kiranben sharma

Inspirational

4.5  

kiranben sharma

Inspirational

સાક્ષરતાનાં લગ્ન

સાક્ષરતાનાં લગ્ન

2 mins
435


સાક્ષરતા નામ તો માતા-પિતાએ ખૂબ સમજી-વિચારીને પોતાની દીકરીનું પાડ્યું. પણ સામાન્યજ્ઞાન ધોરણ ૧થી ૭નું આપ્યા બાદ, ધોરણ-૮માં તેને ભણવા માટે બીજે ગામ જવું પડે તેમ હોવાથી ના ભણાવી. દીકરીની જાત આમ સમયે-કસમયે એકલા બહાર જવાનું તેવા ડરથી આગળ ભણાવી નહીં.

સમય જતાં શું વાર લાગે ? સાક્ષરતા દિવસે ન વધે તેમ રાતે વધે, એમ કરતાં ધીમે-ધીમે જુવાન થવા લાગી. રૂપ તો ભગવાને જાણે તેને ફુરસદનાં સમયમાં ઘડી હોય તેમ રૂપાળી બનાવી હતી, ખૂબ ઘાટીલી પણ હતી. સાક્ષરતા જેવી બીજી એકે દીકરી ગામમાં જોવા ના મળે. કામકાજ અને ભરતગુંથણમાં ખૂબ જ હોશિયાર. આખા પંથકમાં બધા રૂપ ગુણમાં સાક્ષરતાનાં વખાણ કરતાં હતાં. તેના માતા પિતાને તેના લગ્નની ચિંતા થવા લાગી. આથી પોતાના સમાજમાં તથા સગા સંબંધીમાં તેમણે સાક્ષરતાના માંગા નાખવા શરૂ કર્યા. બધાને સાક્ષરતા ગમી જતી, પણ જ્યારે ભણવાનું પૂછતા ત્યારે તે સાત ચોપડી ભણી છે, તેવું જાણતા એટલે ના પાડી દેતા. કહેતા- "તમારી દીકરી સારું ભણેલી હોત તો મારો દીકરો તરત હા પાડી દે, પણ આતો ખાલી સાત ચોપડી ભણેલી છે."

સાક્ષરતા માટે ભણતરને લીધે ઘણી બધી જગ્યાએથી જ્યારે ના જ આવવા માંડી, ત્યારે સાક્ષરતાના માતા-પિતાને તેમની ભૂલ સમજાઈ. આજના જમાનામાં રૂપ- ગુણ કરતાં વિશેષ મહત્વ ભણતરનું ગણાય. આજે જો છોકરો છોકરી બંને કમાય તો જ ઘર સારી રીતે ચાલે, જિંદગીની બધી જાહોજલાલી મળે. તેમના સંતાનને પણ ઘરે ભણાવી શકે.

સાક્ષરતાને આજે તેના માતા-પિતાના વિચારો, દીકરીને ના ભણાવવાનાં વિચારો પર નફરત થવા લાગી. સાક્ષરતાને તેનું ભવિષ્ય અંધકારમય નજર આવવા લાગ્યું.

સાક્ષારતાને તેના ગામમાં રહેતા મીનાબેન પટેલ જે ગામની શાળામાં શિક્ષિકા તરીકે ભણાવે, તેમણે સમજાવ્યું અને સલાહ આપી કે "ખાસ ભણવા માટેની અરજી કરી મંજુરી માંગ, હું તને ઘરે ભણાવીશ, તારી ઉંમર થઈ એટલે તારાથી સીધી દસમાની પરીક્ષા આપી શકાશે. કોઈપણ માનવી માટે ભણવાની કોઈ ઉંમર નથી હોતી. તું પણ હજુ ભણી શકીશ."

સાક્ષરતા ખુશ થઈ ગઈ, તેણે ખૂબ મહેનત કરી અને દસમાની પરીક્ષા આપી પાસ થઈ, ત્યારબાદ ડિપ્લોમા હોમસાયન્સ કર્યું અને પોતાના પગભર થઈ. સાક્ષરતાના માતા-પિતા આજે ખૂબ ખુશ થયાં, કેમકે હવે સાક્ષરતા માટે મનપસંદ મુરતિયાઓ સામેથી આવવા લાગ્યા, તેમાંથી કોલેજમાં પ્રોફેસર બનેલ રાજન સાથે સાક્ષરતાનું ધામધૂમથી લગ્ન થયું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational