહ્યું અને તે હું કઈ રીતે કરી શકીશ. શક્તિધરે કહ્યું તું કૃતક કેવી રીતે બની ગયો, તારા મગજના તરંગોથી વિચારો પ્રદ્યુમ્ન સુધી પહોચાડ આગળનું કામ તે કરશે.