રહસ્ય
રહસ્ય


મીરાનાં ઘરનું રીનોવેશન કરવાનું હોવાથી એનાં પતિ યતીને ભાડે ઘર રાખ્યું ને માતા પિતા ને દીકરી જુઈની સાથે ભાડાનાં ઘરમાં શુભ દિવસ જોઈને રહેવા ગયાં. ભાડાનાં ઘરમાં બધો સામાન ગોઠવીને રસોડું ચાલુ કર્યું મીરા એ ઘરના સભ્યો ને જમવા બેસાડ્યાં ને ગરમાગરમ રોટલી બનાવીને પીરસવા લાગી. ફટાફટ પોતાના માટે બે રોટલી બનાવીને એ જમવા બેઠી ને જમીને રસોડું સાફ કરીને એ રૂમમાં આરામ કરવા આડી પડી ને એને કોઈ દાદર ચઢ ઉતર કરતું હોય એવો અવાજ આવ્યો પણ એણે બહુ ધ્યાન ન આપ્યું. રાત્રે સૂતી વખતે એનાં રૂમનો દરવાજો બંધ થઈ ગયો તે ખૂલે જ નહીં તાત્કાલિક મિસ્ત્રી ને બોલાવીને દરવાજો ખોલ્યો ને અંદર બહાર સાદી સ્ટોપર લગાવડાવી.
બીજા દિવસે જૂઈ નાહવા બેઠી હતી ને બાથરૂમ નો દરવાજો ઓટોમેટિક લોક થઇ ગયો ન બહારથી ખૂલે કે નાં અંદરથી. મિસ્ત્રીને ફોન કરીને બોલાવ્યા. મિસ્ત્રીએ બહું પ્રયત્ન કર્યા પણ દરવાજો ખૂલતો નહોતો ને જૂઈ અંદર ગભરાઈ ગઈ હતી તે જોર જોરથી બૂમ પાડીને રડતી હતી. મિસ્ત્રીએ બાથરૂમની બારીના કાચ ખોલીને અંદર ઉતરીને બાથરૂમ નો દરવાજો અંદરથી તોડયો ને જૂઈ ને બહાર કાઢી..
જૂઈ ખુબ ગભરાઈ ગઈ હતી.
રોજબરોજ નિતનવા રહસ્યમય સંજોગો ઊભા થતાં હતાં હવે ઘરમાં ભયનો માહોલ ફેલાયો હતો.
જાણીતા મંદિરે જઈ ને પૂછ્યું તો ગાદીપતિ એ કહ્યું કે હા કોઈ અવગતે ગયેલો જીવ છે એ ઘરમાં ભટકી રહ્યો છે એટલે જ મકાન માલિક આવડું મોટું ઘર ભાડે આપે છે ને પોતે એક ફ્લેટમાં રહે છે.
યતીન કહે તો હવે શું કરવું ?
ગાદીપતિ એ માતાજીની રજા લઈને એક યંત્ર આપ્યું કહ્યું કે તમારાં બેડરૂમની બહાર લગાવી દેજો.
રોજ ત્રણ અગરબત્તી કરીને ઘરની બહાર મૂકજો.
ઉપર હવે શાંતિ થઈ પણ નીચે સાસુ સસરા નાં રૂમમાં પરેશાનીઓ ચાલુ થઈ ગઈ. પાયલનાં અવાજ આવે ને ખડખડાટ હસવાનો અવાજ આવે ને કંઈક ઓછાયો દોડીને જતો નજરે પડવા લાગ્યો..
રહસ્યમય રીતે ઘરમાં મૂકેલી વસ્તુઓ ગૂમ થવા લાગી. અવનવા નુકસાન થવા લાગ્યાં. હવે તો એ હાલત થઈ કે ઘરમાં એકલું રહેવા કોઈ તૈયાર નહોતું.
કંટાળીને એક વર્ષનો ભાડા કરાર કર્યો હતો પણ છતાંયે મીરા લોકો એકલા રહેતાં નણંદ નણદોઈનાં ઘરે રહેવા જતાં રહ્યાં ત્યારે હાશ થઈ.