સંભવામિ યુગે યુગે ભાગ ૨૮
સંભવામિ યુગે યુગે ભાગ ૨૮


પાયલના જવાબથી તેને આશ્ચર્ય પણ થયું હતું અને આનંદ પણ થયો હતો. સોમ જયારે પાયલ પાસે ગયો હતો ત્યારે તેને ગુમાવવાની તૈયારી સાથે ગયો હતો કે કદાચ પાયલ તેને નફરત કરવા લાગે તો તેની પણ માનસિક તૈયારી રાખી હતી. હવે તેનું લક્ષ્ય હતું જટાશંકરથી તાકાતવર થવાનું અને સોમને તેનો માર્ગ મળી ગયો હતો. તેની પાસે રાવણે લખેલા પુસ્તકો હતા જેમાં જટિલ વિધિઓ અને મંત્રો લખ્યા હતા. તેમાં સર્વોચ્ચ પુસ્તક ઇંદ્રજાળ હતું. બીજે દિવસે ભુરીયો હોસ્ટેલમાં પાછો આવી ગયો હતો પણ હવે તે સોમથી દૂર દૂર રહેતો અને તેની સાથે વધારે વાત કરતો ન હતો. સોમે તેની સાથે વાત કરવાની કોશિશ કરી તો તેણે ફક્ત હા કે ના માં જ જવાબ આપ્યો. ભુરીયાનું આ વર્તન કઠ્યું હતું. ભુરીયાના મનમાં ડર પેસી ગયો હતો કે પાછલા ચાર દિવસનું તેને કઈ યાદ નથી તેની પાછળ સોમનો હાથ છે જરૂર તેણે મને કઈ કર્યું હશે. ભુરીયાનું વર્તન ફક્ત સોમ સાથે નહિ પણ હવે બીજા મિત્રો સાથે બદલાઈ ગયું હતું. હવે તે અતડો અને ચુપચાપ રહેવા લાગ્યો હતો. ક્યાંક કોઈ જોરથી અવાજ આવે તો પણ તે ચમકી જતો. બધાએ તેને પૂછવાની કોશિશ કરી પણ તે વધુ કઈ વાત કરતો ન હતો તેથી તેમના વર્ગનું વાતાવરણ તંગ રહેતું હતું.
એવા વખતમાંજ એક દુર્ઘટના બની. એક છોકરીએ કોલેજના ટેરેસ પરથી કૂદીને આત્મહત્યા કરી. કોલેજમાં પોલીસ આવી અને તપાસ કરી પણ કઈ હાથ ન લાગ્યું. બીજા વિદ્યાર્થીઓનું કહેવું હતું કે તે છોકરી પાસે આત્મહત્યાનું કાંઈ કારણ ન હતું. સોમ તે વખતે પાયલને મળવા હોસ્પિટલ ગયો હતો પણ જેવા ખબર મળ્યા તે કોલેજ દોડી આવ્યો. પોલીસે પંચનામું કરી રહી હતી તે વખતે સોમ ત્યાં પહોંચ્યો હતો. થોડીવારમાં તે છોકરીના પરિવાર જાણો તેના મૃતદેહ ને એમ્બ્યુલન્સમાં લઈને નીકળી ગયા. સોમ ને વાત થોડી અજુગતી લાગી. પણ તે શાંત રહ્યો. તે દિવસે કોલેજમાં બધાને રજા આપી દીધી હોવાથી તે હોસ્ટેલ આવી ગયો અને પુસ્તક વાંચવા લાગ્યો. હવે તે પુસ્તક રૂમના બદલે હોસ્ટેલના ટેરેસ પર વાંચતો. તે પુસ્તકમાં શત્રુને ફસાવવા માટેની જુદી જુદી વિધિઓ લખી હતી પણ અમુક તો એટલી ઘાતકી અને ક્રૂર હતી કે સોમે તેનો પ્રયોગ કરવાનું માંડી વાળ્યું. તેમાંથી એક વિધિ વાંચતા વાંચતા તેના મગજમાં ઝબકારો થયો તે જેમ જેમ આગળ વધતો ગયો તેમ તેમ તેની આંખોમાં ચમક આવતી ગઈ હવે તેના મગજમાં ચિત્ર સ્પષ્ટ થઇ ગયું હતું કે જટાશંકરનો સામનો કેવી રીતે કરવો. તેને હવે એક અઠવાડિયું રાહ જોવાની હતી. ત્યાં સુધીમાં સોમે પ્રાકૃત ભાષાના જટિલ મંત્રો યાદ કરી લીધા હતા.
