Meenaz Vasaya. "મૌસમી"

Romance Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance Inspirational

સાચો જીવનસાથી

સાચો જીવનસાથી

3 mins
216


શહેરના એક જાણીતા હોલમાં ગીત સંગીતની સ્પર્ધા યોજાઈ હતી. હોલ ચિક્કાર ભરેલો હતો. એક પછી એક ગાયક,l પોતાના ગીતો ને રજૂ કરતા,અને શ્રોતાઓને ખુશ કરવાનો બેસ્ટ પ્રયત્ન કરતા હતા. સ્ટેજ પરથી જાહેરાત કરવામાં આવી કે, હવે પછીનું ગીત લઈને આવી રહી છે, મધુર કોકિલ કંઠી ગાયિકા, મિસ શ્યામા અને આખા હોલમાં તાળીઓનો ગડગડાટ થયો.

જ્યારે એને સ્ટેજ પર આવી મોસમને અનુરૂપ ગીત ગાયું,"રીમ ઝીમ ગીરે સાવન," સમારંભ માં રહેલા શ્રોતા અચંબિત થઈ ગયા. શ્યામાની મન મોહક અદા અને, સૂરીલા અવાજમાં, એટલા તો ડૂબી ગયા કે ગીત પૂરું થઈ ગયું, એની પણ ખબર ના રહી, પૂરા શ્રોતા ગણે વન્સ મોરનો નારો લગાવ્યો.

ખરેખર શ્યામાના અવાજમાં ખૂબ જાદુ હતો. એ જ્યારે ગાતી તો હવા પણ થંભી જતી. એના સૂરીલા સૂરને માણવા પંખીઓ પણ સ્થિર થઈ જતાં.આસપાસનું માહોલ સંગીતમય બની જતું. સ્પર્ધા પૂરી થાય છે. અને શ્યામાને વિજયી ઘોષિત કરવામાં આવે છે. શ્યામાનો ઓટોગ્રાફ લેવાની લોકો પડાપડી કરતા હોય છે.

પણ શ્યામાનું ધ્યાન તો ખૂણામાં ઉભેલ શ્યામ તરફ જાઈ છે. બધા નીકળી જાઈ પછી શ્યામ, શ્યામા ને મળે છે. અને પોતે શ્યામા સાથે લગ્ન કરવા માગે છે. એ દિલ ની વાત શ્યામા સમક્ષ રાખે છે.

શ્યામા થોડું વિચારે છે. પછી શ્યામ ને કહે છે,"મારા પર ઘણી જવાબદારીનો બોજ છે. એ તું ઉઠાવી શકીશ ?" અને પોતાની કહાની, શ્યામ આગળ, રજૂ કરે છે.

મારા પિતાનું અવસાન થયું ત્યારે હું કોલેજ ના છેલ્લા વર્ષ મા હતી.

મારા થ બે નાના ભાઈ બહેનnઅને માં ની જવાબદારી મારા શિરે આવી પડી.

હું લગ્ન કરીશ પણ ભાઈ સીએ બને અને બહેન ડોકટર બને પછી અને લગ્ન પછી મારી માતાને હું મારી સાથે રાખીશ.

બોલ તને મારી આ શરત મંજૂર છે ?"

ત્યારે શ્યામ પણ એ વાત ને મંજૂરીની મહોર મારે છે.

પણ દિવસો ક્યાં બધા એક સરખા હોય છે !

આપણે વિચારીએ કૈંક અને  સમય પણ એનો પ્રભાવ દેખાડ્યા વગર ક્યાં રહે છે ! શ્યામા સ્કુટી લઈ ને જતી હતી ને, અચાનક સામેથી આવતી કારની ટક્કર લાગતા, તેને ઘણી બધી ઇજાઓ થાય છે.

અને આ એક્સિડન્ટ માં તેનો એક પગ કપાઈ જાઈ છે. શ્યામા એકદમ હતાશ થઈ જાય છે.કેમ કે, બંને ભાઈ બહેન ની ફિસ ભરવાનો સમય હતો.

તે પોતે પણ કામ કરવા જઈ શકે એમ નહોતી. શ્યામ કહે છે "શ્યામા ચિંતા ના કર આપણે બંને મળી નવી શરૂઆત કરીશું" પણ ઈશ્વર બધા દરવાજા બંધ નથી કરતો. શ્યામ પણ એની જિંદગી માં ફરિશ્તા બની ને આવ્યો. શ્યામે બંનેની ફીસ ભરી. અને શ્યામાની હોસ્પિટલનો પણ તમામ ખર્ચો ઉપાડી લીધો. અને થોડા સમયમાં શ્યામાની તબિયત પણ બરાબર, થઈ જાય છે. પણ એ પહેલાં જેવી ચંચળ નહોતી. ધીર ગંભીર બની ગઈ હતી. તેને એ વાત નો ડર સતાવતો હતો કે, શ્યામ એને છોડી નહિ દે ને ! તેનો ચહેરો આ ચાડી ખાતો હતો કે, તેના હદય માં ક્યાંક દર્દ છે.

શ્યામ પૂછે છે, ત્યારે શ્યામા કહે છે કે, "તું મને છોડી તો નહિ દે ને." ત્યારે શ્યામ કહે છે, "સાગર ખારો છે તો શું નદી એને મળવાનું બંધ કરે છે ? શું કાંટા ને જોઈને ગુલાબ ખીલવાનું બંધ કરી દે છે ?

ચાંદમાં દાગ છે શું ચકોર એને ચાહવાનું બંધ કરી દે છે ? નહિ ને ? પ્રેમ તો હૃદયથી હોય, તારો એક પગ મને જિંદગીમાં ક્યાંય અડચણ રૂપ, નહિ થાય."

શ્યામનો આવો, ઉતર સાંભળી, ઈશ્વર ના, શુક્રાના, અદા કરે છે. વર્ષો પછી આજે શ્યામાની તપસ્યા ફળી હતી. એની મહેનત રંગ લાવી હતી. ભાઈ સીએ બની ઞયો. અને બહેન ડોકટર.

અને શ્યામ અને શ્યામા એ પ્રભુતામાં પગલાં પાડ્યા. શ્યામે સાચા જીવનસાથી બની પુરવાર કરી આપ્યું. ત્યારે શ્યામા એ સાબિત કરી બતાવ્યું કે, દીકરી ટેન્શન નહિ પણ ટેન સન ‌બરાબર છે.


Rate this content
Log in

Similar gujarati story from Romance