Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Jyotindra Mehta

Drama Thriller


4  

Jyotindra Mehta

Drama Thriller


રાવણોહ્મ ભાગ ૭

રાવણોહ્મ ભાગ ૭

4 mins 583 4 mins 583

ડોક્ટર ઝા સતર્ક થઇ ગયા. તેમણે પોતાની ડાયરીમાં આ વાક્ય ટપકાવ્યું.

કુલકર્ણી : આપ ભયંકર કાલ્પનિકતામાં રચી રહ્યા છો.

સોમ : આ સત્ય છે અને સત્ય કલ્પના કરતા પણ વિચિત્ર અને ભયંકર હોય છે. હું કાળીશક્તિઓથી આ જગતનું રક્ષણ કરવા જન્મ્યો છું. તમારા જેવી સામાન્ય વ્યક્તિ આ વાત નહિ સમજી શકે.

ત્યાં હાજર રહેલ વ્યક્તિઓમાં પાયલ અને વોર્ડબોય ને છોડીને બાકીના અસમંજસમાં હતા. છતાં કુલકર્ણીએ થોડી હિમ્મત દેખાડી.

કુલકર્ણી : તો આપ માન્ય કરો છો કે આપ આ જગતના સૌથી મોટા ખલનાયક છો.

સોમ : મૂર્ખ, હું ખલનાયક નહિ રક્ષરાજ મહાનાયક મહાપંડિત મહાત્મા રાવણ છું.

 ડોક્ટર ઝા આ બધું પોતાની ડાયરીમાં નોંધી રહ્યા હતા. કુલકર્ણીએ ઈશારો કર્યો એટલે ડોક્ટરે એન્ટીડોટ આપ્યો. થોડીવાર પછી સોમ ભાનમાં આવ્યો. તેણે પોતાનું માથું પકડ્યું જે થોડું થોડું દુઃખી રહ્યું હતું, તેણે યાદ કરવાની કોશિશ કરી કે શું ચાલી રહ્યું છે, પછી આછેરું આછેરું યાદ આવ્યું કે તેણે રાવણ વિષે વાત કરી હતી. તેણે કુલકર્ણી તરફ જોયું તો તે મંદ મંદ હસી રહ્યો હતો. કુલકર્ણીએ ડોક્ટર ઝા તરફ જોયું અને પૂછ્યું શું લાગે છે તમને ? ઝા એ ખોંખારો ખાધો અને કહ્યું આ તો બહુ વિચિત્ર કેસ છે. આ વ્યક્તિ મલ્ટીપલ પર્સનાલિટી ડિસઓર્ડરથી પીડાય છે. એક પર્સનાલિટી તે પોતે એટલે કે સંગીતસોમ છે અને તેમની અંદર પર્સનાલિટી છે જે પોતાને રાવણ સમજે છે. આવા કેસ મેં ઘણી વાર અંદર ને પર્સનાલિટી કોઈ ગુનો કરે તો તો તે વિષે પહેલી પર્સનાલિટી ને ખબર નથી હોતી પણ ચોક્કસ રીતે જાણવા માટે મિનિમમ પાંચ સેશન જોઈએ. ઈન્સ્પેક્ટરે કહ્યું હું સમજ્યો નહિ ? ઝા એ કહ્યું આ ફક્ત ૧૦ મિનિટ નું સેશન હતું અને સવાલ તમે કર્યા હતા પણ આમની કોમ્પ્લેક્સ મનોસ્થિતિ સમજવા મારે પ્રશ્નો પૂછવા પડશે.


 તેજ વખતે ડોક્ટર બુદ્ધે એ કહ્યું સૉરી ઇન્સ્પેક્ટર સાહેબ આપના તરંગી કન્કલુઝન માં ઇન્ટરફેયર કરવા માટે પણ આપે જે ટ્રુથ સીરમ આપ્યું તેની એક આડઅસર પણ છે ઘણી વખત ફેન્ટસી કરવા લાગે છે, મને લાગે છે સોમ સર ઉપર પણ તેની અસર થઇ હોય એવું લાગે છે. પછી ડોક્ટરો ની પેનલ તરફ ફર્યા ને પૂછ્યું એમ આઈ રાઈટ ડોક્ટર ? એક ડોક્ટરે કહ્યું હા તેવું શક્ય છે.

 કુલકર્ણીએ કહ્યું શક્ય છે તેમણે આ વાત ડ્રગ ની અસર તળે કહી હોય પણ ડોક્ટર ઝા ના કન્કલુઝન ને પણ હું નજર અંદાજ કરી ન શકું તેથી મારે સોમ સર ને કસ્ટડીમાં લેવા પડશે વધારેમાં વધારે ૧૦ દિવસ માટે. એક વાર મારી પૂછતાછ પુરી થઈ જાય એટલે છુટ્ટી. જોબનપુત્રાએ કહ્યું શું આપની પાસે અરેસ્ટ વોરંટ છે ? કુલકર્ણીએ ખિસ્સામાંથી એક કાગળ કાઢીને જોબનપુત્રાના હાથમાં આપ્યો અને કહ્યું આ લો અરેસ્ટ વોરંટ. જોબનપુત્રાએ કાગળ વાંચીને કહયું ઓહ પુરી તૈયારી સાથે આવ્યા છો. કુલકર્ણીએ સોમ તરફ ફરીને કહ્યું આપ મારી સાથે પોલીસ સ્ટેશન ચાલો. સોમે કહ્યું અત્યારે નહિ બે દિવસ પછી.


    સોમે આટલું કહેતાજ આખી રૂમમાં ધુમાડો છવાઈ ગયો કોઈને ખબર ન પડી કે શું થઇ રહ્યું છે બધા બેહોશ થઇ ગયા ૧૫ મિનિટ પછી ધુમાડો આછો થયો ત્યારે ત્રણ ડૉક્ટર , શુક્લા , કુલકર્ણી , ડૉક્ટર ઝા ,પાયલ અને જોબનપુત્રા બધા બેહોશ હતા. ફક્ત સોમ અને વોર્ડબોય ત્યાં ન હતા. થોડીવાર પછી બધા ભાનમાં આવ્યા એટલે એકબીજા તરફ જોવા લાગ્યા. કુલકર્ણીએ પાયલ તરફ જોયું અને પૂછ્યું સોમ સર ક્યાં છે ? પાયલે કહ્યું મને શું ખબર હું પણ બેહોશ હતી. કુલકર્ણીએ પાયલ તરફ જોઈને કહ્યું સોમ સરે બે દિવસ પછી અરેસ્ટ થવાની વાત કરી છે તો હું બે દિવસ રાહ જોઇશ નહિ તો અહીંની બધી વાત મીડિયામાં રિલીઝ કરી દઈશ. પાયલ પાસે કોઈ જવાબ ન હતો.


     આ તરફ એક કારમાં સોમ અને તે વોર્ડબોય જઈ રહ્યા હતા. સોમે ડૉક્ટર જેવો કોટ પહેરેલો હતો તે ઉતાર્યો અને વોર્ડબોય તરફ જોઈને કહયું પરફેક્ટ ટાઈમિંગ જસવંત. જસવંતે કહ્યું આપનો ચેલો છું ક્યાંથી ચુકી જાઉં પણ મને ખબર ન પડી આવી રીતે નીકળવાની જરૂર શું હતી આપે ચાહ્યું હોત તો આપ અરેસ્ટ પણ ન થયા હોત અને દવાની અસર તો આપ પર એટલી બધી નહોતી થઇ તો પછી ત્યાં સ્ટેટમેન્ટ આપવાની જરૂર શું હતી? સોમે હસીને કહ્યું અમુક કામો કોઈની ખુશી માટે કરવા પડે પણ મારે દિવસ નો સમય જોઈતો હતો એટલે નીકળ્યો બાકી અરેસ્ટ તો હું પોતે થવાનો હતો. જસવંતે કહ્યું કદરભાઈ આપની સાથે વાત કરવા માંગે છે. સોમે પોતાના મોબાઇલમાંથી એક નંબર જોડ્યો અને કહ્યું હેલો કદરભાઈ કેમ છો ? થેન્ક યુ સમય પર મદદ મોકલવા માટે અને મેં કહેલો સામાન મોકલ્યો છે ? હું બે દિવસ પછી આવીશ, ચલો બાય. સોમે જસવંત તરફ જોઈને કહ્યું કાદરભાઈએ મોકલેલી બેગ ક્યાં છે ? જસવંતે પાછળની સીટ પર મુકેલી બેગ તરફ ઈશારો કર્યો અને કહ્યું આ બેગ છે અને એક ગાડી હાઇવે પાસે પાર્ક કરેલી છે. થોડીવાર પછી જસવંતે ગાડી એક ઢાબા પર ઉભી રાખી. સોમ બેગ લઈને નીચે ઉતાર્યો અને ઢાબાની પાછળ ગયો.


    થોડીવાર પછી જયારે તે પાછો આવ્યો ત્યારે તેની વેશભૂષા બદલાઈ ગઈ હતી. હવે તે સફેદપોશ ગુંડો લાગી રહ્યો હતો. સફેદ પેન્ટશર્ટ , સફેદ બુટ ,ગળામાં જાડી ચેન , ચેહરા પર કાળી ભમ્મર દાઢી , હાથમાં માર્લબોરો સિગરેટ નું પેકેટ અને રેબેન સનગ્લાસિસ. સોમ જસવંતની નજીક આવીને ઉભો રહ્યો. જસવંતે કહ્યું સોગનથી સર આ કપડાં અને દાઢી હું લાવ્યો ન હોત તો તમને ઓળખી ન શક્યો હોત. આગળ તેણે કહ્યું સર મારી રિકવેસ્ટ છે આપ જ્યાં પણ જાઓ છો આપ મને લઇ જાઓ કદાચ મારી જરૂર પડે. સોમે હસીને તેના ખભા પર હાથ મુક્યો અને કહ્યું ત્યાં મારેજ જવું પડશે અને સામાન્ય કામ છે, ખતરનાક હોત તો તને સાથે લઇ ગયો હોત. એમ કહીને તેના હાથમાંથી ગાડીની ચાવી લઇને નીકળી ગયો.

  સોમના ગયા પછી જસવંતને ફોન આવ્યો તેણે કહ્યું કદરભાઈ આપના કહ્યા પ્રમાણે ગાડીમાં ટ્રેકર લગાવ્યું છે હવે શું કરવું છે ?  


Rate this content
Log in

More gujarati story from Jyotindra Mehta

Similar gujarati story from Drama