Tatixa Ravaliya

Inspirational


4  

Tatixa Ravaliya

Inspirational


શ્યામરંગ સમીપે ભાગ -૯

શ્યામરંગ સમીપે ભાગ -૯

4 mins 22.7K 4 mins 22.7K

આગળના ભાગમાં આપણે જોયું,....

(શ્યામ અને ખનકનાં સંબંધને લઈને શ્યામનાં મમ્મી ચિંતિત જોવા મળ્યાં. તેમના અતિતમાં ડોકિયું કરતાં જાણી શકાયું કે તેમના અવિવાહિત નણંદબા તમામ ઘરનાં નિર્ણયો લેતાં. જેનાં કારણે જ આજે શ્યામ અને ખનકનાં સંબંધની સ્વીકૃતિ માટે એક માં ચિંતિત હતી.)

હવે આગળ.....

ગોવાથી પરત ફરતાં જ બધા પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયાં. ખનક પોતાનાં રેડિયો સ્ટેશનમાં અનેરા ઉત્સાહથી આગળ વધી રહી હતી. શ્યામ પણ પોતાનાં બિઝનેસમાં ડૂબ્યો હતો.પીહુ પોતાનાં બાળપણને માણી રહી હતી.

શ્યામ ખનકને મળવાં ક્યારેક રેડિયો સ્ટેશન જતો તો ક્યારેક ખનકનાં ઘરે પીહુને લઈને જતો. ત્રણેય મળીને ખૂબ મસ્તી કરતાં. પીહુ અઠવાડિયામાં એક વાર તો ખનકને મળવાની ઝીદ કરતી જ અને આ ઝીદ શ્યામ પુરી પણ કરતો.પીહુના બહાને પોતે ફરી એકવાર ખનક સમીપ જઈ શકતો. શ્યામનાં મમ્મી ઇચ્છતા હતા કે ઘરે શ્યામ હવે પોતે જ પોતાના સંબંધની વાત કરે તો આનાકાની થોડી ઓછી થઈ શકશે બાકી પોતાની વાતનો કોઈ વજન પડશે નહિ એવું પોતે જાણતાં હતાં.

એકવાર તેમને શ્યામને બોલાવી આ બાબતે સમજાવ્યો પણ કે હવે આમ પણ ઘણી ઉંમર નીકળી ચુકી છે તો હવે તમે બંન્ને લગ્નગ્રંથિથી જોડાય જાઓ તેવી મારી ઈચ્છા છે માટે તું હવે ખનક સાથે પણ વાત કરી જો અને ઘરમાં પણ બધાં ને તારાં જ મુખે આ ખુશીના સમાચાર આપ.

મમ્મી, તમે એટલે ચિંતા વધારે કરો છો ને કે કદાચ ફઈબા ખનકને પસંદ નહિ કરે તો. એટલે જ તો મને જ આ વાત કરવાનું કહો છો. બાકી કઈ માને પોતાના દીકરાનાં લગ્નની વધામણી આપવાનો હરખ ન હોઈ ? હું તમને બરાબર ઓળખું છું. મારાં માટે જ તો તમે તમારાં આનંદ અને હરખને બહાર આવવા નથી દેતાં અને ખનકને મળવાની અને તેને ઘરે બોલાવવાની તમારી અદમ્ય ઈચ્છા હોવાછતાં પણ તમે તેને બહાર મળવા જાવ છો, તેની સાથે શોપિંગ કરવા જાવ છો અને હા, એ પણ મને ખબર છે કે તમને ઘરની જ બનાવેલી કોફી પસંદ છે , કયારેય તમે પપ્પા સાથે પણ કોફીશોપમાં તેમનાં આગ્રહ હોવાં છતાં કોફી પીવા જતાં નહિ અને ખનક સાથે ત્યાં જાવ છો. આ બધી જ બાબતોથી હું અજાણ નથી.

વાહ, એક માની જાણ બહાર જ તેનો દીકરો આટલો મોટો અને સમજદાર બની ગયો. ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર.

હું બધુંજ સમજુ છું મમ્મી. પણ તમે આ કોઈપણ પ્રકારની ચિંતાઓ ન કરો. હું મેનેજ કરી લઈશ. હા, બધું જ અને બધાંને. તને, પપ્પાને , ફોયબાને, પીહુને અને ખનકને પણ... પણ યોગ્ય સમય આવશે ત્યારે. હાલમાં કોઈ ઉતાવળ નથી મને કે ખનક બન્નેમાંથી કોઈને. વર્ષો બાદ અમે બંન્ને એકબીજાને મળી ગયાં અને મળ્યાં પછી અપનાવી લીધાં એટલું જ અમારાં માટે ઘણું સારું છે.. બાકી જે આગળ થશે એ બધું બોનસમાં રાઈટ ને મમ્મી !

હા, દીકરા....તું ખુશ એટલે મારે મન બધું સોનાનું.

ખનક અને શ્યામ બન્ને એકબીજા સાથે સોનેરી સપનાં સજાવતાં , અઢળક વાતો કરતાં અને વર્તમાનને બેફિકરાય જીવતાં.

ખનક મલયને શ્યામની તમામ વિગતે વાત કરતી. આમ પણ મલય સિવાય પોતાનાં પરિવારમાં ક્યાં કોઈ હતું જ ?શ્યામનાં પરિવારને અને શ્યામને મળવાની મલયની ઈચ્છા જાણી ખનકને ખૂબ સારું લાગ્યું. સમય આમ જ સપનાંની પાંખો ધારણ કરી ઉડી રહ્યો હતો. ખનક તેનાં રાજકુમાર સાથે વિહરતી. ખનક શ્યામનાં વિચારોમાં ખોવાયેલી રહેતી. હાથમાં કલમ આવી જતાં પોતાની ડાયરીમાં પોતાની શ્યામ પ્રત્યેની લાગણીઓને વ્યક્ત કરવા લાગી.

મારાં મનનાં મતે તું એટલે....

તું એટલે મારું કાવ્ય અરે ! મનગમતું કાવ્ય....

તું એટલે ઉનાળાના આકરાં તાપ વચ્ચે ઠંડક આપતી મારી ચોકલેટ આઈસ્ક્રીમ.

તું એટલે લીલી વનરાઈ જીવંત બનાવતી સુગંધ.

તું એટલે ગાઢ અંધકારમાં ટમટમતા તારલીયામાંનો તેજસ્વી તારો.

તું એટલે ભરચક ભીડ વચ્ચે મને મળતો સોનેરી સહારો.

તું એટલે દરિયાની રેતીમાંના છીપલાંઓમાંનો શ્વેત શંખ.

તું એટલે આખા કોફી ભરેલાં મગમાંની એક ચૂસકી.

તું એટલે સંબંધોની શિખામણ વચ્ચે છોડાતી અમીટ છાપ.

તું એટલે નારિયેળના કઠણ કોચલા વચ્ચેનું મીઠું અમૃત.

તું એટલે ઘૂઘવતા દરિયાનું એ પાછું ફરતું શાંત મોજું કે જે મારાં પગને પંપાળે.

તું એટલે કૃષ્ણનાં મોરપીંછના સુંવાળા સ્પર્શનો મહિમા.

તું એટલે વર્ષોજુની મારી અતૃપ્ત રહેલી તરસ.

તું એટલે મારાં લખાણને સુંદર બનાવવા અંકાતી સુરેખ લીટી.

તું એટલે મારી રસોઈમાંનું અમૂલ્ય નિમક.

તું એટલે મારી નાની નાની તમામ બાબતો વચ્ચેનું અભિન્ન પાસું કે જેનાં વિના મને બધે જ અધૂરપ વર્તાય.

શ્યામ તું ક્યારેક આ વાંચીશ તો કદાચ તને હસવું આવશે. તું એક સાહિત્યનું સર્જન કરનાર વ્યક્તિ. મારાં શબ્દો કદાચ તને તુચ્છ લાગે. તને એવું પણ થશે કે જો તો ખનક પણ ખરી છે. મને કેવી કેવી ઉપમાઓમાં બિરાજમાન કરી દીધો પણ એ સાચું જ છે. તું મારી એક એક ઉપમા વિશે મારા મનને પૂછજે તારામાં સંતોષકારક લાગણી વ્યાપી જશે. હું તારામાં એક સુગંધની જેમ ભળી જવાની ઈચ્છા રાખું છું.

લી. તારાંમાં જ ખોવાયેલી તારી જ સુગંધ.

(ક્રમશ:)


Rate this content
Log in

More gujarati story from Tatixa Ravaliya

Similar gujarati story from Inspirational