રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-૯
રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-૯
વિકી-જેકી અને હૅલન સવારે ગાર્ડનમાં નિરાંતે ચાહ નાસ્તો કરતા બેઠા હતા ત્યાં જ વિકિના ફોનમાં રિંગ વાગી, ફોન ઉપાડતા હોશ ઉડી ગયા અને ચાહનો કપ હાથમાંથી છૂટી જતા સપનના ચુરા થાય એમ કાચ વિખરાઈ ગયો.
હવે આગળ,
'હેલો,,, હૅલો,,,,,,,,,,,,,,,,', વિકી બૂમો પડતો રહ્યો અને ફોન કટ થઇ ગયો.
'વિકી, કોણ હતું? શું થયું? તું એટલો ગભરાયેલો કેમ દેખાય છે??
વિકી સમજી ના શક્યો કે શું જવાબ આપવો. થોડી ક્ષણોમાં મનમાં અંધકાર થઇ ગયો હોય એમ ચૂપ રહ્યો.
'અરે! મારે જલ્દી જવું પડશે, મારે ઓફિસમાં થોડા સિરિયસ ઈશ્યુ થયા છે અને એની આજે જ જાણ લેવી જરૂરી છે. હું તમને પછી મળું. આપણે પછી વાત કરીએ. તું તારું ધ્યાન રાખ જે. હૅલન, ધ્યાન રાખજો બંને.', ઉતાવળમાં એટલું કહી વિકી નીકળી પડ્યો એની કાર લઈને.
'અરે! આ અચાનક એવું તો શું થયું ફોનમાં કે આ વિકી કાંઈ બોલ્યો નહિ. મને એની ચિંતા થાય છે હૅલન.'
'ઓહ માય ચાઈલ્ડ, જેકી, નવા વર્ષના શરૂઆતના દિવસો છે. હવે તો કામ ચાલુ કરવું પડે ને? એટલે જોબ પર કાંઈક કામ આવી ગયું હશે તો જવું પડ્યું. હવે તું વધારે વિચારીને મગજ ખરાબ ના કરીશ. વિકી ઘણો સમજદાર છે. તું નાસ્તો પતાય પછી આપણે હોસ્પિટલ જવાનું છે તારા ચેક અપ માટે.', હૅલન હકારાત્મક વિચાર કરી જેકીને સમજાવી કામે લાગી.
જેકી વિચારો કરતો ગાર્ડનમાં બેસી રહ્યો અને નાસ્તાની ડીશ હજી હાથમાં જ છે. બધું સરખું ગોઠવાઈ જાય તો સારું છે. આ નવા વર્ષે જ આ બધી તકલીફ કેમ આવી હશે? શું નવું વર્ષ કાંઈક નવા રંગો લઈને આવવાનું છે? આટલા વર્ષો પછી હું અને વિકી પાછા ભેગા થયા છે એ પણ આ સંજોગો માં? શું કરું શું કહું કોને કહું કાંઈ જ ખબર નથી પડતી. આ બધી જ વાતોમાં મને એ નથી સમજાતું કે મારે શું કરવું જોઈએ! જિંદગીની આ ઘટમાળમાં હું કેમ અંદર-અંદર ફસાયા કરું છું? જેટલો હું બહાર આવવાની કોશિષ કરું છું એટલો જ અંદર ખૂંપતો જાઉં છું. મારી સાથે વિકી અને હૅલન પણ એટલા જ હેરાન થાય છે મારે કાંઈક કરવું જ રહ્યું. હવે હાથ પર હાથ રાખી બેસી રહેવાથી કાંઈ નહિ વળે. મારે બળથી નહિ કળથી કામ લેવાની જરૂર છે. સમયે મારી સામે પાથરેલી આ રમતમાં હું હાર નહિ માની શકું, મારે સમયના આ ચક્રવ્યૂહમાંથી બહાર આવવા માટે કાંઈક તો કરવું જ રહ્યું. ઘણું વિચાર્યું, આમ-તેમ આંટા માર્યા, વિકીને ફોન કર્યા કર્યો પરંતુ એને જવાબ ના આપ્યો. મેસેજ છોડી દીધો અને પછી ઘરમાં અંદર જવા ડગ માંડ્યા.
'જેક્સ, હજી તું આંટા જ મારે રાખે છે???' જલ્દીથી તૈયાર થઇ જ આપણે ડૉક્ટરને બતાવવા જવાનું છે પછી રસ્તામાં વિકી સાથે પણ વાત કરી લઈશું.', હેલને જલ્દીથી તૈયાર થવાની વાત કરી.
'હા, બસ તૈયાર જ થાઉં છું.....'
(મૂડ વગર માથું નીચે રાખી કપડાં બદલી લીધા અને કારમાં બેસી હેલનની રાહ જોવા લાગ્યો)
'હેય બોય, સૉરી સૉરી,,, થોડું લેટ થઇ ગયું. તું કેમ આમ ઉદાસ બેઠો છે?? વિકી ને કાંઈ નથી થયું, એનું વિચારીને મનમાં મૂંઝાઈશ નહિ. ચાલ હવે ડૉક્ટરની અપોઈન્ટમેન્ટ છે, તને ઠીક ના લાગે તો હું ડ્રાઈવ કરી લાઉ?', હૅલન જેકીને વિચારોમાંથી બહાર લાવતા બોલી.
'ના. હું ઠીક છું, આપણે જઈએ છે.'
(થોડો સમય બંને કાંઈ ના બોલ્યા. શાંતિ છવાઈ ગઈ પછી મૌન તોડીને જેકી હૅલન સાથે થોડી વાત શરુ કરી)
'જિંદગીના અમુક એવા પડવો આવે છે જે આપણે જાતે જ પાર કરવાના હોય છે. સાથ-સહકાર બધું જ સમજી શકાય છે પરંતુ એ જ ચાલવાનું તો આપણે પોતે જ છે. જિંદગી ક્યારેક એટલી કડવી લાગવા લાગે કે જાણે ઝેર જ જોઈ લો. કામ સે કામ ઝેર પીવાથી તો માણસ થોડી જ ક્ષણો રિબાય, સમયના પત્તા ખૂલે અને જે અણધાર્યા છપ્પન ભોગ ધરાય ને એ તો ઝેરથી પણ વધારે કડવા લાગે. 'હૅલન માં', મારે ભગવાન પાસે કોઈ સવાલ નથી કરવા, આજે મારે મારી જાત સાથે સવાલો કરવા છે.'
'બોય, કૂલ ડાઉન. આટલું બધું પણ વિચારવાની જરૂર નથી. હજી તો તમારી ઉમર જ શું છે? ૨૫-૨૭ વર્ષ, હજી તો શરૂઆત છે દીકરા.. તને મારુ તો ખબર જ છે ને? મારી જિંદગીના બધા જ પાના મેં તારી સમક્ષ ખોલીને મૂકી દીધા છે. જિંદગીની ક્યાં પ્રકારની પરીક્ષા જે મેં ના આપી હોય?? એ પછી પણ હું આટલી અડગ ઉભી છું ને? કોઈક ને કોઈક સહારા સંગ હું જિંદગી જીવી લઉં છું ને? એ તો દરેક પરિસ્થિતિમાં જીવતા શીખી જવાનું ચાઈલ્ડ.. આમ મૂંઝાઈને જિંદગી ના જીવાય. તમારા તો કવિઓ પણ જિંદગી માટે કેટલું લખે છે. મેં ક્યાયક વાંચ્યું છે કોઈક ગુજરાતી કવિ લખે છે કે,
'મને પેન્સિલ આપો સાહેબ,
આ પેન મને ફાવતી નથી,
ભૂલ થાય તો રબ્બરથી ભૂંસી શકું,
પેનના લપેડા કેવી રીતે ભુસુ?
જીવનનું પણ કાંઈક આવું જ છે ને?
કાશ!!!!!!
મને એવી મળી જાય કોઈ પેન્સિલ,
જિંદગીમાં થયેલી એ ભૂલો,
હું કરી શકું સાફ કોઈ રબ્બરથી,
પાટી-પેન લઇ લખું બધું ફરીથી,
બસ,
ગમે એ જ ચીતરું, સમજાય એ જ લખું,
ના મને ચિંતા હોય સમયની,
ના હું મુંઝાઉં જિંદગીની રમતથી,
કેતુ સારું હોય જો,
મળી જાય એક પેન્સિલ જેથી હું ચીરતું જિંદગી જોખી.....
કેટલું બધું સમજાવી જાય છે તમારા આ ગુજરાતી કવિઓ, કેટ-કેટલું લખાયું છે આ 'જિંદગી' શબ્દ પર. થોડું વાંચીને પણ સમજાઈ જાય તો જીવન સફળ છે દોસ્ત. મને તો મારી મમ્મી પાસેથી બહુ જ જ્ઞાન મળ્યું છે જેને મારી જિંદગી પાર પાડવી છે. એટલે જ કહું છું કે તું હવે ચિંતા કરવાનું છોડ, આપણે બધું જ કરી લઈશું. હું તો આધેડ ઉંમરની થઇ ગઈ છું છતાં હકારાત્મક વિચારીને જીવું છું ત્યારે તું અને વિકી તો હજી બહુ નાના છો. તમારે તો હજી બહુ બધું જોવાનું છે જીવનમાં. એ બધા સમય-સંજોગો સહ સાથ આપીને દરેક પરિસ્થિતિમાંથી બહાર આવવાનું છે.', હૅલન એક ફૉરેન કંટ્રીમાં ઉછરી હોવા છતાં વિચારોમાં 'માં'ના ધાવણની સુવાસ આવતી હતી.
'હૅલન માં', તમારી બધી જ વાતો સાથે હું સહમત છું. હવે વિચારવાનું છોડી કર્મ કરવાનો વારો છે અને હું એ જ કરીશ, આ પરિસ્થિતિમાંથી બહાર કેમ આવવું એ જ વિચારીશ. થેન્ક યુ હૅલન..', જેકીમાં થોડો આત્મવિશ્વાસ આવ્યો.
આ બાજુ વિકી ફૂલ સ્પીડમાં કાર ડ્રાઈવ કરી રહ્યો છે અને સદંતર કોઈને ફોન કરવાનો પ્રયન્ત કરે છે પરંતુ ફોન પર કોઈ જવાબ નથી આપી રહ્યું. સ્પીડ વધતી જાય છે અને ધ્યાન બેધ્યાન થાય છે ત્યાં જ ...
ધડામમમમમમમમ.... અવાજ આવે છે. કાર જોરદાર રીતે ટકરાય છે અને ખૂબ મોટો ધડાકાબંધ અવાજ આવે છે.
આપના અભિપ્રાય સાથે મળીશું આગળના ભાગમાં.