STORYMIRROR

Aniruddhsinh Zala

Romance Tragedy Inspirational

4.2  

Aniruddhsinh Zala

Romance Tragedy Inspirational

સમજણથી મહેક્યો સંસારનો બાગ

સમજણથી મહેક્યો સંસારનો બાગ

10 mins
72


    સમજણથી મહેક્યો સંસારનો બાગ 

    પ્રેરણાદાયી સામાજિક વાર્તા 


     ---- કોપ્યુટર સાયન્સમાં પ્રથમ આવેલ મયૂરીના પ્રીતમ સાથે ધામધૂમથી લગ્ન થયા બાદ થોડા દિવસ પછી મયૂરીએ પોતે નોકરી કરવાની છે તેવી વાત કરતાં જ જુનવાણી વિચારધારા સાથે જોડાયેલ સાસુ મધુબેન ગરજ્યાં,

  "ખબરદાર જો નોકરીની આ ઘરમાં વાત કરી છે તો..! અમારે ત્યાં વહુઓ ઘરમાં જ રહીને પરિવારને, બાળકો સાચવે છે."


  "પણ સાસુમા હવે જમાનો બદલાયો છે અને હું ખુબ ભણેલી પણ છું. તો પ્લીઝ મને... !"

  "ચૂપ..! મારો દીકરો પણ ભણેલો છે પણ મારી વાત માને છે બધી એટલે તારે પણ માનવી પડે."


   મયુરી રિસમાં ઉભી થઈને પોતાનાં રૂમમાં ચાલી ગઈ. 

સાંજે પતિ આવતાં જ મયૂરીએ બધી વાત કરતાં પ્રીતમ ખુબ સમજદારીથી વચલો રસ્તો કાઢતા બોલ્યો,

  "જો મયુરી તારા માટે એક જોબ છે જે તું ઘેર બેઠા પણ કરી શકે છે. તું હા પાડે તો મારી માતાને પણ ખોટું નહીં લાગે અને તારી નોકરી કરવાની ઈચ્છા પણ પુરી થઈ જાશે."


   મયુરી ખુશ થઈને બોલી,

"પ્રીતમ હું પણ સાસુમાને ખોટું લગાડવા નહોતી માંગતી એટલે ચૂપ રહી બાકી ભણેલી ગણેલી શહેરમાં વસતી કોઈ છોકરી આવી વાત સહન ન કરે.."


  "તું એટલે તો મારા કાળજાના કટકા જેવી વ્હાલી લાગે છે." પ્રીતમ પાસે આવતાં ધક્કો મારતાં બોલી,

 "બસ ઓયે માખણ નહીં જોબ માટે બહાર ઓફિસે વાતચીત કરવા બીજી પ્રોસેસ માટે તારે જ ધક્કા ખાવા પડશે. તારો પગાર ખુબ જ ઓછો છે હજી તને કોઈ સારી જોબ મળે ત્યાં સુધી હું નોકરી કરી તને મદદ કરવા માંગુ છું."


  "પ્રિય હદયેશ્વરી તું કહે તે બધું જ કબૂલ છે બસ." કહેતાંક વ્હાલી પરીને વ્હાલમે પોતાની છાતી સરીખી ચાંપી દીધી. પ્રેમનો ઉભરો બંને હૈયાંમાં વર્તાઈ રહ્યો હતો એટલે સુખદ પળો વીતવા લાગી એકબીજા સાથે.


    પ્રભાતે પંખી બોલતા જ ઉઠીને પ્રીતમ તૈયાર થઈને નીકળી ગયો. ઓફિસ જતા પહેલા જ મયુરી માટે બીજી ઓફિસે બાયોડેટા આપી કામ માટે અરજી કેઈ દીધી. ઓફિસે ખુબ મોડો પહોંચતા બોસના કડવા વેણ સાંભળવા પડયાં.

