Hitesh Jivani

Crime

4  

Hitesh Jivani

Crime

શાર્દૂલ - 1

શાર્દૂલ - 1

5 mins
379


( મોબાઈલની ઘંટડી વાગતાં જ અભિનવની આંખ ઝબકી મોબાઇલની સ્ક્રીન પર જોતા )

"અત્યારે,રાત્રિના અઢી વાગ્યે ! કોનો ફોન છે ?" (આંખો ચોળતા તેને ફોન ઉપાડ્યો, સામેથી એક ગભરાયેલી સ્ત્રીનો અવાજ આવ્યો.)

"પ્લીઝ હેલ્પ મી, પ્લીઝ હેલ્પ મી "

(આટલું સાંભળતા જ ફોનની કપાઈ ગયો....)

" હેલ્લો, હેલ્લો" 

(અભિનવે ઘણો પ્રયાસ કર્યો પણ ફોન કપાઈ ગયો હતો. તેણે આવેલા અજાણ્યા નંબર પર ફોન કરવાની કોશિશ કરી પણ તેને નિષ્ફળતા મળી તરત પછીની બીજી જ મિનિટે, તેને તે જ નંબરમાંથી ફોન આવ્યો. ફરી તે જ સ્ત્રી નો અવાજ આવ્યો વૃંદાવન પેલેસ ગાંધીચોક અને ફરી ફોન કપાઈ ગયો.)

અભિનવ એ તરત જ શર્ટ પહેરી, બિલ્ડિંગની નીચે આવ્યો. અને પોતાની કાર પાર્કિંગમાંથી બહાર લાવી અને ઝડપથી ગાડી ચલાવી રસ્તામાં જ તેણે લોકેશન શરૂ કર્યું, પોતાની ટીમને જાણકારી આપીને તરત તેઓને નિશ્ચિત જગ્યાએ બોલાવ્યા ૧૦,૧૫ મિનિટના સમયમાં અભિનવ સાથે તેની ટીમ પહોંચી.

વૃંદાવન પેલેસના પાછળના બગીચામાં વડલા પર એક સ્ત્રીની લાશ મળી. અભિનવ અને તેમના સાથીઓએ લાશને નીચે ઉતારી. આખા ચહેરા પર વાઘના નહોરના ખંજનો પડ્યા હતા. જેથી સ્ત્રીના ચહેરાને ઓળખવો ખૂબ જ મુશ્કેલ હતો. એકદમ ધ્યાનપૂર્વક જોતા ચહેરા પરના ખંજનોમાં વાઘનો એક નખ ચોંટેલો હતો અને સ્ત્રીના હાથમાં એક ચિઠ્ઠી મળી જેમાં લખેલું હતું.

"આઈ એમ બેક"


-: અમદાવાદ એરપોર્ટ :-

 મુંબઇથી આવતી ફલાઇટ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થઈ, ટ્રોલી બેગ સાથે એક સુંદર યુવતી આવી. બ્લુ જીન્સ, વ્હાઈટ ટોપ, અને ઉપર બ્લેક બ્લેઝર,વ્હાઈટ હાઈ હિલ્સ, હાથમાં બ્લેક બેગ. પવનની લહેરમાં તેના કલૅસ કરેલા વાળ ઊડી રહ્યા હતા.

એરપોર્ટ પર ઊતરી તે જાણે કોઈને શોધી રહી હોય તેવું લાગ્યું. દરેક વખતની જેમ અભિનવ પોતાની નિશ્ચિત જગ્યાએ ઊભો હતો. રાધિકા દોડતી આવી અને તેને ભેટી પડી

 "અવિ... અવિ... તો જાણે છે હું તને કેટલો યાદ કરતી હતી, તારા વગર તો દુબઈમાં મારું મન નહોતું ચોંટતું."

