Meenaz Vasaya. "મૌસમી"

Drama Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Drama Romance

રમીઝ અને રતીની પ્રેમ કહાની - 1

રમીઝ અને રતીની પ્રેમ કહાની - 1

3 mins
206


આજે રવિવાર હોવાથી રમીઝ સૂતો હતો, કારણ કે આખા અઠવાડિયા દરમિયાન, કામનું ઘણું પ્રેશર રહેતું હોવાથી રમીઝ ને પૂરતો આરામ મળતો નહોતો. પણ એના મમ્મી રમીલા બેન રમીઝ ને ઉઠાડી ને કહે છે, "બેટા ઊભો થા, આપણે એક લગ્ન સમારંભમાં જવાનું છે, અને ત્યાં તારા માટે એક છોકરી પણ જોવાની છે. રમીઝ બોલ્યો મમ્મી હું છોકરીઓ જોઈ જોઈ ને થાક્યો, મને એકેય ગમી નહીં, તું હવે છોકરી જોવાનું રહેવા દે. મને ગમશે ત્યારે હું તને કહી દઈશ, પણ રમીલા બેન બોલ્યા છેલ્લી વાર જોઈ લે, રતી બહુ સારી છોકરી છે. ફેશન ડિઝાઇનર છે. તને ગમી જશે. તું છેલ્લી વાર જોઈ લે પછી તને નહિ કહું. અને રમીઝ રિસેપ્શનમાં જવા માટે માની જાય છે.

રમીઝ સૌરાષ્ટ્રના એક નાના ગામડાનો હતો. પણ હાલમાં એ બોમ્બે જેવી મોટી સિટીમાં એક મોટી કંપનીનો માલિક હતો, માતપિતાનો એકનો એક લાડકવાયો હતો. તેના પિતાની આર્થિક પરિસ્થિતિ બહુ સારી નહોતી. પણ રમીઝ ફક્ત પુરુષાર્થમાં માનતો હતો. તે ભાગ્યના ભરોસે બેસી રહે તેવો નહોતો, પાંચ વર્ષની સખત મહેનત લગન અને આવડત પછી તેની કંપનીનું ખૂબ નામ બને છે. અને સૌથી બેસ્ટ કંપનીમાં એની કંપનીનું પણ નામ હોય છે. રમીઝ કંપનીનાં માલિક હોવાની સાથે સાથે એક વાર્તાકાર પણ હતો. ખૂબ સારી વાર્તા લખી શકતો હતો. એની વાર્તામાં એવી તાકાત હતી કે વાચકોને એ જકડી રાખતો હતો. અને રૂપ તો ઈશ્વરે એને ખૂબ આપ્યું હતું. ઊંચો, પાતળો દેખાવડો અને વાંકડિયા વાળ, જાણે કામદેવનું બીજું રૂપ જોઈલો, એની ભૂરી આંખોમા એટલું બધું આકર્ષણ હતું કે જોનાર એના પ્રેમમાં પડી જાય. કેટલીય છોકરીઓ એની પાછળ પાગલ હતી. પણ કોઈનેય દાદ આપતો નહોતો.

રમીઝ તૈયાર થઈને રિસેપ્શનમાં જાય છે. કાળું ટી શર્ટ અને બ્લૂ પેન્ટમાં એ હીરો જેવો દેખાતો હતો. ત્યાં તેની નજર રતી પર પડે છે.

કાળી સાડીમાં મેચિંગ જ્વેલરી, ભાલે કાળી બિંદી, હાથમાં એવીજ મેચિંગ બંગડી જાણે કોઈ આકાશેથી ઊતરેલી અપ્સરા જેવી લાગતી હતી. પ્રમાણસર દેહ, ગોરોવાન, માછલી જેવી આંખો ધનુષ્ય આકારના ગુલાબી હોઠ, એના પર કાળું તિલ, મોટી કાળી ભરાવદાર પાંપણ અને ગુલાબી ગાલ,

વાળ તો કાળા લાંબા અને ભરાવદાર, ટૂંકમાં ઈશ્વરે એની કૃતિને કંડારવામાં ક્યાંય કચાશ નહોતી રાખી. જાણે ફુરસદ માં ઘડેલી અપ્સરા હતી. જાણે કામદેવની એ રતી હતી.

રમીઝ તો એને જોયા પછી આભો જ બની ગયો, જાણે એની વાર્તાનું કોઈ જીવંત પાત્ર હતું. રમીઝ અને રતીની મુલાકાત ગોઠવવામાં આવે છે. રતી એના સામે સ્માઇલ આપે ત્યાં જ રમીઝનાં તો હોઠ સિવાઈ જાય છે.

રતી ઘણા પ્રશ્નો કરે છે. પણ રમીઝની તો બોલતી જ બંધ થઈ ગઈ, જાણે એના કાન તો મધ મીઠી વાતો સાંભળવા આતુર થઈ ગયા.

એની મીઠી વાતો જાણે શહદ જેવી. બોલે તો ફૂલ ઝરે, એના એક એક શબ્દો જાણે હીરા જેવા કિંમતી લાગ્યા. એને તો પહેલી નજરનો પ્રેમ થઈ ગયો. પહેલી નજરનાં પ્રેમમાં એ ક્યારેય વિશ્વાસ નહોતો કરતો. પણ આજે એને વિશ્વાસ થઈ ગયો. બંનેની મુલાકાત પછી જુદા પડે છે.

પણ રમિઝના મનમાં તો રતીનો ચહેરો જ તરવરે છે. રતી પાછળ પાગલ થઈ જાય છે.

રાત દિવસ બસ એની જ ઝંખના કરે છે.

પણ રતી નાં ફેમિલી તરફથી કોઈ જવાબ મળતો નથી અને રમીઝ રતીની બીજી મુલાકાત માટે વિહવળ બની જાય છે.

કેવી રીતે મુલાકાત કરવી એના વિચારમાં પડી જાય છે. કેમ કે નહોતો એનો કોન્ટેક્ટ નંબર કે નહોતું એડ્રેસ તો મુલાકાત કઈ રીતે શક્ય બને ? અને એ સોશ્યલ મીડિયાનો સહારો લેવાનું વિચારે છે.

એક દિવસ એ બારી પાસે લેપટોપ લઈને બેઠો હોય છે. અને ત્યાં એક સિતારો ખરે છે લોકો કહે છે સિતારો ખર્યો એક વિશ માગી લો, રમીઝ આંખ બંધ કરે છે. અને રતીની મુલાકાતની વિશ કરે છે. જાણે ઈશ્વર પણ મુલાકાત કરાવવા ઈચ્છતા હોય એમ ઇન્સ્ટા ગ્રામમાંથી રતીનો મેસેજ આવે છે. અને રમીઝ તો પાગલ બની નાચવા લાગે છે.

આખો આખો દિવસ બંને વાતો કરે છે. એકબીજાના પ્રેમનો ઈઝહાર કરે છે.

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Drama