Prashant Subhashchandra Salunke

Classics Children

3  

Prashant Subhashchandra Salunke

Classics Children

સિંહ અને ભરવાડ

સિંહ અને ભરવાડ

1 min
156


એકવાર એક ભરવાડ જંગલમાં ઢોરોને ચરાવવા ગયો. ત્યાં એણે જોયું કે એક સિંહ ઝાડ નીચે ઉદાસ બેઠો હતો. ભરવાડે સિંહની પાસે જઈ જોયું તો એના પગમાં એક મોટો કાંટો ખુંપાયેલ હતો. ભરવાડને સિંહની દયા આવી એણે તુરંત પોતાના ખોળામાં સિંહનો પગ મુક્યો અને કાળજીપૂર્વક કાંટો કાઢ્યો. સિંહને એનાથી રાહત થઈ અને તે કૂદકો મારી જંગલમાં અદ્રશ્ય થઈ ગયો.

થોડા દિવસ બાદ એ ભરવાડ પર એના ખાસ મિત્રે ખોટો આરોપ મુક્યો જેથી રાજાના સિપાહી એણે પકડી લઈ ગયાં. રાજાએ એણે મોતની સજા સંભળાવી અને એણે ભૂખ્યા સિંહ સામે નાખવાનો આદેશ આપ્યો. સૈનિકો એ આદેશનું પાલન કરી એ ભરવાડને સિંહ સામે ફેંક્યો. પાંજરામાંથી બહાર આવી સિંહ ભરવાડ પર હુમલો જ કરવા જઈ રહ્યો હતો કે અચાનક એ રોકાઈ ગયો. અને ચુપચાપ પેલા ભરવાડ પાસે આવ્યો અને પોતાનો પગ ભરવાડના ખોળામાં મુક્યો. ભરવાડ તુરંત એ સિંહને ઓળખી ગયો આ એજ સિંહ હતો કે જેણો એણે કાંટો કાઢેલો. ભરવાડ આંસુ સેરતા બોલ્યો કે “હે ભગવાન કેવી તારી માયા ? ઉપકારની કિંમત આ હિંસક જાનવર સમજી શક્યો પણ મારો મિત્ર નહિ!” ભરવાડની આ વાત રાજા સાંભળી ગયા. એમણે ભરવાડ પાસેથી બધી સાચી માહિતી મળી. આથી ખુશ થઇ એણે સિંહ તથા ભરવાડ બન્નેને છોડી મુક્યા.


Rate this content
Log in

Similar gujarati story from Classics