Bhavna Bhatt

Others

2  

Bhavna Bhatt

Others

સમાધાન

સમાધાન

1 min
92


મીઠાઈ લઈને ખુશખુશાલ ત્રિશા ઘરે આવી પહોંચી ને માતા પિતાને પોતે સીનિયર મેનેજર બની ગઈ હતી એ વાત કરી ત્યાં તો છોકરાવાળા જોવા આવી ગયાં.

બેઠકરૂમમાં બેઠાં ને આગતાસ્વાગતા થઈ ને વિશાલ ને ત્રિશા એક રૂમમાં વાતચીત કરવા બેઠા.

વિશાલે કહ્યું કે મને તું તારી કેરિયરમાં આગળ વધે એમાં વાંધો નથી પણ જો તારાં બોસ સમજી શકે તો ઓનલાઇન કાર્ય ચાલુ રાખ ને ઇમરજન્સી હોય ત્યારે ઓફિસ જાય એવું થાય તો મને વધુ ગમશે.

ત્રિશાએ પણ હા કહી ને કહ્યું કે હું બોસ સાથે વાત કરીશ.

ધામધૂમથી લગ્ન થયાં ને હનીમૂન પર પણ જઈ આવ્યા ને ત્રિશા ઘરે બેસીને કામકાજ કરી રહી.

પણ એક દિવસ વિશાલ નોકરી પરથી પાછો ફરતો હતો ત્યાં પૂરપાટ ઝડપે જતી ગાડીની ટક્કર વાગી ને માથામાં ખુબ ઈજા થઈ એટલે કોમામાં સરી પડયો.

વિશાલના માતા પિતા તો અર્ધપાગલ થઈ ગયાં હતાં..

ત્રિશા બધાને સંભાળીને પોતાની કારકિર્દી તરફ આગળ વધી રહી હતી.


Rate this content
Log in