Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Jyotindra Mehta

Drama Thriller


4  

Jyotindra Mehta

Drama Thriller


સંભવામિ યુગે યુગે ભાગ ૧૫

સંભવામિ યુગે યુગે ભાગ ૧૫

4 mins 281 4 mins 281

સોમ રસ્તામાં એક દુકાનની પાસે ઉભો રહ્યો અને થોડી ખરીદી કરી. પછી પોતાના માટે એક હોટેલમાંથી ખાવાનું બંધાવ્યું અને લોથલ જવા નીકળી પડ્યો. લોથલ પહોંચ્યો ત્યાં સુધીમાં સાંજ પડી ગઈ હતી. તે ધીરે ધીરે આગળ વધ્યો અને તે જગ્યાએ પહોંચ્યો જ્યાં તેને વિચિત્ર અવાજો સંભળાયા હતા. થોડી વાર સુધી ફરતો રહ્યો અને જેવા ત્યાંથી બાકીના ટુરિસ્ટો રવાના થયા તે એક ઝાડ ઉપર ચડી ગયો અને મદ્યરાત થવાની રાહ જોવા લાગ્યો. સાડા અગિયાર વાગે તે ઝાડ ઉપરથી ઉતર્યો અને નીચે ઉતારીને પહેલા તેણે ભોજન લીધું અને પછી પોતાની સામગ્રી કાઢીને એક કુંડાળું કરીને બેસી ગયો. થોડીવાર પછી તે એક લયમાં યાદ કરેલા મંત્રો બોલવા લાગ્યો અને સામે એક વિચિત્ર મૂર્તિ હતી તેના પર અભિષેક કરવા લાગ્યો થોડીવારમાં તે મૂર્તિ ખસી અને સામેનો દરવાજો ખુલ્યો અને સોમ તેમાં પ્રવેશી ગયો અને થોડી વાર પછી બીજી એક વ્યક્તિ તેમાં પ્રવેશી અને તેની પાછળ ત્રીજી વ્યક્તિ પ્રવેશી. જે દરવાજો કોઈ એક વ્યક્તિ માટે માંડ ખૂલતો તેમાં ત્રણ વ્યક્તિઓ પ્રવેશ કરી ગયા હતા. સોમે પોતાની થેલીમાંથી હાથબત્તી કાઢી અને તેના અજવાળે તે આગળ વધવા લાગ્યો લગભગ એક કિલોમીટર ચાલ્યા પછી એક અગ્નિકુંડ દેખાયો અને તે તેની સામે ઉભો રહી ગયો તે અગ્નિકુંડની બાજુમાં એક મૂર્તિ સ્થાપિત કરેલી હતી. તે મૂર્તિ તેણે જોયેલી હોય તેવું લાગ્યું. તે અગ્નિકુંડની સામે પદ્માસન મુદ્રામાં બેસી ગયો અને અગ્નિમાં આહુતિ આપવા લાગ્યો અને મંત્રોચ્ચાર કરવા લાગ્યો થોડીવાર પછી તે પોતે ધુણવા લાગ્યો અને લગભગ એક કલાક આ રીતે ધૂણવાનું ચાલુ રાખ્યું પછી તે મંત્રોની છેલ્લી કડી પર આવી ગયો અને તેણે ધૂણવાનું બંધ કર્યું અને જેવી તેણે છેલ્લી આહુતિ આપી તે મૂર્તિમાં હલનચલન થઇ અને તે મૂર્તિ એક પુરુષમાં બદલાઈ ગઈ, તે વ્યક્તિને જોઈને તેને યાદ આવી ગયું કે મૂર્તિ જાણીતી કેમ લાગતી હતી, આ વ્યક્તિ તે જ હતી જેણે તેને પહેલી વાર તાંત્રિક વિધિ શીખવી હતી.


સોમે પૂછ્યું આપ કોણ છો ? અને મને યાદ છે ત્યાં સુધી આપેજ મને તાંત્રિક વિધિ શીખવી હતી. તે વ્યક્તિ હસવા લાગી અને કહ્યું હું કોણ છું તેના કરતા તું કોણ છે તે જાણવું જરૂરી છે છતાં તને જાણકારી ખાતર કહી દઉં કે હું છું સુમાલી જો તે રામાયણ વાંચ્યું હોય તો તેમાં મારા નામનો ઉલ્લેખ છે, જો કે તે ખોટી રીતે છે તે મને ખબર છે. સોમે પૂછ્યું શું આપ રાક્ષસ રાજ સુમાલી છો ? સુમાલી હસ્યો અને કહ્યું હજી તું અજ્ઞાની છો હું રાક્ષસરાજ નહિ દૈત્યરાજ છું અને કથિત દેવતાઓએ અમારો વંશનાશ કર્યો પણ હું હજી પણ જીવિત છું બદલો લેવા અને આ જગતની બધી કાળીશક્તિઓ મારે આધીન છે. અને હવે આવીયે તારી હકીકત પર. સોમે કહ્યું મને મારી હકીકત ખબર છે હું છું સોમ, એક શિક્ષક પુત્ર.


સુમાલી એ અટ્ટહાસ્ય કર્યું અને કહ્યું કે તો તું કહીશ કે જે પદ પર પહોંચવા લોકો આખી જિંદગી ખર્ચી નાખે છે તે પદ પર તું આટલી નાની ઉમરમાં કેવી રીતે પહોંચી ગયો. સોમે કહ્યું હું મારી ક્ષમતા અને મારી બુદ્ધિથી આગળ વધ્યો છું. સુમાલી કહ્યું ઠીક છે હવે તું કહે તને તાંત્રિકવિધિ પ્રત્યે આકર્ષણ કેમ છે, જયારે કે તું આસાનીથી સારો ગાયક કે સંગીતકાર કે કલાકાર બનીને જીવન વિતાવી શકે છે. સોમ વિચારમાં પડી ગયો સુમાલીની વાત સત્ય હતી, તેણે કોઈ જાતની મહેનત કરવાની જરૂર નથી તે આસાનીથી સારો ગાયક બની શકે છે. સોમે કહ્યું ઠીક છે આપ જણાવો મારી હકીકત.


સોમને કહ્યું તું છે મારી પુત્રી કૈકસીનો પુત્ર વૈશ્રવણ, પૌલત્સ્ય, રક્ષરાજ રાવણ. રક્ષ સંસ્કૃતિનો જન્મદાતા અને રખેવાળ અને કટ કારસ્તાન કરીને તારો અને તારા પુત્રનો વધ કરવામાં આવ્યો, નહો રક્ષ સંસ્કૃતિનો આખા જગતમાં ડંકો વાગતો હોત, ન કોઈ જાતિ ભેદ ન કોઈ વર્ણભેદ, સર્વસમાન.


તું મારી તપસ્યાનું ફળ છે ઘણા વર્ષ રાહ જોઈ છે તારી. આ બધી વાત સાંભળીને સોમની અવસ્થા વિચિત્ર થઇ ગઈ હતી, જગતના સૌથી મોટા ખલનાયક રાવણનો અવતાર છે, આ બધી વાત સાંભળીને તે કંઈ કહી ન શક્યો. સુમાલી એ પોતાના હાથમાં હતી તે તલવાર તેના હાથમાં આપી અને કહ્યું આ તારી તે સમયની તલવાર જે ખુબ શક્તિશાળી છે. સોમ હાથમાં તલવાર આવ્યા પછી તેનાથી સંમોહિત થઇ ગયો તેને ખબર પડતી નહોતી કે આ પોતાના હાથમાં લેવી કે પાછી આપવી જે હાથમાં ફકત વાંજીત્રો લીધા હતા તે હાથમાં તલવાર, તેનું મન માનતું નહોતું. સુમાલી એ આગળ કહ્યું આ તલવાર તે વખતે જેટલી શક્તિશાળી હતી તેના કરતા અત્યારે વધારે શક્તિશાળી છે, મેં તેને પોતે મંત્રસિદ્ધ કરી છે. જયારે તે સુમાલી સાથે વાતચીત કરી રહ્યો હતો એક વ્યક્તિ તેની તરફ વધી રહી હતી, તેના હાથમાં એક ખંજર હતું !


Rate this content
Log in

More gujarati story from Jyotindra Mehta

Similar gujarati story from Drama