Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Jyotindra Mehta

Drama Thriller


4  

Jyotindra Mehta

Drama Thriller


સંભવામિ યુગે યુગે ભાગ ૧૭

સંભવામિ યુગે યુગે ભાગ ૧૭

5 mins 462 5 mins 462

સવારે સોમ ઉઠ્યો ત્યારે હોસ્ટેલની રૂમમાં હતો. ભુરીયા એ કહ્યું ઉઠી ગયા, સરકાર!!. સોમ તું પણ કમાલ કરે છે ખબર છે તને કે તારી તબિયત સારી નથી અને તું કમજોર છે તો પછી બહાર કેમ ગયો હતો એ તો ભલું થાય ચોકીદારનું જે તને રૂમ સુધી મૂકી ગયો. તું ક્યાં ગયો હતો ? સોમ ને હજી કળ વળી ન હતી તે ગઈકાલનો આખો ઘટનાક્રમ યાદ કરી રહ્યો હતો. ત્યાંજ ભૂરિયાએ પાછો ટોક્યો ઓ હેલો ભાઈ તને પૂછું છું ક્યાં ગયો હતો ? સોમે કહ્યું ઘણા દિવસથી બહાર નહોતો ગયો તો અમસ્તો જ આંટો મારવા ગયો હતો, પાછા આવતી વખતે ચક્કર આવી ગયા અને હું પડી ગયો. ભુરીયા ના મનમાં ઘણા પ્રશ્નો હતા પણ તેને વિચાર્યું જરા સાજો થઇ જાય પછી પૂછીશ. તેને શંકા જતી હતી કે સોમ ક્યાંક કોઈ ખોટા વ્યસનમાં તો નથી અટવાયો ? તેની વર્તણુક પણ વિચિત્ર થઇ જાય છે. તેણે કહ્યું સારું મહારાજ મેં ચા અને નાસ્તો બનાવી દીધો છે તે ખાઈ લેજે અને પાયલ બપોરે ટિફિન લઈને આવવાની છે તો મારી ચિંતા ખતમ આપણે સાંજે મળીશું. અને હવે બહાર જવાનો પ્રયત્ન ન કરતો.


 ભુરીયા ના ગયા પછી ઘણા બધા વિચારોએ તેણે ઘેરી લીધો તે બધું એક લાઈનમાં ગોઠવવા લાગ્યો. તેને કોઈ નાનપણથી કોઈ મારવા માંગે છે તેનું નામ તો મળી ગયું છે કોણ મારવા માંગે છે મને ? મગજ પાર ભાર દીધો ત્યારે નામ યાદ આવ્યું જટાશંકર. જટાશંકર, જટાશંકર, જટાશંકર, નામ ક્યાંક સાંભળ્યું છે પણ હવે યાદ નથી આવતું ક્યાં ? બીજું કે કોઈ નાનપણથી બચાવી રહ્યું તેના વિષે તો કઈ ખબર નથી. ગઈકાલે રાત્રે તે કૃતકની પદવી સુધી પહોંચી ગયો છે પણ અનંતકની વિધિ હજી અપૂર્ણ છે અને ગઈ કાલે રાત્રે તેણે એક બલી આપ્યો છે અને તેના હાથે એક ખુન થયું છે અને આ છેલ્લા વિચાર થી તે ધ્રુજી ગયો, એની નજર સામે દૃશ્ય તરવરવા લાગ્યું એક વ્યક્તિનું શરીર તેના પગ પાસે પડ્યું હતું. અજાણતામાં તેણે પોતાના પગ પલંગ ઉપર લઇ લીધા જાણે તે શરીર અત્યારે તેની રૂમમાં પડ્યું હોય. તેણે ચીસ પાડવાનું મન થયું પણ પડી ન શક્યો, તેને રડવાનું મન થયું પણ તે રડી ન શક્યો, તેને પોતાનું માથું જમીન પર પછાડવાનું મન થયું પણ તે પછાડી ન શક્યો અને ધીરે ધીરે તે ફરી બેહોશ થઇ ગયો. તે હોશમાં આવ્યો ત્યારે પાયલ તેના ઓશિકા પાસે બેઠી હતી અને તે તેના માથે હાથ પસવારતી હતી.


