Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

4.0  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

સમજણનો જાદુ

સમજણનો જાદુ

3 mins
171


મોનિકા લગ્ન કરીને સાસરે આવી, જોયું તો કુટુંબમાં કોઈમાં એકતા નહોતી, વિશ્વાસ નહોતો. એકબીજા બુરાઈ કરતા હતા. કુટુંબમાં સાસુ સસરા, જેઠ જેઠાણી, નણંદ અને એક દિયર હતો. બધા પોત પોતાની રીતે કમાતા, ઊડાવતા ક્યાંય બચત નહોતી, ક્યાંય એકતા નહોતી. બધા વચ્ચે ભેદભાવો હતા. પણ મોનિકા એ નક્કી કર્યું કે સંબંધની માળામાંથી છૂટા પડેલા મોતીને એકત્રિત કરી તે સુંદર માળા બનાવશે અને ઘરને સ્વર્ગ બનાવશે.

તેને ઘરની ભાગડોર હાથમાં લીધી. સવારે ઊઠીને સાસુ સસરા અને જેઠ જેઠાણીને પગે લાગે, દિયર અને નણંદ માટે નાસ્તો તૈયાર કરે. પતિને પણ ટિફિન બનાવી આપે. આમ પ્રેમથી સૌના હૈયે સિંહાસન જમાવી લીધું.

જ્યારે જેઠાણીને ડિલિવરી આવી તો તમામ કામ ઉપાડી લીધું. એના બાળકની તેમજ બંનેની સંભાળ રાખતી. રોજ રાતે ટેબલ પર એક સાથે જ જમવાનું એવો નિયમ બનાવ્યો. અને જમતા જમતા એકબીજા ને આવતા પ્રોબ્લેમ સોલ્વ કરવા એકબીજા ને મદદ કરવાની,આ નિયમો નક્કી થયા આમ એકબીજા વચ્ચેની ગૂંચવણ અને મૂંઝવણ દૂર કરી નફરત ઈર્ષ્યા અદેખાઈનું કુટુંબનાં બાગમાંથી કાઢી નાખ્યું,સ્નેહનું જળસિચ્યું,વિશ્વાસનું ખાતર નાખ્યું. અને સાથ સહકારરૂપી વાડ કરી કે જેથી બહારની કોઈ વ્યક્તિ પાકને નુકશાન ના પહોંચાડી શકે.

આવકનો હિસ્સો સહુ સસરાને આપવા લાગ્યા. અને સાસુને ઘરની ભાગડોર સોંપી અને દિયર તેમજ નણંદને યોગ્ય માર્ગદર્શન આપી સારા કોર્સ જોઈન કરાવ્યા. સાસુ પણ બંને વહુને દીકરીની જેમ રાખતા,અને જરૂરિયાતની વસ્તુઓ માગ્યા પહેલા આપી દેતા. તેથી પ્રેમભાવમાં વધારો થયો.

બંને દીકરા પણ બિઝનેસમાં પિતાની રાય લેવા લાગ્યા, પિતાનો અનુભવ ખૂબ કામ લાગ્યો અને જગતમાં અને ઉદ્યોગ વિકાસમાં બંનેનું ખૂબ ઊંચું નામ થયું.

આ બાજુ દિયર પણ સીએ થઈ ગયો. સારું પાત્ર શોધી એને પણ ધામધૂમથી પરણાવ્યો.

નણંદને પણ પોતાની સાથે કામ કરતા સ્મિત સાથે પ્રેમ હતો. પાત્ર સારું હતું એટલે સાસુ સસરા ને સમજાવી એને પણ સાદાઈથી પરણાવી સુંદર રીતે વિદાય આપી.

આમ મોનિકાએ સમાંધની તૂટી ગયેલી માળાને વિશ્વાસનાં તાંતણે બાંધી સૌને એક કર્યા. વિખરાયેલા સંબંધને મોતીને પ્રેમથી ગુંથી એક સુંદર કિંમતી માળા બનાવી દીધી.

એક તુટી ગયેલા ઘરને ફરી સ્વર્ગ બનાવ્યું.

આજે મોનિકા પણ મા બનવાની છે. એની ખુશીમાં એક પાર્ટીનું આયોજન કરી મહેમાનોને આમંત્રણ આપ્યું. ત્યારે સાસુ સુશીલા બેને એક વક્તવ્ય આપ્યું અને કહ્યું "સ્ત્રી ધારે તે કરી શકે સંબંધોની સુંદર માળા ને એક તાંતણે બાંધી રાખે છે. ઘરને જન્નત બનાવે છે. વિખરાયેલા સંબંધોને એકત્રિત કરી સંબંધની ઇમારતને મજબૂત બનાવે છે.

સ્ત્રી તો એ દીવો છે જે અમાસની અંધારી રાત ને પણ પૂનમમાં ફેરવવાની તાકાત રાખે છે. અને તમામ રંગોથી જીવન રંગીન બનાવે છે. અને જીવનને સપ્તરંગી મેઘધનુષ્ય જેવું રંગીન બનાવે છે.

હું આજની ઘરની તમામ જવાબદારીઓ મોનિકાને સોપુ છું. કારણ કે તેનામાં એ તમામ આવડત છે જે એક સ્ત્રીમાં હોવી જોઈએ. મોનિકાને સ્ટેજ પર બોલાવી અને ચાવી એના હાથમાં સોંપે છે પણ મોનિકા તેની જેઠાણીને સ્ટેજ પર બોલાવી ચાવી તેના હાથમાં સોંપે છે અને કહે છે, "તમે મોટા છો હક તમારો છે. "મોનિકા ની જેઠાણી મોનિકા ને ગળે વળગે છે. અને બધા સાથે મળી ને ગીત ગાય છે"હમ સાથ સાથ હૈ.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy