Tatixa Ravaliya

Drama Classics Inspirational


4  

Tatixa Ravaliya

Drama Classics Inspirational


શ્યામરંગ સમીપે ભાગ -10

શ્યામરંગ સમીપે ભાગ -10

3 mins 23.8K 3 mins 23.8K

આગળનાં ભાગમાં આપણે જોયું.

પરત આવ્યા બાદ ખનક સાથે શ્યામ, પીહુ અને તેનાં દાદીના સંબંધો વધુ મજબૂત બન્યા હતાં. ધનિષ્ટતા વધી હતી. હવે પ્રશ્ન હતો એક મૂંઝવણનો જે શ્યામ પોતાની જાતે ઉકેલવા માંગતો હતો. બીજી તરફ ખનક શ્યામનાં પોતાના જીવનમાં શ્યામનાં પરત આવવાથી ઊંચા ગગનમાં વિહરી રહી હતી.

હવે, આગળ. .

શ્યામએ સૌપ્રથમ પોતાની વાત તેનાં પપ્પા પાસે રજૂ કરી. આમ તો શ્યામનાં પપ્પા ખનકને મળેલા. બે ત્રણ વાર મુલાકાત થયેલ પરંતુ પોતાના ધર્મપત્ની અને પીહુની વાતોથી ખનક પોતાની પુત્રવધુ બનવા યોગ્ય હતી એ વાત પોતે જાણતાં હતાં. પીહુના કારણે ખનક પ્રત્યે તેમને પણ માન હતું. આ વાત તેમણે શ્યામને જણાવી અને આ સંબંધથી પોતે પણ ખુશ છે એ જણાવી સંમતિ દર્શાવી.

બસ,હવે કોઈ બીજી મુશ્કેલી ફોઈબાને મનાવવા સિવાય ન હતી પરંતુ, અઘરી પણ તે જ હતી એમ જરૂરથી કહી શકાય.

શ્યામએ ફોઈબા પાસે જઈ ખનક વિશે વાત કરતાં પોતાની ઈચ્છા પણ બતાવી. ફોઈબાએ શ્યામનાં લગ્નની વાતથી ખુશી બતાવી. શ્યામને મનોમન થયું કે, હવે તકલીફ નહિ પડે. . ત્યાં તો ફોઈબાએ કહ્યું, હું પહેલાં ખનકને મળીશ ત્યારબાદ જ તે તારાં લાયક છે કે નહીં એ નક્કી થશે. . વળી, શ્યામની આશાની કિરણ બુઝાઈ ગઈ. પણ,એમ તો શ્યામ પણ કંઈ નિરાશ થઈને બેસી જાય તેવો ન હતો. .

તો, ફોઈબા ઠીક છે કાલે લઈને આવું ખનકને. તમે મળી લેજો. કહી શ્યામ નીકળ્યો.

બીજા દિવસે સવારે શ્યામ ખનકને લઈને ઘરે આવ્યો. પીહુ તો તેને પોતાના ઘરે જોઈને ઉછળવા લાગી. બાળક જેટલો પ્રેમ કોઈ વ્યક્તિ તે જ સમયે અને ત્યારે જ વ્યક્ત ન કરી શકે. માણસને તો બધી જ વાતમાં સમાજ અને ત્યાં ઉપસ્થિત માણસો,તેમના વિચારો વગેરેને ધ્યાનમાં રાખીને પોતાની લાગણીઓ વ્યક્ત કરવાની હોઈ છે. એક બાળક જ છે જે આ બધાથી પર રહી પોતાની ખુશી કે દુઃખની લાગણીના આવેગ સાથે જ તેને બહાર લાવે છે.

પીહુ જેટલા જ ખુશ તેનાં દાદી હતાં પણ તે ખનકને જોઈ આમ ઉછળી ન શક્યા. આવકારો આપી ખનકને અંદર લાવી શક્યા. શ્યામનાં પપ્પાએ ખનક સાથે થોડીઘણી વાતચીત કરી અને પછી નીકળી ગયાં. ફોઈબા તો પોતાના રૂમની બહાર આવી બધી આગતા સ્વાગતાની ઝલક જોઈ પાછાં પોતાનાં રૂમમાં ભરાઈ ગયાં.

પીહુ પોતાનો રૂમ અને રમકડાં બતાવવા ખનકને ખેંચીને લઈ ગઈ. શ્યામ અને તેનાં મમ્મી બંનેને હેતાળ નજરથી જોઈ રહ્યાં હતાં.

થોડાં સમય બાદ શ્યામ અને ખનક બંને ફોઈબાના રૂમમાં પ્રવેશ્યાં.

પ્રવેશતાં જ ફોઈબાના ચહેરા પર અણગમો જણાયો એ શ્યામ જાણી ગયો હતો. થોડી વાતચિત બાદ શ્યામને બહાર જવા કહ્યું.

આમ તો શ્યામએ ખનકને ફોઈબાનાં સ્વભાવથી ખનકને પરિચિત કરી જ દીધી હતી પરંતુ ખનકને એકલાં મળવાની ઈચ્છાથી શ્યામની થોડી મૂંઝવણ વધી હોઈ એવું તેનાં ચહેરા પરથી લાગી રહ્યું હતું.

મને કમને શ્યામ રૂમની બહાર નીકળી ગયો. બે એક કલાક બાદ ખનક એકલી રૂમની બહાર નીકળી. ચહેરા પર નિરાશા ધેરી વળી હતી. કોઈ વાતચીત વગર જ ખનક સીધી જ પોતાનાં ઘરે ચાલી ગઈ.

ખનક અને ફોઈબા વચ્ચેની વાતચીત દરમિયાન તેમણે ખનકને શું કહ્યું હશે. જાણવા માટે વાંચો શ્યામરંગ સમીપે ભાગ - 11


Rate this content
Log in

More gujarati story from Tatixa Ravaliya

Similar gujarati story from Drama