   સાંજે મોબાઈલ રણકતા મયૂરીએ ઉપાડતા તેની આંખો ખુશીથી ચમકી ઉઠી. તે રસોઈ કરતાં કરતાં દોડી પોતાનાં રૂમમાં. જોઈને સાસુ મનમાં બબડવા લાગ્યાં,

  "આજકાલની છોડીઓ તો ઠીક પણ વહુઓ પણ મોબાઈલ પાછળ ઘેલી બની ગઈ છે."


 સસરા વિનોદભાઈ ચા ની ચૂસ્કી લેતાં બોલ્યાં,

  " તે ઈમા તને શેના મરચા લાગે છે.? તુંય તારા બાપાના ટેલીફોનના ડબલાંની કોરમોર ફર્યા કરતી ભૂતડીની જેમ મારા ફોનની રાહમાં તે યાદ કર."


  "ચૂપ રહો. આ વહુ સાંભળી જાશે તો પછી મારા વશમાં નહીં રહે." કહેતાંક સાસુએ રિસમાં મોઢું મરડી દીધું 

    આ તરફ મયુરીને નોકરી મળી ગઈ. બધી માહિતી ઘેર પ્રીતમના લેપટોપમાં મોકલાઈ ગઈ હતી એટલે પ્રીતમ ઘેર આવતાં જ મયુરી દોડીને બોલી,

  "યશ. યશ. મને નોકરી મળી ગઈ."


પ્રિતમને દોડીને વ્હાલથી વળગી પડતા પ્રીતમ બોલ્યો,

 "હજી એક વધુ ખુશ ખબર છે. તારા માટે થોડા એડવાન્સ ભરી નવું કોમ્પ્યુટર હપ્તેથી લીધું છે. જો બહાર આવી ગયું તારા રૂમમાં ગોડવી દે જેથી હું નોકરી હોય તો તું ઘેરબેઠા કામ કરી શકે"


     મયૂરીની ખુશી બમણી થતાં પ્રિતમને ગાલ પર ચૂમી લીધો અને દોડી કોમ્પ્યુટર લાવનાર ભાઈઓ પાસે જઈને રૂમમાં ગોઠવાઈ દીધું.

   "હાય હાય પ્રીતમ આ બધું શું લાવ્યો છે.? આ તો બહુ મોંઘુ લાગે છે.?" વહુને આ લઈ જતી જોઈ સાસુ બોલ્યાં. મયુરી બોલવા જાય તે પહેલા જ પ્રીતમ બોલ્યો,

  "મા એ તો મારે કામનો ભાર વધુ હોવાથી રાત્રે પણ કામ કરવાનું હોવાથી કોમ્પ્યુટર લાવ્યો છું આ મયુરી પણ મને દિવસે નવરી પડે તો મદદ હવે કરી શકશે. કેમ મયુરી કરીશ ને મદદ મને ?"


   પ્રીતમ બોલતા જ વચ્ચે સાસુમા ટપક્યા,

"કરશે જ ને એમાં વળી પૂછવાનું ન હોય હુકમ કરવાનો હોય. વહુની સામે વટથી બોલવાનું હોય ઈ પણ આવડતું નહીં."


પ્રીતમના પિતાજી બોલ્યાં, "મને પણ થોડું વટથી બોલવાની ઈચ્છા હતી પણ મારી વહુએ મને બોલવા જ નહીં દીધો."


  પ્રીતમ અને મયુરી ખખડીને હસતા હસતા રૂમમાં ચાલ્યા ગયા.

  "ઘડીક મોઢામાં ડૂચો મારો તો તમારું શું બગડી જવાનુ છે.? છોકરાં વહુ સાંભળી મારી મજાક ઉડાવે તેની તમને મજા આવે છે." વચમાં વિનોદભાઈ બોલ્યાં,

 "તે તનેય હું ઈ જ કહું છું મોઢામાં મોટો ડૂચો મારી ઘડીક બેસતી હોય તો."


  "ઘરડા થયા તો સાવ અવળચંડા જ રહ્યાં." કહેતાંક રિસમાં મધુબેન પગ પછાડતાં ચાલ્યા ગયા.

    આ તરફ મયુરીનું કામ ઘેરથી જોરદાર ચાલવા લાગ્યું. બે મહિનામાં તો સેલેરી વધી ગઈ અને તે ટીમની મેનેજર પણ બની ગઈ. ઓફિસેથી તેને ફુલટાઇમ જોબ માટે ઑફર પણ આવી ગઈ હતી પણ સાસુમાની ધમકી નજર સામે આવતાં મયુરી ચૂપ હતી.

     એક દિવસ મોંઘી બે ગાડીઓમાં મોટા મોભાદાર લોકોએ આવીને પૂછ્યું,

  "વડીલ મિસિસ મયુરીનું ઘર આ છે."


"મયુરીનું નહીં મધુબેન મહેતાનું આ ઘર છે. " સાસુમા વચમાં ટપકતા બોલ્યાં,

 " બોલો તમારે શું કામ હતું.?"


"માજી મયુરીનું ઘર ક્યાં છે જરા બતાવશો.?"


   એટલામાં મયુરી અવાજ સાંભળી બહાર આવતાં જ બધા ફોટો વિડિઓ કોલથી જોનાર ઓળખી જતા બોલ્યાં,

 "કોન્ગ્રેચ્યુલેશન મેમ માત્ર બે મહિના નોકરી કરી તમે શ્રેષ્ઠ કાર્ય કરી મેનેજર બની ગયા છો તે બદલ કંપની તરફથી તમને મેડલ ગિફ્ટ વીસ હજાર બોનસ આપવામાં આવેલ છે." 


   એક શૂટ બુટ પહેરેલ છોકરીએ મયૂરીના ગળામાં મેડલ પહેરાવ્યો બીજા બધાએ આવીને ગિફ્ટ અને ચેક આપી ફોટો ખેંચવા લાગ્યાં. 


  અચાનક રંગમાં ભંગ પાડે તેમ વિલન બની સાસુમાએ આવી ગળામાંથી મેડલ કાઢીને ફેંકી દીધો અને બોલી,

 " મારી વહુ હવે કોઈ જ નોકરી કરવાની નથી સમજ્યા. મારા ભણેલા દીકરામાં તેને બે ટાઈમ ધરાઈને ખવડાવાની તેવડ છે. "


   બધા નવાઈ પામી જોતાં જ રહ્યાં.

"સાસુમા મહેમાન છે જરા વિવેકથી બોલાવો."

 "ચૂપ વિવેક શીખવનારી ન જોઈ હોય તો..! ના પાડી તોય મારાથી છાનીમાની નોકરી કરે છે. આ બધા નાટક તારા બાપાના ઘેર ચાલે આ તારું સાસરું છે એ યાદ રાખજે." 


  તો હવે હું જાઉ છું મારા સાસરે અને ફુલટાઇમ જોબ કરીશ તમે પણ જોજો." કહેતાંક મયુરી બોલી,

  "સોરી આપ સહુનું અપમાન થયુ તે બદલ હાથ જોડી માંગુ છું. કાલથી હું જોબ જોઈન કરીશ."


      પહેલા ના પાડનાર મયૂરીએ ફુલટાઇમ જોબ માટે હા પાડતાં લોકો ખુશ થઈને સાસુ સામે મોઢું બગાડીને ચાલતા થયા.

વિનોદભાઈ બોલ્યાં,  

 " આગ લગાવી છે જીભથી ઘર પણ સળગાવી દે.."


  "હા હું જ ખરાબ છું આ ભણેલી છેતરનારી વહુ જ બધાને સારી લાગે છે." કહીને પગ પછાડતાં બંને ચાલ્યા સાસુ બહાર તો વળી વહુ ચાલી રૂમમાં."

   મયુરી રિસમાં પોતાનો સામાન પેક કરીને પ્રિતમને ફોનમાં બધી જ હકીકત જણાવી બોલી,.

 "પ્રીતમ હું ઘર છોડી જઈ રહી છું. મારુ સ્વામાન ઘવાય તે હું સહન કરી શકતી નથી."


       આટલું કહીને તે ચાલી પિતાના ઘેર. પ્રીતમ ઘેર આવતાં રૂમ શુંનો જોયો. માને ખુબ સમજાવવા કોશિશ કરી કે, મયુરીને ઘેર બેઠા નોકરીનું મેં જણાવ્યું હતું પણ મા જીદ પકડી બેઠા હતાં."


  "વાંક તારી વહુનો છે તેને બોલી શકતો નથી ને મને દબાવવા આવે છે. તેને ઘર છોડીને શું કામ જાવું જોઈએ.. " મા બોલતા જ પ્રીતમના પિતા બોલ્યાં..

"તારી જીભના કારણે તેના સ્વાભિમાનને ઠેસ પહોંચી છે બધાને જોતાં વહુનું અપમાન કર્યું એટલે તે ગઈ છે આગ તે દીકરાના સંસારમાં લગાવી છે. હવે કર કામ ઘરનું એકલી."


   મધુબેન રોવા લાગ્યાં, "બધા જ મારો વાંક કાઢો છો હવે હું જ નથી ગમતી કોઈને."


  "મા તું સહુને ગમે છે." પ્રીતમ બોલ્યો,

 "પણ હવે જમાનો બદલાયો છે તારે થોડું બદલાવું પડશે ભણેલી અનેક છોકરીઓ સાસરેથી પણ નોકરી કરે છે અને મયુરી તો બધું ઘરકામ પતાવી ઘેર બેઠા કામ કરતી હતી તેમાં તને શું વાંધો હતો."


  "તો મને પૂછ્યા વગર કેમ નોકરી કરતી હતી.?" જવાબ પ્રિતમે આપ્યો, 

 "મા તેને તમને કહ્યું તો તમે તેની વાત સાંભળી જ નહીં એટલે ખાનગીમાં કરતી અને બધો પગાર મને જ આપતી હતી."


    પિતાજી બોલ્યાં,

" હવે અને સમજાવવું એ પથરા પર પ

ાણી રેડવા જેવું છે. જા બેટા તું વહુને મનાવીને લઈ આવ."


  "પણ પિતાજી એ નહીં માને તો..?" પિતાજી ખભે હાથ મૂકી બોલ્યાં,.

"તો તું થોડો સમય તેની સાથે રહેજે ભૂલ આપણી છે વહુની ભૂલ નથી તો મનાવીને જ પાછી લાવજે. "


   "હાય હાય કેવા બાપ છો પુત્રને વહુ જોડે જુદો રહેવાની સલાહ આપો છો." મા બોલતા જ પિતાજી બોલ્યાં,

 "પ્રીતમ જા અને હું સમજાવી દઈશ તું વહુને માનવ તારો પતિધર્મ સાચો બજાવ."


   "થેંક્યુ પિતાજી સાચી રાહ બતાવવા બદલ." કહેતાંક પ્રીતમ ચાલ્યો મયૂરીના ઘેર. 

   આલીશાન બંગલાની બારીએથી રાત્રીના ચાતક પક્ષીની જેમ પ્રીતમની રાહ જોતી મયુરી પોતાનાં વ્હાલમને જોતાં જ દોડીને બહાર બગીચામાં છાતીએ વળગીને રડવા લાગી.


      પ્રીતમ બરડામાં હાથ ફેરવતા બોલ્યો,

 કાળજાનો કટકો કહ્યો છે તો મારાથી દૂર કદીય નહીં થવા દઉં તને મારા પર ભરોસો છે ને.?"


  "હા મારા કરતાં વધુ ભરોસો છે પ્રીતમ હવે તું કહીશ તેમ કરીશ. કંપનીએ મારી હાલત જોઈ એક મકાન ભાડે આપવાની પણ ઑફર કરી છે તું કહે તો હું એકલી ત્યાં રહું."


   " પાગલ ઘર તો મળશે પ્રેમ ક્યાંથી મળશે.? મારા વિના તું રહી શકીશ.? તરત મયુરી રડતા બોલી,

"ના નહીં જીવી શકું પણ મારુ સ્વમાન સાચવવા ઘર છોડી આવી છું." 


 "તો મારી વ્હાલી પરી..!" પ્રીતમ ગાલે હાથ મુકતા બોલ્યો,

  "હું પણ તારું સ્વમાન સાચવવા તને સાથ આપીશ તું જયાં રહીશ તારી સાથે રહીશ. આ મારો નિર્ણય છે."


  પતિનો પૂરો સાથ મળતાં મયુરી પોતાની જાતને ધન્ય માનવા લાગી. મયુરી બોલી,

 "પણ તારા વગર સાસુમા અને સસરાજીને કોણ સાચવશે.?"


 "તું કેટલી ચિંતા કરે છે.?" કહેતાં પ્રીતમ બોલ્યો,

 "પિતાજીએ મને છૂટ આપી છે મારી મા ખોટી જીદ ન છોડે ત્યાં સુધી. હવે તો હું પત્નીના પગલે પગલે જ ચાલવાનો છું."


  મયૂરીના પિતાજી બારણે ઉભા વાતો સાંભળતાં તેમને પોતાની દીકરીને પૂરો સાથ આપનાર જમાઈ પર ગર્વ થયો. ખોંખારો ખાતા બંને ચમકીને દૂર ખસી ગયા. પિતાજી બોલ્યાં,

  "પધારો જમાઈરાજ મારો બઁગલો આજ પાવન થઈ ગયો પધારો અંદર."


"સોરી પાપા એક પ્રોબ્લેમ થયો હતો.." વાત વચ્ચેથી રોકતા અનુભવી સસરા બોલ્યાં,

 "દીકરા સમસ્યા કોઈપણ હોય પતિપત્ની જો સાથે હોય તો કોઈ સમસ્યા નડતી જ નથી."


 સસરાના ત્યાં ભોજન બાદ પ્રીતમ બોલ્યો,

"હવે હું રજા લવ..!" સાસુમા હસીને બોલ્યાં,

 "મારી દીકરીને સાથ આપનાર મારા દીકરા માની તમને વિનંતી કરું છું કે, 'આ ઘર તમારું જ છે એમ સમજીને અહીં અમારી સાથે રહો."


"હા બેટા પ્રીતમ.." સસરા બોલ્યાં,

"હવે તમારે અહીં જ રહેવાનું છે અહીં સંકોચ થાય તો નવું ઘર લઈ દઈશ."


"ના ના ઘર તો અમે જાતે શોધીશું."


માતા બોલ્યાં,  

"આવો બેટા તમારો રૂમ તૈયાર કરીને રાખ્યો છે. મયુરી વિશ્વાસથી કહેતી હતી કે, પ્રીતમ વણબોલ્યે મને સાથ આપશે. તમારી જોડી સદાય અમર રહે તેવી માતાજીને પ્રાર્થના કરું છું."


મયુરી હજી બહાર ઉભી હતી થોડીવારે પ્રીતમ આવીને ધીમેથી બોલ્યો,

 "પ્રેમ ત્યાં બહાર મહીં મળે અંદર આવ જલ્દી."

મયુરી શરમાઈને આજુબાજુ જોતાં માએ દરવાજો બન્ધ કરી દીધો એટલે મયૂરીના પિતા અંદર બોલ્યાં,  

 "જોયું હું તો તને આટલો પ્રેમ કરી જ ના શક્યો કમાવામાં જ પડ્યો હતો."


"શરમ કરો પ્રેમ કરે એવા છોકરી ને જમાઈ છે ઘરમાં."


મયુરી સાંભળતાં હસીને દોડીને વ્હાલમની પરી બનીને બાહોમાં સમાઈ ગઈ.


      બીજા દિવસે સવારે બંને કંપનીએ આપેલ ઘર જોઈ ત્યાં જ રહેવા જતા રહ્યાં.

  આ તરફ સાસુમાનું હદય પીગળવા લાગ્યું તે પતિને બોલ્યાં,

 "સાંભળો છો. મને બહુ દુઃખ થાય છે આ બધું થયુ એમાં ભૂલ મારી જ લાગે છે. વહુને બહુ દબાવવા જતા દીકરો પણ ખોવાનો ડર લાગે છે."


  "મને ખબર જ હતી મારી મધુડી બાઝકણી છે પણ હદય બહુ કોમળ છે."

 "તમે મારા વખાણ કરો છો કે નિંદા.? જે કરવું હોય ઈ કરો પણ પેલા બેયને ઘેર લઈ આવો ત્યારે જ હું અન્નજળ લઈશ." 


 "પણ ભૂલ તારી છે." કહેતાં પતિ બોલ્યાં,

  "તને પોતાની ભૂલનો પસ્તાવો ના થાય ત્યાં સુધી કાંઈ આગળ ન થાય."


  "તો હાલો હાલોને મારી સાથે આમ પલાંઠી વાળીને કેમ બેઠા છો." મધુબેન બોલતા પતિ બોલ્યાં,

વાર્તા 


"હું તારી સાથે આવું અને તું વેવાઈને ત્યાં નવો ભવાડો કરે તો મારી આબરૂ જાય તારી મારી ફૂલ જેવી કોમળ હદયની મધુડી બનીને માફી માગવી હોય તો જ સાથે આવું. "


    "હા બાપા હા તમારી મધુડી બની જઈશ બસ ઉભા થવો હવે સાંજ પડવા આવી દીકરા વિના જરીય ગમતું નહીં હું મા છું મારી હાલત તમે ન સમજી શકો. "


   પતિ બોલ્યાં, "તને હું જ સમજુ છું બાકી બધા તો બાઝકણી મધુબેનને ઓળખે છે જરીક સુધર હવે જમાનો બદલાયો તું સાસુ બની છે. "


    બંને ચાલ્યા વેવાઈના ઘેર મધુબેને વેવાણ પાસે જઈને પોતાની ભૂલની માફી માંગી દીકરાને અને વહુને પાછા મોકલવા વિનંતી કરતાં વેવાણ બોલ્યાં, 

  "મધુબેન હું પણ એક મા છું એક દીકરાને મા થી અલગ કરવાનું વિચાર્યું પણ નથી. તે બંને મયુરીને કમ્પનીએ આપેલ ઘરમાં રહેવા ગયા છે. "


    મયૂરીના સાસુ સસરા બંનેને પોતાની ગાડીમાં લઈને પહોંચ્યા નવા ઘેર. પ્રથમ દિવસ નવા ઘરમાં મયુરી તૈયારી કરી રહી હતી ત્યાં જ પ્રીતમ માને જોઈ ગયો. 


 દોડીને બોલ્યો, મા આપ અહીં કેવી રીતે પહોંચ્યા. ?"

   "તો શું મારા વજલસોયા દિકરાથી અલગ રહી શકું. " કહેતાંક મા બોલ્યાં,  

"વહુ ક્યાં છે. ? " પ્રિતમે રસોડા તરફ ઈશારો કરતાં મા મયુરી પાસે જઈને બોલ્યાં, 

   "બેટા તારી જુનવાણી સાસુની એક ભૂલ થઈ છે તો માફ નહીં કરે. મને પાછળથી સમજાયુ ગુસ્સામાં મેં કેવું ખરાબ કામ કર્યું. મારી દીકરી જેવી વહુનું અપમાન કર્યું બધા સામે તો હું તારી પાસે હાથ.... " 


   "અરે મા આ શું કરો છો. " મયુરી સાસુમાનો હાથ પકડતાં બોલી,  

"મા આ શું કરો છો મા જોડે માફી મન્ગાવી પાપમાં પડવા હું નથી માંગતી. તમે કહો તે હું કરીશ બસ ભૂલ મારી પણ છે તમને કહ્યા વગર જોબ કરી તે પણ પ્રીતમની આવક ઓછી હતી એટલે મને થયુ કે ઘરમાં થોડી વધુ આવક ઉભી થાય એટલે જોબ કરતી હતી. "


   "એ ભલે કરતી હાલ હવે કાંઈ રાંધવાનું નથી હું લાપસીનાં આંધણ ઘેર મૂકીને આવી છું વહુને ફરી સાચા હેતથી સ્વાગત કરવાનું છે. "


   પ્રીતમ આવીને બોલ્યો, 

 "જોયુ પિતાજીએ પ્રેમથી મા ને સમજાવી દીધી ને. ? મારી મા મારા વગર રહી ન શકે. અને મા મયુરી પણ મને તમારી સાથે જ રહેવાનું કહેતી હતી પણ હું નહોતો માન્યો તે પણ તમારી જ ચિંતા બહુ કરતી હતી. "


   "તે કરે જ ને વહુ તો મારી છે ને.. હું જ સમજ્યા વગર તેને દીકરી નહીં વહુને જેમ દબાવવા કોશિશ કરતી રહી તે તો મને મા ગણતી જ હતી. આવ બેટા હવે તું વહુ નહીં મારી દીકરી છે અને તારે જે કરવું હોય તે નોકરી કરજે. પેલું શું બળ્યું ભૂલી ગઈ..!"


  "વર્ક ફ્રોમ હોમ." 

પ્રીતમ બોલતા મા બોલ્યાં,

  " હા ઈ વર્ક ફરમ હામ "

 અરે નોકરી કરે તો પણ મને ગમશે. પૈસા તો ઘરમાં જ આવે છે ને."

   મયુરી મા ને ભેટી પડી પ્રીતમ પણ માને બાથ ભરી લીધી." 


  બધા બહાર નીકળ્યા તો જોઈને મયૂરીના સસરા બોલ્યાં,

   "વાહ મારી કોમળ મધુડીએ વહુને મનાવી લીધી હો."


  "શરમ કરો પંચોતેર વરહ થયા બધા સાંભળે છે." બધા જ હસી પડયાં.

  મયૂરીના પિતા દીકરીને માથે હાથ મૂકીને બોલ્યાં,

   "બેટા સાસુ સસરાને જ સાચા મા બાપ માની મર્યાદા સાચવી રહેજે હવે તને નોકરી કરવાની રજા મળી ગઈ છે."


  "ના પિતાજી હું નોકરી નહીં કરું હું સાસુ સસરાની સંભાળ રાખીશ અને 

" વર્ક ફ્રોમ હોમ." કરીશ "


     વહુની સમજદારી પણ અને સંસ્કાર પર બંનેના મા બાપને ગર્વ થયો આ જોઈને પ્રીતમની છાતી ફૂલી ગઈ આવી વ્હાલી સમજદાર વહુ મળવા બદલ પ્રભુનો આભાર માન્યો.

    ફરી ઘેર વહુની આરતી ઉતારી ગૃહપ્રવેશ મા એ કરાવ્યો અને પોતાની દીકરી જેવો વ્યવહાર રાખતાં ઘર સંસાર બગીચાની જેમ મ્હેકી ઉઠ્યો.

સાચી સમજણથી ખીલ્યો સંસારનો બાગ 


Rate this content
Log in

Similar gujarati story from Romance