Mariyam Dhupli

Comedy Inspirational Thriller

3  

Mariyam Dhupli

Comedy Inspirational Thriller

સમાંતર

સમાંતર

1 min
259


પાંચ વર્ષ ગધેડાની જેમ કામ કર્યું. એક પછી એક મિટિંગ ઉપર મિટિંગ. કલાકોના ઉજાગરા. એક્સ્ટ્રા ઓવર ટાઈમ. વર્કોહોલિક દિવસો. તાણ અને થાક. કેટલું બધું સહ્યા પછી આખરે મારુ સ્વપ્ન પૂરું થયું હતું. આ ક્ષણ આખરે પણ હું કમાઈને જ રહ્યો. પોતાની જાત ઉપર અનન્ય ગર્વ જોડે મને 'ટોપ ઓફ ઘી વર્લ્ડ' હોવાનો અનુભવ થયો. 

મારા બંને પગ નાવડીમાં ગોઠવાયેલા નાનકડા પાટિયા ઉપર મેં ઠાઠથી ગોઠવ્યા. મારા સનગ્લાસિસ આંખો પર ચઢાવી મારી તાજી ખરીદેલી ટુરિસ્ટ હેટને માથા પર તાજની જેમ શણગારી. એ સુંદર ટાપુનો રાજા હોઉં એવા હાવભાવો જોડે મારી એક્સટ્રીમલી એક્સપેન્સિવ રોયલ હોલીડેને સ્ટાઈલિશ ટચ આપવા હાથમાં થામેલી લાકડી ઉપરની ચકરડી ગોળ ગોળ ફેરવી અને માછલી પકડવા માટેનો તાર ટાપુના પારદર્શક સમુદ્રમાં છોડી મૂક્યો.

એજ સમયે મને શાંત સમુદ્રના પાણીને હડસેલતા હલેસાનો અવાજ સંભળાયો. હું કુતુહલ પામ્યો. 

મારી પરમ શાંતિને ભંગ કરતી એક અન્ય નાવડી ધીમે ધીમે મારી નાવડીને સમાંતર આવી ગોઠવાય. લઘરવઘર મેલા કપડાં પહેરેલા ગરીબ માછીમારે પોતાનો માછલી પકડવાનો તાર પારદર્શક સમુદ્રમાં છૂટો મુક્યો. ટાપુનો રાજા હોય એ રીતે પોતાના બંને પગ ઠાઠ વડે નાવડીના પાટિયા ઉપર લંબાવી દીધા. પોતાની સાથે લઈ આવેલ કોઈ ખુબજ જુની મેલી હેટ વડે એણે પોતાનું મોઢું એવી સ્ટાઈલથી ઢાંકી લીધું જાણે કે 'હી વૉઝ ટોપ ઓફ ઘી વર્લ્ડ.' 

આંખો સામેનું દ્રશ્ય મારા કાળા સનગ્લાસિસમાંથી સીધું હૃદયને વીંધી ગયું અને મારા દાંત અનાયાસે ભીંસાઈ ગયા. 


Rate this content
Log in

Similar gujarati story from Comedy