"મારું પણ એવું જ હતું, તને જોયા વગર ની મારી સવાર જ નથી થતી." (અભિનવ એ ફરી રાધિકા ને આલિંગન કર્યું.) બન્ને કારમાં બેઠાં અને અભિનવએ રિવરફ્રન્ટ પરથી કાર દોડાવી. થોડી જ વારમાં બંને ઘરે પહોંચ્યાં. લીફ્ટનો દરવાજો બંધ કરી પોતાના મુખ્ય દરવાજા પાસે આવ્યા, અભિનવે પોતાની પાસે રહેલી ચાવી દ્વારા મુખ્ય દરવાજો ખોલ્યો જેવી રાધિકા અંદર આવી કે તરત જ ફૂલોનો વરસાદ થયો. અભિનવે રાધિકાનું ફૂલોથી સ્વાગત કર્યું, અભિ‌એ રાધિકાને ગોઠણે બેસી એક ડાયમંડ રિંગ આપી. આજનું સાંજનું ખાસ ભોજન પણ અભિનવએ જ બનાવ્યું હતું.

બંને ભોજન લીધા પછી પોતાના શયનખંડમાં ચાલ્યા ગયા. રાત્રિના બે વાગ્યે અભિનવનો ફોન વાગ્યો, તેણે સ્ક્રીન પર જોયું તો રાજનો ફોન હતો. રાધિકાને સુતેલી જોઇને તે ફોન ઉપાડવા બાલ્કનીમાં ગયો, રાજના શબ્દો સાંભળતાં જ તેને આંચકો લાગ્યો ઝડપથી તે રાધિકાને જણાવ્યા વગર જ ફોરેન્સિક બ્યુરોમાં પહોંચ્યો.

અભિનવ બ્યુરોમાં આવી તરત જ રાજને મળ્યો.

"અભિનવ ફોરેન્સિક રિપોર્ટ આવી ગયો છે." રાજે‌ જણાવ્યું.

" શું છે રિપોર્ટમાં ?" અભિનવે પૂછ્યું.

અંદરથી રિપોર્ટ લઈ એક દેખાવડી યુવતી આવી.

" સર, રિપોર્ટ મુજબ આ નખ વાઘના નથી. આ નખ કૃત્રીમ નખ છે. તેના ચહેરા પર ખૂબ જ તિક્ષ્ણ ખંજનો પડ્યા હોવાથી ચહેરો પૂરો રેલાઈ ગયો છે. ઓળખ મેળવવી ખૂબ જ મુશ્કેલ છે."

"તાન્યા , આ કોઈ જવાબ નથી. આટલી જાણકારી પૂરતી નથી. ગમે તેમ આપણે તે આરોપીને પકડવો જ પડશે. તું ચહેરા પર કામ કર , કાલ સુધીમાં મને તેની ઓળખાણ જોઈએ"

(અભિનવ ને અચાનક કંઈક યાદ આવતા તે ઘટના સ્થળે ફરી ગયો ત્યાં શોધખોળ કરતા અભિનવને એક ડાયમંડ રીંગ મળી.)

અભિનવે ખૂબ જ ધ્યાનપૂર્વક જોતા તેને ફ્લેશબેકમાં યાદ આવ્યું. આ તો પોતે જ આપેલી તાન્યાની વીંટી છે. તેણે ખૂન થયું હતું તે રાત યાદ કરી પરંતુ તે દિવસે તાન્યા ઇન્વેસ્ટિગેશન માટે આવી જ હતી. તે શહેરની બહાર હતી. તો તેની વીંટી અહીં શું કરી રહી હતી ?

થોડી જ ક્ષણોમાં અભિનવના મોબાઈલની ઘંટડી વાગી અને ફરીથી અન્ય એક અજાણ્યો નંબર..... અભિનવે તરત ફોન ઉપાડ્યો સામેથી અવાજ આવ્યો. " મને મદદની જરૂર છે , મને મદદની જરૂર છે"

અને ફોન કપાઈ ગયો. તરત જ અભિનવે ફરીવાર ફોન કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ પહેલાની જેમ નિષ્ફળતા મળી. બીજી જ ક્ષણે તેને તે જ નંબર પરથી વોટસએપ માં વિડીયો આવ્યો જેમાં એક યુવતીની લાશ એક સુમસામ રસ્તાના સીટી લાઈટ ના થાંભલા પર લટકાયેલી હતી.

અભિનવ ઝડપથી ત્યાં પોતાની ટીમ સાથે દોડ્યો !


સુરતની હાઇરાઇઝ બિલ્ડિંગમાં ૧૫માં માળ પર એક ફ્લેટમાં જોરથી ગીતો વાગી રહ્યા હતા. પાંચ થી સાત લેડીઝ પોતાની કાર્ડસ્ પાર્ટીમાં વ્યસ્ત. હતી કેમ ન હોય ? રેક્સની કઝિન મિતીષાના લગ્નની છેલ્લી પાર્ટી હતી. બધા જ જોરથી ઝૂમી રહ્યા હતા. રેક્સ અભિની વાટ જોઈ રહી હતી. તે દરવાજાને એકીટશે જોઈ રહી હતી. અભિનવને ફોન માટે ઘણા પ્રયત્ન કર્યા છતાં, તેનો વળતો ઉત્તર ના આવ્યો બીજે જ દિવસે મિતીષાના લગ્ન હતા.


અભિનવ થોડી જ મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચ્યો. રાજ અને તેમની ટીમે લાશને નીચે ઉતારી તપાસ કરતાં જાણ્યું કે, ફરી તેવી જ ઘટના બની. ચહેરા પર ખંજનો, ચહેરો સંપૂર્ણ રીતે રેલાયેલો, અને આ વખતે પણ બોડીની આંખમાં વાઘનો એક નખ ખુંચેલો હતો. લાશના હાથની મુઠ્ઠીમાં એ જ ચિઠ્ઠી હતી " આઈ એમ બેક."

લાશને ફોરેન્સિક રિપોર્ટમાં માટે લઈ જવામાં આવી. અભિનવ અને તેની ટીમ સાથે જ કામ કરતી હતી. અભિનવને ફરી રાધિકા નો ફોન આવ્યો તે વાત કરવા માટે પોતાની ચેમ્બરમાં ગયો.

  વાત કરતા કરતા તેનો હાથ જેકેટના ખિસ્સામાં ગયો. તેના હાથમાં તાન્યાની વીંટી આવી તેને તરત જ રેક્સને કહ્યું "હું થોડીવારમાં કોલબેક કરું છું."

 અભી આ વીંટી હાથમાં લઇ અને વિચારતો હતો કે, આ વીંટી ઘટનાસ્થળે કેમ પહોંચી હશે ? શું તાન્યાને આ બાબતે જણાવવું જોઈએ ? કે તેના પર નજર રાખવી જોઈએ ? તે વિમાસણમાં મુકાયો.

(કેબિનની બહારથી તાન્યાએ જોયું તો તેની વીંટી અભિનવના હાથમાં હતી.)

" અભિસર, પ્લીઝ અહીં આવો." રાજનો અવાજ આવ્યો.

 (અભિએ તેના ડેસ્ક પર વીંટી મૂકી અને રાજ પાસે ગયો.) 

  "અભિસર ,એક ગુડ ન્યુઝ છે. વૃંદાવન પાર્કવાળી લાશ આઈડેન્ટીફાય થઈ ગઈ છે. મેઘા અરોરા,તે એક બિઝનેસમેનની છોકરી છે, તે પોતાના પુરુષ મિત્ર સાથે ત્રણ દિવસ પછી લગ્ન કરવાની હતી. તેના પુરુષ મિત્ર નું નામ આયુષ છે." રાજે કહ્યું

 "તેના પેરેન્ટ્સએ ગુમશુદાની રિપોર્ટ નથી લખાવી." અભી એ પૂછ્યું.

"ના, તેના માતા-પિતા હાલ કેનેડા છે. તેમને હજુ સુધી કોઇ જાણકારી નથી." રાજે જવાબ આપ્યો.

(તે જ ક્ષણે ધીમેથી તાન્યા અભિની કેબીનમાં જાય છે અને વીંટી લઈ લે છે.)

અચાનક અભિનવની કેબિનમાંથી અવાજ આવે છે. રાજ અને અભિ ત્યાં જોવા જાય છે, ત્યારેજ તે વિસ્તારનો વીજળી કપાઈ જાય છે. બધી જ લાઇટ બંધ થઈ જાય છે.

‌ ક્રમશઃ


Rate this content
Log in

More gujarati story from Hitesh Jivani

Similar gujarati story from Crime