Jyotindra Mehta

Fantasy Inspirational Thriller

3  

Jyotindra Mehta

Fantasy Inspirational Thriller

રુબેલા

રુબેલા

8 mins
433


દીપુ અને મીના તેમના પાડોશીના ફ્લેટમાં રમી રહ્યા હતા , આ તેમનો નિત્યક્રમ હતો. સવારે સ્કૂલમાં જતા અને બપોરે ઘરે આવીને ટ્યુશન જતા અને પછી હોમવર્ક પતાવીને બાજુની રુબેલા આંટી નોકરીએથી આવે એટલે તેમના ઘરમાં ભરાઈ જતા. રુબેલાને ત્યાં કોમ્પ્યુટર હોવાથી તે કલાકો સુધી તેના પર જુદી જુદી ગેમ રમતા રહેતા. રુબેલા તે ફ્લેટમાં એકલીજ રહેતી હતી અને દીપુ અને મીના તેના ઘરે રામે એ ખુબ ગમતું. તેમના લીધે તેનો ટાઈમપાસ થતો. સાંજે દીપુ અને મીનાના મમ્મી પપ્પા આવે એટલે તેઓ કમને ઘરે જતા. દીપુ અને મીનાની મમ્મી હંમેશા કહેતી તું અહીં રહેવા આવી ત્યારથી બાળકોની ચિંતા ઓછી થઇ ગઈ. દીપુ અને મીનાના મમ્મી-પપ્પા સરકારી નોકરી કરતા હતા.


રુબેલા એક હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હતી તેની ડ્યુટી સવારે ૬ થી બપોરના ૩ વાગ્યા સુધી હતી. રુબેલાને પોતાના ભૂતકાળ વિષે કોઈ જાણકારી ન હતી. રુબેલા માટે ભૂતકાળ એટલે બે વરસ પહેલા હોસ્પિટલમાં આંખ ખુલી ત્યાંથીજ હતો. બે વરસ પહેલા તેની આંખ હોસ્પિટલમાં આંખ ખુલી ત્યારે બે માયાળુ આંખો તેની તરફ જોઈ રહી હતી. આંખો ખુલ્યા પછી તેણે પહેલો પ્રશ્ન પૂછ્યું હતો હું ક્યાં છું ? ત્યારે તે આધેડ નર્સ મેરીએ કહ્યું 'તું અત્યારે નવજીવન હોસ્પિટલમાં છે અને તને અહીં લોહી નિંકળતી અવસ્થામાં લાવ્યા હતા. તારા બચવાના ચાંસેસ પણ ઓછા હતા. પણ ખબર નહિ તું કેવી રીતે બચી ગઈ !' રુબેલાએ પૂછ્યું 'હું કોણ છું ?' ત્યારે મેરીના ચેહરા પર અસમંજસના ભાવ આવી ગયા. તેણે પૂછ્યું 'તને તારા વિષે કઈ યાદ નથી ?' રુબેલાએ નકારમાં માથું હલાવ્યું. ત્યારે મેરીએ તેનો હાથ પકડીને કહ્યું 'વાંધો નહિ દીકરી ધીમે ધીમે બધું યાદ આવી જશે.' રુબેલાને કઈ યાદ તો ન આવ્યું પણ તે દિવસે મેરીએ તેનો પકડેલો હાથ ન છોડ્યો. તેણે તેને દીકરીની જેમ સાચવી તેને રુબેલા એવું નામ આપ્યું અને તેને નર્સિંગનો કોર્સ કરાવીને ત્યાંજ નોકરી અપાવી. રુબેલાએ બહુ આજીજી કરી ત્યારે તેને જુદા રહેવાની પરમિશન આપી.


એક દિવસ દીપુ અને મીના રાબેતા મુજબ તેના ત્યાં રમી રહ્યા હતા એટલાં બે માસ્કધરી વ્યક્તિ તેના ફ્લેટમાં ધસી આવી અને દીપુ અને મીનાને ઉપાડીને ટેરેસ તરફ દોડી ગઈ. રુબેલા તેમની પાછળ દોડી પણ તે ઉપર ગઈ ત્યાં સુધીમાં ટેરેસનો દરવાજો લોક થઇ ગયો હતો, તેણે બહુ બૂમો પડી પણ દરવાજો ખુલ્યો નહિ. બપોરનો સમય હોવાથી બધા ફ્લેટના દરવાજા બંધ હતા અથવા લૉક હતા. તેણે પોતાને શાંત પડી અને ધ્યાનથી સાંભળવા લાગી. એક વ્યક્તિ ફોનમાં કહી રહ્યો હતો કે બાળકોનો જીવ વહાલો હોય તો ફાઈલ અમને સોંપી ડો. સામેથી શું કહેવામાં આવ્યું તે રુબેલા ને ખબર ન પડી પણ તે વ્યક્તિએ કહ્યું 'પાંચ મિનિટ છે તમારી પાસે જલ્દી નિર્ણય કરો નહિ તો બંને બાળકોને ટેરેસ પરથી ફેંકી દઈશું.' દીપુ અને મીના બૂમો પડી રહ્યા હતા.


રુબેલા વિચારવા લાગી કે જો હવે હિમ્મત નહિ દેખાડી તો હું બાળકોને ગુમાવી દઈશ. તે બે ડગલાં પાછળ ખસી અને દરવાજાને ખભાથી ટક્કર મારી અને તેના આશ્ચર્ય વચ્ચે દરવાજે તેનું સ્થાન છોડી દીધું અને ઉડીને દૂર પડ્યો. તે વિચાર્યા વગર તે બંને વ્યક્તિઓ તારા દોડી જે ટેરેસના કઠેડા નજીક ઉભા હતા. કોઈને આ રીતે પોતાની તરફ દોડીને આવતી જોઈને મીનાને જેણે ઉપાડી હતી તે બીજી દિશામાં દોડ્યો અને જેણે દીપુનો પકડ્યો ઉચક્યો હતો તેણે કહ્યું 'ઉભી રહે નહિ તો આને ફેંકી દઈશ. પણ રુબેલા હોશમાં ન હતી તે જેવી તેમની નજીક પહોંચી પેલાએ દીપુનો બહારની તરફ ફેંક્યો અને કોઈ અજાણ કારણસર રુબેલા તેની પાછળ કૂદી અને તેના આશ્ચર્ય વચ્ચે તે પડવાને બદલે ઉડી રહી હતી તેણે દીપુનો ઝીલી લીધો અને ફરીથી ઉડીને ટેરેસ પર આવી ગઈ અને જેણે દીપુનો ફેંક્યો હતો તે રુબેલાને એક જોઈ રહ્યો હતો જાણે ભૂત જોઈ રહ્યો હોય.


રુબેલાએ તે વ્યક્તિને એક થપ્પડ ઝીંકી દીધી એટલે તે પડી ગયો અને તેના મોઢામાંથી લોહી વહેવા લાગ્યું. પોતાના સાથીદારની આવી હાલત જોઈને જેણે મીનાને ઉંચકી હતી તે એમજ છોડીને ભાગી ગયો. રુબેલા બંને બાળકોને લઈને નીચે ફ્લેટમાં આવી. બપોરનો સમય હોવાથી કોઈએ તેને ઊડતી નહોતી જોઈ. બંને બાળકો ડરેલા હતા તેણે બાળકોને કહ્યું કે કોઈને કહેતા નહિ કે શું થયું હતું પછી તેણે કહ્યું મારા સોગન ખાઓ કે કોઈને કઈ નહિ કહો. બાળકોએ સોગન ખાધા પછી તેને શાંતિ થઇ. પછી તે વિચારવા લાગી કે આ શું થઇ રહ્યું છે તેની સાથે. તે ઉડી, તેની એક ટક્કરથી દરવાજો તૂટી ગયો, એક થપ્પડમાં તે વ્યક્તિ લોહીલુહાણ થઇ ગયો. શું મારામાં શક્તિ છે ? થોડીવારમાં દીપુ અને મીનાના મમ્મી-પપ્પા તેના ફ્લેટમાં પહોંચી ગયા હતા. બાળકોને સહીસલામત જોઈને તેમને શાંતિ થઇ. દીપુ અને મીનાને મમ્મીએ બાળકોને ગળે વળગાડ્યા અને રડવા લાગી. પછી તેમણે રુબેલાને બનેલ ઘટના વિષે પૂછ્યું ? રુબેલાએ બાળકોના બચાવની જુદી સ્ટોરી કહી જેમાં ફક્ત થોડી હાથાપાઈ સામેલ હતી. રુબેલાએ પૂછ્યું આવનાર લોકો કોણ હતા તે પૂછ્યું. તેના પતિએ બાળકોને લઈને ઘરે જવાનું કહ્યું. બાળકોના ગયા પછી તેમણે કહ્યું કે 'અમે એક સરકારી સંસ્થામાં કામ કરીયે છીએ અને તેમને એક ફાઈલ જોઈતી હતી તેથી અમારા પર દબાણ કરવા તેમને ગુંડા મોકલ્યા હતા. પણ આભાર તમારો કે તમે બાળકોને બચાવી લીધા. હું આજે જ પરિવાર સાથે બાળકોને લઈને બીજે શિફ્ટ થાઉં છું. એટલું કહીને તે જતા રહ્યા.

        

રાત્રે રુબેલાએ પોતાની શક્તિઓ અજમાવવાનું નક્કી કર્યું. રાત્રે તે ટેરેસ પર ગઈ અને કૂદકો માર્યો એટલે હવામાં ઉડવા લાગી. બે કલાક ઉડ્યા પછી તે ઘરે પછી આવી અને પોતાના ભૂતકાળ વિષે વિચારવા લાગી કે હું કોણ છું અને મારી પાસે શક્તિઓ કેવી રીતે આવી ? પણ કઈ યાદ ન આવ્યું પછી તેણે ટીવી ઓન કર્યું તો તેમાં એક મૂવી આવી રહ્યું હતું, સુપરમેન. તે જોવા લાગી, પછી તેણે વિચાર્યું કે નક્કી હું પણ સુપરમેનની જેમ બીજા ગ્રહની વાસી છું. અને એક્સીડેન્ટને લીધે મારી યાદદાશ્ત જતી રહી છે. પછી આ તેનો નિત્યક્રમ બની ગયો. રોજ રાત્રે ઉડવા જતી અને પછી ઘરે આવીને શાંતિથી સુઈ જતી. જયારે તેના ગાલ પર હવાના થપેડા પડતા ત્યારે તેનું રોમ રોમ પુલકિત થઇ જતું. તેમાં એક વખત સ્પાઇડરમેનનું મુવી જોઈ રહી હતી તેમાં એક સીન આવ્યો જેમાં અંકલ બેન પીટરને કહે છે કે 'શક્તિઓ જવાબદારીઓ લઈને  આવે છે.' ત્યારે તેને ભાન થયું કે તે ઉડવાની શક્તિને વેડફી રહી છે. રુબેલાએ નક્કી કર્યું કે હવે તે તેની શક્તિનો ઉપયોગ લોકોની મદદ માટે કરશે. તેણે બીજે દિવસે પોતાના માટે એક ડ્રેસ બનાવ્યો અને એક માસ્ક ખરીદ્યું અને વિચારવા લાગી નામ શું રાખીશ. તેના મગજમાં એકજ નામ આવ્યું કીયા - વંડરવુમન.


ત્રીજા દિવસથી તેણે પોતાનું મદદનું અભિયાન શરુ કરી દીધું. તે રાત્રે નીકળતી અને લોકોને મદદ કરતી. જેમાં લૂંટારા અને ચોરોના પકડવાથી લઈને એક્સીડેન્ટ રોકવાનું કામ સામેલ હતું. ધીમે ધીમે કીયા - વન્ડરવુમન ફેમસ થવા લાગી અખબારોમાં તેનું નામ ચર્ચાવા લાગ્યું. તેના ફોટા અખબારોમાં છપાવા લાગ્યા. તેના મનમાં એક સુષુપ્ત ઘમંડ તૈયાર થવા લાગ્યો અને ધીરે ધીરે તે ઘમંડી થવા લાગી. પછી એક દિવસ એવું બન્યું કે કોઈ પત્રકારે તેના વિષે ઘસાતું લખ્યું તો તે દિવસે તેણે જઈને તે પત્રકારની પીટાઈ કરી, અને આવીને ખુશ થઈને સુઈ ગઈ. તેને એક સપનું આવ્યું તેમાં એક સોનેરી વાળવાળી સ્ત્રીએ આવીને કયું કે 'તારે પોતાના વિષે જાણવું હોય તો કાલે સાંજે ૬ વાગે તારો જે જગ્યાએ એક્સીડેન્ટ થયો હતો ત્યાં પહોંચ.' રુબેલાની આંખ ખુલી ગઈ. તેને લાગ્યું કે તેને કોઈ ભાસ થયો છે. તેણે ફરી આંખો બંદ કરી તો ફરી તેને અવાજ આવ્યો, 'આ ભાસ નથી કાલે સાંજે ૬ વાગે.'


બીજે દિવસે તે ડ્યુટી પર ગઈ અને મેરી આંટીને પૂછ્યું કે 'મારો એક્સીડેન્ટ ક્યાં થયો હતો ?' તેમને આશ્ચર્ય થયું પણ તેમણે એક્ઝેક્ટ લોકેશન કહ્યું એટલે ડ્યુટી પતાવીને તે ત્યાં પહોંચી. સાડાપાંચ  વાગે ત્યાં પહોંચીને ત્યાં ઉભી રહી રાહ જોવા લાગી. ૬ વાગ્યા પછી તેને હાઇવેની નીચીને તરફ એક છોકરી દેખાણી જે તેને પોતાની નજીક બોલાવી રહી હતી. તે જેવી તેની નજીક પહોંચી તે છોકરી ફરી તેની પહોંચથી દૂર થઇ ગઈ. તે જેટલી નજીક પહોંચવાની કોશિશ કરતી એટલી તે દૂર પહોંચી જતી. એક ક્ષણ આવ્યો જયારે તે તેની નજર સામેથી અદ્રશ્ય થઇ ગઈ. અંધારું થવા લાગ્યું હતું હવે તે થોડી થોડી ડરવા લાગી હતી પણ પછી તેને પોતાની શક્તિઓની યાદ આવી એટલે તે આગળ વધી અને જે જગ્યાએ તે છોકરી અદ્રશ્ય ત્યાં પહોંચી અને જેવો તેણે ત્યાં પગ મુક્યો તેની આજુબાજુનું દ્રશ્ય બદલાઈ ગયું.


હવે તે સુંદર પહાડીઓ પર હતી ને ત્યાં અજવાળું હતું. દૂર તેને તે છોકરી દેખાઈ તે તેની તરફ જોઈને હસી અને ઉડવા લાગી. પહેલા તો રુબેલા તેને આશ્ચર્યથી જોઈ રહી પણ પછી તે પણ તેની પાછળ પાછળ ઉડવા લાગી. દૂર પહાડો પર એક ગુફા નજીક પહોંચીને તે તેમાં પ્રવિષ્ટ થઇ ગઈ અને તેની પાછળ રુબેલા પણ ગુફામાં પ્રવેશી. અંદરનું દ્રશ્ય જોઈને રુબેલા આભી બની ગઈ કારણ અંદરનો ભાગ હીરાની જેમ ચળકાટ મારી રહ્યો હતો. થોડું અંદર ગયા પછી તેને એક સિંહાસન દેખાયું જેના પર સપનામાં દેખાયેલી સોનેરી વાળવાળી સ્ત્રી બેસેલી હતી તેના માથે મુકટ હતો. તેણે રુબેલાને જોઈને કહ્યું 'કે આવ રુબેલા આવ અથવા શું કહું કીયા વન્ડરવુમન.' રુબેલાએ કહ્યું 'તમેજ મને અહીં બોલાવી હતી ? અને આ જગ્યા કઈ છે ?' તે સ્ત્રીએ કહ્યું, 'આ શક્તિ પરિમાણ છે અને અહીંથી અમે શક્તિ પ્રવાહિત કરતા હોઈએ છીએ જે દુનિયાના દરેક વ્યકતિમાં વહેંચાઈ જાય છે. જેવી શરીરની શક્તિ ગ્રહણ કરવાની શક્તિ હોય તેમ તેમાં તે સમાય છે. રુબેલા તે સુંદર સ્ત્રી તરફ જોઈ રહી પછી તેણે તે છોકરી તરફ આંગળી ચીંધીને પૂછ્યું આ છોકરી કોણ છે ? અને આ ઉડી કેવી રીતે શકે છે ? આ છોકરી તેજ છે જેણે તારો જીવ બચાવ્યો હતો અને તેણે તેની શક્તિ પ્રવાહિત કરીને તને થોડી શક્તિ આપી હતા જેનાથી તું બચી શકે અને તે લીધેજ તને થોડી શક્તિ મળી છે જેનાથી તું ઉડે છે અને લોકોને મદદ કરે છે. પણ તારામાં એક કમી છે તને પ્રસિદ્ધિની લાલચ છે અને તને તારી શક્તિઓનું અભિમાન પણ આવી ગયું છે જયારે મારી દીકરીઓ લોકોને એવી રીતે મદદ કરે છે કે કોઈને ખબર નથી પડતી કે તેની મદદ કોણે કરી છે. લોકો સમજે છે કે કોઈ દૈવી ચમત્કાર થયો છે.


રુબેલા આશ્ચર્યથી તે છોકરી તરફ જોઈ રહી હતી કે જો તેણે પોતાની થોડી શક્તિ આપી તો પોતે આટલી શક્તિશાળી થઇ ગઈ છે તો આ નાની છોકરીમાં કેટલી શક્તિ હશે. પછી તેણે પૂછ્યું કે 'આના જેવી બીજી છોકરીઓ પણ છે ?' તે સ્ત્રીએ એક ટીનો અવાજ કાઢ્યો તો તે જગ્યા હજારો નાની છોકરીઓથી ભરાઈ ગઈ. હવે તેનો ઘમંડ ઓગળી ગયો હતો. રુબેલાએ પોતાનું મસ્તક નમાવ્યું અને કહ્યું 'મારી ભૂલ થઇ ગઈ, કદાચ શક્તિના ઘમંડમાં હું સાચો માર્ગ ભૂલી ગઈ.' તે સ્ત્રીએ કહ્યું 'અહીંથી દુનિયાના દરેક પ્રદેશમાં જઈ શકાય છે અને મારી દીકરીઓ લોકોને જરૂર હોય ત્યારે મદદ કરે છે. રુબેલાએ પૂછ્યું 'આપણું નામ ?' તે સ્ત્રી ફક્ત હસી અને રુબેલાની આંખ સામેનું દ્રશ્ય બદલાઈ ગયું તે ફરીથી હાઇવેના કિનારા પર ઉભી હતી. તે સમજી ન શકી કે જે તેણે જોયું હતું તે સપનું હતું કે સત્ય પણ એટલામાં દૂર તે છોકરી દેખાઈ અને તેણે રુબેલાને ટાટા કહ્યું.


એ દિવસ છે ને આજનો દિવસ છે કીયા -વંડરવુમનને કોઈએ જોઈ નથી પણ લોકોને મદદ જરૂર મળી જાય છે.      


Rate this content
Log in

Similar gujarati story from Fantasy