The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Jyotindra Mehta

Drama Thriller

2.5  

Jyotindra Mehta

Drama Thriller

સંભવામિ યુગે યુગે ભાગ ૨૦

સંભવામિ યુગે યુગે ભાગ ૨૦

4 mins
548


કોલેજ પહોંચીને સોમ લાયબ્રેરી તરફ જતો હતો પણ ભુરાનાં આગ્રહવશ સોમ લેક્ચરમાં બેઠો, પાયલે સોમની તરફ જોઈને સ્મિત આપ્યું. આ ત્રણ ચાર દિવસમાં તો તે પાયલને જાણે ભૂલી ગયો હતો અજબ સ્થિતિ થઇ હતી સોમ ની ક્લાસ માં શારીરિક રીતે હાજર હોવા છતાં ગેરહાજર હતો. પાયલ ને અગાઢ પ્રેમ કરતો હોવા છતાં આ સમયે તેના મનમાંથી પ્રેમ અદ્રશ્ય હતો. લેક્ચર પૂરું થયા પછી તે બહાર જવા જતો ત્યાં જ પ્રોફેસર અનિકેતે તેને રોક્યો અને કહ્યું કેમ છે સોમ? કેવી છે તારી તબિયત ? ગામડે બધા કેમ છે ? સુંદરદાસજી બાપુ ને મળ્યો હતો કે ? આવા અણધાર્યા સવાલોથી તે ડઘાઈ ગયો તેને કઈ સુઝયું નહિ ત્યારે અનિકેતે કહ્યું તારી તબિયત તો ઠીક છે ને ? સોમે ફક્ત એટલું જ કહ્યું કે ઠીક છે, હું અત્યારે લાયબ્રેરીમાં જાઉં છું. અનિકેતે કહ્યું ના આજનું મારુ લેક્ચર અટેન્ડ કરવું પડશે, પછી તું લાયબ્રેરીમાં જજે અને હા મધુસુદન સર મળ્યા હતા ગઈકાલે પૂછતાં હતા હમણાંથી તું સંગીત વિદ્યાલયમાં ગયો નથી, એક વાર ત્યાં આંટો મારી આવજે. સોમે કમને હા પાડી અને લેક્ચરમાં બેઠો.


પ્રોફેસર અનિકેતે લેક્ચર શરુ કર્યું ત્યારે સોમનું ધ્યાન તેમની તરફ નહોતું પણ જેવો તેમને આજના લેક્ચરનો વિષય બ્લેકબોર્ડ પર લખ્યો સોમ ચમકી ગયો. તેમણે બ્લેકબોર્ડ પર ત્રણ અક્ષરો લખ્યા હતા "રાવણ ". પ્રોફેસર અનિકેતે બોલવાનું શરુ કર્યું તેમણે કહ્યું આજે આપણે ઇતિહાસનું સૌથી ભયંકર અને અદભુત ચરિત્ર વિષે ભણીશું. કોણ હતો રાવણ, તે ઇતિહાસનો સૌથી મોટો ખલનાયક કેવી રીતે બની ગયો. સોમ ધ્યાનથી સાંભળી રહ્યો હતો જાણે એક એક અક્ષર પી રહ્યો હતો. તેમણે આગળ કહ્યું કે દૈત્ય પુત્રી અને એક બ્રાહ્મણનું સંતાન એની કઈ વિશેષતા ને લીધે પ્રખ્યાત થયો અને કયા કર્મો ને લીધે કુખ્યાત થઇ ગયો. તેના પહેલા આપણે જાણીશું, દેવ, દાનવ અને દૈત્યો વિષે. પુરાણ કથાઓ મુજબ કશ્યપ અને અદિતિના પુત્રો આદિત્યો અથવા દેવતાઓ કહેવાય, કશ્યપ અને દિતીના પુત્રો દૈત્યો અને કશ્યપ અને દનુના પુત્રો દાનવ કહેવાયા. ત્રણેય વચ્ચે સત્તા માટે સંઘર્ષ થતો રહેતો. દૈત્યરાજ માલી, સુમાલી અને માલ્યવાન ખુબ શક્તિશાળી હતા તેમણે લંકા અને તેની આજુબાજુ ના ટાપુ જીતી લીધા હતા. અને પછી દેવાસુર સંગ્રામ થયો જેમાં માલી મૃત્યુ શરણ થયો અને સુમાલી અને માલ્યવાન લંકા છોડીને પરિવાર સાથે દૂર જઈ વસ્યા.વિશ્રવા પુત્ર કુબેર ને લંકા નો રાજા બનાવવામાં આવ્યો. પછી સત્તા પ્રાપ્તિમાટે સુમાલી એ પુલત્સ્ય ઋષિ ના પુત્ર વિશ્ર્વની સેવામાં પોતાની પુત્રી કૈકસી ને મોકલી, જેના પર મોહિત થઈને વિશ્રવા ઋષિ લગ્ન કર્યા અને ચાર સંતાનો થયા રાવણ, કુમ્ભકર્ણ, વિભીષણ અને શુર્પણખા. આમ રાવણ એ દૈત્ય અને આર્ય સંસ્કૃતિ નો વર્ણસંકર પુત્ર હતો. રાવણ નાનપણથી તેજસ્વી હતો તેને વેદોનું અધ્યયન કર્યું, સંગીત માં પણ કુશળ હતો તેમજ યુદ્ધવિદ્યામાં પ્રવીણ હતો તેના માટે કહેવાતું કે તેના એક મસ્તકની અંદર દસ વ્યક્તિઓના જેટલી બુદ્ધિ તેથી એમ કહેવાતું કે તેને દસ મસ્તક હતા.


તે એક વખત લંકા ગયો અને કુબેર ને મળ્યો, તે અને કુબેર સાવકા ભાઈઓ હતા. લંકાના ઐશ્વર્યાથી તે અંજાઈ ગયો અને પાછળથી યુદ્ધ કરીને તેને લંકા જીતી લીધી. પછી આજુબાજુ ના ટાપુઓ પણ જીતી લીધા અને દેવ, દાનવ, દૈત્ય, નાગ અને યક્ષો ને સાથે લઈને રક્ષ સંસ્કૃતિની સ્થાપના કરી. રક્ષ સંસ્કૃતિમાં માનનારા રાક્ષસો કહેવાયા. રાવણે જે પણ મેળવ્યું તે પોતાના બળ અને બુદ્ધિથી મેળવ્યું. તે એક સારો કુટનિતિજ્ઞ હતો તેણે પોતાની આન ઉત્તર સુધી ફેલાવી દીધી હતી. રાવણ દિવસે દિવસે શક્તિશાળી થતો જતો તેને રોકવાની શક્તિ કોઈનામાં નહોતી. જેનામાં રોકવાની શક્તિ હતી તે દશરથ પુત્રવિયોગમાં મરણાસન્ન પડ્યા હતા. સદ્ગુણો સાથે દુર્ગુણ પણ મળતો હોય છે. રાવણ એક સારો સંગીતજ્ઞ, સારો સાહિત્યકાર, સારો યોદ્ધા, સારો ગાયક, સારો કુટનિતિજ્ઞ હતો પણ તેનામાં એક મોટો દુર્ગુણ હતો, તેનો ક્રોધ અને અહંકાર. શુર્પણખાના આપમાનથી ક્રોધિત થયેલા રાવણે રામની પત્ની સીતાનું અપહરણ કર્યું અને લંકા લઇ આવ્યો અને આગળની વાતો બધાને ખબર છે, યુદ્ધની વાત કરીને હું રસરુચિ ભંગ કરવા નથી માંગતો. રાવણ વિષે વધુ વિવેચન હું પરમદિવસના લેક્ચરમાં કરીશ. સોમની તંદ્રા તૂટી તેને પ્રોફેસર અનિકેતને પૂછ્યું સર તો પુરાણોમાં લખ્યું છે રાક્ષસો ભયંકર, ભીમકાય અને કુરૂપ દેખાતા હતા શું એ સત્ય છે. અનિકેતે કહ્યું કે ના બધાય સામાન્ય વ્યક્તિ જેવા જ લાગતા તેઓ કુરૂપ, ભયંકર અને સ્વભાવે ક્રૂર હતા એવી વાતો ક્યારે શરુ થઇ તેનો કોઈ ઉલ્લેખ નથી પણ તેઓ તારી મારી જેમ સામાન્ય વ્યક્તિઓ હતા તે વાત સત્ય છે. સોમે હકારમાં માથું હલાવ્યું અને ક્લાસમાંથી નીકળી લાઈબ્રેરી તરફ વધ્યો અને તેની પાછળ પાયલ.


Rate this content
Log in

Similar gujarati story from Drama