Jyotindra Mehta

Drama Thriller

2.5  

Jyotindra Mehta

Drama Thriller

સંભવામિ યુગે યુગે ભાગ ૨૭

સંભવામિ યુગે યુગે ભાગ ૨૭

4 mins
481


 પ્રોફેસર અનિકેત ભુરીયાની નજીક પહોંચ્યા અને તેના માથે હાથ ફેરવીને પૂછ્યું હવે કેમ છે તને ? ભુરીયા એ કહ્યું સારું લાગે છે પણ હું હોસ્પિટલમાં કેવી રીતે પહોંચ્યો અને મને શું થયું હતું ? સોમ ને ડર હતો કે ભુરીયો તેને જોઈને ઉછાળી પડશે અથવા ડરી જશે, તેણે મને તાંત્રિક વિદ્યા કરતો જોઈ લીધો હતો પણ તેના આશ્ચર્યની વચ્ચે ભુરીયા એ તે વિષે એક પણ શબ્દ ઉચ્ચાર્યો ન હતો. ભુરીયા એ પૂછ્યું ગઈકાલે પાયલનો એક્સીડેન્ટ થયો હતો તેને કેમ છે હવે ? સોમે કહ્યું પાયલ ઠીક છે અને આઈ સી યુમાંથી બહાર આવી ગઈ છે પણ તેનો એક્સીડેન્ટ થાયે પાંચ દિવસ થઇ ગયા. અનિકેતે કહ્યું સોમની વાત સાચી છે તને કઈ યાદ છે તું ક્યાં હતો ? ભુરીયા એ કહ્યું પાયલ નો એક્સીડેન્ટ થયા પછી હું........આટલું કહીને ચૂપ થઇ ગયો. તે કહેવા જતો હતો કે હું સોમની પાછળ ગયો હતો પણ પછી કહ્યું સુઈ ગયો હતો અને અત્યારે ઉઠ્યો ત્યારે હોસ્પિટલ હતો. અનિકેતે કહ્યું હવે થોડો આરામ કર તારા માતાપિતા સાંજે પહોંચશે.


 પ્રોફેસર અનિકેતે બહાર આવીને કહ્યું કે આ વિચિત્ર છે પાછલા ચાર દિવસથી ભુરીયો ક્યાં હતો તેનું તેને કઈ યાદ નથી. જોકે અત્યારે એવું બધું પૂછવાનો યોગ્ય સમય નથી. પછી તું તેને પૂછી લેજે એમ કહીને તેઓ ત્યાંથી નીકળી ગયા. સોમે ભુરીયાને જીવિત જોઈને હાશકારો અનુભવ્યો હતો. જટાશંકરના વાર પછી સોમને લાગ્યું હતું કે ભુરીયો મરી ગયો અને તે ભયંકર દુઃખ અનુભવી રહ્યો હતો. બીજે દિવસે સવારે ભાનમાં આવ્યા પછી તે સ્મશાન ગયો હતો પણ ત્યાં તેને ભુરીયાનું શરીર મળ્યું ન હતું તેથી તે ચિંતામા હતો કે શું જટાશંકરે તેનું શરીર નષ્ટ કરી નાખ્યું. સોમે ચોકીદારની પૂછપરછ કરી પણ તેણે કહ્યું કે અહીં સવારે કોઈ નહોતું. બે દિવસ ભુરીયો ન મળતા આખી કોલેજમાં અફવા ઉડી કે ભુરીયાનું અપહરણ થયું છે. પણ તે દિવસે સવારે હોસ્પિટલમાંથી કોલેજમાં ફોન આવ્યો કે હોસ્પિટલમાં એક વિદ્યાર્થી એડમિટ છે અને ભુરીયાને મળ્યા પછી સોમને શાંતિ થઇ હતી.


  સોમની અંદર ક્રોધ ભભૂકી રહ્યો હતો કે જટાશંકર તેની આજુબાજુની વ્યક્તિઓ પર હુમલો કરી રહ્યો છે. અને તેની સાથે લડતા સોમ ને સમજાઈ ગયું હતું કે જટાશંકર ભયંકર શક્તિશાળી અને ક્રૂર છે તે આગળ પણ હીણો વાર કરવામાં ખચકાટ નહિ અનુભવે. તેનો સામનો કરવો હશે તો તેના કરતા શક્તિશાળી અને ક્રૂર થવું પડશે. તે માથું પકડીને એક ખુરશી પર બેસી ગયો આગળ શું કરવું તેને ખબર પડતી ન હતી. તેને પોતે પાયલ સાથે છેતરપિંડી કરી રહ્યો હોવાની લાગણી થઇ રહી હતી તેથી સોમે નક્કી કર્યું કે પાયલ ને પોતાની બધી હકીકત કહી દેશે અને પછી પાયલ જો તેને નફરત કરશે તો તે પણ કબૂલ હશે. જીગ્નેશ ત્યાં આવી ગયો હતો તેને ભુરીયાનું ધ્યાન રાખવાનું કહીને તે પાયલ જ્યાં એડમિટ હતી તે હોસ્પિટલમાં ગયો. પાયલ સ્પેશિયલ રૂમમાં એડમિટ હતી. તે એક બુકે લઈને ત્યાં પહોંચ્યો. તે વખતે પાયલની મમ્મી તેની સાથે બેઠી હતી. પાયલે કહ્યું આવ આવ સોમ. પાયલે તેની મમ્મી ને કહ્યું કે મોમ આ સોમ છે. પાયલની મમ્મી એ પાયલ તરફ સ્મિત કરીને જોયું અને કહ્યું અચ્છા આજ સોમ છે ? તેણે સોમ તું આની સાથે વાત કર હું ઘરે જઈને આવું છું એમ કહીને તે બહાર નીકળી ગઈ. સોમે તેની નજીક જઈને પૂછ્યું શું તારી મોમ ને આપણા વિષે ખબર છે ? પાયલે કહ્યું મરી મોમ મારી બેસ્ટ ફ્રેન્ડ છે તેનાથી હું કઈ છુપાવતી નથી.


  સોમે કહ્યું તું સારી વ્યક્તિ છે તેથી કઈ છુપાવતી નથી પણ મેં તારાથી ઘણી બધી વાતો છુપાવી છે. પાયલ તેની તરફ અપલક જોઈ રહી. સોમે આગળ કહ્યું તેમાંથી ઘણી બધી વાતો મને પણ ખબર નહોતી પણ હવે હું છુપાવી તને છેતરવા નથી માંગતો. પાયલે સોમનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું કે કહેવા જેવી નહિ હોય તેથી તે મને વાત નહિ કરી હોય મને તારામાં સંપૂર્ણ ભરોસો છે. સોમે કહ્યું કે તે ભરોસો કાયમ રહે એટલા માટે અત્યારે વાત કરી રહ્યો છું. સર્વપ્રથમ મારા જન્મથી શરુ કરું. મારા જન્મ સમયના નક્ષત્રો અને ગ્રહોની સ્થિતિ મુજબ મારી કુંડળી રાવણ જેવી જ છે અને તેની અસરથી હું સંગીત, અભિનય અને કાળી વિદ્યા તરફ આકર્ષિત રહ્યો છું. હું અત્યારે કૃતકના પદ પર છું અને જો આગળની વિધિ પૂર્ણ કરીશ તો રાવણના પદ પર પહોંચી જઈશ. તારો એક્સીડેન્ટ પણ મારા દુશ્મન જટાશંકરે કરાવ્યો હતો અને પછી એક કલાક સુધી સોમ બધું કહેતો રહ્યો અને પાયલના ચેહરાના હાવભાવ બદલાતા રહ્યા.


સોમે ફક્ત પોતે અજાણતા માં જે માનવબલી આપ્યો હતો તે વાત છુપાવી હતી. સોમ ચૂપ થયા પછી પાયલ ઘણી વાર સુધી મૌન રહી તે આઘાતમાં હતી. સોમનું રહસ્યોદ્ઘાટન ખુબ ભયંકર હતું. થોડીવાર મૌન રહ્યા પછી પાયલે કહ્યું તું જો રાવણ છે તો હું તારી મંદોદરી છું અને હસીને કહ્યું કે પણ આ વખતે કોઈ સીતા ને ઉપાડી ન લાવતો. સોમે કહ્યું દરેક વાતમાં મજાક સારી નહિ. પાયલે તેનો હાથ પકડીને કહ્યું કે શું મારો પ્રેમ એટલો કાચો છે કે તું આવું કઈ કહે અને હું તને નફરત કરે. તું કોઈ રાવણ નથી તું દુનિયાનો સર્વશ્રેષ્ઠ પુરુષ છે અને તું જટાશંકરને નક્કી હરાવીશ.


Rate this content
Log in

Similar gujarati story from Drama