Prashant Subhashchandra Salunke

Children Stories Children

3  

Prashant Subhashchandra Salunke

Children Stories Children

શિયાળ અને બિલાડી

શિયાળ અને બિલાડી

1 min
192


એકવાર એક શિયાળે બિલાડી પાસે ડંફાસ મારતાં કહ્યું કે “મારૂ મગજ એ યુક્તિઓનો ભંડાર છે તેમાં સ્વ-બચાવ માટેની ૧૦૧ વિવધ રીતો છે.” આ સાંભળી બિલાડી બોલી “ના.. ભાઈ મારી પાસે તો ફક્ત એક જ રીત છે જે હું કાયમ વાપરી જીવ બચાવું છું.” આ સાંભળી શિયાળ બોલ્યું “અરે આવું કેવી રીતે ચાલે ? આપણી પાસે અલગ અલગ યોજનાઓ હોવી બહુ જરૂરી છે.” ત્યાંજ દૂરથી જંગલી કૂતરાઓનો ભસવાનો અવાજ આવ્યો. એ સાંભળી બિલાડી તુરંત ઝાડ પર ચઢી એક બખોલમાં સંતાઈ જતાં બોલી “શિયાળજી મારી પાસે તો માત્ર આ જ યોજના છે તમે આ પરિસ્થિતિમાં કઈ રીત અજમાવી પોતાનો જીવ બચાવશો ?”

 નવી રીત શીખવા મળશે એ આશાથી બિલાડી શિયાળ તરફ જોવા લાગી. શિયાળે મનમાં એક યોજના વિચારી પણ બીજી જ પળે એણે એમાં પકડાઈ જવાની બીક લાગી તેથી તે બીજી યોજના વિચારવા લાગ્યો પણ એમાંયે એણે ખોટ દેખાઈ આમ એણે વારાફરતી કેટલીય યોજના વિચારી જોઈ પણ એને એમાંથી એકેય યોજના પસંદ આવી નહિ ! આમ શિયાળ મૂંઝવણમાં ઊભો જ હતો કે જંગલી કૂતરા એની પાસે આવ્યા. શિયાળ ડરીને ભાગવા લાગ્યો પણ હવે શો ફાયદો ? શિકારી કૂતરાઓએ એણે પકડી ફાડી ખાધો ! એને મરતો જોઈ બિલાડીએ વિચાર્યું “મૂંઝવણમાં મૂકી વિલંબ કરાવે એવી સો યોજનાઓ કરતાં ત્વરિત અમલમાં મૂકાય તેવી એક યોજના જ શ્રેષ્ઠ છે.”


Rate this content
Log in