Exclusive FREE session on RIG VEDA for you, Register now!
Exclusive FREE session on RIG VEDA for you, Register now!

Tatixa Ravaliya

Romance Inspirational


4  

Tatixa Ravaliya

Romance Inspirational


શ્યામરંગ સમીપે ભાગ -2

શ્યામરંગ સમીપે ભાગ -2

6 mins 261 6 mins 261

આગળનાં ભાગમાં આપણે જોયું.......

ખનક સાવકી માં અને તેનાં ભાભીના મહેણાં ટોણાથી અને લગ્નની વાતથી કંટાળીને ઘર છોડી આગળ વધવાની ને જોબ કરવાની મલય પાસે મંજૂરી લઈ ઘરેથી નીકળે છે મુક્ત ગગનમાં વિહરવા.......

હવે આગળ.....

અમદાવાદ આવી ભાઈના મિત્ર દ્વારા મળેલ જોબમાં ખનક જોડાઈ પરંતુ તેમાં તેને મજા ન આવતી તો પણ કરતી અને વિચારતી કે ઘર કરતા તો હું અહી ઘણી ખુશ છું ના કોઈ બંધન, ના કોઈ મહેણાં ટોણા... ભલે ને મને ગમતું કામ ન મળ્યું તો શું થયું એક દિવસ એ પણ મળી જશે.

સમય પસાર થઈ રહ્યો હતો..નસીબની આડશનું પાન ખસતા જાણે નસીબ ખુલી નહિ ખીલી ગયા હોય તેમ એકદિવસ ન્યૂઝ પેપરમાં એફ.એમ. રેડિયો માટેની જાહેરાત વાંચીને ત્યાં જોબ કરવાની ખનકનાં મનમાં ઈચ્છા જાગી, કોઈએ તેને કહ્યું હતું કે તારો અવાજ ખુબજ મધુર છે. અને તેને ત્યાં કોલ જોડ્યો. વાતચીત દરમિયાન સામેની વ્યક્તિને ખનકનાં અવાજની મધુરતા સ્પર્શી. તેને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવી અને ખનક પસંદગી પામી.

તે દિવસે કદાચ પહેલી વખત ખનક દિલથી ખૂબ જ ખુશ થઈ હશે. જે તેના ચહેરા પર સાફ જોવા મળતું હતું...ઋજુતા મેમ પણ આ ચહેરાની ચમક જોઈ રહ્યા હતા. ખનકે બહાર નીકળીને આ ખુશીને મલય સાથે વહેંચી તે પણ ખૂબ જ ખુશ થયો.

આ એવી જોબ હતી જ્યાં ખનકને કોઈ રૂબરૂ મળતું નહિ પણ રોજ વાતો થતી. પોતાના શ્યામરંગથી સામેની વ્યક્તિની પ્રતિક્રિયાઓ હવે ખનકને જોવી પડતી ન હતી.

કોઈની નજરમાં ન આવવું ને,

બધાની નજરમાં વસી જવું,

કોઈને સમસ્યા બની નડવું નહિ ને,

બધાની સમસ્યાઓના નિરાકરણ લાવવા,

કોઈની સાથે મેળાપ કરવો નહીંને,

બધાનો મેળાપ કરાવી આપવો,

થોડાં દિવસની ટ્રેનિંગ બાદ ખનક હવે અમદાવાદ વાસીઓ સાથે એફ.એમ. મારફત વાતો કરતી થઈ ગઈ. છવાય ચુકી હતી તે અમદાવાદમાં આ રેડિયો સ્ટેશનની મદદથી. કોઈ ટોપિક પર ચર્ચાઓ કરવી, ગપસપ ગોસિપ, કોઈના મનપસંદ ગીતો સંભળાવવા, કોઈની સમસ્યાઓના નિરાકરણ લાવવા, કોઈના મેસેજ પહોંચાડવા આ બધું ખનકનાં જીવનનું એક અંગ બની ગયું હતું. તે આનંદિત હતી. ખુશ હતી પણ તેના જીવનમાં એકલતા હતી.

