Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Jyotindra Mehta

Drama Thriller


4  

Jyotindra Mehta

Drama Thriller


સંભવામિ યુગે યુગે ભાગ ૨૫

સંભવામિ યુગે યુગે ભાગ ૨૫

4 mins 306 4 mins 306

  રામેશ્વર હોસ્ટેલ સમયસર પહોંચ્યો હતો. સોમ હજી ત્યાંથી નીકળ્યો નહોતો. થોડીવાર પછી સોમ ત્યાંથી નીકળ્યો અને રામેશ્વરે જોયું કે તેની પાછળ ભુરીયો પણ હતો. સોમ શાંતિથી ચાલી રહ્યો હતો ત્યારે તેને ખબર નહોતી કે બે જણા તેનો પીછો કરી રહ્યા છે. રાતના દસ વાગી રહ્યા હતા તે એક સ્મશાનમાં પહોંચ્યો ત્યાંનું ગેટ બંધ હતું તેથી તેની ઉપર ચડીને તે અંદર કૂદ્યો. તેની પાછળ આવી રહેલો ભુરીયો થોડો ડરી ગયો પણ થોડી હિમ્મત દાખવીને તે પણ અંદર ગયો અને એક ઝાડ પાસે લપાઈને આગળ શું થાય છે તે જોવા લાગ્યો. ભુરીયા એ જોયું કે તે એક વ્યક્તિ સાથે વાત કરી રહ્યો હતો થોડીવાર પછી તેણે તે વ્યક્તિને મુઠી વાળીને કઈ આપ્યું અને તે વ્યક્તિ ત્યાંથી નીકળી ગયો. રામેશ્વર ગેટની બહાર ભુરીયો ત્યાંથી ખસે તેની રાહ જોવા લાગ્યો. પછી સોમ એક દિશામાં આગળ વધ્યો અને તેની પાછળ ભુરીયો. સોમ એક ઝાડ નીચે બેસી ગયો જે સ્મશાનના મધ્યમાં હતું, ત્યાંથી મુખ્ય રસ્તો દૂર હોવાથી ત્યાં કોઈ અવાજ થાય અથવા ઘટના થાય તે કોઈને ખબર પડે એમ ન હતી. સોમે પોતાના શર્ટમાં છુપાવેલી પોટલી કાઢી અને એક નાની છરીથી કુંડાળું બનાવ્યું અને વચ્ચે એક ચોકડીનું નિશાન બનાવીને તેના ઉપર ઉભડક બેસી ગયો અને સામે એક કુંડાળું બનાવીને મંત્ર બોલવા લાગ્યો. અડધો કલાક સુધી તે મંત્રોચ્ચાર કરતો રહ્યો. ભુરીયો એક જગ્યાએ ઉભો રહીને આ દ્રશ્ય જોઈ રહ્યો હતો તેણે પોતાના મિત્રનું એવું ભયંકર રૂપ જોયું ન હતું. તેની આ વામ બાજુ જોઈને તે નિરાશ થઇ ગયો હતો. તેને ખબર હતી કે સ્મશાનમાં આવી વિધિ ફક્ત અઘોરીઓ અને તાંત્રિકો કરતા હોય છે.


 થોડીવાર પછી કુંડાળામાંથી અવાજ આવ્યો પાછો આવી ગયો તું ? હમમમ જોઈ રહ્યો છું તું કૃતક બની ગયો છે. આવું ઘણા વરસ પછી બની રહ્યું છે કે બે કૃતક એક શહેરમાં હોય. સોમે કહ્યું તેજ પૂછવા આવ્યો છું બીજો કૃતક ક્યાં છે ? કુંડાળામાંથી અટ્ટહાસ્યનો અવાજ આવ્યો તેણે કહ્યું તું તો હમણાં કૃતક બન્યો છે અને તે વરસોથી કૃતક છે, તને એની માહિતી શા માટે આપું ? સોમે કહ્યું મારા વિષે તું જાણતો નથી. તે વર્ષોથી કૃતક છે અને કૃતક રહેશે અને હું રાવણ બની જઈશ અને આજે તું મારી વાત નહિ માને તું રાવણ બન્યા પછી તને શક્તિહીન કરી નાખીશ.


