Jyotindra Mehta

Drama Thriller

4  

Jyotindra Mehta

Drama Thriller

રાવણોહ્મ ભાગ ૧૭ અંતિમ ભાગ

રાવણોહ્મ ભાગ ૧૭ અંતિમ ભાગ

7 mins
223


વિક્રાંતને ખબર હતી કે ક્યાં જવાનું છે. વિક્રાંતે ઉતારીને એક ગાડી ભાડે કરી અને જે પિરામિડમાં જવાનું હતું ત્યાં પહોંચ્યા. તે પિરામિડ થોડો ઉપેક્ષિત હતો તેમાં કોઈ પર્યટક જતું નહિ. વિક્રાંત, કાદરભાઈ અને પ્રદ્યુમનસિંહ અંદર જવા નીકળ્યા અને અંદર જતા પહેલા વિક્રાંતે જસવંતને પિરામિડની તરફ સુરક્ષારેખા દોરવાનું કહ્યું જેથી કોઈ પ્રવેશી ન શકે. અંદર પ્રવેશતાજ તેમને કોઈ પ્રાણીના ચિત્કારવાનો અવાજ સંભળાયો. વિક્રાંત પગથી માથા સુધી કાપી ગયો તે ઝડપથી દોડવા લાગ્યો અને તેની પાછળ કાદરભાઈ દોડ્યા. પ્રદ્યુમનસિંહ તેમની પાછળ દોડી શક્યાં નહિ. આગળ જઈને તેમને જોયું કે એક કદાવર પ્રાણી અને એક સાધુ અંદરની તરફ જઇ રહ્યા છે. વિક્રાંત અને કાદરભાઈ તેમનો પીછો કરવા લાગ્યા. તે પ્રાણી અને સાધુ એક મોટા ખંડમાં પહોંચ્યા એટલે નર્મદાશંકરે પૂછ્યું સોમ ને ક્યાં રાખ્યો છે એટલે રૂદ્રાએ એક કોટડી તરફ આંગળી કરી અને કહ્યું ત્યાં છે અને કહ્યું એક બીજી કોટડી તરફ આંગળી કરીને કહ્યું આમાં તમારા માટે એક ભેટ છે. નર્મદાશંકરે ત્યાં રહેલ ઇપાફિસના સેવકોને કહ્યું પહેલા તે કોટડી ખોલો તેમને કોટડી ખોલી અને અંદર જોયું તો ત્યાં વિક્રાંત (સંકેત) હતો. નર્મદાશંકરનું હૃદય ધબકારા ચુકી ગયું તેણે કહ્યું આ દરવાજો જલ્દી બંધ કરો. અંદરથી સંકેત બહાર આવી શકે તેના પહેલા દરવાજો બંધ થઇ ગયો. નર્મદાશંકરે રાહતનો શ્વાસ લીધો તેમને ઇપાફિસ તરફ જોઈને કહ્યું આ ભેટ નહિ મુસીબત છે પછી સેવકો તરફ જોઈને કહ્યું સોમ જેમાં છે તે કોટડીનો દરવાજો ખોલો. સેવકોએ મંત્ર બોલીને તે દરવાજો ખોલ્યો, જેવો દરવાજો ખુલ્યો તેઓ એક ધડાકા સાથે ખુલી ગયો અને તે બંને હવામાં ઉડી ગયા.


            નર્મદાશંકરે જોયું અંદર રાવણ એક પથ્થર ઉપર બેસેલો તો અને તેની મુદ્રા એવી હતી જાણે તે કોઈ સિંહાસન પર બેઠો હોય. તે ધીમેથી ઉઠ્યો અને રાજાશાહીની ચાલથી બહાર આવતા આવતા કહ્યું મારી ઈચ્છા હોત તો ક્યારનોય અહીંથી નીકળી ગયો હોત પણ નર્મદાશંકર હું તારી અને ઇપાફીસની રાહ જોઈ રહ્યો હતો. નર્મદાશંકરે અટ્ટહાસ્ય કરતા કહ્યું તું અમારી નહિ તારા મૃત્યુ ની રાહ જોઈ રહ્યો હતો. રુદ્ર તારો શિકાર આ રહ્યો. તેનું વાક્ય પૂરું થાય તે પહેલા તે એક ધમાકા સાથે હવામાં ઉડ્યો અને સામેની દીવાલ સાથે અથડાયો. ભયાનક અવાજ સાથે રુદ્રા આગળ વધ્યો ત્યાંજ વિક્રાંત તેની સામે આવી ગયો અને કહ્યું તારા સામે લડવા હું છું ને તેમની શું જરૂર છે. રૂદ્રાએ વિક્રાંતને એક મુક્કો માર્યો એટલે તે દૂર જઈને પડ્યો પણ તરત ઉછળીને ઉભો થઇ ગયો એટલે રુદ્રા તેની તરફ આગળ વધ્યો. બીજી બાજુ રાવણ નર્મદાશંકર તરફ આગળ વધ્યો. હવે નર્મદાશંકર સાવધ હતો તે એક મંત્ર બોલ્યો અને રાવણ પર વાર કર્યો એટલે રાવણ દૂર જઈને પડ્યો. નર્મદાશંકરે અટ્ટહાસ્ય કરતા કહ્યું તું ભૂલી ન જા કે હું જટાશંકરનો પણ ગુરુ છું અને તેના કરતા વધારે સક્ષમ છું. રાવણે અત્યાર સુધી તેને ઓછો આંક્યો હતો પણ હવે તે સાવધાનીપૂર્વક લડવા લાગ્યો. કાદરભાઈ જુદી જુદી કોટડીઓ જોઈ રહ્યા હતા તેઓ પાયલ અને સંકેતને શોધી રહ્યા હતા. તે વખતે વિક્રાંત રુદ્રના દરેક મુક્કા સાથે અહીં તહીં ઉછળી રહ્યો હતો. વિક્રાંતને વાર કરવાનો મોકો નહોતો મળતો , રુદ્રા શરીરને હિસાબે વધારે ચપળતા દેખાડી રહયો હતો. વિક્રાંત પડતો અને ઉઠતો અને તેને ઉઠતો જોઈને રુદ્રા ચિત્કાર કરતો અને વધુ ઝનૂનથી તેની તરફ દોડતો અને તેને મુક્કો મારતો. રાવણ અને નર્મદાશંકર એક બીજા પર મંત્રોથી વાર કરી રહ્યા હતા. નર્મદાશંકરની યુદ્ધકલા જોઈને રાવણ દંગ રહી ગયો. તે અદભુત યોદ્ધા હતો તેની યુદ્ધકલા ભલભલા મહારથીઓને માટે કરે તેવું હતું.


        કાદરભાઈ એક કોટડીમાંથી પાયલને અને બીજીમાંથી સંકેતને શોધી લાવ્યા એટલામાં ક્યાંકથી બીલજેબ તેમની તરફ આવ્યો એટલે પાયલે કાદરભાઈ અને સંકેતને હટાવીને ઉછળી અને બીલજેબની છાતી પર પ્રહાર કર્યો એટલે બીલજેબે તે શરીર છોડ્યું અને એક ગોળો બનીને હવામાં લટકવા લાગ્યો અને તે પાયલના માથા પર પ્રહાર કરવા ગયો પણ પાયલે તે સફળતા પૂર્વક ચૂકવી દીધો.


   દૂર પાડીને ઉભા થયેલા વિક્રાંત તરફ રુદ્રા આગળ વધ્યો તેજ વખતે તેની નજર ત્યાં આવી રહેલ પ્રદ્યુમનસિંહ પર પડી એટલે તેના પગ થંભી ગયા. તેની આંખોમાં પ્રેમ ઉભરી આવ્યો તે ધીરેથી બોલ્યો બાબા ! તેને યાદ હતું કે બાબા તેને રમાડતા , પ્રેમથી ખવડાવતા અને હાલરડું ગાઈને સુવડાવતાં. પ્રદ્યુમનસિંહે બાબા શબ્દ સાંભળ્યો એટલે તેમણે ઝડપ વધારી તે સમજી ગયા કે તે પ્રાણી સોમ અને પાયલનો પુત્ર છે પણ તેની આ હાલત જોઈને દુઃખી થઇ ગયા. વિક્રાંત પણ ઉભો રહીને આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. રુદ્રાની અવસ્થા વિચિત્ર થઇ ગઈ હતી અંદર રહેલી શક્તિઓ તેને વિક્રાંત ની તરફ ધકેલી જયારે રુદ્રા ફક્ત પ્રદ્યુમનસિંહને નિહાળી રહ્યો હતો. એટલામાં લાગ જોઈને વિક્રાંતે પોતાના કપડામાં છુપાવેલું તીર કાઢ્યું અને મંત્ર બોલીને રુદ્રા તરફ ફેંક્યું પણ પ્રદ્યુમનસિંહ વચ્ચે આવી ગયા અને તે તીર તેમના પેટમાં પેસી ગયું. રૂદ્રાએ તેમને પાડવા પહેલા ઝીલી લીધા અને જમીન પર સુવડાવ્યા. રુદ્રા બાબા બાબા એમ કહીને રડી રહ્યો હતો. બહુ વિચિત્ર દ્રશ્ય લાગી રહ્યું હતું કોઈ ભયંકર જીવ આ રીતે રડી શકે તેવી કોઈને આશા ન હતી. પ્રદ્યુમનસિંહને ધરાશાયી થયેલા જોઈને રાવણ ક્રોધિત થઈને જમીન પર પગ પછાડ્યો અને ચિત્કાર કર્યો એટલે જાણે વિસ્ફોટ થયો હોય તેમ નર્મદાશંકર ઉછળીને દૂર પડ્યો અને બેભાન થઇ ગયો.


           પ્રદ્યુમનસિંહે પાયલને અવાજ આપ્યો. પાયલ ત્યાં સુધીમાં બીલજેબ ને બાંધી ચુકી હતી, પાયલ દોડીને તેમની પાસે આવી. પ્રદ્યુમનસિંહે કહ્યું પાયલ હું તારો ગુનેગાર છું તારું બીજું બાળક મૃત નહોતું જન્મ્યું તે હજી જીવે છે. પાયલે કહ્યું તે કોણ છે અને ક્યાં છે ? પ્રદ્યુમનસિંહે રુદ્રા તરફ આંગળી ચીંધીને કહ્યું તે આ છે. આ રુદ્રા ,તારો અને સોમનો દીકરો છે પણ બાબાએ આદેશ આપ્યો હતો કે યોગ્ય સમય આવે ત્યાં સુધી તમારાથી દૂર રાખવો અન્યથા અનર્થ થઇ જશે તેથી અને જન્મ વખતે મેં તારાથી દૂર કરી દીધો. હું સોમ નો તો નહિ પણ તારો તો ગુનેગાર છું જ ,એક માતાથી બાળક ને દૂર કરવા જેવું મોટું પાપ મેં કર્યું છે. પાયલે કહ્યું આપ મનમાં કોઈ જાતનો ક્લેશ ન રાખશો , આપે જે કર્યું તે સમય અને સંજોગો ને આધારે કર્યું અને બાબાએ આદેશ આપ્યો હતો, એનો મતલબ તેમજ બધાનું હિત છુપાયેલું હશે. પ્રદ્યુમનસિંહે કહ્યું મારા પૌત્રનો જીવ બચાવવા મારે પાયલની મદદ લઈને આરોપ લગાવડાવવા પડ્યા તે માટે ક્ષમા કરજે. સોમે તેમનો હાથ હાથમાં લીધો અને કહ્યું મને પહેલેથી ખબર હતી કે મારા પર લાગેલા આરોપો પાછળ પાયલ અને શુક્લાનો હાથ હતો અને તે આપના ઈશારે કરી રહી છે તેની પણ મને ખબર હતી પણ મારે જાણવું હતું કે પડદા પાછળ કોણ છે તેથી અજાણ્યા હોવાનો ઢોંગ કરવો પડ્યો તેથી આપ મન પર કોઈ જાતનો ભાર ન રાખશો. અને પાયલ મારાથી ગમે તેટલું છુપાવે પણ તેની આંખો કહી દે છે કે તે કંઈક ખોટું કરી રહી છે. કાદરભાઈએ મને બધું પહેલાથીજ કહી દીધું હતું અને મેં આ વાત કોઈને ન કરવી તેનું વચન તેમની પાસેથી લીધું હતું. સંતોષ સાથે પ્રદ્યુમનસિંહની આંખો મીંચાઈ ગઈ. રુદ્રા નાના બાળકની જેમ રડવા લાગ્યો. એટલામાં નર્મદાશંકરનો અવાજ ગુંજ્યો રુદ્રા આ ભાવુક બનવાનો સમય નથી તારું લક્ષ્ય નજીક છે ઉઠાવ ખડગ અને વાર કર સોમ પર તે તારા ગુરુનો હત્યારો છે. રૂદ્રાએ રડવાનું બંધ કર્યું, તેની આંખો લાલ થઇ ગઈ તેના ખડગ ઉપાડ્યું અને ફેંક્યું જેનાથી નર્મદાશંકરનું શરીર બે ભાગ વહેંચાઈ ગયું. મરતી વખતે નર્મદાશંકરની આંખો બંધ થવાને બદલે આશ્ચર્યથી પહોળી થઇ ગઈ હતી.


       રુદ્રા ક્રોધમાં હતો, સોમે પ્રેમથી તેનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું, તારી મદદ કરું છું એમ કહીને તે મંત્ર બોલવા લાગ્યો પણ તેનાથી રુદ્રાની પીડા વધી ગઈ તે ચિત્કાર કરવા લાગ્યો એટલે વિક્રાંતે કહ્યું રુદ્રાની મદદ હું કરું છું એમ કહીને તેને નીચે બેસવાનું કહ્યું અને તેના માથે હાથ મુક્યો પણ તેની પીડા હજી વધી ગઈ એટલે રૂદ્રાએ કહ્યું તું પણ રહેવા દે પછી તે ઉભો થયો અને બંને હાથની આંગળીઓથી શિવમુદ્રા બનાવી એટલે અંદરથી ચિત્કારના અવાજો આવવા લાગ્યા અને તેનું શરીર સામાન્ય થવા લાગ્યું. પછી તેણે ઇપાફીસને ઉદ્દેશીને કહ્યું તારો મારા પર ઉપકાર છે એટલે તને છોડું છું , તું હવે જાતેજ બહાર નીકળ. અને તેના શરીરમાંથી એક ઓળો બહાર આવ્યો. ઇપાફીસના બહાર આવ્યા પછી પાયલે રુદ્રાને ગળે લગાડ્યો અને કહ્યું તું અદ્દલ સોમ જેવો દેખાય છે, કોલેજ માં હતો ત્યારે સોમ તારા જેવોજ દેખાતો. હવામાં લટકી રહેલા ઇપાફીસે સોમ ને કહ્યું શ્રીમાન મને માફ કરી દેશો મેં જે કઈ પણ કર્યું તે યુદ્ધનો એક ભાગ હતો હવે હું તમારી શરણે આવ્યો છું, તો મને અભયદાન આપો. સોમે કહ્યું અભયદાન તો તને રૂદ્રાએ આપ્યું છે તો હું તને છોડું છું પણ તું યાદ રાખજે કાળીશક્તિઓનો પ્રભાવ વધારવાની કોશિશ કરી છે કે કોઈને હેરાન કર્યા છે તો હું તને નહિ છોડું. ઇપાફીસે કહ્યું હું વચન આપું છું કે આપણી વિરુદ્ધ કોઈ કારસ્તાન નહિ કરું અને મારા જુના કામ તરફ વળું છું હું આ પિરામિડમાં રહેલ રાણીના મમીનો રક્ષક છું.


         પ્રદ્યુમનસિંહના બલિદાને રુદ્રના જીવનની દિશા બદલી દીધી હતી. તે સોમ ને પગે લાગ્યો એટલે સોમે તેને ગળે વળગાડ્યો પછી તે વિક્રમને ભેટ્યો અને કાદરભાઈના આશીર્વાદ લીધા, તેજ વખતે જસવંત બહારથી દોડતો આવ્યો બધાને એક બીજાને ભેટતા જોઈને બોલ્યો અરે મારા આવ્યા વગર જ યુદ્ધ પૂરું થઇ ગયું. કાદરભાઈએ તેની પીઠ ઉપર ધબ્બો મારતાં કહ્યું હવે સમય આવ્યો છે કે તું પોલીસમાં ભરતી થઇ જા. જસવંતે કહ્યું કેમ? કાદરભાઈએ કહ્યું કારણ તું અને પોલીસ હંમેશા લેટ પડો છો અને બધા લોકોના ચેહરા પર હાસ્ય છવાઈ ગયું. કાદરભાઈએ કહ્યું હવે બધા ચાલો ઘરે જઈએ.


     રૂદ્રાએ પ્રદ્યુમનસિંહની લાશ ઉપાડી લીધી અને ઇપાફીસને કહ્યું તું અમને ભારત પહોંચાડી દે મારે બાબાના અંતિમસંસ્કાર કરવાના છે એમ કહીને એક ડૂસકું લીધું.

    થોડીવારમાં બધા પુણે નજીકના સ્થળે ઉભા હતા.


(સમાપ્ત)


Rate this content
Log in