Bindya Jani

Tragedy

3  

Bindya Jani

Tragedy

ઋતુ

ઋતુ

1 min
218


બધી જ ઋતુઓમાં ચોમાસાની ઋતુ કે એ મારી અને મેઘની પ્રિય ઋતુ. અમારા માટે ચોમાસાની ઋતુ એટલે પ્રેમની ઋતુ. ક્યારેક વરસાદ અમીછાંટણા વરસાવે તો ક્યારેક ઝરમર અને ક્યારેક અનરાધાર.

હું દરેક વરસાદને મારા ખોબામાં ઝીલ્યા કરું અમી છાંટણામાં ભીંજાયેલ દિલની વાતોને યાદ કર્યા કરુ અને અનરાધાર વરસાદમાં ભીંજાઈને મેઘની યાદમાં આંખો અનરાધાર વરસી જાય.

જ્યારે જ્યારે ચોમાસું આવે, ત્યારે મારો અતીત મને રડાવે. જ્યારે જ્યારે વરસાદ આવે ત્યારે હું મારા મેઘની યાદમાં ને તેની પ્રીતમાં ભીંજાઈ જાઉં અને મને લાગે કે મારો મેઘ મારી સાથે જ છે. 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy