Jyotindra Mehta

Drama

3  

Jyotindra Mehta

Drama

રેવંત ભાગ ૧૦

રેવંત ભાગ ૧૦

9 mins
443


       રેવંતે જોયું કે એક સ્ત્રી ને ચાર સૈનિકો ઢસડીને લઇ જઈ રહ્યા છે. તેને સૈનિકોને રોક્યા અને પૂછ્યું કે આ સ્ત્રી સાથે કે આવો વ્યવહાર કરી રહ્યા છે ? એક સૈનિકે તેને કહ્યું કે અમારા કામમાં દખલ ન દો આ કાર્ય અમારા સેનાપતિના આદેશથી કરીયે છીએ. પણ જેવો રેવંત નો એક હાથ તેના ગાલ પાર પડ્યો તે બોલ્યો આ એક અસુર સ્ત્રી છે અને આ ગામમાં એક વ્યક્તિ ના ઘરે શરણ લઈને રહેતી હતી તેથી આને સેનાપતિ સામે હાજર કરવા લઇ જઈ રહ્યા છીએ. તે સ્ત્રીએ કાકલુદી નજરે જોઈને કહ્યું કે હું એક અબળા નારી છું આ ગામનો એક શેતાન મને મારા ગામમાંથી ઉપાડી લાવ્યો અને હવે તેનું મન ભરાઈ ગયું તો સૈનિકોને બોલાવી મને તેમના હવાલે કરી દીધી. રેવંતે કહ્યું કે આ સ્ત્રી ને છોડી દો અને સેનાપતિ ને જઈને કહો કે તે ભાગી ગઈ છે. સૈનિકો એ કહ્યું કે અમે ચાર છીએ અને તું એકલો છે છતાં અમને આદેશ આપે છે તને ખબર નથી કે સરકારી કામમાં દખલ દેનારને ને મૃત્યુ દંડ કરવામાં આવે છે. રેવંતે કહ્યું કે આજુબાજુ તમારો કોઈ સાથીદાર હોય તો બોલાવી લો ફક્ત ચાર જાણ હોય તો મને લડવામાં મજા નથી આવતી. રેવંત વાક્ય પૂરું કરે તેના પહેલા એક સૈનિકે તેના પર તલવાર નો વાર કર્યો. તેને રેવંતે કુશળતાથી ચૂકવી તેની પીઠ પર પ્રહાર કર્યો અને તે સૈનિક ભોંયભેગો થઇ ગયો અને રેવંત નો પ્રહાર એટલો ભયંકર હતો કે બેભાન થઇ ગયો. બીજા સૈનિકે વાર કરે તેના પહેલા તેના જડબા પર રેવંત નો પ્રહાર પડ્યો અને તેના મોઢામાંના બધા દાંત જમીન પર વેરાઈ ગયા. પોતાના બે સાથીદારો ની આ હાલત જોઈને બીજા બે સૈનિકો ત્યાંથી ભાગી ગયા. પેલી સ્ત્રી રેવંત ના પગમાં પડી ગઈ અને બોલી આપ મારા તારણહાર છો. રેવંત અસુરોની ભાષામાં બોલ્યો કે ચિંતા ન કર બહેન નારી નું રક્ષણ કરવું એ મારી ફરજ છે. તે સ્ત્રી રેવંતને  પોતાની માતૃભાષામાં વાત કરતા સાંભળી હર્ષ થી રડી પડી. રેવંતે કહ્યું કે ચાલ  બહેન તને તારા ગામ છોડી આવું તારો પરિવાર હશે ને ત્યાં. તે સ્ત્રીએ કહ્યું કે મારુ નામ કુંદા છે મારા પિતા અને ભાઈ અસુરરાજ તારકાક્ષની સેનામાં હતા અને તે દેવસેના ના હાથે હણાઈ ગયા. અને રાજા ના સૈનિકો એ અમારા ગામ પર હુમલો કરીને બધાને બંદી બનાવી લીધા અને એક સૈનિક મને પકડીને અહીં લાવ્યો હવે ગામમાં કોઈ નથી. હું નિરાધાર થઇ ગઈ છું. રેવંતે કહ્યું કે પોતાને નિરાધાર સમજવાની જરૂર નથી. તને મેં બહેન કહી છે તું મારી સાથે ચાલ તારા રક્ષણ ની જવાબદારી મારી. રસ્તામાં કુંદાએ પોતાની સાથે થયેલ ઘટના વિસ્તૃત વર્ણન કર્યું તે સાંભળીને રેવંત થથરી ગયો. રેવંત વિચારવા લાગ્યો કે હું અત્યારે જઈને શિવ ને ફરિયાદ કરું કે તમે જેને સાથ આપો છો તે બીજા સાથે કેવો અન્યાય કરે છે પણ ત્યાં પહોંચતા ઘણો બધો સમય જશે અને ત્યાં સુધીમાં તો કદાચ પુરી જાતિનો વિનાશ થઇ જશે. સૌથી પહેલા ગામ પહોંચીને દુર્વાસુર ને મળું પછી જોઈએ શું કરવાનું. ગામ પહોંચીને રેવંતે કુંદા ને ધન્વી ના સંરક્ષણ માં મૂકી અને ધેનુક પાસે આવ્યો તેણે પૂછ્યું દુર્વાસુર ના કોઈ ખબર. ધેનુંકે કહ્યું તે આવતી કાલે આવશે.

           બીજે દિવસે દુર્વાસુર સાથે વાત ની શરૂઆત કરતા કહ્યું કે હવે આપણે સામસામે યુદ્ધ કરવું પડશે નહિ તો રાજા શ્રીધરન આપણી પ્રજાતિ નો વિનાશ કરી દેશે. દુઃખી સ્વરે દુર્વાસુરે કહ્યું કે બંધુ હું વધારે સક્ષમ યોદ્ધા નથી તેથી મેં અસુરોને છદ્મયુદ્ધ કરવા મોકલ્યા હતા પણ હવે મને મળેલા સમાચાર મુજબ ઘણા બધા યોદ્ધા હણાઈ ગયા છે તેથી તેમને પાછા બોલાવ્યા છે. રેવંતે વિચાર કર્યો કે મત્સ્યઘર અને કાર્તિકેય પોતાના કામમાં સફળ રહ્યા છે. રેવંતે કહ્યું કે આપ દળો ના નેતાઓ થી પરિચિત છો તો આપ જો બધાને ભેગા કરીને અહીં બોલાવી લો તો આપણે રાજા શ્રીધરન સાથે યુદ્ધ કરીને હરાવી દઈશું અને હું તેમનું નેતૃત્વ કરીશ. દુર્વાસુરે કહ્યું કે આપ જાણતા નથી રાજા શ્રીધરન ને ખુબ જ ક્રૂર અને શક્તિશાળી રાજા છે તેણે હરાવવો એ કોઈ રમત નથી. રેવંતે કહ્યું કે આપ મારી ઉપર વિશ્વાસ રાખો આપણી જીત નિશ્ચિત થશે.

         વિધિ ની કેવી વક્રતા કે અસુરો ના સંહાર માટે આવેલ રેવંત હવે તેમનો સેનાપતિ બની ગયો હતો.

 

         રેવંતના આદેશ પ્રમાણે દુર્વાસુરે સેનાએ નો જમાવડો કરી દીધો. રેવંતે સેનાનું નિરીક્ષણ કર્યું અને તેમની યુદ્ધકળા જોઈને રેવંતે દુર્વાસુર ને કહ્યું કે આપણી સેનાએ ખુબ અણઘડ છે તેમને ન તો યુદ્ધકળા નો અભ્યાસ છે ન તો તેઓ આ વિષે કઈ જાણે છે. સર્વપ્રથમ mare તેમને લડતા શીખવવું પડશે. આપણી સેનાએ જો અત્યારે યુદ્ધ કરવા જાય અને સામે દસ યોદ્ધા હોય તો પણ હારી જઇયે. બીજે દિવસે રેવંતે વહેલી સવારે બધાને ઉઠાડ્યા જેની કોઈને આદત ન હતી. સર્વ યોદ્ધાનો અભ્યાસ દોડવાથી કરાવ્યો અને પછી હથિયારો કેવી રીતે ચલાવવા તે શીખવ્યું. પંદર વીસ દિવસ પછી સેનાએ માં થોડો સુધારો જોવા મળ્યો.


              દુર્વાસુર ને બોલાવી રેવંતે કહ્યું કે આપણી સેનાને તૈયાર થતા થોડો સમય લાગશે પણ આપ ત્યાં સુધી મારુ એક કામ કરો મને સમાચાર મળ્યા છે કે શિવ પુત્ર કાર્તિકેય અહીં છે તો તે અત્યારે ક્યાં છે તે જાણકારી મેળવો કારણ તે અજેય યોદ્ધા છે તે હશે તો જીત ક્યારેય નહિ મળી શકે. દુર્વાસુરે કહ્યું કે હું જોઉં છું તે ક્યાં છે અને જો તે રાજધાની માં હોય તો શું કરું ? રેવંતે કહ્યું કે જો તે રાજધાની માં હોય તો પછી દૂર કોઈ પ્રદેશમાં ઉત્પાત મચાવો જેથી તે ત્યાં જતા રહે.

                દસેક દિવસ પછી દુર્વાસુર આવ્યો અને તેને સમાચાર આપ્યા કે કાર્તિકેય રાજધાની થી ખુબ દૂર એવા પ્રદેશમાં છે પણ જો તેમને સમાચાર મળે એટલે ૧૦ દિવસ માં પહોંચી શકે તેથી આપણી પાસે ૧૦ દિવસ છે. રેવંતે કહ્યું કે ૫ દિવસમાં દુરાચારી રાજાને હરાવી દઈશું અને પછીના પાંચ દિવસ માં આપણે અહીં આવી જઈશું દુર્વાસુરે કહ્યું કે તો શું આપણે જીતેલું રાજ્ય એમજ છોડી દેશું? રેવંતે કહ્યું મારી માહિતી અનુસાર રાજા શ્રીધરન નો ભાઈ યોગ્ય શાસક છે આપણે તેને રાજા બનાવી દઈશું અને તેની સાથે સંધિ કરીશું જેથી આપણા બધા ગ્રામો અને આપણી વસ્તી સુરક્ષિત રહે. દુર્વાસુર કઈ બોલવા ગયો પણ પછી કહ્યું કે હા આપનો સુઝાવ સારો છે આપણે એવુજ કરીશું અને મનમાં વિચાર કર્યો કે એક વાર જીતવા દો પછી આગળ શું કરવું તે હું જોઇશ. રેવંતે કહ્યું કે આપણે ખુબ સતર્કતાથી તૈયારી કરવી પડશે જેથી કાર્તિકેય સુધી કોઈ સમાચાર ન પહોંચે. અહીંથી રાજધાની સુધી બધાએ સાથે નહિ પણ ૫૦ કે ૧૦૦ ના ટોળામાં પહોંચવાનું છે. ત્યાં પહોંચ્યા પછી આપણે યુદ્ધ નું અવહં આપીશું.


            આમ આગળ પાંચ દિવસ સુધી ૫૦ કે ૧૦૦ ના ટોળામાં યોદ્ધાઓ ત્યાંથી નીકળતા રહ્યા. ૨૦ દિવસ પછી રાજા શ્રીધરન ની રાજધાની સામે મોટી સેના ઉભી રહી. રેવંતે એક દૂત રાજા શ્રીધરન પાસે મોકલ્યો અને કહેવડાવ્યું કે જો તે રાજપાટ છોડીને જતો રહેશે તો તેમના પર હુમલો કરવામાં નહિ આવે. રાજા એ જવાબ મોકલ્યો મને હરાવી શકે તેવો વીર હજી આ ધરતી પર જન્મ્યો નથી અને અસુરો જો તમે મારી માફી માંગો તો તમને જીવતા જવા દઈશ.

       બીજે દિવસે યુદ્ધ શરુ થયું. યુદ્ધ શરુ થાય તેના પહેલા શ્રીધરને એક દૂતને કાર્તિકેય પાસે મોકલ્યો. ચાર દિવસને અંતે રાજા શ્રીધરન પોતાના ઘૂંટણ ઉપર રેવંત ની સામે બેઠો હતો.રેવંત ની વ્યૂહ રચના અને વીરતાથી શ્રીધરન હારી ગયો હતો. આખું મેદાન રક્તરંજિત હતું અને જ્યાં ત્યાં કપાયેલા દેહના ટુકડા પડ્યા હતા. ક્યાંક કોઈનો હાથ કોઈનું મસ્તક પડ્યું હતું. રુધિર ની બદબુ વાતાવરણ માં ફેલાયેલી હતી. શ્રીધરને રડતા રડતા કહ્યું કે આ શું કર્યું અસુર આ રક્તરંજિત મેદાન આટલા લોકોની હત્યા આ પાપ નું પ્રાયશ્ચિત કેવી રીતે કરીશ. દુર્વાસુરે જવાબ આપ્યો કે આજે પોતાના લોકોનું રુધિર વહ્યું તો પાપ અને પુણ્ય સૂઝે છે અને મારા ભાઈઓને મારતી વખતે પાપ નહોતું લાગતું. શ્રીધરને કહ્યું કે તમારા જેવા અસુરોને મારવામાં પાપ ન લાગે. પાપી ને મારો તો તેને વધ કહેવાય અને વધ કરવાથી પુણ્ય મળે. રેવંતે કહ્યું કે અસુર જાતિ પણ માણસ જ કહેવાય અને મૂર્ખ રાજા નિર્દોષ માનવીની હત્યા એ હત્યા જ કહેવાય તેને વધ ન કહી શકાય. તું તો સત્તાભૂખ્યો છે તારી સત્તા લાલસા માટે તે ઘણા નિર્દોષ વ્યક્તિઓ ની હત્યા કરી છે તેથી મારો આદેશ છે કે હવે તું અહીંથી દૂર પ્રદેશ માં જતો રહે અને રહી વાત અમારી તો અમને સત્તા લાલસા નથી માટે તારો ભાઈ રુદ્રરાજન રાજા થશે એમ કહીને આગળ વધીને રુદ્રરાજન ને બંધનમાંથી મુક્ત કર્યો. શ્રીધરન તરફ ફરીને કહ્યું કે તમે જેટલું રાજ્ય ભોગવવું હતું તે ભોગવી લીધું હવે સાધુ જેવું જીવન જીવો. દુર્વાસુરે કહ્યું કે બંધુ કૈતાભ આને દૂર પહોંચાડવાની જવાબદારી ધેનુક ને આપો. રેવંતે કહ્યું કે ભલે શ્રીધરન ને દૂર જંગલ માં મૂકી આવો અને ચાર સૈનિકો પણ લઇ જાઓ. દુર્વાસુરે ધેનુક ને આંખ નો ઈશારો કર્યો અને ધેનુક બંધક રાજા ને લઈને રાવણ થયો. રેવંતે રુદ્રરાજન તરફ ફરીને કહ્યું કે આપ રાજા થાઓ પણ મારી એક શરત હશે કે અમારી જાતિ ને અસુર કહેવી નહિ અને અમારા ગ્રામો તરફ નજર કરવી નહિ. રુદ્રારાજને ખુબ મુલાયમતાથી રેવંત ને કહ્યું કે મહાબલી આપની દરેક શરત મને માન્ય છે પણ મારી એક શરત છે કે આપ થોડા દિવસ અમારા રાજ્યમાં વિતાવો જેથી અમને આપણી સેવા કરવાનો લાભ મળે. રેવંતે કહ્યું કે રાજન આપ મને માફ કરજો હું અહીં નહિ રહી શકું. દુર્વાસુરે પાછળથી કહ્યું કે બંધુ કૈતાભ નવી મિત્રતા થવા જઈ રહી છે તો આપ આવી રીતે રાજા નું અપમાન ન કરો. રેવંત દુર્વાસુર ના આગ્રહ સામે ઝૂકી ગયો અને કહ્યું કે ભલે આપણે બે ત્રણ દિવસ અહીં રહીશું. રુદ્રરાજન તેમને એક મહેલ તરફ દોરી ગયો અને ત્યાં તેમના રહેવાની વ્યવસ્થા કરી બાકી અસુરો માટે મોટા તંબુ બંધાવ્યા. પોતાના મહેલમાં પહોંચીને તેને પાછા આવેલા દૂત ને પૂછ્યું કે શું કાર્તિક સ્વામી અહીં આવવા નીકળી ગયા?


          કૈલાસ પર્વત પર શિવ ધ્યાનમુદ્રામાં બેઠા હતા ત્યારે નારાયણ નારાયણ નામનો નાદ ગુંજવા લાગ્યો. શિવે ધીરેથી આંખો ખોલી અને સ્મિત સાથે કહ્યું આવો બ્રહ્મર્ષિ આપણું કૈલાસ પર સ્વાગત છે. નારદે આવીને શિવ ને પ્રણામ કર્યા અને કહ્યું કે અહીંથી પસાર થતો હતો ત્યાં આપણા દર્શનની તીવ્ર ઈચ્છા થઇ તેથી અહીં આવ્યો છું. મહાદેવે સ્મિત કરીને કહ્યું બ્રહ્મર્ષિ હું આપણે સારી રીતે ઓળખું છું આપ કારણ વગર ક્યાંય જતા નથી તો આપ આપના આવવાનું પ્રયોજન કહો. નારદે કહ્યું કે પ્રભુ એક સમસ્યા ઉભી થઇ છે અને તેનું નિવારણ આપ જ કરી શકો. શું સમસ્યા આવી ગઈ છે? મહાદેવે પૂછ્યું. નારદે કહ્યું કે આપણા પાંચ પ્રમુખ ગણોમાંથી એક રેવંત અને દેવોના સેનાપતિ અને આપના મહાન પુત્ર કાર્તિકેય સામસામે આવી જશે અને એવું કઈ થાય તેના પહેલાજ તેનું નિવારણ કરવા આપણે વિનંતી કરું છું. શિવે સ્મિત સાથે કહ્યું કે તો આપે તો ત્વરાથી પ્રયાણ કરવું જોઈએ આપણે તો કલહ ખુબ પસંદ છે અને જ્યાં કલહ ન હોય ત્યાં આપ તે માટે પ્રયત્ન કરો છો. નારદે કહ્યું કે પ્રભુ આપ મને લજ્જિત ન કરો આ તો આપના સાળા અને પુત્ર વચ્ચે યુદ્ધ ન થાય તેના માટે આવ્યો છું અને તેમાં પણ આપણા સાળા અસુરો તરફથી લડી રહ્યા છે. શિવે કહ્યું કે બ્રહ્મર્ષિ આ યુદ્ધ તો અટલ છે. આ યુદ્ધ ઇતિહાસમાં સ્થાન પામશે. આ યુદ્ધ સુર- અસુર વચ્ચે નથી પણ સત્યને પામવાનું યુદ્ધ છે.


          નારદે પૂછ્યું કે તો એમાં સત્ય કોના પક્ષે છે ? શિવે કહ્યું સત્ય કોઈના પક્ષે નથી પણ આ યુદ્ધ પછી સત્ય બહાર આવશે. નારદે કહ્યું કે પ્રભુ હું ભ્રમિત થઇ રહ્યો છું આપ જો વિસ્તારથી સમજાવો તો હું કંઈક સમજી શકું. શિવે કહ્યું કે રેવંત ના મતે તે શોષિતો અને પીડિતો નો પક્ષ લઇ રહ્યો છે જયારે કાર્તિકેય અને મત્સ્યઘર વિચારી રહ્યા છે કે તેઓ ધર્મની સાથે છે. અને યુદ્ધ ના અંતે સત્ય બહાર આવશે. નારદે કહ્યું પણ રેવંત અસુરો નો પક્ષ કઈ રીતે લઇ શકે ? શિવે કહ્યું કે સુર અસુર નો ભેદ તો આપે પાડ્યા છે મારા મતે સુર અસુર સમાન છે દેવ દાનવ સમાન છે મારી શરણે આવનારની રક્ષા કરું છું. ધરતી પર ચાર પ્રકારના જીવ છે સ્વેદજ, અંડજ, ઉદબીજ અને જરાયુજ મને દરેક જીવ પ્રિય છે તેથી હું કોઈ ભેદ રાખતો નથી નારદે કહ્યું કે આપ તો જાણતા હશો કે સત્ય શું છે તે આપ મને જણાવો. શિવે કહ્યું કે આ તો રેવંતનું સત્યશોધ અભિયાન છે તો તેને જાણવા દો. આપને અગાઉથી દરેક વાત કરવાથી ફક્ત નુકસાન થાય તેથી આપ ત્યાં જાઓ અને યુદ્ધ નો આનંદ લો. થોડા મુરઝાયેલા સ્મિત સાથે નારદમુનિ કૈલાસથી રવાના થયા રાજા રુદ્રરાજન ને મળવા.


Rate this content
Log in

Similar gujarati story from Drama