Mulraj Kapoor

Tragedy Others

3  

Mulraj Kapoor

Tragedy Others

શુભ દિવાળી

શુભ દિવાળી

4 mins
169


હજી સવાર થવાને ઘણી વાર હતી. અંધારી કાળીચૌદસની રાત હતી. નાના એવા શહેરમાં લોકો ક્યારના જંપી ગયા હતાં. રસ્તા પર ક્યાં કોઈ સ્ટ્રીટ લાઈટ ચાલુ દેખાતી હતી.

સાંજે વરસાદ પડી ગયો હતો ત્યાર પછી સારી એવી ગરમી જણાતી હતી. હવા એકદમ જાણે બંધ થઈ ગઈ હતી.

શેરીના છેવાડે આવેલ એક ઘરની બહાર ગોખમાં એક દીવડો ટમટમી રહ્યો હતો, ડેલીનું બારણું જરા અધ ખુલ્લું હોય એવું દેખાતું હતું.

બેઠાઘાટનું પાકું સરસ મકાન, તેમાં આધેડથી વધુ વય વટાવી ગયેલ રમા ઓસરીમાં સુતી હતી. તેને ઊંઘ આવતી ન હતી, કોઈ ના આવવાની રાહ જોતી હતી. જરા પણ દરવાજાનો અવાજ થતો તે સાંભળીને બેઠી થઈ જતી.

વિજય તેનો એક માત્ર સંતાન,જે ભણીને હમણાં જ આર્મીમાં જોઈન થયો હતો. તેની સાથે છેલ્લી વાત થઈ હતી "બા, હું દિવાળી સુધી તમારી પાસે આવી જઈશ, મારી રજા પણ મંજૂર થઈ ગઈ છે, દિવાળી હું તમારી સાથે મનાવીશ "

ત્યારથી રમા વિજયના આગમનની ખુશી મનાવી રહી હતી .વિજય માટે ગમતી મીઠાઈઓ પણ બનાવી રાખી હતી. તેને ખબર હતી કે વિજય ખુબ બહાદુર વાતનો પાક્કો છે ગમે તેમ કરી આવી કહ્યા પ્રમાણે આવી પહોચશે.

વિજય પૂરેપૂરો એના પિતા પર ગયો હતો. તે પણ પોતાની વાતના પાક્કા હતાં પણ છેલ્લી વાર તે પોતાની વાતમાં પાક્કા રહી શક્યા નહીં. આખી વાત રમાની સામે જાણે રજૂ થતી હોય એમ આવી ગઈ.

રાઘવ શિપિંગ કંપનીમાં પર કામ કરતો હતો.તેમના માલ વાહક જહાજ પરદેશે લાંબી સફરમાં નીકળી જતાં, તે પાંચ છ મહિના પછી વતન પાછા ફરતા. ત્યારે લાંબી એવી રજા મળતી ત્યારે કુટુંબ સાથે રહી શકાતું હતું.

રાઘવને આ કામમાં સારી ફાવટ આવી ગઈ હતી,નોકરીમાં પ્રમોશન પણ મેળવ્યું હતું, એકંદરે તે જીવનમાં ખુશ હતો. તેની પત્ની રમા પણ ખુબ હોશિયારી અને બહાદુર સ્ત્રી હતી. નાના વિજયની પુરી સંભાળ રાખતી હતી.

ઘણા વર્ષો વીતી ગયા રાઘવ એવી જ એક સફરમાં ગયેલો હતો અને દિવાળી સમયે પાછો ફરી આવી જશે એમ કહી ને તે સફરમાં ગયો હતો. તેનો જહાજ દરિયાઈ તોફાનમાં અટવાઈ ગયું અને દરિયાના પેટાળમાં સમાઈ ગયું.જહાજ પર ના માણસોને બચવવા બચાવ ટીમે ઘણી મહેનત કરી અને ઘણા માણસો જાન બચાવ્યા. છેલ્લે પાંચ જણાનો કોઈ પતો લાગ્યો નહીં. તેમાં રાઘવ પણ એક હતો.

જહાજ કંપની વાળા એ ઘણી શોધ ચલાવી પણ સફળતા મળી નહીં.

