Nayanaben Shah

Inspirational

4  

Nayanaben Shah

Inspirational

સમય બતાવે સગપણ સાચું

સમય બતાવે સગપણ સાચું

6 mins
338


"નેત્રા જ્યાં પ્રેમ હોય ત્યાં ઉદાસ થવાની જરૂર જ ના હોય. અકસ્માતમાં આપણું આવનાર બાળક મૃત્યુ પામ્યુ પણ તું તો બચી ગઈ એ જ આનંદની વાત છે. "

"સમ્યક, હું તારી અને ડૉક્ટરની વાત સાંભળી ગઈ છું. તમે માનતા હતા કે હું બેભાન છું પણ હું એ જ વખતે ભાનમાં આવી. એ વાતથી તું અને ડૉક્ટર બંને અજાણ હતાં. "

"નેત્રા, એવી કોઈ વાત નથી કે જેથી તું દુઃખી થાય. "

"પ્રિય વ્યક્તિને ખુશ રાખવા ખોટુ બોલવાની શું જરૂર છે ? ગમે ત્યારે મારે વાસ્તવિકતાનો સામનો તો કરવો જ પડશે ને ?"

"તો શું થઈ ગયું ભલે ડૉક્ટરે કહ્યું આપણે માબાપ નહીં બની શકીએ. આખી દુનિયાના બાળકો આપણા જ છે. આપણે બધા બાળકો ને પ્રેમ આપીશું"

"તમે ફરીથી લગ્ન કરી લો. "

"અરે, અગ્નિની સાક્ષીએ જન્મોજન્મ સાથે રહેવાના સોંગદ ખાધા છે. આટલી ફાલતુ વાત માટે આપણે છૂટા પડવાનું ! તને આવો વિચાર જ કેમ આવે છે ? આપણે તો સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ. મોટા ત્રણ ભાઈઓને ત્યાં બબ્બે બાળકો છે એ પણ આપણા જ છે ને !"

કહેવાય છે કે ખરાબ વાતો જંગલની આગની જેમ ફેલાઈ જાય છે. લોકોને પ્રિય એવો નિંદારસ જ ગમે છે. સારી વાતો જલદી ફેલાતી નથી.

સમય જતાં મોટાભાઈઓએ કહેવા માંડ્યું,

"સમ્યક, તું આપણા ઘરમાંથી જ બાળક દત્તક લઈ લે. "

સમ્યકે જ્યારે નેત્રાને આ વાત કરી ત્યારે નેત્રા એ સખત વિરોધ કર્યો. બોલી, "આપણા ધંધામાં કરોડોનું ટર્નઓવર છે. અને કરોડો રૂપિયાનો નફો છે. આ બધાની ગણતરી એ છે કે એ પૈસા ઘરમાં જ રહે.

બીજું કે આપણે એને લઢીશું કે મારીશું તો આ લોકો જ કહેશે કે એનો છોકરો ક્યાં છે ? એના સાચા માબાપની નજર સામે જ એ રહેશે. સતત એની પર એમનો માલિકી હક્ક સાબિત કરવા પ્રયત્ન કરશે. એને આપણે આપણી રીતે ઉછેરી નહીં શકીએ. એના કરતાં તો આપણે કોઈ અનાથ બાળક દત્તક લઈશું તો એની જિંદગી બની જશે. "

જ્યારે સમ્યકે તથા નેત્રાએ એમનો નિર્ણય જાહેર કર્યો ત્યારે ઘરનાનો સખત વિરોધ હતો કે, "એ બાળક કોણ જાણે કેવા સંસ્કારો સાથે પેદા થયું હોય એવું અજાણ્યુ બાળક આપણું વારસદાર હોઈ જ ના શકે. "

સામે પક્ષે નેત્રાની દલીલ હતી કે, "આપણી સંપત્તિ માત્ર ને માત્ર આપણી જીવનશૈલીનું સ્તર બદલી શકે છે પરંતુ બાળકને આપેલા વિચારો એની દાનત, સંસ્કાર આવડત કે કર્મને નહીં બદલી શકે.

એક જાણીતું ઉદાહરણ છે કે બે પોપટ એક સાથે જ જન્મે છે. એક પોપટ જ્યાં ઉછરે છે ત્યાં બિભત્સ શબ્દો બોલે છે જ્યારે એક સજ્જનને ત્યાં ઉછરતો પોપટ સીતારામ બોલે છે. બધો આધાર વાતાવરણ અને તમે આપેલા સંસ્કાર પર નિર્ભર છે. "

પરંતુ જ્યારે એમને દત્તક દીકરો લેવાનું નક્કી કર્યું ત્યારે સંસ્થાએ પૂછી લીધું કે તમે સંયુક્ત કુટુંબમાં રહો છો તો બાકીના કુટુંબના સભ્યો ને વાંધો નથી ને ? કારણ અમારી સંસ્થાનું બાળક ક્યારેય દુઃખી ના થવું જોઈએ. અમે ગમે ત્યારે અચાનક તમારી મુલાકાતે આવીને જોઈ જઈશું કે તમે બાળકને કઈ રીતે રાખો છો ?

દીકરો ખૂબ સુંદર હતો તેથી કહી શકાય કે, "દુશ્મનને પણ વહાલો લાગે"એવો હતો. પરંતુ બાળક સામે જોવાને બદલે ઘરના સભ્યોએ માત્ર પૈસા સામે જ જોયું. જેથી ઘરના સભ્યોની આંખોમાં માત્ર અને માત્ર નફરત જ જોવા મળતી. કોઈ બાળકને રમાડવા પણ તૈયાર ન હતું. સમ્યક અને નેત્રાને તો વિશ્વાસ હતો કે બાળકને જોઈને ઘરના એમનો વિરોધ ભૂલી જશે. તેથી તો એમને એ બાળકનું નામ ઐક્ય પાડ્યુ હતું.

પણ એમ કંઈ દરેકના સ્વપ્ન પુરા ના થાય. નેત્રા તથા સમ્યક ઘરનાની ઐક્ય પ્રત્યેની નફરત સહન ના કરી શક્યા તેથી તો તેઓએ સ્વેચ્છાએ જુદા જવાનો નિર્ણય લઈ લીધો.

સમ્યકને હતું કે ધંધો ભેગો છે એટલે એ લોકો ફેકટરીમાં તો પૂછશે જ કે, "ઐક્ય શું કરે છે ? મજામાં છે ?" પણ કોઈએ ક્યારેય એને એના વિષે પૂછ્યું નહીં.

સમય પસાર થતા ક્યાં વાર લાગે છે ? મોટાભાઈના છોકરાંઓ મોટા થતાં ગયા તેમ તેમ ફેકટરીમાં આવતાં પરંતુ બહુ ટૂંક સમયમાં એમને જોઈ લીધું કે ફેકટરીમાં તો સખત મહેનત કરવી પડે છે. મોજશોખમાં ઉછરેલા છોકરાંઓ મહેનત કરવામાં પાછા પડવા માંડ્યા. પોતાના છોકરાને તો પોતે કંઈ કહેતાં નહીં પણ બાકીના ભાઈઓ કામચોરી ચલાવી લેતાં નહીં. પરિણામ સ્વરૂપ ભાઈઓ ભાઈઓ વચ્ચે મનદુઃખ વધતાં ગયા.

બાકીના ભાઈઓના દીકરાઓએ કહી દીધું, "અમે વૈતરૂ કરવા જનમ્યા નથી અમને અમારો ભાગ આપી દો. અમે અમારી રીતે જીવવા માંગીએ છીએ.

ત્રણેય ભાઈઓની દીકરીઓ તો પરણી અને પરદેશ સ્થાયી થઈ ગઈ હતી. દીકરાઓ તો માંડ ગ્રેજ્યુએટ થયા હતા. કારણ એમને મનથી નક્કી કરી લીધુ હતું કે આપણે ક્યાં નોકરી શોધવા જવાની છે ? તૈયાર ગાદીએ બેસવાનું છે. પરંતુ મહેનત કર્યા વગર પૈસાની પ્રાપ્તિ ના થાય એ વાત એ ભૂલી ગયા હતા.

ત્રણેય ભાઈઓના દીકરાઓએ એમની પસંદ ની યુવતીઓ સાથે લગ્ન કરી લીધા. જો કે એ બધી જ યુવતીઓ કરોડપતિની દીકરીઓ હતી. પણ બધા દીકરાઓએ કહી દીધું કે, "અમે કોર્ટમાં લગ્ન કર્યા છે તો તમે અમારા લગ્નખર્ચના જે પૈસા બાજુએ મુક્યા છે એ અમને આપી દો. "

ત્રણે ય જણાએ લાગવગ લગાડીને સરકારી નોકરી મેળવી લીધી. જેમાં ધંધા જેટલી જવાબદારીઓ નહીં અને રજાઓ તો ખરી જ. નોકરી તો સમાજને બતાવવા માટે કરવાની હતી. બાકી એમને મળેલી રકમમાંથી વ્યાજ જ ઘણું આવતું.

કહેવાય છે કે સુખ હોય કે દુઃખ બધા દિવસ સરખા જતાં નથી. મોટાભાઈ બિમાર પડ્યા ત્યારે ત્રણમાંથી કોઈનાય દીકરા ખબર જોવા ના આવ્યા. બાકીના ભાઈઓ જો એમની સાથે રહે તો ધંધામાં તકલીફ પડે.

આખરે સમ્યકે કહ્યું, "તમને કોઈ વાંધો ના હોય તો ઐક્ય દવાખાને મોટાભાઈ સાથે બેસશે. થોડીવાર માટે બધા સ્તબ્ધ બની ગયા. કોઈને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે જેને તરછોડ્યો છે એ ચાકરી કરવા આવે. છેવટે વચલાભાઈ એ થોડા ખચકાટ સાથે કહ્યું,

"પણ ઐક્યને પૂછી તો જુઓ. "

"ઐક્યને પૂછવાની જરૂર જ નથી. એ તો અમારો કહ્યાગરો દીકરો છે. હાલ એ સી. એ. ના છેલ્લા ગ્રુપની પરિક્ષા આપવાનો છે. હજી મહિનાની વાર છે. એ ઘેર જ છે. તો કાકા જોડે દવાખાને રહેશે. બીજી જ પળે સમ્યકે ફોન કર્યો કે ઐક્ય તું દવાખાને મોટાકાકા જોડે રહેજે. થોડી જવારમાં ઐક્ય દવાખાને પહોંચી ગયો. એટલું જ નહીં ડૉક્ટરને મળીને કાકાને બિમારીમાં શું ખાવુ પીવુ એ પણ સમજી લીધું એટલું જ નહીં એ જાતે જ ફળોનો રસ કાઢી આપતો. કાકીને પણ કહેતો, "તમે ચિંતા ના કરો હું છું ને."

ઐક્યની સી. એની પરિક્ષા પુરી થયા બાદ રિઝલ્ટની વાર હતી. એ દરમ્યાન બીજા કાકા પણ બિમાર પડ્યા ત્યારે પણ ઐક્યએ જ ચાકરી કરી. એટલું જ નહીં પણ એમના હાથપગ કે માથુ દુઃખતું હોય તો પણ એ દબાવી દે તો. એના સ્પર્શથી આત્મીયતાનો સહેજે અનુભવ થતો. એને ઘરની દરેક વ્યક્તિનો પ્રેમ જીતી લીધો હતો.

જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે ઐક્ય સી. એ. માં પ્રથમ આવ્યો હતો. હવે તો ઘરના બધા ખુશ હતા. એટલું જ નહીં ત્રણે ય કાકાઓએ અંદરોઅંદર નક્કી કર્યુ કે સમ્યક ઘરમાંથી કંઈપણ લીધા વગર જતો રહ્યો હતો. એ બાબતનો પણ ક્યારેય ઉલ્લેખ નથી કર્યો. ઐક્યને પણ ખૂબ સારા સંસ્કાર આપ્યા છે. એની વાતોમાં નમ્રતા અને પ્રેમ જ દેખાય છે. એને સગા દીકરા કરતાં પણ બધાની વધુ ચાકરી કરી છે. આપણે એના માટે કંઈ કરવું જ જોઈએ. સી. એ. માં પ્રથમ આવવું એ તો ગૌરવની વાત છે.

એ સાંજે ઘરના બધા સભ્ય ઐક્યને મળવા આવ્યા. નેત્રા પણ ખુશ હતી વર્ષો પછી બધા સમ્યકના ઘેર ભેગા થયા હતા. નેત્રાએ કહ્યું, "બધા જમીને જ જજો. "

ચારે તરફ ઉલ્લાસનું વાતાવરણ હતું. છૂટા પડતાં કાકાઓએ ઐક્યના હાથમાં ચાવી આપતાં કહ્યું, "આ તારી ઓફિસની ચાવી. એમાં ફર્નિચર સાથે બધુ તૈયાર જ છે. લેપટોપ તથા કોમ્પુટરો પણ મૂકાવી દીધા છે. તું સી. એ. થયો અને પ્રથમ આવ્યો એ તો અમારા માટે ગૌરવની વાત છે. "

"કાકા, હું દુનિયાની નજરમાં ભલે સી. એ. ગણાવું પણ હું તો તમારા બધાનો પી. એ. થઈને જ રહેવા માંગુ છું. "

"સમ્યક, સમયે અમને સાચુ સગપણ બતાવી દીધું. બને તો અમને ત્રણેય ભાઈઓને માફ કરજે. "જતાં જતાં ત્રણેય ભાઈઓની આંખોમાં પસ્તાવાના કારણે આંસુ હતાં. કારણ સમયે સગપણ સાચું બતાવી દીધું હતું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational