અનિરૂધસિંહજી ઝાલા

Crime Thriller

4.5  

અનિરૂધસિંહજી ઝાલા

Crime Thriller

રમતુડીની રાજ રમત

રમતુડીની રાજ રમત

1 min
355


બારમા ધોરણમાં અભ્યાસ કરતી રૂપાળી રમતુડી તરફ બુરી નજર નાખનાર શેતાન જેવાં લાલા શેઠે કરજના બોજ હેઠળ દબાયેલ તેનાં બાપ પાસે રમતુડીને ઘેર કામ કરવાં મોકલવા કહ્યું.

પિતાની જમીન ગીરવી પડી હતી, કરજ પણ શેઠે ત્રણ ગણું વ્યાજ ઉમેરી વધાવ્યું હતું.

રાજ રમતની ચોપડી વાંચતી રમતુડી પિતાને ઉગારવા શેઠનાં ઘેર સાંજના ગઈ. વાસના ભૂખ્યા શેઠ તરત જ હાથ પકડીને બોલ્યાં,

"રાજી થઈને બાહોમાં આવીશ તો તું કહે તે આપી દઈશ તને."

રમતુડી લટકો કરતા બોલી, "પેલા મારાં બાપનાં જમીનનાં કાગળો અને કરજ મુક્તિનો કાગળ લખી દયો પછી જ બાહોમાં મસ્તી કરતા હું ભેટ માંગીશ."

"લાલાએ તરત જ કાગળો આપી ઝટપટ કરજ મુક્તિનો પત્ર લખી દીધો. રમતુડી શેઠને ભેટી પડતાં બોલી,

 "આવો પહેલાં ચાંદમાં મારુ મોઢું બતાવું." વ્હાલથી હાથ પકડીને શેઠને બીજા માળની હવેલીના અગાશીમાં કઠેડા પાસે ઊભાં રાખતાં બોલી,

 "જૂવો ચાંદ કેવો ખીલ્યો ?"

શેઠ હરખાઈ બોલ્યાં, " વાહ તારાં જેવો."

ધડામ કરતાંક પાટુ મારતાં બોલી,

"તો જા હરામી એ ચાંદ પાસે." નીચે પડેલ શેઠની લાશ પાસે ભીડ ભેગી થઈ રમતુડી દોડતી જઈને શેઠનાં પગ પકડી રડતાં બોલી,

"શેઠ બહુ ભલાં હતાં મરતાં પહેલાં મને બોલાવી અમારી જમીનનાં કાગળો અને કરજમુક્તિનો પત્ર આપી દીધો."

શેઠ હવે સ્મ્શાન તરફ અને રમતુડી રાજરમત પૂરી કરી મલકાતી ઘર તરફ ચાલી.


Rate this content
Log in

Similar gujarati story from Crime