કુંડાળામાંથી અવાજ આવ્યો કે આવી ધમકી કોઈ બીજાને આપજે. તેના પછી સોમે એક ચપટી કોઈ દ્રવ્ય કુંડાળામાં નાખ્યું. અંદરથી એક ચિત્કારનો અવાજ આવ્યો મારી પર બીજી વાર તે વાર કર્યો છે. કુંડળમાંથી અગ્નિની એક તલવાર નીકળી પણ તે સોમ જે કુંડાળામાં હતો તેને ભેદી ન શકી. કુંડળમાંથી અવાજ આવ્યો અગ્નિ સુરક્ષા કવચ. સોમે કહ્યું તારે બીજો કોઈ વાર કરવો હોય તો કરી જો. કુંડાળામાંથી અંગારા ઉડ્યા તે પણ નાકામ રહ્યા. એટલામાં અગ્નિનો એક ગોળો સોમ જે કુંડાળામાં હતો તેમાં પડ્યો અને તે પણ તેનું સુરક્ષાકવચ ભેદીને. થોડે દૂર જટાશંકર ઉભો હતો. જટાશંકરે એક મંત્ર બોલીને સોમના સામેના કુંડાળામાં પાણી નાખ્યું અને તે કુંડાળું અદ્રશ્ય થઇ ગયું. સોમ પોતાની જગ્યા પર ઉભો થઇ ગયો અને જટાશંકર તરફ જોવા લાગ્યો. તે હજી નાનપણમાં જોયો હતો તેવો જવાન લાગતો હતો જાણે ઉમર ની તેના પર કોઈ અસર ન હતી. સોમ સમજી ગયો કે અગંતકની વિધિ પૂર્ણ કરી હશે જેથી તેને ૫૦૦૦ વરસની ઉમર મળી હશે. સોમે એક મંત્ર બોલીને પોતાના હાથનું દ્રવ્ય જટાશંકર તરફ નાખ્યું કે અંગાર બની ગયું પણ જટાશંકરે સામે એક મંત્ર બોલીને બધા અંગારાને હવામાં ઉડાડી દીધા.


જટાશંકરે કહ્યું હજી તું બાળક છે આવા નાના વારથી મારુ કઈ નહિ બગડે કોઈ મજબૂત વાર કર. સોમે પોતાની આંગળીઓની એક મુદ્રા બનાવી અને એક ઝાડ તરફ ઈશારો જેની નજીક જટાશંકર ઉભો હતો. ઝાડની ડાળે જટાશંકર ને પકડી લીધો અને તેને બાંધવા લાગી. જટાશંકર હસવા લાગ્યો તે એક મંત્ર બોલ્યો અને ઝાડ ફરી સ્થિર થઇ ગયું. આમ થોડી વાર તેઓ એકબીજા પર વાર કરતા રહ્યા. જટાશંકર વાર કરે તો સોમ તેને નિષ્ક્રિય કરતો હતો અને સોમ વાર કરે તો જટાશંકર તેના વાર ને નાકામ કરતો હતો. એટલી વારમાં એક ગોળી ચાલવાનો અવાજ આવ્યો અને ગોળી જટાશંકરના હાથમાં વાગી. જટાશંકર તેની જગ્યા પર હાથ પકડીને બેસી ગયો તેની બાજુમાંથી રક્ત વહી રહ્યું હતું તેણે એક ધમાકો કરીને સોમ ને દૂર ઉડાડ્યો અને જોરથી બોલ્યો તું મારા વારથી બચી શકશે પણ તારો દોસ્ત નહિ એક કહીને એક ઝાડ તરફ ઈશારો કરીને ધમાકો કર્યો અને ભુરીયો તે ઝાડ પાછળથી ઉડીને દૂર પડ્યો. સોમ આંખો ફાડીને ભુરીયા તરફ જોવા લાગ્યો. રામેશ્વર પણ તેની જગ્યા પર સ્થિર થઇ ગયો.


Rate this content
Log in

More gujarati story from Jyotindra Mehta

Similar gujarati story from Drama