વિચારોથી ઉંમરને થોડીને માપી શકાય. હા તેમાં પરિપકવતા ઝલકાતી કદાચ જોઈ શકાતી હશે. લાંબા કાળા વાળ જેને ફેશનના આછેરા રંગના ટચથી કાપવામાં સફળ થયાં બાદ વ્યવસ્થિત ગોઠવવામાં આવતાં, લાંબી ભરાવદાર ભ્રમરો વચ્ચે લગાવેલી નાની બિંદી, મોટી કાળી તેજ નીતરતી આંખો કે જે કાજલ લગાવવાથી વધુ નશીલી લાગતી, નમણાંશ ભરેલ નાક ને નાજુક નાના ડાયમંડથી ઝડેલ નથ દ્રારા મઢવામાં આવ્યું હતું, મોટાં ભરાવદાર હોઠ અને તેની અંદર ગોઠવણ કરી બેસાડ્યા હોય તેવાં દાડમનાં દાણા જેવાં દાંત, હડપચીમાં એક નાનું તલ અને ઉપરથી ગાલમાં પડતાં એ ખંજન સુંદરતાની વ્યાખ્યામાં આવતાં તમામ ગુણો આ ચહેરામાં હતાં. ઉપરથી સપ્રમાણ બાંધો અને ઊંચાઈ ચાર ચાંદ લગાવતાં હતાં. પેલી નજરમાં જોતા આમાંનું કશું જ ન જોવા મળે.....દેખાય તો માત્ર શ્યામવર્ણ. અને એ શ્યામવર્ણ જોયાં પછી ઉપરના કોઈ ગુણ જોવા માટે તસ્દી લેવાનો પ્રયત્ન જ ન કરવામાં આવે.

શું સુંદરતા એટલે ગોરો રંગ કે ગોરો રંગ એટલે સુંદરતા ? ગોરાવર્ણ વગર શું કોઈ સુંદર ન બની શકે ?બધીજ સુંદરતા આપ્યા બાદ પ્રભુ શું એક ગોરો વર્ણ આપવાનું ભૂલી ગયા હશે ? કે પછી ખનક મારફતે કોઈ અલગ વ્યક્તિત્વ બનાવવાનો પ્રયાસ હશે કે જેના દ્વારા એક મજબૂત ઉદાહરણ સમાજમાં સ્થપવાનો પ્રયત્ન હશે ?

તેનું વાકચાતુર્ય અને તેની બોલવાની છટાં અલગ અંદાજમાં પ્રસ્તુત થતી. તેની ચપળતા મનમોહક હતી. સુરીલો કંઠ હરએકના મનને હરી લે. એફ એમ રેડીઓ મિર્ચી પર તેનો સ્વર ગુંજતાની સાથેજ હર એકના કર્ણને મીઠો રણકાર પ્રદાન થતો. માટેજ તે નાનેરાં મોટેરાઓ, યુવાનો,વૃદ્ધો તમામ તેને સાંભળવા આતુર હોઈ છે. હરકોઈ તેના વિચારો સાથે સહમત થતા. તેના આ મીઠી વીરડી સમાન સ્વર દ્વારાજ તો વ્યવસાય મળ્યો હતો.આમ તો તેની પસંદગી પણ સામેલ હતી.

આમજ પ્રતિદિન ખનકની પ્રસિદ્ધિ વધી રહી હતી. હવે સેલેરી પણ વધી ગઈ હોવાથી તેને હોસ્ટેલ છોડી રેન્ટ પર એક ઘર લીધું અને ત્યાં શિફ્ટ થઈ ગઈ. પોતાને ગમતી ચીજવસ્તુઓ લાવી પોતાનું ઘર સજાવી પોતાની શમણાંઓની દુનિયા ઊભી કરી હતી. મલયની સાથે બધીજ વાતો કરતી. મલય માટે તે ગીફ્ટસ મોકલતી. માનવતાના નાતે તે ક્યારેક મા અને ભાભી માટે પણ કંઈક મોકલતી રહેતી.

કોઈ હતું કે જે આ ખનકનાં અવાજ માટે ઝંખતું. છેલ્લા બે મહિનાથી દસ બાર દિવસે એકાદ કોલ આવતો ખનકમાસી મારે તમને મળવું છે. તમે આવશોને ખનક નાની બાળકીની કદાચ આ રમત હશે એમ માની તેની સાથે થોડી વાત કરી ગમતું ગીત વગાડી દેતી.

નાનકડી પીહુ પણ આ અવાજની દિવાની હતી. એફ . એમ . પર આ અવાજ સાંભળતાની સાથેજ તેના ચહેરા પર અનોખું તેજ છલકાઈ આવતું. પીહુને આ અવાજમાં જાણે તેની મમ્મા બોલતી હોઈ તેવુંજ મહેસુસ થતું. તેને લાગતું કે આ મારાં મમ્મા જેવુંજ બોલે છે એટલે તે મમ્મા હશે. ના,પણ દાદીએ કહ્યું કે મમ્મા તો ભગવાનજી પાસે છે તો તો આ મમ્મા જેવીજ એટલે મમ્માની બહેન હશે અને મમ્માની બહેન એટલે મારી માસી. સ્કૂલમાં મિસ કહેતા હતા કે માસી મમ્મા જેવીજ હોઈ એ મમ્મા જેટલો જ આપણને વ્હાલ કરે.

ખનક એક દિવસ રેડિયો સ્ટેશન પર પોતાની ડ્યુટી પર હતી. ત્યારે એક ફરમાઈશ આવી .દયારામની એક રચના.....શ્યામરંગ સમીપે ન જાઉં શ્યામ શબ્દ સાંભળતા જ ખનક ભૂતકાળ માં સરી પડી.

તેનીજ કોલેજમાં ભણતો શ્યામ કે જે ખનકને ખૂબ પસંદ કરતો. આ વાત તેને ખનકને ખુબજ સાફ દિલથી અને સરળ શબ્દોમાં કહી પોતાનું હદય ઠાલવી હળવો બની ગયો અને સામે આ પ્રપોઝલથી ખનક ભારે બની રહી. પ્રેમનો એકરાર પણ કેવો સુંદર કર્યો હતો. હું તને ખૂબ ચાહું છું મારી અર્ધાંગિની બનીશ. જાણે આટલા શબ્દોમાં પ્રેમની અભિવ્યક્તિએ જિંદગી ભરના સાથની વાત સમાવી લીધી હતી. શ્યામનાં નિસ્વાર્થ પ્રેમની પરાકાષ્ટા એટલી હદે હતી કે ખનક પણ ક્યારેક ડરી જતી કે મારે સંજોગોવશાંત ના કહેવી પડશે તો શું થશે શ્યામનું. એ ખનકનાં અવાજનો દિવાનો હતો અને તે મનની સુંદરતાનેજ ખરી સુંદરતા ગણતો.

શ્યામ એટલે ખનકના મનનો રાજકુમાર આટલું કાફી છે તેના માટે. બીજી ઘણી યુવતીઓને ઈર્ષ્યા થતી કે શ્યામએ શું જોયું હશે ખનકમાં. પણ શ્યામ તો ખનકને મનોમન વરી ચુક્યો હતો. બીજી કોઈ યુવતીઓ પ્રત્યે તેને જાણે ભાવજ ન હતો. જેમ રાધે શ્યામમય તેમ અહીં શ્યામ ખનકમય બની જીવતો.

શ્યામલી આપું તારું નામ તો કેવું રહે જરા કહે ને મને તું,

નામ નથી રાખ્યું જોઈ રંગ તારો,

એ તો તું શ્યામની ખૂબ સમીપ એટલે શ્યામલી......

શ્યામલી નામ આપી ખનકને તે પોતાના પ્રેમની મીઠાશ પ્રસ્તુત કરતો. કોઈ આશા નહિ કોઈ અપેક્ષાઓ નહીં માત્રને માત્ર અણીશુદ્ધ પ્રેમ. કયારેય તે ખનક પાસે પોતાના પ્રેમને અપનાવવાનો ન તો આગ્રહ રાખતો કે પછી ખનકનાં જવાબ આપવાની રાહ જોતો. બસ ખનક ખનક અને ખનક...જાણે તેના રોમે રોમમાં ખનકજ વહેતી. શ્યામનું પ્રેમરુપી ઝરણું શાંતચિત્તે વહ્યા કરતું અને ખનક તેને મનભરીને પીવા માટે હંમેશા ઝુરતી રહી. ખનક શ્યામને પસંદ તો ખૂબ કરતી પરંતુ તેને સમાજના બંધનો રોકતાં, ઘરનો મોભ નડતો, આબરૂ અને પ્રતિષ્ઠાની વાતો સતત શ્યામથી દૂર કરતી. પોતાના ઘરમાં સતત તેની થતી અવગણના ના લીધે તે આ વાત ન તો ક્યારેય ઘરે કરી શકી ન તો કોઈ સક્ષમ નિર્ણય લઈ શકી.

મનનાં સોનેરી શમણાંઓને પોતે જાતેજ ટૂંપો આપી દીધો અને સાથે પોતે એક યંત્રવત બની ગઈ. ઘરની અકળાવી નાખતી પરિસ્થિતિમાંથી છૂટી જવાનો એક દરવાજો પોતે જ બંધ કરી દીધો. અચાનક જ બીજી ફરમાયિશ આવતા તે ફરી ભૂતકાળમાંથી વર્તમાનમાં પ્રવેશી. ના ઉમર્ કી સીમાં હો...ના જન્મોકા હો બંધન.....જગજીતજીનાં સ્વરમાં ....

આ ફરમાયિશ પણ જાણે ખનકને શ્યામને સાથેની યાદ તાજી કરાવવા જ કેમ આવી હોઈ ? શ્યામનો પણ આવોજ તો પ્રેમ હતો

ત્રીજી ફરમાયિશ આવી હતી પ્રેમ એટલે શું ? મને સમજાવશો. પ્રેમની વ્યાખ્યા આપના શબ્દોમાં ખનકજી...

પ્રેમ એટલે નિસ્વાર્થ ભાવ, અતૂટ વિશ્વાસ અને અઢળક લાગણી. ન્યોછાવર કરવાની ભાવના પામવું એજ પ્રેમ નથી... પ્રેમ તો અર્પણ છે. પ્રેમ તો દર્પણ છે. પ્રેમ તો પ્રેરણા છે. પ્રેમ તો સ્વતંત્રતા. પ્રેમ એટલે સામાન્યમાંથી સર્વશ્રેષ્ઠ. પ્રેમનું પ્રથમ પગથિયું એટલે સમર્પણ. પ્રેમની વ્યાખ્યા પોતાના શબ્દોમાં પૂર્ણ કરી એક પ્રેમભર્યું ગીત ચાલુ કરી તે વિચારમગ્ન બની.


જે પ્રેમની વ્યાખ્યા તે આપી રહી હતી તે તેને શ્યામથીજ શીખવા મળી હતી. ક્યાં હશે શ્યામ આજે ? મને યાદ કરતો હશે ? આવો પ્રેમ તો મારો શ્યામજ કરી શકે. અચાનક જ અંદરથી અવાજ આવ્યો. તારો શ્યામ....તારો શ્યામ...તે તો એને કોઈપણ કારણ આપ્યા વગર જ હાલકડોલક નૈયામાં મઝધારે છોડી દીધો હતો....તો હવે ....શા માટે ?...સપનું જાણે કે કકડભૂસ થઈ ગયું.

વધુ આવતા અંકમાં...


Rate this content
Log in

More gujarati story from Tatixa Ravaliya

Similar gujarati story from Romance