રમા પર જાણે મુસીબતોનો પહાડ તૂટી પડ્યો હતો. તે એકલે હાથે ભાળ મેળવવા ખુબ અહીં તહીં ઝઝૂમતી રહી, પણ ક્યાં કાંઈ સઘળ મળ્યા નહીં.

છેવટે કંપનીએ રાઘવને મૃત જાહેર કરી તેના નીકળતા પૈસા રમાને આપી દીધા. 

વિજય ત્યારે ખાસ મોટો થઈ ગયો હતો. તેણે ભણવાનું પુરૂ કરી આર્મી જોઈન કરી લીધી હતી.

રમાએ જીવનમાં ઘણી તકલીફો વેઠી હતી. મક્કમ પણે રહી વિજયને મોટો કર્યો હતો.

આજે તે આવવાનો હતો એટલે મા નું જીવ તેને જોવા માટે કેટલું તડપતું હોય તે એક મા જ સમજી શકે.

પરોઢ થવા વાળી હતી, દરવાજા ખડકવાનો અવાજ થયો, રમા ઊઠીને ડેલી તરફ ગઈ. બારણું ખોલી જોયું. સામે એક મેલા ઘેલા કપડાંવાળો માણસ જેના દાઢી વાળ ખુબ વધેલા હતાં દેખાવે પાગલ જેવો લાગતો માણસ ઊભો હતો,નબળાઈથી કદાચ ધૂજી રહ્યો હતો. રમા ગભરાયા વિના પડકાર કર્યો " કોણ છે ? અહીં કેમ આવ્યો છે ? "  પેલો માણસ ધ્રુજતા અવાજે કહ્યું " રમા" તેની આંખોથી આંસુ વહેતા હતાં, "હું રાઘવ છું " રમાને અવાજ જાણીતો લાગ્યો તે સાંભળી રમાને આંચકો લાગ્યો. જાણે બેહોશ થઈને પડી ગઈ. રાઘવે એને ટેકો બેસાડ્યા.

"તમે આટલા દિવસ ક્યાં હતાં, તમારી પાછળ અમારી કેવી હાલત થઈ ગઈ હતી." રાઘવ અને રમા બંને ઘરમાં ગયા, રમા એ ગરમ પાણી કરી રાઘવ નવડાવ્યા અને વિજયના કપડાં પહેરવા માટે આપ્યા. "આજે મારાં માટે બહુ મોટી દિવાળી છે, એક તો તમે મળી ગયા અને વિજય પણ હમણાંજ આવતો હશે. તે આર્મીમાં લાગી ગયો છે."

રાધવે પોતાની કથની બતાવી. તે દરિયામાં ડૂબી ગયો ત્યારે એક હોડી દેખાણી તેને પકડી રાખી લટકતો રહ્યો.જેમ તેમ કરી હોડી પર ચડી ગયો તેના હાથ પગ થાકી ગયા હતાં ખુબ ઠંડી લાગતી હતી અને તે બેહોશ થઈ હોડીમાં ઢળી પડ્યો. 

 આવી હાલત માં એ ક્યાં પહોંચી ગયો તે ખબર ન પડી. કોઈ વહાણવાળાની નજર પડતા તેને બચાવી સાથે લઈ ગયા પણ તે દરિયાઈ ચાંચીયા હતાં તે રાઘવને પોતાની સાથે ફરાવતા રહ્યા જહાજ નું બધું કામ કરાવતા હતાં. ક્યાં છૂટવાનો આરો દેખાતો ન હતો.

એકદિવસ લાગ મળતા ત્યાંથી ભાગી છૂટ્યો, કેટલી રઝળપાટ કરી પછી માંડ માંડ વતન પહોંચ્યો હતો.

તેવામાં વિજય પણ આવી પહોંચ્યો એક આર્મી જવાનની વર્દીમાં સરસ મર્દ જવાન દેખાતો હતો.

રાઘવે તેને ગળે લગાડી બધી વાત કહી.

દિવાળીના દિવસે ત્રણેય જણની આંખે આંસુ હતાં પણ ખુશીના, જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી.

ડેલી બહાર ગોખમાં દીવો હજી ઝળહળી રહ્યો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy