Jyotindra Mehta

Classics Others

3  

Jyotindra Mehta

Classics Others

રેવંત ભાગ ૨

રેવંત ભાગ ૨

5 mins
370


દક્ષની ઈચ્છા હતી કે સતીના લગ્ન વિષ્ણુ સાથે થાય, જોકે તેઓ પોતે જાણતા હતા કે સતી શિવને પરણવા માંગે છે. શક્તિમાતાએ સતીનો અવતાર લેવા પહેલાજ દક્ષને જાણકારી આપી હતી કે તે સતી રૂપે જન્મશે અને શિવને વરશે. તે વખતે તો વચન આપી દીધું હતું પણ દક્ષને શિવ પ્રત્યે ભારોભાર પૂર્વાગ્રહ હતો. તે શિવને પસંદ ન કરતા હતા તેનું મુખ્ય કારણ હતું કે શિવે તેના પિતા બ્રહ્માજીનું એક મુખ કાપી દીધું હતું. અને બીજું કારણ એ કે શિવ સ્મશાનમાં રહેતા હતા, મદિરાપાન કરતા હતા, સર્પની માલા પહેરતા હતા. આમ દેખાવે તમોગુણી શિવને દક્ષ પસંદ ન કરતા હતા. તેમણે સતી ને સમજાવવાની ઘણા પ્રયત્નો કર્યા પણ વ્યર્થ સતી ફક્ત શિવ સાથે લગ્ન કરવા માંગતા હતા.


રેવંત પિતા જેવો પૂર્વાગ્રહી ન હતો તેને ખબર હતી કે શિવે તેના દાદા બ્રહ્માનું ચોથું મસ્તક કેમ કાપ્યું હતું. ત્રણ મુખ વેદનું ઉચ્ચારણ કરતા હતા અને ચોથું મુખ ગાળો બોલતું હતું, તેથી શિવે તેને છેડી નાખ્યું હતું. રેવંતને પણ તેની બહેન સતીની જેમ શિવ પ્રત્યે ભક્તિભાવ હતો. તેને ખબર ન પડતી હતી કે જે આખા જગતમાં દેવોના દેવ મહાદેવ તરીકે પ્રખ્યાત છે અને આખું જગત પૂજે છે તેવા શિવને તેના પિતા નફરત કેવી રીતે કરી શકે.


રેવંતની મોટી બહેન સ્વાહના લગ્ન અગ્નિ સાથે થયા. બાકી બહેનો શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ,તુષ્ટિ, પુષ્ટિ,ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેધા, દ્વિ અને મૂર્તિના લગ્ન ધર્મ સાથે થયા અને સતીના લગ્ન શિવ સાથે થયા. રેવંતને જોકે શિવ અને સતીની જોડી વિચત્ર લાગતી હતી. સતી એકદમ શુભ્રવર્ણ અથવા કહો કે માખણમાં થોડું સિંદૂર મેળવ્યું હોય તેવો વર્ણ હતો જયારે શિવ શ્યામવર્ણ હતા. સતી સુંદર વસ્ત્રો અને અલંકારોથી સુશોભિત હતી જયારે શિવના ગાલામાં સર્પ કમર પર વ્યાઘ્રચર્મ કાનમાં વીંછી હતા. તેમાંય ગળાનો રંગ એકદમ નીલ જેવો હતો તેથી તેઓ નીલકંઠ કહેવાતા હતા. કહેવાતું હતું કે તેમણે સમુદ્રમંથન વખતે નીકળેલું હળાહળ પી લીધું હતું.


રેવંતને લાગતું હતું કે તેઓ એકબીજા માટે નથી બન્યા. પણ એક દિવસ જયારે બગીચામાં નૃત્ય કરતા જોયા ત્યારે તેને વિશ્વાસ થઇ ગયો કે તેઓ એકબીજાના પૂરક છે. એવું અદભુત નૃત્ય ક્યારેય જોયું નહોતું. તેના પિતા દક્ષના દરબારમાં દેશવિદેશના નર્તક આવી ગયા હતા. પણ જે લય શિવ અને સતીના નૃત્યમાં હતી તે ક્યાંય જોવા મળી ન હતી. નૃત્ય વખતે શિવનું રૂપ અદભુત લાગતું હતું. તેમની મુદ્રા અને અભિનય સામે ગંધર્વરાજ પણ ફીકા પડી જાય.


એક વખત સંપૂર્ણ પ્રજાપતિઓનો યજ્ઞ હતો ત્યારે રેવંત પણ તેના પિતા સાથે યજ્ઞમાં ભાગ લેવા ગયો અને ત્યાં કંઈક એવું બન્યું કે તે દુઃખી થઇ ગયો.


જે યજ્ઞ માં રેવંત તેના પિતા સાથે ગયો હતો ત્યાં મહાન ઋષિઓ અને દેવતાઓ પધાર્યા હતા. પ્રજાપતિ દક્ષના તેજથી આખો મંડપ ઝગમગી ઉઠ્યો. ત્યાં હાજર રહેલા બધા લોકો તેમના સમ્માનમાં ઉઠ્યા. બે વ્યક્તિ ન ઉઠી તે હતા બ્રહ્મા અને શિવ. શિવનું ન ઉઠવું દક્ષને ખુંચ્યુ. જો કે યજ્ઞના મુખ્ય દેવતા તરીકે તેમનુંન ઉઠવું યોગ્ય હતું પણ એક શ્વસુર તરીકે દક્ષને તે અપમાન લાગ્યું. તેમને કહ્યું અહીં હાજર રહેલા ઋષિઓ અને મહર્ષિઓ તમે આ ઘમંડીનું આચરણ જુઓ. હું તેનો શ્વસુર છું છતાંય ઉઠીને મને પ્રણામ કરવાને બદલે બેસી રહ્યો છે. આ સજ્જનોમાં બેસવાને લાયક નથી. મેં સજ્જન સમજીને મારી પુત્રી સતીના લગ્ન આની સાથે કર્યા પણ આ દૃષ્ટ મારુ જ અપમાન કરે છે. મારા પિતા બ્રહ્માજી એ આગ્રહ ન કર્યો હોત તો મારી પુત્રીના વિવાહ આ નરમુંડની માળા પહેરના, સ્મશાનમાં રહેનાર અઘોરી સાથે ન કર્યા હોત. આ વ્યક્તિ સંપૂર્ણ રીતે તમોગુણી, અમંગળ અને કર્મવિહીન છે. આટલું અપમાન છતાં મહાદેવ બધી વાતો શાંતિથી સાંભળી રહ્યા. તેથી દક્ષના ક્રોધની સીમા ના રહી અને શિવને શ્રાપ આપ્યો કે આને હવે કોઈ દિવસ ઇન્દ્ર, ઉપેન્દ્ર અને મોટા મોટા દેવતાઓ સાથે યજ્ઞમાં ભાગ ન મળે.


આ શ્રાપ સાંભળ્યા પછી નંદીથી ના રહેવાયું અને દક્ષને કહ્યું કે 'તું અહંકારવશ શિવનું અપમાન કરે છે. તે ઘણાબધા યજ્ઞો કર્યા છે પણ અજ્ઞાની જ રહ્યો છે. તારું મોં બકરાનું થઇ જાય. અને તારા અનુયાયીઓ અને શિવ સાથે વેર રાખનાર જન્મમરણના ફેરામાં અટવાઈ જાય અને ભાક્ષાભક્ષ અન્ન ગ્રહણ કરે અને ભીખ માંગતા ફરે.' નંદી નો શ્રાપ સાંભળી દક્ષના હિતચિંતક ભૃગુ ઋષિ એ શ્રાપ આપ્યો કે 'શિવ ભક્ત શાસ્ત્રો વિરુદ્ધ કામ કરનારો થાય અને તેઓ સુરાપ્રિય થાય.'


આ ઘટના પછી દુઃખી થઈને મહાદેવ પોતાના ગણોને લઈને કૈલાશ જવા નીકળી ગયા. શિવને ખિન્ન જોઈને રેવંત દુઃખી થઇ ગયો તેણે પિતાને સમજાવવાની કોશિશ કરી કે 'યજ્ઞના મુખ્ય દેવતા કોઈ અતિથિ આવવાથી ઉભા થાય તો યજ્ઞ ભંગ થયો કહેવાય તેથી આપનો ક્રોધ વ્યર્થ છે. આપ શિવની માફી માંગીને તેમને પાછા બોલાવો.' ત્યારે દક્ષે ક્રોધમાં કહ્યું, 'નીતિશાસ્ત્રની વાત તું મને કરે તે ખોટું છે. મને ખબર છે કે ક્યારે શું કરાય અને ન કરાય. ભૃગુ ઋષિ એ મને તારા જ્ઞાન વિષે વાત કરેલી છે એટલે તું મૌન રહે તેમાં જ સાર છે.' જાહેરમાં પિતા પાસેથી અપમાનિત થવું તને પણ નહિ ગમે. રેવંતે કહ્યું 'તમે જામાત્રને અપમાનિત કરી શકતા હો તો મારુ અપમાન કરી દેશો તો શું બગડી જશે એટલું કહી રેવંતે શિવના કાફલા પાછળ દોટ મૂકી, તેણે શિવ પાસે જઈ પિતાના વર્તન બદ્દલ માફી માંગી.' શિવે કહ્યું 'ચિંતા ના કરો રેવંત હું તેમને માફ કરું છું.'


સમય વીતતો ગયો પણ દક્ષના માનમાંની શિવ પ્રત્યેની દ્વેષ ભાવના મનમાંથી ન ગઈ. પ્રજાપતિ દક્ષે એક મોટા યજ્ઞનું આયોજન કર્યું. તેમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ પશ્ચિમ બધી જગ્યાએથી દેવતાઓ,ઋષિઓ, રાજાઓ, યક્ષો, કિન્નરો, ગંધર્વો બધાને નિમંત્ર્યા. શિવ અને સતીને આમંત્રણ ન મોકલ્યું. રેવંતે સમજાવવના પ્રયત્નો કર્યા પણ વ્યર્થ. દક્ષે કહ્યું 'તું જો મને મૃત જોવા માંગતો હોય તો જ તે અઘોરીને આમંત્રણ મોકલ. તારી બહેન પણ તેની સાથે રહીને અપવિત્ર થઇ ગઈ છે તેથી હું તેને પણ યજ્ઞમાં નહિ આમંત્રુ. તું જો ખરેખર મારો પુત્ર હોય તો મારા આત્મસમ્માનનું રક્ષણ કર.' રેવંતે કહ્યું કે 'તમે જે આત્મસમ્માન કહો છે તે ખરેખર ઘમંડ છે. શિવની હાજરી વગર યજ્ઞ અધૂરો કહેવાય.' પણ દક્ષ ટસના મસ ના થયા તેમને ન શિવને આમંત્ર્યા ન સતીને.


Rate this content
Log in

Similar gujarati story from Classics