પછીના મંગળવારે તે કોલેજમાં પહોંચ્યો તેના ખિસ્સામાં એક પૂડી અને નાની બોટલ હતી. તે કોલેજના ટેરેસ પર પહોંચ્યો અને રાહ જોવા લાગ્યો. થોડી વાર પછી એક છોકરી ત્યાં આવી અને ટેરેસના છેવાડે પહોંચી ગઈ અને તે પાળી પર ચડવાની હતી ત્યાંજ સોમે મંત્રોચ્ચાર કરીને પોતાના ખિસ્સાનું દ્રવ્ય તેની તરફ ઉડાડ્યું અને બોટલનું ઢાંકણું ખોલીને બીજા મંત્રો બોલવા લાગ્યો. થોડીવારમાં બોટલ જાણે ગેસથી ભરાઈ ગઈ હોય તેમ ભરાઈ ગઈ એટલે તેણે બોટલનું ઢાંકણું બંધ કરી દીધું. અને બોટલ ખીસામાં સેરવી દીધી પછી તે છોકરીને કહ્યું સોનલ , ક્લાસ છોડીને અહીં શું કરી રહી છે ? સોનલે કહ્યું હું ટેરેસ પર કેવી રીતે આવી હું તો વોશ રૂમ તરફ જઈ રહી હતી. સોમે કહ્યું ઠીક છે ક્લાસમાં જા હું થોડીવારમાં આવું છું. સોનલના ગયા પછી સોમને હાશકારો થયો કે મારા અને જટાશંકરના યુદ્ધમાં વધુ એક ભોગ લેવાતો અટક્યો. સોમે મનમાં કહ્યું કે જટાશંકર તારું હથિયાર તારી તરફ પાછું મોકલું છું હવે મારા વાર માટે તૈયાર રહેજે. એમ કહીને બોટલ ખીસામાંથી કાઢીને મંત્ર બોલવા લાગ્યો અને પછી ઢાંકણું ખોલી નાખ્યું અને બોટલ લઈને ક્લાસમાં ગયો. તેના ચેહરા પર વિજયનો ભાવ હતો.
થોડીવાર પછી ચાલુ ક્લાસે ભુરીયાને ઉલ્ટીઓ થવા લાગી તેથી તે બાથરૂમ તરફ ગયો અને તેની પાછળ જીગ્નેશ. થોડીવાર તે બંને ન આવ્યા તેથી પ્રોફેસરે સોમને બાથરૂમમાં જોવા કહ્યું. સોમે બાથરૂમમાં જઈને ચેક કર્યું તો જીગ્નેશ બેભાન પડ્યો હતો. તેને પાણી છાંટીને હોશમાં લાવ્યા પછી તેણે કહ્યું કે પહેલા ભુરીયા ને ઉલ્ટીઓ થઇ અને પછી અચાનક તેણે મારા પર હુમલો કર્યો અને મને બેભાન કરીને ભાગી ગયો. તેની આંખો લાલઘૂમ હતી અને ચેહરો તરડાયેલો હતો. સોમ સમજી ગયો કે ભુરીયાના રૂપમાં જટાશંકર જ હતો. જીગ્નેશને લઈને સોમ ક્લાસમાં આવ્યો. ભુરીયો હોસ્પિટલમાં ગયો એમ કહ્યું. જીગ્નેશ પાછળની બેન્ચ પર બેસી ગયો અને તેની આંખો ચમકવા લાગી.