તેણે પૂછ્યું શું થયું મારા બાબુ ને, તબિયત નથી સારી ? સોમે પૂછ્યું તું ક્યારે આવી ? પાયલે કહ્યું હું તો કલાકથી આવી છું તું ઊંઘમાં બબડી રહ્યો હતો અને રડી રહ્યો હતો. શું કોઈ ખરાબ સપનું આવ્યું હતું ? સોમે પૂછ્યું કે શું બબડી રહ્યો હતો. પાયલે કહ્યું કે ઊંઘમાં કૃતક, રાવણ, જટાશંકર, અનંતક એવું કઈ કઈ કહી રહ્યો હતો પણ તને હવે કહી દઉં છે કે ઐતહાસિક પુસ્તકો વાંચવાનું બંધ કર તારા મગજ પર ખોટી અસર કરે છે, ઐતિહાસિક શું કામ પુસ્તકો જ વાંચવાનું બંધ કર. તારી સામે જે લાઈબ્રેરી છે તેને વાંચ. સોમે પૂછ્યું કઈ લાઈબ્રેરી ? પાયલે તેનો ગાલ ખેંચીને કહ્યું લુચ્ચા સમજે છે બધું પણ કેવો ભોળો બને છે. હું નથી દેખાતી પાયલ, એક લાયબ્રેરી. સોમે કહ્યું ઓહ ! પાયલે કહ્યું મારી રોમેન્ટિક વાત નો કેવો અદભુત રિસ્પોન્સ આપ્યો ઓહ કહીને, મારી ફ્રેન્ડ્સ બરાબર કહે છે કે હોશિયાર છોકરા રોમાન્સમાં નબળા હોય છે જ. હું તારી સાથે વાત નહિ કરું, એમ કહીને પાયલ મોં ફેરવીને બેસી ગઈ. સોમ અસમંજસમાં હતો પણ હવે તેનું મગજ ફટાફટ કામ કરવા લાગ્યું હતું તેણે કહ્યું જો એવું હોય તો હું ભણવામાં ઢબ્બુ થઇ જાઉં પછી તો હું રોમાન્સનો કિંગ થઇ જઈશ ને મારી ચલિત લાયબ્રેરી ? એમ કહીને પાયલની ચોંટી ખેંચી અને પાયલ ખેંચાઈને તેની બાહોંમાં આવી ગઈ. ખબર નહિ તેઓ કેટલા સમય સુધી આવી રીતે એક બીજાના આગોશમાં પડ્યા રહ્યા. સોમ નું મન શાંત થઇ ગયું હતું.


થોડી વાર પછી સોમે પાયલ ને પછ્યું કે તું આ રીતે જ આખા જીવનભર મને સાથ આપીશ ? મારા સારા કે કપરા સમયમાં. પાયલે કહ્યું જીવનપર્યંત હું તને સાથ આપીશ, પણ તું મને છોડી તો નહિ દે કોઈ બીજા માટે ? સોમે કહ્યું કે જગતની કોઈ પણ વસ્તુ માટે હું તને નહિ છોડું એ મારુ વચન છે, મહાન રાવણનું વચન. પાયલે તેના પેટમાં કોણી મારીને કહ્યું પછી ઐતિહાસિક પુસ્તકનું પાત્ર બની ગયો અને શું બન્યો તો કહે રાવણ ? અરે બનવું હોય રામ બન, હનુમાન બન રાવણ શું બને છે. સોમે કહ્યું મજાક કરું છું યાર. રાવણ તો ઇતિહાસ નું અદભુત પાત્ર છે જેને તમે કઈ દૃષ્ટિથી જોયો તેના પર તે રંગ બદલે. પાયલે કહ્યું વાહ રોમાન્સકીન્ગ શું રોમેન્ટિક વાત કરી છે. સોમે કહ્યું સોરી સોરી હવે ફક્ત આપણા બંનેની વાત. પાયલે કહ્યું હવે કોલેજ ક્યારે આવવાનું શરુ કરીશ, તે ઘણું બધું મિસ કર્યું છે, ઓલમોસ્ટ ૨૦ દિવસથી નથી આવ્યો. સોમે કહ્યું કાલથી આવીશ અથવા વિચારું છું કે બે પાંચ દિવસ ગામડે જઈ આવું અને પછી કોલેજ જોઈન કરીશ. પાયલે કહ્યું બે પાંચ એટલે સાત દિવસ એટલા દિવસ તું મારાથી દૂર રહીશ ? ના હું નહિ જવા દઉં. સોમે કહ્યું મને મારી માતાપિતાની યાદ આવી રહી છે તું તો રોજ મળે છે તારા માતાપિતા ને, હું પણ મારા માતાપિતા ને મળી લઉં. પાયલે કહ્યું બહુ ઈમોશનલ કરવાની જરૂર નથી હું તો અમસ્તીજ કહેતી હતી. હું કઈ સ્વાર્થી નથી કે તને માતાપિતા પાસે પણ ના જવા દઉં અથવા એક કામ કર હું પણ તારી સાથે ગામડે આવું તારા માતાપિતાને મળવા. સોમે કહ્યું ડિયર હજી મેં તારા વિષે ઘરે વાત કરી નથી, તારા વિષે માતા ને વાત કરી લઉં પછી તને લઇ જઈશ. પાયલે કહ્યું ઓકે જાનુ તું કહે તેમ પણ હવે હું ટિફિન લાવી છું. તું જમીને દવા લઇ લે પછી હું જાઉં. પાયલ જમવાનું થાળીમાં પીરસીને લાવી. સોમ જમવા લાગ્યો અને પાયલ તેને પ્રેમથી નિહારવા લાગી.


Rate this content
Log in

More gujarati story from Jyotindra Mehta

Similar gujarati story from Drama