Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

BINAL PATEL

Drama Thriller


3  

BINAL PATEL

Drama Thriller


રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-૧૦

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-૧૦

6 mins 388 6 mins 388


 

    વિકી ઉતાવળમાં જવા નીકળ્યો અને કારની સ્પીડ વિચારોની ગતિની સાથે વધતી ગઈ અને અચાનક જ કારનો એક્સિડન્ટ થયો. બીજી બાજુ જેકી અને હૅલન ડૉક્ટર પાસે જઈ રહ્યા છે. હવે આગળ,,,


    વિકિનો એક્સિડન્ટ થયો, કાર આખી ઘસડાઈ અને ઝાડ સાથે અથડાઈને પછડાઈ એટલે કાચ તૂટી ગયા, કારની હાલત તો જોવા જેવી જ ન હતી, વિકીને ખુબ વાગ્યું હોય એ સ્વાભાવિક છે. આ તો વિદેશી ધરતી એટલે કામ બધા ઝડપી થયા. એમ્બ્યુલન્સ આવી ગઈ, પોલીસ પણ હાજર હતી. વિકીને ભાન ન હતું એટલે એની સાથે એની બધી જ વસ્તુઓને પોલીસે ચકાસી સાથે પહેલા જ એને હોસ્પિટલ લઈને જવા એમ્બ્યુલન્સને રવાના કરી. આગળ પોલીસે એનું કામ હાથ ધર્યું. એકસીડન્ટ થયો એ રસ્તા પર થોડેક જ આગળ મલ્ટીનેશનલ હોસ્પિટલ હતી એટલે એમ્બ્યુલન્સ સીધી ત્યાં જ પાર્ક થઇ અને જલ્દીમાં જલ્દી એને ડૉક્ટરની નિગરાની મળી પછી વિકિનો બધો સમાન લઈને પોલીસ એના સગા-સંબંધીને શોધવાનો પ્રયત્ન કરી રહ્યા. એની કાર પરથી એની આઇડેન્ટિટી તો થઇ જ ગઈ કે આ ઇન્ડિયાનો વાતની હતો અને ઘણા સમયથી અહીંયા લંડનમાં જ સ્થાઈ થયો છે સાથે ખૂબ સરી કંપનીમાં જોબ કરે છે. એના પાસ્ટ રેકોર્ડ ચેક થયા, બધું જ નીલ આવ્યું. માણસ તરીકે એ ખૂબ સારો અને પોતાની જિંદગીમાં જ મસ્ત રહેનારો હતો. વિદેશી ધરતી એટલે અડધા એક કલાકમાં તો બધી જ માહિતી સરકાર પાસે આવી જાય.


   જેકી હજી એ જ ગતિથી પોતાની આ રંગીન દુનિયાના રંગો શોધતો કાર ચલાવી રહ્યો છે અને હૅલન બાજુમાં બેસીને વિચારી રહી હતી. હોસ્પિટલ આવી જતા જેકીએ હૅલનને વિચારોમાંથી બહાર લાવવા હોર્ન વગાડ્યો પછી બંને પાર્કિંગમાંથી સીધા ડૉ. પટેલના રૂમ પાસે પહોંચ્યા.

  'આઈ હેવ એન એપોઇન્ટમેન્ટ વિથ ડૉ. પટેલ. પ્લીઝ, લાઈન અપ માય ટર્ન.', જેકી બોલ્યો.

  'ઓહ! સોરી જેન્ટલમેન, હી ઇસ વેરી બીઝી વિથ વન પેશેન્ટ હુ મેટ વિથ એન ડેન્જર એક્સીડંટ. પ્લીઝ વેઇટ ફોર આ મુવમેન્ટ.', નર્સે કહ્યું.

  'હેલન 'માં', તમે બેસો અહીંયા. હું જરાક આંટો મારીને આવું છું અને વિકીને ફોન લગાડું છું.', જેકી હેલનને બેસાડીને આંટો મારવા ગયો.

  જેકી ફોનની રિંગ પર રિંગ વગાડે છતાં કોઈ રિસ્પોન્સ આવતો નથી. મનમાં ચિંતાના વંટોળ ચાલુ થયા. ફોનની રિંગ વાગે છે છતાં કોઈ જવાબ નથી અચાનક જ ફોનની રિંગ બહારથી સંભળાય છે એટલે જેકી એ તરફ પગ માંડે છે અને ત્યાં જતા સુધી એના પગ પાણી-પાણી થઇ ગયા. 

   'વિક્રાંત પટેલ?? આ ફોનની રિંગ અહીંયાથી વાગતી હતી ને?? આ ફોન અહીંયા શું કરે છે?? વિકી ક્યાં છે?? સાહેબ..', જેકી બેબાકળો થઈને પોલીસ અધિકારી સામે બોલ્યો.

   'ઓહ! યેસ. વિક્રાંત પટેલ ઇસ હીઅર ઈન આઈ.સી.યુ. હી મેટ વિથ એન એક્સીડેન્ટ.'


   જેકી જાણે બેહોશ થઇ ગયો હોય એમ એના કાને સાંભળેલી વાત પર એને ભરોસો ના આવ્યો અને ખુરશી પર પછડાઈ બેસી ગયો. પોલીસ અધિકારીએ બધી તપાસ કરી. બધી માંડીને વાત કર્યા બાદ જેકીને વિકિના આઈ.સી.યુ. વાળા રૂમ તરફ લઇ ગયા.

   'સી. જેકી, ઓલ ઇસ વેલ. ટેક કેર એન્ડ ગેટ રિલેક્સ.', ઓફિસર વાત કરીને એમના કામે લાગ્યા.

   જેકી થોડી વાર તો બહાર બાંકડા પર બેસી રહ્યો પછી અચાનક હૅલનની યાદ આવી અને ઉતાવળા પગે એમની પાસે પહોંચ્યો.

   'હેલન 'માં', અણધારી આફત એટલે મારી જિંદગી.. વિક ફોન નહતો ઉપાડતો ત્યારે જ મને મનમાં ફળ પડી હતી. વિકનો એકસીડન્ટ થયો છે અને અહીંયા આઈ.સી.યુ. માં રાખ્યો છે, વધારે બ્લડ વહી ગયું છે એટલે હજી ડોક્ટર્સની ટીમ કામે લાગી છે.', જેકીએ આખી વાત રડમસ અવાજે કરી.


   'ઓહમાયગોડ!!!!!!!!!!!!!!!, જેકી, આ શું થઇ ગયું?? મને જોવો છે વિકીને, ચાલ મને લઇ જા અને ડોક્ટર પટેલ મને સારી રીતે ઓળખે છે હું વાત કરું એમની સાથે. શું થયું છે વિકીને??', હૅલન અચાનક સાંભળેલી વાતથી પેનિક કરવા લાગી.

   'માં,,, બધું હું જોઈને આવ્યો છું, એનો બધો જ સમાન મારી પાસે છે. અહીંયા ઓફિસર્સ પણ આવ્યા છે બધું જ અંડર કંટ્રોલ છે. આઈ.સી.યુ.માં ઓપેરેશન ચાલે છે કોઈને જવા નહિ દે. હું જ બહારથી જોઈને આવ્યો છું. તમે શાંત થઇ જાઓ. બધું ઠીક થશે. ડોક્ટર્સની ટીમ બહાર આવે તો ખબર પડે કે આગળ શું કરવાનું છે.', જેકીએ શાંત અવાજે કહ્યું.

   જિંદગી પણ કેવા રંગો બતાવે ને?? અણધાર્યું, અજુગતું ના થાય ત્યાં સુધી તો એને જિંદગી કહેવાય જ નહિ. માણસ કેટલું વિચારે, પ્લાંનિંગ કરે, સમજણથી જીવે છતાં જે સમયે જે થવાનું હોય એને કોઈ રોકી ના શકે. કોને ખબર હતી કે આટલા વર્ષના છુટા પડી ગયેલા દોસ્તારો આવી રીતે મળશે?? મળ્યા પછી પણ એમના જીવનમાં આવતી આવી અણધારી તકલીફો પણ કોણે વિચારી હશે? હજી સમય કેવો વળાંક લાવશે કોણે ખબર? એટલે જ કહેવાય છે ને કે,

         'ના જાણ્યું જાનકી નાથે, કાલે સવારે શું થવાનું!


         કોણ જાણી શકે કાલને રે, સવારે કાલ કેવું થાશે??

                              -જીગ્નેશ દાદા 

આ બાજુ વિકી જિંદગી સાથે ઝોલા ખાય છે, હૅલન પ્રાર્થના કરે છે, જેકી સાવ મૂંગો થઈને બસ સમયના નવા દાવને જોઈ રહ્યો છે. ડોક્ટર્સ પોતાનું કામ ચાલુ રાખે છે. નર્સની અવર-જવર ચાલુ છે અને બધા વચ્ચે ઓફિસર્સ પણ વિકિના હોશમાં આવવાની રાહમાં બેઠા છે અને ત્યાં જ વિકિના ફોનમાં રિંગ વાગે છે.


    'હૅલો, વિક,,,, ક્યાં છે તું?? હજી આવ્યો કેમ નહિ?? શું થયું છે તને?? તું ફોન પણ નથી ઉપાડતો?? કેટલા મેસેજ અને કોલ કર્યા તને. તું ઠીક તો છે ને??? હું ક્યારની રાહ જોવું છું અને....', સામેથી અવાજ આવતો જ રહ્યો.

    'હૅલો, હું વિકિનો દોસ્ત જેકી વાત કરું છું. આપ કોણ?? શાનયા નામથી સેવ કરેલો આ નંબર છે અને આપનો અવાજ થોડો જાણીતો લાગે છે.', જેકીએ કહ્યું.

    સામેથી અવાજ એકદમ જ બંધ થઇ ગયો. શાનયાને ખબર પડી ગઈ કે ફોન વિકીએ નહિ કોઈ બીજાએ ઉપાડ્યો છે અને એને અવાજ સાંભળ્યા વગર જ બોલવાનું ચાલુ કરી દીધું હતું એટલે થોડી ક્ષણ માટે પોતે ગભરાઈ ગઈ.

   'હેલો... હું આપની સાથે વાત કરું છું... હું જેકી છું વિકિનો દોસ્ત.', જેકી બોલ્યો.

   'હા... હું શાનયા. વિકિની ફ્રેન્ડ છું. વિકીને આપોને ફોન. મારે એનું થોડું અર્જન્ટ કામ હતું. બાય ધ વે, એનો ફોન તમારી પાસે કેમ?? વિકી છે ક્યાં?? એ ઠીક તો છે ને??', 

   'હા. હું હોસ્પિટલથી વાત કરું છું. સોરી, બટ વિકી મેટ વિથ એન એક્સીડંટ, સો એને અત્યારે ઓપેરશન થિએટરમાં લઇ ગયા છે એટલે તમારી વાત નહિ કરવી શકું.'


   'શું વાત કરો છો? કયારે? કેવી રીતે?ક્યાં ?શું થઇ ગયું છે વિકને? તમે ક્યાંથી વાત કરો છો? કઈ હોસ્પિટલ ? હું હમણાં જ આવું છું.'


   શાનયા શાન-ભાન ભૂલી ગઈ. જેકીએ એને શાંત પાડી, અડ્રેસ્સ મેસેજ કર્યું અને ફોન સાઈડમાં મૂકીને ફરી વિચારોમાં ખોવાઈ ગયો અને મનમાં જ વાતો કરતો અને પોતાની જાતને સવાલો પૂછતો હોય એમ હૅલન પાસેના બાકડાંમાં બેસી ગયો.

  'હે ભગવાન! હવે આ નવું શું થઇ રહ્યું છે? આ શાનયા કોણ ? એનો અવાજ ઓળખીતો કેમ લાગ્યો? નામ પણ ક્યાંક સાંભળ્યું હોય એવું લાગે છે. વિકને પણ ડોક્ટર્સ બહાર નથી લાવતા, શું થયું છે એ પણ કહેતા નથી. સમજાતું નથી કઈ આ નવું વર્ષ આમ શરુ થયું છે તો આગળ શું થશે? જિંદગી ખરેખર બહુ અજીબ રંગો સાથે આવી છે. બધા જ સવાલો નીચે હું ગૂંચવાઈ ગયો છું, હવે આ ગૂંચવણ દૂર થઈ તો સારી વાત છે. આંખ બંધ કરી બેસી રહ્યો છે સાથે હૅલન બેઠી છે એ પણ કદાચ આવા જ કોઈક ઊંડા વિચારોમાં સરી પડી છે.


    'મિ. જેકી,,, તમે જ વિકી સાથે છો ને? વી નીડ યોર સાઈન ઓન ધીસ ડિકલરેશન પેપર. થોડી ઇનર ઇન્જરી થઇ હોવાના લીધે ઓપેરશન કરવું જરૂરી છે. પ્લીઝ, સાઈન ધીસ પેપર.', ડોક્ટર્સ બહાર આવીને કહ્યું.


   'ઓહ! હૅલન, યુ, હીઅર??', ડો. હેલનને જોઈને કહ્યું.


   'હા, આઈ એમ હીઅર વિથ ધીસ ૨ બોય્સ. ધે આર માય બોય્સ. પ્લીઝ, ગુડ ટેક કેર ઓફ ધેમ.', હેલને કહ્યું.

    'યેસ યેસ હૅલન, ડોન'ટ વરી. આઈ વિલ ફોર સ્યોર.', જેકીએ સાઈન કરી અને ડોક્ટર્સ પેપર સાથે ઓપેરશન થિયેટરમાં પ્રવેશ્યા.

 

    ફરી એ જ સન્નાટો, એ જ વિચારો અને એ જ આશા સાથે હૅલન,જેકી બેઠા છે.


   આપના અભિપ્રાય સાથે. મળીએ આવતા અંકે


Rate this content
Log in

More gujarati story from BINAL PATEL

Similar gujarati story from Drama