Jyotindra Mehta

Classics Others

3  

Jyotindra Mehta

Classics Others

રેવંત ભાગ ૩

રેવંત ભાગ ૩

5 mins
336


પિતા યજ્ઞ કરે છે તેના સમાચાર સતીને મળ્યા. સતી પિતાના ઘરે જવા તૈયાર થયા અને શિવને કહ્યું કે 'પિતા યજ્ઞ કરે છે એટલે આપણે એમાં હાજરી આપવી જોઈએ.' મહાદેવે શાંતિથી કહ્યું કે 'તમારા પિતાએ આમંત્રણ આપ્યું નથી એટલે ત્યાં જવું યોગ્ય નથી.' સતી એ કહ્યું 'જે પોતાના હોય તેમને આમંત્રણની જરૂર ન હોય અને કદાચ તેમનાથી રહી ગયું હશે. જાણી જોઈને તો કોઈ ભૂલે નહિ.' શિવે કહ્યું 'યજ્ઞ માં દેવો,ઋષિઓ, બ્રાહ્મણો, રાજાઓ, તારી બધી બહેનોને આમંત્રણ છે અને ફક્ત તમને અને મને ભૂલી ગયા એ બની ન શકે. અને આમંત્રણ વગર કોઈ જગ્યાએ જવું યોગ્ય નથી. '


સતીએ આંખમાં આસું લાવીને કહ્યું કે 'પિતા એ યજ્ઞનું આયોજન કર્યું હોય તો ત્યાં જવું એ પુત્રીની ફરજ છે અને જામાત્રની પણ. તમે આવા કઠોર વેણ ન કહો જો આપણે નહિ ગયા તો પિતાજીને ખોટું લાગશે.' શિવ બોલ્યા 'દેવી તમે મારી વાત માનો અને જીદ્દ ન કરો, તમારા પિતાને મારા પ્રત્યે ઘૃણા થાય છે તેથી આપણને આમંત્ર્યા નથી તો જવાનું માંડી વાળો.' સતીના આસુંનું સ્થાન હવે ક્રોધે લઇ લીધું અને કહ્યું કે 'ત્યાં હું પણ જઈશ અને તમારે પણ મારી સાથે આવવું પડશે નહિ તો હું મારો જીવ આપી દઈશ. તમે ફક્ત તમારા અહંકારવશ ત્યાં આવવાની ના પાડો છો.' શિવે કહ્યું કે 'તમારી ખુબ ઈચ્છા છે તો તમે પિતાના ઘરે પધારો પણ હું તમારી સાથે નહિ એવું.'


શિવે સતીની સાથે વીરભદ્ર નામના ગણને મોકલ્યો. સતીને કહ્યું વિવાહિત સ્ત્રીએ પિતાના ઘરે આમંત્રણ વગર ન જવું જોઈએ.' સતીએ કહ્યું 'તે મારા પિતા છે તેમને હું ઓળખું છું તે મારાથી કે તમારાથી નારાજ હશે તો મનાવી લઈશ તમે ચિંતા ન કરો.' એટલું કહીને સતી પિતા ના ઘર જવા નીકળ્યા.


સતી જયારે ત્યાં પહોંચ્યા ત્યારે યજ્ઞ શરુ હતો. પ્રજાપતિ દક્ષ અને પ્રસુતિ યજમાન તરીકે યજ્ઞકુંડ સમક્ષ બેઠા હતા. સતીને જોયા છતાં દક્ષના ચેહરા પર કોઈ જાતનો ભાવ ન આવ્યો. ન સતીને આવકાર આપ્યો ન સ્મિત. સતીના મનમાં દુઃખની લાગણી ઉભરી આવી. રેવંત બહેન તરફ આગળ વધ્યો તો દક્ષે આંખના ઇશારાથી આગળ વધવાની ના પડી. કમને રેવંત ઉભો રહી ગયો. સતીએ જોયું કે યજ્ઞમાં બધા દેવતાઓનો ભાગ રાખ્યો હતો અને આસન આપ્યા હતા પણ ન તો શિવ માટે આસન હતું ન તો ભાગ. સતી ક્રોધમાં થથરવા લાગ્યા અને કહ્યું કે 'હે પિતા તમે શિવને ન આમંત્ર્યા તે તો હું સમજી પણ એક દેવતા તરીકે ભાગ પણ ન રાખ્યો.' દક્ષે કહ્યું કે 'યજ્ઞમાં દેવતાઓનો ભાગ રાખવાનો હોય છે પણ તારા પતિ શિવને હું દેવતા નથી સમજતો તે તો અઘોરી છે, ભૂતનાથ છે તેનો વળી શેનો ભાગ. તું આમંત્રણ વગર કેમ દોડી આવી અને સાથે આ કયા ભૂતને લઇ આવી.'


સતી એ ત્યાં હાજર રહેલા દેવતાઓ તરફ ફરીને કહ્યું કે 'તમને બધાને ખબર છે શિવ મંગલરૂપ છે તેઓ દેવોના દેવ છે અને ચાહે તો એક ક્ષણમાં સૃષ્ટિનો સર્વનાશ કરવા સક્ષમ છે છતાં તમે કોઈ કેમ નથી કહેતા. મારા આરાધ્ય મારા પતિ શિવે કહ્યું કે આમંત્રણ વગર ન જાઓ પણ પિતા પ્રત્યેના પ્રેમને લીધે હું અહીં દોડી આવી. મારા જેટલી મૂર્ખ સ્ત્રી કોઈ નથી હવે હું શું મોઢું લઈને શિવ પાસે જઈશ. મને જીવવાનો કોઈ અધિકાર નથી.'


એટલું કહીને સતી મૌન થઇ ગયા અને ઉત્તર દિશા તરફ મોઢું કરીને બેસી ગયા આચમનથી અંતઃકરણ શુદ્ધ કરીને પીળા વસ્ત્રથી પોતાનું શરીર ઢાંકી દીધું. આંખો બંદ કરીને પ્રાણાયામથી પ્રાણ અને અપાન વાયુને એક કરીને નાભિચક્રના સ્થાપિત કર્યા. તેના પછી ઉદાનવાયુને નાભિચક્રથી ઉપર લઇ હદય ચક્રના બુદ્ધિ સાથે સ્થિર કર્યો. પછી ઉદાન વાયુને કંઠમાર્ગથી ભૃકુટીઓના મધ્યબિંદુ વચ્ચે લાવી દીધો. પછી શિવનું ધ્યાન ધરીને યોગ દ્વારા વાયુ આને અગ્નિ ધારણ કરીને પોતાના તેજથી પોતાનું શરીર ભસ્મ કરી દીધું.


ત્યાં હાજર રહેલા દેવાતોને અંદાજો ન હતો કે સતી એવું કોઈ પગલું ભરશે. તેમણે પિતાપુત્રીના ઝગડામાં એ જાણીને ન ઝુકાવ્યું કે પિતાપુત્રીનો પ્રેમ આ ઝગડાને ઠંડો પાડી દેશે. દેવતાઓ ડરી ગયા કે ન જાણે શિવ હવે શું કરશે. આ ઘટનાની સૌથી વધારે અસર રેવંતને થઇ હતી. તે આ જગતમાં સૌથી વધારે પ્રેમ સતીને કરતો હતો. સતીથી વધારે તેને કોઈ પ્રિય ન હતું. પોતાની પ્રિય બહેન સતીને ચિતાની જેમ સળગતી જોઈને તે તેની તરફ દોડ્યો પણ બે સેવકો એ તેને અટકાવી દીધો. તે નીચે બેસી પડ્યો અને જમીન પર માથું પછાડ્યું અને તે બેહોશ થઇ ગયો. યજ્ઞમાં હાહાકાર મચી ગયો હતો. હાજર રહેલા દેવતાઓ અને ઋષિઓ દિગ્મૂઢ થઇ ગયા હતા. દક્ષને પોતાને અંદાજો ન હતો હતો કે સતી એવું કોઈ પગલું ભરશે. સાથે આવેલો વીરભદ્ર તે વખતે દૂર ઉભો હતો પણ જેવું સતી એ અગ્નિસ્નાન કર્યું તે સભામંડપ તરફ દોડ્યો. શિવજીની જટાથી ઉત્પન્ન થયેલો આ શક્તિશાળી ગાન ક્રોધિત થઇ ગયો અને જઈને દક્ષનું મસ્તક કાપી દીધું અને દક્ષને જે સેવકો નજીક હતા તેમના પર ખડગથી વાર કરવા લાગ્યો.


સભામંડપમાં નાસભાગ થઇ ગયી. થોડીવારમાં ત્યાં રક્તધારાઓ વહેવા લાગી. વીરભદ્રનો ક્રોધ શમવાનું નામ લેતો નહોતો ત્યારે બ્રહમાએ સામે આવીને તેને શાંત પડ્યો અને તેને એક આસાન પર બેસાડ્યો. ત્યાં સુધીમાં આ સમાચાર કૈલાશ પહોંચી ગયા હતા. ક્ષણ પછીજ શિવ ત્યાં પ્રગટ થયા અને સતીનો સળગી ગયેલો દેહ જોઈને ક્રોધમાં આવી ગયા. વહેતી હવા બંદ થઇ ગઈ દિશાઓ શૂન્ય થઇ ગઈ. શિવે સતીનો દેહ પોતાના ખભા પર ઉપાડ્યો અને તાંડવ કરવા લાગ્યા. બધા દેવો ડરીને દૂર થઇ ગયા. શિવ સતીના દેહને લઈને આકાશમાં પહોંચી ગયા અને દૂર દૂર ભ્રમણ કરવા લાગ્યા. બ્રહ્મા અને ઇંદ્રાદિક દેવોમાંથી કોઈની હિમ્મત નહોતી કે શિવને રોકી શકે. તેમના ચેહરા પરનો ક્રોધ અને છૂટી પડી ગયેલી જટાઓ. દેવતાઓ અને ઋષિઓ ત્રાહિમામ કરવા લાગ્યા. જો થોડો સમય જો શિવ આ રીતે તાંડવ કરશે તો જગતનો નાશ થઇ જશે તેથી દેવતાઓ વિષ્ણુને શરણે ગયા.

ભગવાન વિષ્ણુએ આવીને પોતાના સુદર્શન ચક્રથી સતીના દેહના ટુકડા કરવાનું શરુ કર્યું. સતીના દેહના ટુકડા ધરતી પર જુદા જુદા સ્થળે પડ્યા. ભવિષ્યમાં ત્યાં શક્તિપીઠો રચાયા. કુલ ૫૧ જગ્યાએ સતીના કપાયેલા અંગો પડ્યા હતા. પછી વિષ્ણુએ શિવની નજીક જઈને ભ્રમરોના મધ્યબિંદુ પર પોતાની મધ્યમા મૂકીને શક્તિનો પ્રવાહ વહેતો કર્યો ત્યારે શિવ શાંત થયા. વિષ્ણુએ શિવને ફરી સભામંડપમાં બેસાડ્યા અને દક્ષને ફરીથી જીવિત કરવાની વિનવણી કરી. વિષ્ણુએ કહ્યું 'એ આદરેલ યજ્ઞ પૂરો કરવો રહ્યો તેથી દયાળુ એવા હે શિવ તમે દક્ષને ફરીથી જીવિત કરો. ત્યારે શિવે એક મસ્તક લઇ આવવા કહ્યું કારણ વીરભદ્ર એ દક્ષના મસ્તક ના સો ટુકડા કરી દીધા હતા. ત્યારે એક બકરાનું મસ્તક લાવવા કહ્યું અને તે દક્ષના ધડ પર લગાવ્યું અને તેને જીવિત કર્યો. જીવિત થયા પછી તેને શિવની માફી માંગી અને તેમને આસન આપ્યું. શિવે કહ્યું કે 'મને હવે તમારા પ્રત્યે કોઈ રોષ નથી પણ જ્યાં મારી સતીનું અપમાન થયું ત્યાં હું હાજર નહિ રહું, તેથી તમે યજ્ઞ પૂર્ણ કરો અને મને જવાની રજા આપો. ત્યાં સુધીમાં રેવંત ભાનમાં આવી ગયો હતો. તેને પિતા તરફ દ્રષ્ટિ કરી અને કહ્યું કે 'તમે પ્રજાપતિ તરીકે ભલે મહાન હો પણ એક પિતા તરીકે તમે અધમ છો જ્યાં મારી બહેન સતીએ મૃત્યુ વહાલું ત્યાં હું હવે મારો જીવ આપી દઈશ. તે યજ્ઞકુંડ તરફ આગળ વધ્યો ત્યારે શિવે તેને રોકી દીધો અને કહ્યું કે તમે મારી સાથે કૈલાસ પધારો તેમજ તમારું કલ્યાણ છે. રેવંત શિવ સાથે કૈલાસ જવા નીકળી પડ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Classics