Tatixa Ravaliya

Romance Inspirational


4.5  

Tatixa Ravaliya

Romance Inspirational


શ્યામરંગ સમીપે ભાગ -૭

શ્યામરંગ સમીપે ભાગ -૭

3 mins 160 3 mins 160

આગળનાં ભાગમાં આપણે જોયું...

ખનક અને શ્યામનું એકાએક સામે આવી જવાથી ખનક કશું જ નક્કી ન કરી શકતાં ત્યાંથી નીકળી જાય છે. શ્યામ તેની પાછળ જાય છે અને તેની પાછળ પીહુ દોડતા આવીને ખનકનાં રૂમ પાસે આવી ઢળી પડે છે ત્યારબાદ પીહુને હોસ્પિટલ લઈ જવામાં આવે છે અને પરિસ્થિતિમાં સુધાર આવતાં બધા રાહતનો શ્વાસ લે છે અને એક સમય પછી ખનક અને શ્યામને પોતાના જીવન અંગે વધુ વાત કરવા માટે સમય મળે છે.બન્ને એકબીજાની સામે હોઈ છે પરંતુ શબ્દ જીભ પર આવી ને ચાલ્યાં જાય છે.

હવે આગળ...

શ્યામ અને ખનક વચ્ચેના સંવાદથી બંન્ને વચ્ચેના વર્ષોનાં અંતરથી થયેલ દુરી દૂર થઈ. તમામ પ્રશ્નના સમાધાન મળી ગયાં. શ્યામને તો ક્યારેય પણ ખનક સામે કોઈ પ્રશ્ન હતાં જ નહીં છતાંપણ ખનક તે વણઉકેલાય પ્રશ્નના જવાબ આપી પોતાની ગિલ્ટ ઓછી કરી રહી હતી અને શ્યામ તેને નિરાંતથી સાંભળી રહ્યો હતો. શ્યામને અજાણતા પણ એ જાણીને ખૂબ નિરાંત થઈ કે ખનક મારી જેમ જ હજુ લગ્નેતર સંબંધમાં જોડાઈ ન હતી.

આજે પણ તેને ખનકની પોતાના આ સંબંધને આગળ જઈને લગ્નનાં સ્વરૂપમાં સ્વીકારવાની તૈયારી દર્શાવી. ખનક, હું આજે પણ તારી સાથે એટલી જ સહજ લાગણી અનુભવુ છું જેટલી તે વખતે અનુભવતો. મને ત્યારે પણ તારાથી કોઈ પ્રશ્ન ન હતાં અને આજે પણ નથી. જો તારી અનુમતિ અને ઈચ્છા હોય તો હું હવે સમયને હાથતાળી આપવા દેવા માંગતો નથી. જેટલો સમય નીકળી ગયો છે કે પછી ચુકી ગયાં છીએ તે હું પાછો તો ન લાવી શકું પરંતુ આવનારાં સમયની પ્રત્યેક ક્ષણને તારી સાથે જીવી લેવા માટે હું તારી પરવાનગી ઈચ્છું છું.

પરંતુ, ખનક મારાં જીવનમાં તારાં સિવાય પીહુનું સ્થાન પણ ખુબજ મહત્વનું છે. મને પીહુ સાથે સ્વીકારવામાં કોઈ તકલીફ હોઈ તો મને કહી શકે છે. ખનકને પીહુ સાથે કોઈ તકલીફ તો હતી જ નહીં તેને તો પીહુ સાથે અકલ્પનિય આનંદ આવતો. હરહંમેશ તે પીહુ સાથે રહેવા ઈચ્છતી હતી. જ્યારે આજે તેને પીહુ અને શ્યામ બંન્ને એક સાથે પોતાને અપનાવવા માટે તૈયાર હતાં. જીવનમાં આવેલી મુશ્કેલીઓ આમ એકી સાથે જ દૂર થઈ જશે તેવી ખનકને કલ્પના જ ન હતી.

એકાએક હોસ્પિટલના સ્ટાફની અને નર્સની પીહુના વોર્ડ તરફની દોડાદોડીથી ખનક અને શ્યામની ચિંતા વધી. બન્ને તે તરફ દોડ્યાં પણ તેમને અંદર જવાની પરમીશન ન મળી. બંને નિઃસહાય બની દરવાજો પકડી ઊભા રહ્યા. માત્ર શરીર બહાર ઉભા હતા જ્યારે મન અને મગજ તો અંદર પીહુ પાસે પહોંચી પીહુને તકલીફમાં જોઈ વલખી રહ્યા હતા. પીહુના દાદી પણ ચહલ પહલથી દોડી આવ્યાં.

થોડીવારમાં ડોકટર બહાર આવ્યા અને શ્યામને જણાવ્યું કે પીહુના ધબકારાની ગતિ ધીમી પડી જતાં થોડીવાર માટે પરિસ્થિતિ કંટ્રોલ બહાર થતી જતી હતી પરંતુ હવે બધું બરાબર છે. પીહુ વારેવારે ખનકમાસીની રટ લગાવતી હતી માટે તેમને મળી તેની સાથે વાતચીત કરી તેની ઈચ્છા પૂરી કરી તેને સુવડાવી દેજો . આજનો દિવસ હજુ અહીં જ પીહુને રાખવી પડશે.

પીહુને ત્રણેય મળી થોડી રાહત લીધી. પીહુએ ખનકને પાસે રાખવાની ઝીદથી ખનક ત્યાં રહી અને શ્યામ અને તેનાં મમ્મી બહાર આવ્યાં.

"શ્યામ, આપણે હવે ખનકને આ બધાંમાંથી હવે મુક્ત કરી તેને જવા દેવી જોઈએ. એ હવે કેટલો સમય અહીં પીહુ પાછળ આમ પીહુનો વધારે પડતો ખનક તરફનો લગાવ પણ એકદિવસ તેને... હું કશું જ નક્કી કરી શકતી નથી કે વિચારી પણ શકતી નથી. હવે શું કરશું ?"

"મમ્મી , તમે ચિંતા ન કરો. હું બધું જ સંભાળી લઈશ.અને ખનક પણ પીહુ સાથેજ રહેશે." શ્યામએ કહ્યું.

"પણ કેવી રીતે ?"

શ્યામ એ ખનક અને પોતાની તમામ બાબતો તેનાં મમ્મીને જણાવી અને ખનક સામે મુકેલા લગ્નનાં પ્રસ્તાવની વાત પણ કરી અને પોતાનાં મમ્મીની શું ઈચ્છા છે ? એ પણ જાણવાની ઈચ્છા દર્શાવી.

વધુ આવતાં ભાગમાં...

ક્રમશ:


Rate this content
Log in

More gujarati story from Tatixa Ravaliya

Similar gujarati story from Romance