Daxa Ramesh

Inspirational Others

3  

Daxa Ramesh

Inspirational Others

સાંભળો તો

સાંભળો તો

3 mins
7.3K


"કવ સુ સાંભળો તો..! આ જુઓને, આ લોકોને દર શનિરવી ક્યાંક ને ક્યાંક જવું જ હોય ! બન્ને જણા નોકરી કરે છે તો, થોડી બચત કરે અત્યારે તો પછી, મોટી ઉંમરે, એને જ ઉપયોગમાં આવશે ! ક્યાંક ને ક્યાંક ફરવા ઉપડી જ જાય છે !"

સમજુબેને એના પતિ પાસે, દિકરા-વહુની ગેરહાજરીમાં, પોતાના પતિ, નવલભાઈને ફરિયાદ કરી !

નવલભાઈએ કહ્યું, "તારી વાત તો ખોટી નહિ જ હોય ! ( પોતે એક સફળ પતિ હતા, એની સાબિતી !) હા, પણ, હું વિચારતો હતો કે, મારા પેન્સનનું, આવતા મહિને એરિયર્સ આવવાનું છે, ચાલને, આપણે બંને, કાશ્મીર કે હરદ્વાર જઈએ !"

સમજુબેને, સમજણ વાળી વાત કરી, "ના, હો ! મારે નથી જાવું કાશ્મીર કે હરદ્વાર, બાપા.. ટાઇઢ કેવી લાગે !"

સમજુ પતિએ કહ્યું, "તો પછી, સાઉથ સાઈડ, જાવું ? તિરુપતિ, કેરાલા કે કન્યાકુમારી ?"

શ્રીમતિ બોલ્યા, "ના, હો ! પછી, તમને ત્યાં ખાવાનું સદે નહિ, ભૂખ્યા તો રહી નહિ શકો, તમને એસીડીટી થઈ જાય છે !અને હાલી હાલી ને મારા તો ગોઠણ જ દુઃખી જાય સે ! ઇ તો રહેવા જ દો."

નવલભાઈ કહે, "આપણે ફોરેન ટૂર નથી કરી. હાલ, બેંગકોક, દુબઇ, અરે બાલી બાલી જાવું ?""

સમજુ બેન બોલી ઉઠ્યા, "ના, રે, આપણે તો કાઈ 'પીવું' નહિ ને ખરીદી કરવાનું પોષાય નહિ ને હવે, આ ઉંમરે, આવા ધખાળા ! મારી એક માસીની દીકરી ને ઇ ગ્યાતા તી કેતા'તા, ' ન્યા, હંધેય બધા પુરુષો, બળ્યું, પેલું જોવા ને ખાવા પીવા જ જાય સે ! તમે ક્યાં એવું કાંઈ ?"

નવલભાઈ, મલકી રહ્યા, સમજુ બેને આગળ ચલાવ્યું...

"સાંભળો તો ! હું, સુ કવ સુ ? હવે, આ ઉંમરે, નથી ખાવા પીવાનું સદતું, નથી, ઝાઝું હાલી શકાતું, અને વરી, નીંદરેય ઘર જેવી ક્યાંય નથી થાતી ! તો, હું એમ કવસું કે, આપળે, આ ક્યાંય ફરવા જવાને બદલે એક હારું ટી.વી. આપડા રૂમમાં રખાય એવું, લઈ લઈએ તો ? આપણે, જી જોવું હોય, ઇ લાંબા ટાંટિયા કરીને, એય ને... આપણા જ બેડમાં પઇડાં પઇડાજોયા કરસું..આપણે તો ક્યાંય જાવું નથી. આયા જ મથુરા ને કાશી. આયા જ દુબઇ ને બાલી !"

નવલભાઈ કહે, "જો, મારી સમજુડી, આપણે, આપણી યુવાનીમાં જવાબદારી અને આર્થિક સંકડામણ ના બહાને, હરવાફરવા જઈ ન શક્યા અને હવે, એ બન્ને પ્રશ્નનું સોલ્યુશન થઈ ગયું પણ, હવે, ઈચ્છા જ નથી થતી. અને શરીરે ય સાથ નથી દેતું, બહાર જઈએ તો ફરવાથી આનંદ મળવાને બદલે હેરાનગતિ વધુ અનુભવીએ છીએ. તો, તું જ કહે, આ પેઢીને હરવાફરવાની ઉંમર છે ! એમને આપણા જેટલી જવાબદારી પણ નથી. એ નસીબદાર છે. ફરવા દે ને એમને ! આપણે તો આપણી લાઈફ માણી ન શક્યા ! જીવવા દે એમને , એમની રીતે. બાકી તું સમજુ જ છો, મારી સમજુ રાણી. તું કહે ઇ સાચું !'

'હા, પણ આપણો દીકરો ને વહુ, વાત કરતાં હતાં, કે મમ્મી, પપ્પા માટે એના રૂમમાં એક ટી.વી. રાખવું હોય તો ઓનલાઈન મગાવી લઈએ !'

'જો તો. બારણે, કોઈ આવ્યું લાગે છે !"

મરક મરક હસતાં સમજુબેન દરવાજે ગયા, તો.. આવનાર કહી રહ્યો હતો..

"આપનું કુરિયર છે. સંભાળીને લઈ લો." અહીં સાઈન કરી દો !!"

સમજુબેન, પતિને કહે, "સાંભળો તો !"

નવલભાઈ ઊભા થઈ ત્યાં ગયા એમણે સાઈન કરી, સમજુબેન જોઈ રહ્યા, બોક્સ પર લખેલું વાંચવાની કોશિષ કરી...

'૪૨ ઈંચની ટી.વી.'


Rate this content
Log in

Similar gujarati story from Inspirational