શિક્ષક
શિક્ષક


આખા શહેરમાં કેરિયર એન્ડવ્યોર કલાસીસનું નામ ગુંજતું હતું.
સરગમ મેમ ને જીનલ સરનાં કલાસીસમાં ભણતરની સાથે ગણતરનું જ્ઞાન પીરસાતું હોય છે.
એવાં તો કેટલાય દાખલા બન્યાં હતાં.
સરગમ મેમ અંગ્રેજી અને સમાજવિદ્યા શીખવાડતા હતાં ને જીનલ સર ગણિત અને વિજ્ઞાન સાથે પ્રેકટીકલ જ્ઞાન પણ આપતાં હતાં. સરગમ મેમનાં ક્લાસમાં નિખીલ નામનો વિદ્યાર્થી ભણતો હતો એની મમ્મી બ્યુટી પાર્લરનું કામ કરતાં હતાં.
એક દિવસ ક્લાસીસમાં સરગમ મેમે કહ્યું કે ભણતર સાથે પાર્ટ ટાઇમ નોકરી કરીને જીનલ સર સફળ થયા છે ને પહેલો પગાર માતાપિતા કે ગુરુના હાથમાં રાખવાથી આપણી ઉત્તરો ઉત્તર પ્રગતિ થાય છે.
નિખિલ દશ ધોરણમાં પાસ થયો પછી વેકેશનમાં એણે પાર્ટ ટાઇમ નોકરી કરી ને પહેલો પગાર આવ્યો એટલે એ પગાર લઈને સીધો સરગમ મેમ પાસે આવ્યો ને સરગમ મેમને કહ્યું કે આપે કહ્યું હતું ને મેમ કે માતા પિતા કે ગુરુના હાથમાં પગાર રાખવાથી જિંદગીમાં સફળ થવાય છે. લો આ પગાર ને આશીર્વાદ આપો.
સરગમ મેમનાં આંખમાં હર્ષના આંસું આવી ગયાં ને એમણે પગાર ને માતાજીના મંદિરમાં મૂકીને માથે અડાડીને પાછો આપ્યો ને કહ્યું કે બેટા પગાર પર તારી મમ્મીનો હક્ક છે એમનાં હાથમાં મૂકજે ને અર્પણ કરજે.
નિખિલે કહ્યું, "મેમ આમાંથી શુકનનાં થોડા રૂપિયા તો રાખો." પણ એક સાચો શિક્ષક સાચું જ જ્ઞાન આપે કહ્યું, "બેટા તેં મારાં હાથમાં મુક્યા એ મેં સ્વીકારી લીધાં છે હવે આ બધાં રૂપિયા પર તારાં માવતરનો હક્ક છે."
નિખીલ ખુશખુશાલ થઈ ઘરે ગયો ને એનાં મમ્મીને બધી વાત કહી.
નિખીલ ને એનાં મમ્મી આવાં સારાં શિક્ષક મળ્યા એ માટે ભગવાનનો આભાર માને છે.