Manishaben Jadav

Inspirational

4  

Manishaben Jadav

Inspirational

સાહસિક વીણા

સાહસિક વીણા

1 min
285


વીણા ગામડે રહેતી હતી. તે ખૂબ હોંશિયાર અને બુદ્ધિમાન. તેના માતા-પિતાને એકનું એક સંતાન. તેના માતા-પિતા પણ તેના પર ગર્વ કરે. આખા ગામને કોઈ મુસીબત હોય એ વીણાને સાદ પાડે. એટલે વીણા હાજર જ હોય. આખા ગામનું નાક.

એક વખત ચોમાસાનો સમય હતો. ધોધમાર વરસાદ પડ્યો. ગામમાં કમર કમર સુધી પાણી ભરાયાં. કોઈ બહાર નીકળવાનું નામ ન લે. એ સમયે ગામને શેઠને ત્યાં તેની વહુને સુવાવડ આવી. ઘરમાં કોઈ પુરુષ હાજર ન મળે. ગામમાંથી કોઈ બહાર જવા તૈયાર નહીં. એ સમયે વીણાને ખબર પડી. એ તરત પહોંચી શેઠને ત્યાં.

શાકભાજીવાળાને ત્યાંથી એક રેકડી લઈ આવી. અને તે સ્ત્રીને રેકડી પર નાખી. પોતે ધક્કા મારવા લાગી. કમર સુધી પાણીમાં ધક્કો મારવો એટલું સહેલું ન હતું. છતાં વીણા કંઈ હિંમત હારે તેમ ન હતી. એક માતા અને બાળકના જીવનો સવાલ હતો. પોતે ગમેતેમ હિંમતપૂર્વક પેલી ગર્ભવતી સ્ત્રીને ગામની બહાર પહોંચાડી. ત્યાંથી એક રીક્ષા કરી દવાખાને પહોંચાડી. પેલી સ્ત્રી અને બાળક માટે આશીર્વાદ બની.

તેના સાહસ અને નીડરતાનાં સૌએ વખાણ કર્યા.

"દીકરી નથી કમજોર

એ તો મજબૂત દોર."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational