Jyotindra Mehta

Classics

3  

Jyotindra Mehta

Classics

રેવંત ભાગ - ૮

રેવંત ભાગ - ૮

5 mins
211


કાર્તિકેય પ્રથમ તિરુત્તાનીલાઈ નગરમાં ગયા. તેમને સત્કારવા નગરશેઠ આવ્યા અને તેમણે ઉતારાની વ્યવસ્થા પોતાના ઘરે કરી હતી. પણ કાર્તિકેયે ખુબ વિનમ્રતાથી ના પડી અને કહ્યું કે 'હું નગરની બહાર એક કુટિર બનાવીને રહીશ અને ભોજન ભિક્ષા માંગીને કરીશ. આ નગરની બહાર એક શિવ મંદિર છે તેનો જીર્ણોદ્ધાર કરાવો જેથી લોકો શિવના દર્શન કરવા આવે. મેં અહીં આવીને જોયું કે મંદિરમાં એક વૃદ્ધ પૂજારી જ હતો તેથી આપ મારી પડખે રહીને શિવનું માહાત્મ્ય વધારવામાં મદદ કરો. શિવ એ ધર્મનું કેન્દ્ર છે, પાપનો નાશ શિવજ કરી શકે. અને આજથી હું મારા રાજસી વસ્ત્રો ત્યાગું છું અને હું ફક્ત એક સફેદ વસ્ત્રમાં રહીશ.'


એટલું કહીને કાર્તિકેય નગરની બહારની તરફ ગયા જ્યાં શિવ જીર્ણશીર્ણ શિવ મંદિર હતું. જોકે શિવ મંદિર બહુ જૂનું ન હતું પણ અસુરોએ આવીને તે તોડી નાખ્યું હતું અને પૂજારીને મારી નાખ્યો હતો ત્યારથી કોઈ મંદિર તરફ જતું ન હતું. શિવની મૂર્તિ પણ ખંડિત કરી દીધી હતી. મંદિરની નજીક એક કુટિર બાંધીને કાર્તિકેયે ત્યાં રહેવાનું શરુ કર્યું. શરૂઆતમાં તો ખુબ ઓછા લોકો આવતા હતા સત્સંગ માટે પણ ધીરે ધીરે ત્યાં આવનારા લોકોની સંખ્યા વધવા લાગી. મંદિરના જીર્ણોદ્ધાર નું કામ શરુ થઇ ગયું હતું. થોડા સમય પછી કાર્તિકેયે મંદિરમાં મૂર્તિ ને બદલે શિવલિંગની સ્થાપના કરી. એક દિવસ એક અસુર સત્સંગ વખતે ત્યાં પહોંચી ગયો અને મંદિરને નવું બનેલું જોઈ ક્રોધિત થઇ ગયો અને કાર્તિકેય તરફ ધસી ગયો પણ કાર્તિકેયે ચપળતાથી તેને નીચે પડી નાખ્યો ને મર્મકળાથી તેને મૂર્છિત કરી દીધો. ત્યાં હાજર લોકોમાં આનંદ વ્યાપી ગયો કારણ તે અસુર ખુબ ત્રાસ આપતો હતો તે જયારે આવતો ત્યારે બજાર ને લૂંટાતો અને લોકોને મારવાનો આસુરી આનંદ લેતો. તે ભાન માં આવ્યા પછી કાર્તિકેયે મર્મકળાથી શરીરના અંગોને શિથિલ કર્યા અને તેને એક વૃક્ષના ટેકે ત્યાં બેસાડી દીધો અને શિવમાહાત્મ્યનું પારાયણ કરવા લાગ્યા.


લાગલગાટ પાંચ દિવસ સુધી તે અસુર તે વ્યાખ્યાન સાંભળતો રહ્યો. હવે તેની આંખમાં ક્રોધના બદલે કરુણા દેખાવા લાગી હતી. પાંચમા દિવસના અંતે કાર્તિકેયે તેને મુક્ત કર્યો. મુક્ત થયા પછી તે કાર્તિકેયના પગમાં પડી ગયો અને કહ્યું કે 'હે સ્વામી આપ મારા જીવનનો ઉદ્ધાર કરો હું હવે આપનો દાસ છું હે કાર્તિક સ્વામી આપ મને મુક્તિ મેળવવામાં મદદ કરો, હું સુવરની જેમ જીવું છું આપ મને માણસ બનાવો.' કાર્તિકેયે કહ્યું કે 'મુક્તિદાતા તો શિવ છે તેથી તું શિવની આરાધના કર.' તે અસુર જળ લઈને શિવ મંદિરમાં ગયો અને શિવલિંગ ઉપર જળ ચડાવ્યું અને ભક્તિભાવથી આરાધના કરી અને કાર્તિકસ્વામી પાસે આવીને કહ્યું કે હું હવે મારા ગામમાં શિવ મંદિર બનાવીશ. આજે મને જે શાંતિ મળી જે તે જીવનમાં કદી નથી મળી. કાર્તિકસ્વામી આપ મને રજા આપો. કાર્તિકેયે સ્મિત કર્યું અને કહ્યું આપે આપેલા નવા નામથી પ્રસન્ન થયો છું આપ સિધાવો શિવ આપણું કલ્યાણ કરે.


આ તરફ મત્સ્યઘર અને રેવંત દૂર પ્રદેશમાં જ્યાં અસુરોની વસ્તી હતી ત્યાં ગયા. મત્સ્યઘરનું ત્યાં જવાનું મુખ્ય કારણ એ હતું કે તે તેમની સમજવા માંગતો હતો જેથી કોઈ ગામમાં અસુર હોય તેને તેના વર્તન પરથી ઓળખી શકાય બાકી દેખાવમાં અસુર અને સામાન્ય નાગરિકો વચ્ચે કોઈ ફેર ન હતો. મત્સ્યઘર અને રેવંત અસુરો જેવો વેશ ધારણ કરીને વસ્તીમાં પ્રવેશ કરી ગયા. અગત્સ્યમુનિ પાસેથી તેઓ અસુરોની ભાષા અને બોલી શીખ્યા હતા તેનો ઉપયોગ કરીને વસ્તીમાં આશ્રય લીધો. રેવંતે ત્યાંના આગેવાન ધેનુકને એમ કહ્યું કે તેનું નામ કૈતાભ છે તે તેની પત્ની અને પુત્ર સાથે આશ્રયસ્થાન શોધવા નીકળ્યો હતો પણ વનમાંથી પસાર થતા હતા ત્યારે એક વાઘે હુમલો કર્યો અને તેમાં તેની પત્ની ઘાયલ થઇ ગઈ અને પુત્રને વાઘ ઉપાડી ગયો. ઘાયલ થયેલી પત્ની બીજા દિવસે મૃત્યુ પામી. હવે હું અને મારો સાળો સુંદ બે જ જણ પરિવારમાં બચ્યા છીએ. હવે હું આપણા આશ્રયે છું તો આપ મને અહીં રહેવાની રજા આપો. ધેનુંકે કહ્યું 'તમે મારા બંધુ છો આપ રજા માંગીને મારુ અપમાન ન કરો આ વસ્તી આપણી છે અને ઘણી બધી કુટિર ખાલી છે તો આપણે જે કુટિર ગમે તેમાં રહો અને આજે આપનો પહેલો દિવસ છે તેથી આજનું રાત્રિભોજ આપ મારી સાથે લેજો.'


રેવંત અને મત્સ્યઘર એક કુટિરમાં આવ્યા. રેવંત પોતાના થયેલા સ્વાગતથી વિચારમાં પડી ગયો હતો. થોડી વાર પછી એક યુવતી ત્યાં આવી તેને પોતાની ઓળખ ધેનુકની બહેન તરીકે આપી. તે પાણી ભરેલું માટલું લઇ આવી હતી. યુવતી ભીને વાન હતી તેના નાકનક્ષ ખુબ આકર્ષક હતા. તેની આંખો તેના શરીરનું સૌથી અકરાશક અંગ હતું. રેવંત એકીટસે તેની તરફ તાકી રહ્યો. તેનું નામ ધન્વી હતું. ધન્વી શરમાઈને નીચે જોઈ રહી. મત્સ્યઘરે રેવંતનું ધ્યાનભંગ કર્યું અને ધન્વીને કહ્યું ભગિની આપનો આભાર. ધન્વીએ કહ્યું ધેનુંકે આપણી દુઃખભરી વાત મને કરી આપ ચિંતા ન કરશો અહીં અમે બધા પરિવારની જેમ રહીયે છીએ. આપનુ દુઃખ થોડા સમય પછી વિસરી જશો. આપને કોઈ વસ્તુની જરૂરિયાત હોય તો કહ્યો ધેનુક તેની પૂર્તતા કરી દેશે. ધન્વી ગયા પછી પણ રેવંત દિગ્મૂઢ થઈને બેસી રહ્યો. મત્સ્યઘરે કહ્યું કે આપ તો તેના સોંદર્યમાં ખોવાઈ ગયા. રેવંતે કહ્યું ના ના એવી કોઈ વાત નથી. મનમાં વિચારવા લાગ્યો કે આવી સુંદર સ્ત્રી એક અસુરની બહેન આ જો થોડી ગોરી હોત તો તેની સામે અપ્સરા પણ ઝાખી પડી ગઈ હોત. રેવંતે પોતાના મનને તપ્ર્યું કે અહીં તું પ્રેમ કરવા નહિ પણ આ બધાને ધર્મના માર્ગે વાળવા આવ્યો છે અને જો એવું ના બને તો પછી યુદ્ધ. પણ યુદ્ધ કોની સાથે જેને મારુ આટલું સરસ સ્વાગત કર્યું તે ધેનુક સાથે કે રસ્તામાં મળેલા અને પ્રેમથી જેમણે મારી પૂછપરછ કરી તે લોકો સાથે કે પછી સૌંદર્યવતી ધન્વી સાથે. ના ના યુદ્ધનો પર્યાય તો નહિ નીવડું. થોડા દિવસ અહીં રહી જોઉં પછી વિચારું.


રાત્રે જમવામાં કંદમૂળ અને પીવા માટે તાડી હતી. રેવંતે ખુશીથી તાડી પીધી અને ભોજન કર્યું. જમ્યા પછી કુટિરની બહાર મુકેલા પથ્થર પાર બેઠા અને ધેનુંકે ચિલમ સળગાવી અને બે કશ મારીને ચિલમ રેવંતને આપી. ચિલમ ફૂંકતા ફૂંકતા રેવંતે કહ્યું કે 'આપ ભોજનમાં કંદમૂળ જ ખાઓ છો, આપ જો અહીં ખેતી કરો તો અનાજ પણ ખાઈ શકો.' ધેનુંકે કહ્યું કે 'એવું નથી કે અમે ફક્ત કંદમૂળ ખાવા ઇચ્છીયે છીએ પણ અહીં પાસેથી એક નદી વહેતી હતી તેને ઉપરથી વાળી લેવામાં આવી છે એમાં મોટો હાથ તામ્ર વંશના રાજાનો અને ઉત્તરથી આવેલા ઋષિઓનો છે. તેઓ કુદરતને બદલી રહ્યા છે. પહેલા અહીં જુદા જુદા ફળોના વૃક્ષ ઉગતા હતા પણ હવે તે પાણીના અભાવે સુકાવા લાગ્યા છે. કોઈએ તો આનો વિરોધ કરવો જોઈએ તેથી આપણા એક બંધુ દુર્વાસુરે આની જવાબદારી લીધી છે. એક બે દિવસમાં અહીં આવશે ત્યારે હું તમારી ઓળખાણ તેમની સાથે કરાવીશ.' રાત્રે કુટિરમાં સુતા સુતા રેવંતે વિચાર કર્યો કે હું શું વિચાર કરીને આવ્યો હતો અને અહીં તો પરિસ્થિતિ જુદી છે. હવે હું શું કરીશ ,શિવ મારુ માર્ગદર્શન કરો.


Rate this content
Log in

Similar gujarati story from Classics