mariyam dhupli

Children

4  

mariyam dhupli

Children

સાચવણી

સાચવણી

2 mins
272


ત્રણ માળના મકાનની ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મકાનમાલિકની પોતાની મીની ફૂડ માર્કેટ હતી. દુકાનના એક ખૂણામાં નોકર બજારથી આવેલા બટાકા એક પછી એક ઉપર તરફથી નીચેની કેબિનમાં ઝડપથી ઉડાવતો ફરજ પર કાર્યરત હતો. ગ્રાહકોથી ભરેલી દુકાનના કાઉન્ટર ઉપરથી શેઠ બહાર નીકળી ઉભા હતા. આંખો ગુસ્સાથી લાલચોળ હતી. સામે ઉભા તેર વર્ષના છોકરાને એક જોરદાર લપડાક મારી એમની નજર ફરીથી હાથમાં થમાયેલી માર્કશીટ ઉપર આવી પડી અને અંતિમ ત્રણ મિનિટથી થઇ રહેલી ગર્જના વધુ બળપૂર્વક ત્રાટકી.

"કીર્તન, નાલાયક ! ફરી નાપાસ થયો. શરમ પણ નથી આવતી. થોભ, આજે તારી ખેર નથી. બધા દાંત તોડી નાખીશ. ખાલી રમવાનું ને જમવાનું. એ સિવાય સાલાને કશું આવડતું નથી. આજે તારી અને મારી વચ્ચે કોઈ આવે નહીં. તું તો ગયો સમજી લે. મારી લાકડી ક્યાં ગઈ ?"

સામે ઉભા છોકરાએ ગાલ ઉપર પડેલી લપડાકને એક ક્ષણ માટે એ અંદાજે પંપાળી જાણે એ કોઈ મોટી વાત હતી નહીં. મોમાં મુકેલી ચ્યુઇંગમને એ સતત ચાવી રહ્યો હતો. એની બિન્દાસ્ત નજર દુકાનમાં ઉભા ગ્રાહકોની નજર પર પડી. બધાના ધ્યાનનું કેન્દ્ર બનવાનો જાણે ગર્વ હોય એમ આંખો નફ્ફટાઈ જોડે મૌન હાસ્ય વેરી રહી. લાકડી શોધવા અહીંથી ત્યાં ઝડપથી ફરી રહેલી શેઠની નજર અનાયાસે નોકર ઉપર પડી. નવા આવેલા ઈંડાને જગ્યા ઉપર ગોઠવી રહેલ નોકરના હાથમાંથી એક ઈંડુ માંડમાંડ પડી જતા બચી ગયું. આક્રમણ સ્નોથળાંતર ભોગ બનેલા નોકર ઉપર શેઠની ગર્જના ત્રાટકી. 

"તને બુદ્ધિ છે કે નહીં ? પેલા બટાકા હતા ને આ ઈંડા છે. બન્નેની સાચવણી એકસરખી હોય ? બટાકા દસ વાર પણ પટકાય તો એને કોઈ ફેર ન પડે. ઈંડાને નાનકડી તીરાડ પણ પડે તો કામ પતી ગયું. એને તો અત્યંત જતનથી સાચવીને રાખવા પડે."

ગ્રાહકો વચ્ચે થયેલા અપમાનને નીચી નજર ઢાળી પચાવતા નોકરે અત્યંત હળવા હાથ વડે, સંભાળપૂર્વક, સાવચેતી જાળવતા ઈંડા જગ્યા ઉપર ગોઠવવા માંડયા. આક્રમણ સ્થળાંતરનો લાભ લઇ છોકરો આંખો સામેથી દર વખત જેમ પોતાને ચકમો આપી મોજથી અદ્રશ્ય થઇ ગયો એ અંગે સભાન થયેલા શેઠનો પારો વધુ ઊંચો ચઢ્યો. ગર્જનાનો અવાજ હદ વટાવી ગયો. 

''ને પેલો સોહમ ક્યાં છે ? એ પણ નાપાસ થયો. આજે એની પણ ખેર નથી. હાડકા ભાંગી નાખીશ એ હરામખોરના પણ. "

એ ક્ષણે મકાનની ઇમારતના ધાબાની પાળી ઉપર અન્ય છોકરાની આંખો રડીરડીને સૂઝી ચુકી હતી. ગભરામણથી હોઠ થરથર ધ્રુજી રહ્યા હતા અને કંપી રહેલા પગમાંથી એક પગ પાળી છોડતો આગળ વધી રહ્યો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Children